સંત શ્રી મેકરણ દાદા.. Jas lodariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંત શ્રી મેકરણ દાદા..

આપણા ગુજરાતની ભૂમિ મહાપુરુષોને કારણે ઘણી પાવન છે. અહીં ઘણા મહાન સંતો થઈ ગયા છે. એવા એક મહાન ઓલિયા સંત શ્રી દાદા મેકરણ ક્ચ્છ પ્રદેશમાં ૧૭ મી સદીમાં થઈ ગયા હતાં. સંત દાદા મેકરણનો જન્મ ક્ચ્છ જીલ્લાના ધ્રંગ ગામે ભાટ્ટી રાજપૂત હરગોપાલજીના ઘરે થયો હતો. તેમના માતાનું નામ પન્તાબાઈ હતું.

દાદા મેકરણનો જન્મ જલારામ બાપાની જેમ લોક કલ્યાણ અર્થે જ થયો હતો. દાદા મેકરણનું બાળપણનું નામ મોકાયજી હતું. દાદા નાનપણથી જ લોકસેવામાં અને પ્રભુભક્તિમાં રચ્યા-પચ્યા રહેતા. તેમાં તેમને અનેરો આનંદ આવતો હતો, આથી પિતાના પારંપરિક ધંધામાં રસ ન દાખવી માત્ર ૧૨ વર્ષની ઉંમરમાં જ દાદાએ સાધુ તરીકે દીક્ષા લીધી હતી, અને મોકાયજીમાંથી મેકરણ થયા અને ગીરનારી સંતોની આજ્ઞા અને ઈચ્છાથી ક્ચ્છના રણ પ્રદેશ માં પોતાનું સેવા કાર્ય વિસ્તાર્યું.

તેઓ જાતે પોતાના ખભા પર પાણીનાં માટલાં તથા રોટલા ભરેલી કાવડ લઈને પગપાળા જ વિચરતા રહેતા, અને કચ્છના રણમાં ભૂખ્યા તરસ્યા લોકોને શોધી શોધીને ભોજન તથા જળ પીવડાવી તેઓની સેવા કરતા હતા. દાદાએ શ્રી ગુરુ ગંગારાજા પાસેથી ઉપદેશ લીધો અને કાપડી પંથને વધુ પ્રકાશમાં લાવ્યા. દાદા મેકરણ મહાન સમર્થ સંત હતા, જેથી તેમના કાપડી પંથમાં એક નવી શાખા શરું થઈ જે હાલમાં મેકાપંથી નામે ઓળખાય છે.

એક વખત તીર્થ યાત્રા દરમિયાન હરિદ્વારમાં પવિત્ર ગંગામાં સ્નાન કર્યા પછી કાવડમાં ગંગાજળ ભરીને દાદા સાધુ-સંતોની જમાત સાથે જતા હતા. તે વખતે માર્ગમાં કોઈ જંગલી પ્રાણીએ એક ગધેડા પર હિંસક હુમલો કરી તેને ઘાયલ કર્યો હતો, અને તે ગધેડો જીવવા માટે તરફડતો હતો. દાદા મેકરણથી આ કરુણતા જોવાઈ નહીં, આથી તેમણે તરત જ પોતાની કાવડમાં ભરેલું થોડું ગંગાજળ ગધેડા પર છાંટયું અને થોડું ગધેડાને પીવડાવ્યું તથા તેના ઘાવ સાફ કર્યાં. આમ કરવાથી ગધેડાની પીડામાં થોડી રાહત થઈ.

આ જોઈને જમાતના સાધુ-સંતોએ દાદા પર ફિટકાર વરસાવવા, તિરસ્કારવા લાગ્યા અને બોલવા લાગ્યા કે, તમે આ શું કર્યું? પવિત્ર ગંગાજળ ગધેડાને પાઈને તમે ગંગાજીનું અપમાન કર્યું છે. સમર્થ દાદા મેકરણે જરાય વિચલિત થયા વગર સાધુઓને કહ્યું, “પીપરમેં પણ પ્રાણ નાય, બાવરમેં બ્યોં, નીમમેં ઉ નારાયણ તો કંઢેમેં (ગધેડામાં) ક્યોં?” અર્થાત પીપળામાં જે પ્રાણ છે, તે બાવાળમાં પણ છે, જો લીમડામાં નારાયણ હોય તો આ પ્રાણીમાં કેમ નહી.” આ સાંભળી જમાતના સાધુઓ અવાક થઈ ગયાં અને દાદાના ચરણે પડી ગયા.

આ બનાવ પછી ગધેડો દાદા સાથે રહેવા લાગ્યો જેનું નામ દાદાએ ‘લાલીયો’ રાખ્યું હતું. સમય જતા એક કુતરો પણ દાદા સાથે રહેવા લાગ્યો તેનું નામ દાદાએ ‘મોતીયો’ રાખ્યું હતું. આમ લાલિયા તથા મોતિયાની જોડી જામી ગઈ, અને આ શ્વાન અને ગધેડો દાદાની સાથે સેવાકાર્યમાં જોડાઈ ગયા હતાં. દાદાની ઉંમર થતા લાલીઓ પાણી, રોટલાનો ભાર વહન કરતો અને મોતીયો ગંધ પારખવાની શક્તિ દ્વારા લાલિયાને માર્ગ નિર્દેશન કરી રણમાં અટવાયેલા, ભૂખ્યા તરસ્યા લોકોને શોધી ભોજન તથા પાણી આપતા.

આમ દાદા અને તેમના બે વફાદાર સાથીદારોએ સમગ્ર જીવન ક્ચ્છના રણમાં લોકોની સેવામાં વિતાવ્યું હતું. અને અબોલ પ્રાણીઓમાં પણ સમજદારી અને વફાદારી હોય છે, તેનું દાદાએ દુનિયાને પ્રમાણ આપી દીધું હતું.

મેકરણ દાદાનું સમાધી સ્થળ :

આમ દાદાએ પોતાના જીવનમાં સતત ૬૫ વર્ષ ક્ચ્છના રણમાં લોકસેવામાં પસાર કર્યા. સવંત ૧૭૮૬ માં ધ્રંગલોડાઈ સ્થળે તેમણે અન્ય ૧૧ શિષ્યો સાથે જીવતા સમાધી લિધી હતી. પાછળથી લાલદાસ અને મોતીરામ નામના દાદાના સાથીદારોએ પણ સમાધી લીધેલી. આજે પણ આ સ્થળે ૧૧ સમાધીના દર્શન છે. તેમની શિષ્ય પરંપરા કાપડી શાખાથી ઓળખાય છે.

મેકરણદાદાએ અનેક લોકો ને ઉપદેશ આપી જીવન ની સાચી સાર્થક્તા સમજાવી જીનામ જેવો દિવ્ય મંત્ર આપી અનેક લોકો ને જીનામ અટ્લે જીવ થી શીવ તરફ નુ પ્રયાણ કરી મોક્ષમાર્ગી બનાવ્યા.

************************

મેકરણ ચે જીનામે જોખો ટળે, જીનામે થીયે જય જય કાર;

જોકો નર જીનામ કે જપ્યા, વો નર થીવ્યા ભવ પાર.

મેકરણ ચે વના જીરાણમે, કરીયા મુજે શેણેકે શદ;

મીટી મે મીટી મલી વઇ, મુકે હોકારો નતાદિ હદ.

મેકરણ ચે કુરુયુ કુરુયુ કરો પ્યા કર્યો, કુરીયો મે ભર્યો પ્યો કુળ;

મરી વેધા માળુલા, પોઠીયા મો મે પીધી ધુળ.

મેકરણ ચે ભલો કરીધેં ભલો થીયેં, ભુછો કરીંધે ભુછો;

પંધ અંય બોય પંધરા,મુકે ક્રરોપ્યા પુછો ?

મેકરણ ચે જિયોં ત ઝેર મ થિયો, થીયો સક્કર જેળા શેણ;

મરી વૈધા માડુલા, પોઠીયા રોંધા ભલે જા વેણ.

મેકરણ ચે હલણ થીંધો હકેલો, છડાંધી ધુણી;

હલેયાં ન કો હલધો, મથે માલ ખણી.

મેકરણ ચે મોતી મંગયા ન દીજે, ભલે ચળે કારા કટ;

જદે મલે હનીજા પારખુ, તદે ખોલે દીજે તાળા હટ.

મેકરણ ચે ખારાયધલ ખટ્યા, ને મીડીધલ મોઠા;

સરગાપુરીજી સેરીયે મે, ગંઠડીવારા ન દઠા.

હકળા હલ્યા બ્યા હલધા, ત્રયા ભરે વઠા અઇ ભાર;

મેકરણ ચે માળુલા પા પણ, ઓનીજી લારો લાર.