Tag સમજદાર માણસ નો... Jas lodariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Tag સમજદાર માણસ નો...

એ તો ના સમજે પણ તું તો સમજદાર છો ને??નાની નાની વાત ને મોટી ના કરી જતી કરી દેવાની.મુકી દેવાનુ.. આ વાકય લગભગ આપણા બધા જ ફેમિલી મા સાંભળ્યું જ હશે કેમ કે તે વ્યક્તિ સમજદાર છે...કેટલુ સારું ટેગ લગાવી આપ્યુ , સમજદાર!!!!🤔🤔🤔

એ સમજદાર છે તો બાકી બધા શું સમજદાર નથી??? મારું કહેવાનું તાત્પયૅ એ નથી કે કોઈ જ સમજતુ નથી, સમજે બધા જ છે પણ જતુ કરવાનુ આવે અને જે વ્યક્તિ પોતાની ઈચ્છા ને મારી ને બધા ને ખુશ રાખવા ની કોશિશ કરે ને હંમેશા એ ખુશ છે એવું બતાવે છે એટલે બધા લોકો માટે એ સમજદાર વ્યક્તિ ....સાચી વાત ને.

આપણા પૂર્વજો જયારે કોઈ વ્યક્તિ નો વધુ પડતો ઉપયોગ થાય એટલે કહેતા કે " મીઠા ઝાડ ના મૂળ ના ખવાય "
મતલબ કે સામે ની વ્યકિત ભલે ના બોલે પણ તમને તો ખબર પડે કે નહિ એ માણસ છે કોઈ મશીન નથી. દરેક વ્યક્તિ ની એક અલગ ઓળખ હોય છે પરંતુ આપણે ત્યાં બધા એક સમજુ માણસ ને આગળ કરી પોતે સુખી થવા માગે છે કેમકે સમજુ માણસ ને તો સમજ શકિત અને સહન શકિત બન્ને રાખવી પડે છે.

સમજદાર વ્યક્તિ લોભ, લાલચ, કામના.. જેવા અવગુણોનો સીધીરીતે ત્યાગ નથી કરતો કે તેનાથી છૂટવાના રસ્તા નથી શોધતો. તે આવા દુર્ગુણોને સંપૂર્ણ રીતે સમજવાનો પ્રયત્ન કરે છે. અને સમજ્યા પછી તેનાથી છૂટકારો મેળવે છે.

મહારાજા જનક મહર્ષિ યાજ્ઞાવલ્કયના આશ્રમે ઉપનિષદનો ઉપદેશ સાંભળવા નિયમિત જતા જનક ન આવે ત્યાં સુધી મહર્ષિ તેમની રાહ જોતા. આ વાતથી આશ્રમવાસીઓ અકળાતા. તેમના આ અણગમાની જાણ મહર્ષિને થઈ ગઈ. તેમણે યુક્તિ રચી. અગાઉથી તેમના એક-બે વિશ્વાસુ આશ્રમવાસીને સમજાવી નાટક કર્યું. એકવાર એક જણ દોડતો આવીને કહેવા લાગ્યો -' ગુરૂજી, વનમાં આગ લાગી છે. અને આગ ફેલાતી ફેલાતી આપણા આશ્રમ તરફ આવી રહી છે.

આટલું સાંભળતાં જ પોતાને જ્ઞાાની માનતા શ્રોતાઓ કમંડળ, વલ્કલ, કૌપિન. જે બચે તે બચાવતા પોતાની ઝૂંપડી તરફ ભાગવા લાગયા. જેટલી વસ્તુઓ સુરક્ષિત થઈ શકે તેટલી વ્યવસ્થા કરી ફરી આવીને ઉપદેશ સાંભળવા લાગ્યા. એટલામાં એક રાજ સેવક આવ્યો. આવીને રાજા જનકને સમાચાર આપ્યા. 'મહારાજ, મિથિલા નગરમાં આગ લાગી છે.' રાજા જનકે સેવક સામે જોયું. શાંત બેસી રહ્યા. ફરી એક બીજો રાજસેવક આવ્યો.

મહારાજ, આગ ઠેઠ અંત:પુર સુધી ફેલાઈ ગઈ છે.' મહર્ષિ યાજ્ઞાવલ્કયે મર્માળુ હાસ્ય કરતાં રાજા તરફ જોયું રાજા જનક કહે- ' મિથિલાનગર હોય રાજભવન હોય, અંત:પુર હોય કે આ શરીર હોય.. આમાંથી કશું જ મારૂં નથી. અને જે મારૂં નથી તેની મારે શી ચિંતા ? ગુરૂદેવ ફક્ત આત્મા મારો છે. અને આત્મા કદી બળતો નથી ! આપ.. ઉપનિષદનું જ્ઞાાન આપો.' મહર્ષિએ આ ઘટના ઉપજાવીને શ્રોતાઓને ઉપદેશ આપ્યો કે જનક રાજા હોવા છતાં ભીતરથી શાંત છે. અને તેમની સમજદારી જ તેમને શાંત રાખે છે.

કૃષ્ણએ કહ્યું છે ' અશાંતસ્ય કુત: સુખમ્ (૨/૬૬) અશાંત માણસને ક્યાંથી સુખ મળે ?

શાંતિ શક્તિના બળ ઉપર સ્થાપિત નથી થઈ શક્તી. તેને સમજદારી પૂર્વક મેળવી શકાય છે. સમજનો શાબ્દિક અર્થ થાય છે. ડહાપણ, જ્ઞાાન, બુધ્ધિ, અનુભવથી સમજી રાખેલી વાત.

સમજદાર વ્યક્તિ લોભ, લાલચ, કામના.. જેવા અવગુણોનો સીધીરીતે ત્યાગ નથી કરતો કે તેનાથી છૂટવાના રસ્તા નથી શોધતો. તે આવા દુર્ગુણોને સંપૂર્ણ રીતે સમજવાનો પ્રયત્ન કરે છે. અને સમજ્યા પછી તેનાથી છૂટકારો મેળવે છે. દુર્ગુણ ગમે તેવો હોય તેનું સત્ય સમજાતાં જ તેને દૂર કરી શકાય છે. માણસમાં જેમ જેમ સમજ આવે તેમ તેમ તે તેના માટે ' શું યોગ્ય નથી' તેનાથી છૂટકારો મેળવતો જાય છે. ધીરે ધીરે દુર્ગુણોનું સદ્ગુણોમાં રૂપાંતર થાય છે. ક્રોધ જાય છે- કરૂણા આવે છે. લોભ-લાલચ જાય છે. સહભાગિતા આવે છે. કામ-વાસના જાય છે. પ્રેમ આવે છે. ઘૃણા જાય છે સદ્ભાવના લાગણી આવે છે.

સાચી સમજ એક અનુભૂતિ છે. જે નસે-નસમાં હૃદયની ઊંડાઈમાંથી પડઘાઈને આવતી હોય છે. સમજદાર વ્યક્તિ અરીસા જેવી હોય છે. શાંત ખુલ્લાદિલ વાળી-વર્તમાનમાં જીવનારી. તે હમેશાં વેરઝેર, તિરસ્કાર, નારાજગી, અપમાન કે દિલને લાગેલી ઠેસ જેવી ભૂતકાળની કડવી યાદોથી છૂટકારો મેળવે છે. તે ભૂતકાળને ધ્યાનમાં રાખીને વર્તન નહિ કરે. પોતાને કેટલી સમજ છે તેનું અભિમાન પણ નહિ કરે. કદાચ અંગત વ્યક્તિઓને સમયસર સાચી વાત સમજાવવા અથાગ પ્રયત્ન કરશે પણ છતાંય જો તેઓ નહિ સમજે તો ત્યાંથી તરત ખસી જશે, મહાભારતમાં મહાત્મા વિદૂર આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

રાજા ઘૃતરાષ્ટ્રને ડગલેને પગલે સત્ય સમજાવવા પ્રયત્ન કરે છે. ગમે તે ક્ષણે વિનિપાત થશે જ થશે તેવું રોકડું પરખાવે છે. દુર્યોધનને ભવિષ્યના વિનાશક યુધ્ધની ચેતવણી પણ આપે છે. પણ આ જ વાતે વિદુરજીનું રાજસભામાં અપમાન થાય છે. સમજદાર વિદુરજી પોતાના અસ્ત્ર-શસ્ત્ર હસ્તિનાપુરના રાજદ્વાર આગળ મુકીને ત્યાંથી ખસી જાય છે અને શાંતિ મેળવવા જંગલનો માર્ગ પકડે છે.

અશાંતિ બારણું ખખડાવે ત્યારે વિવેક અને સમજદારી જાતે દરવાજો ખોલીને ઘરની બહાર નીકળી જાય છે. માળામાંથી એકાદ તણખલું પડી જાય તો સમજદાર પંખી પણ ઇંડુ ફૂટયા જેટલી ચેતવણી અનુભવે છે. અને જાત પ્રત્યે સજાગ થઈ જાય છે. જીવન જીવવાની આવડતને જ્ઞાાન કહેવાય. તે કેવી રીતે જીવવું તેના જ્ઞાાનને કુનેહ કહેવાય. પણ જીવન કેવી રીતે ' ના જીવવું એના ભાનને સમજદારી કહેવાય.

શુભપ્રસંગે વાનગીઓથી સજાવેલા કાઉન્ટર પરથી કઈ વાનગી શરીરની તંદુરસ્તીને લાયક છે તેની પસંદગી કરી પ્રસન્નચિત્તે પ્રસાદ તરીકે જરૂરી વાનગી થાળીમાં લઈ લેવી તેનું નામ સમજદારી છે. અને એ સમજદાર વ્યક્તિ જ રાતે પેટ પકડીને આળોટયા વગર, પેટના દુ:ખાવાની ફરિયાદ કર્યા વગર, વેદના સહન કર્યા વગર, શરીરને તંદુરસ્તી માટે જોઈતી કેલેરી એકઠી કરી શકે છે. આપણી સામે રૂબરૂ આપણા વિરૂધ્ધની વાતો મિજાજ ગુમાવ્યા વગર સાંભળી લેવી એય સમજદારી છે ! સમજદાર માણસ બીજાને લપસી જતાં જોઈને તેની સામે હસતો નથી પરંતુ એ લીસ્સા રસ્તે જવાનું ટાળે છે. સમજદાર પંખીની માફક ડાળ લટકી ના જાય તેવો હલકો માળો બાંધે છે. સમજદાર જાણે છે કે જિંદગીના મેદાનમાં બેટ્સમેન પણ તે છે, બોલર પણ તે છે અને અમ્પાયર પણ તે જ છે. તે જાણે છે દુનિયાને સુધારવી એ વૃધ્ધાવસ્થામાં ચહેરા પરની કરચલીઓ દૂર કરવા જેવી અશક્ય વાત છે.

આપણે માણસ છીએ એટલે રોજ નવી નવી ઇચ્છાતો થવાની જ ! પણ એમાંથી કઈ ઇચ્છા પસંદ કરવી અને કઈ ઇચ્છા જતી કરવી એમાં આપણો વિવેક, આપણા સંસ્કાર અને આપણી સમજદારી રહેલી છે. વલ્લભાચાર્યે 'વિવેકધૈર્યાશ્રય'માં કહ્યું છે. આપદ્ત્યાદિ કાર્યેષુ હઠસ્ત્યાજયશ્વ સર્વથા.' દુ:ખ જેવા પ્રસંગોમાં હઠ (જીદ) કરવી નહિ. મથુરા પર ૧૮-૧૮ વખત જરા સંઘના આક્રમણનું દુ:ખ હતું. ત્યારે કૃષ્ણએ જીદ છોડી દીધી હતી. રણ છોડીને ભાગી ગયા હતા. મથુરા અને મથુરાવાસીઓની શાંતિ માટે જીદ છોડવી એ કૃષ્ણની સમજદારી હતી.

સમજદાર છે .બધાજ જેથી સલાહ શું કામની .?
કહ્યાંવીના ના રહી શકું સમજદારી ક્યા કામની .....🙏🙏🙏