રંગબેરંગી દુનિયા ની હું છું માછલી.. Ajay Khatri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રંગબેરંગી દુનિયા ની હું છું માછલી..

રંગબેરંગી દુનિયા ની હું છું માછલી

પરોપકાર અને માનવતા એ બંને દુનિયા ના એવા શબ્દો છે જે સેવા રૂપી કર્યો માં વપરાય છે, અનેક પ્રકાર ની સેવાઓ કરી મનુષ્ય પુણ્ય નું ભાથ્થું બાંધવા મથતો હોય છે, પણ એ સેવા કર્યા બાદ જો એ સેવા કર્યા ના ગુણો ગાવવામાં મશગુલ થઈ જાય તો તેની બધી જ સેવા એડે જાય છે, તેવી જ એક સત્ય ઘટનાઓ પડગો પડવાની કોશીશ આ સત્ય વાર્તા માં કરી રહ્યો છું... મારા એ
ગામ નો સુંદર વરસાદ, માટીની સુગંધ, તળાવ માં નવા નીર ના આગમન સાથે અનેક જીવો આ તળાવ ના મહેમાન બની ને આવતા, નાનપણ માં જયારે તળાવ માં નવા નીર આવે ત્યારે અલગ અલગ જાતી ની રંગબેરંગી માછલીઓ પણ સાથે આવતી,
બાળપણ માં બા ત્યારે અમને લોટ ની ગોળીઓ બનાવી આપતી અને અમે તળાવે જઈ એ મહેમાન બનેલી માછલીઓને ખવડાવતા...

ખરેખર એ જીવદયા નું કાર્ય ની સાથે અબોલા જીવ ને ભોજન કરવાનું પુણ્ય ની વાતો દાદી ઘરે કરતાં આજે પણ દાદી એ વાતો યાદ આવે છે.

વર્ષો વીતી ગયા આજે પણ વરસાદ આવે છે તળાવ માં નવા નીર અને નવા જીવો તળાવ ના મહેમાન બને છે.
આજ નો તળાવ તો જાણે રૂપ રંગ બદલી ને યુવા બની ગયો હોય એવું દેખાય છે.

જગ્યા એ જગ્યા કલર ,નવી માટી નવો રૂપ રોગણ ઐતિહાસિક તળાવને જાણે યુવા બનાવી દીધું છે આજે મન થયું ચાલ ને પહેલા ની જેમ નાનો બની લોટ ની ગોળીઓ બનાવી માછલી ઓને ખવાડી આવું..

બા ને કીધું બા પણ ખુશ થઈ ગઈ
અરે વા તને કામ વચ્ચે માછલીઓ કેમ યાદ આવી.... ???

મેં કીધું બા વરસાદ નજીક આવે છે
તળાવ માં પાણી પણ ઓછું હશે તો માછલીઓ ને ખવડાવી આવું..

સાંજ નો સમય થયો હું તળાવ તરફ આગળ વધ્યો અને તળાવ ની પારે જઈ ને બેઠો તો ખરાબ ગંધ આવી મને લાગ્યું કદાચ કોઈ જાનવર મરી ગયું હશે હું ત્યાંથી તળાવ ની અંદર ની બાજુ એ ગયો તો... હું.. અવાચક બની જોતોજ રહી ગયો...
તળાવ કિનારે હજારો માછલીઓ મૃત અવસ્થા માં પડી હતી ...

આ દ્રશ્ય જોઈ મારી આંખો ભીની થઇ ગઇ

નજીક માંજ એક ભાઈ ને પૂછ્યું આ કેમ બન્યું

ભાઈ પણ દુઃખી મુખે બોલ્યા આ તો ત્રણ ચાર દિવસ થી આમજ માછલીઓ મરી રહી છે.કદાચ પાણી માં કંઈક ભળી ગયું લાગે છે...

આ બનાવ એ મારી જાત ને જાણે ઝઝોળી નાખ્યું હોય મેં મારા બાળપણ ના સ્વજન ને ગુમાવ્યું હોય તેવું મારા હૃદય પર ભાર થવા લાગ્યું

એ લોટ ની ગોળી ત્યાંજ મૂકી હું ઘરે પરત ફર્યો જમવાનું મન ન થયું એટલે ચૂપ ચાપ રૂમ જઈ બેસી ગયો મારી ઉદાસી જોઈ બા મારી પાસે આવ્યા મેં સગડી વાત કરી

બા એ સાંત્વના આપતા મને સમજાવ્યો પણ મન તો વ્યાકુળ જ રહ્યો આખી રાત એ કલર કલર ની માછલીઓ ની યાદ મન ને ભારે કરતી રહી. એ બાળપણ ની યાદો તળાવ સાથે નો મારો સબંધ મને વધુ ને વધુ વિચલિત કરતો રહ્યો

વહેલી સવારે હું તળાવે પહોંચી પાણી માં એવુંતે શું આવ્યું કેમ આ ઘટના બની તાપાસ કરી તો ખબર પડી અમુક લોકો ની ગટર ની લાઈન આ તળાવ માં પાણી ને અશુદ્ધ કરે છે માટે આ ઘટના બની હોય તેવું સમજાયું પણ શું આ આધુનિક યુગ માં અબોલા જીવ ની કોઈ કિંમતજ નથી...???

આવા વિચારો સાથે મેં જરૂરી લોકો ને જાગૃત કરવાનું કામ કર્યું અને હવે કદાચ નવા વરસાદ માં નવા મહેમાનો માટે હું તેમને સ્વચ્છ તળાવ અને સ્વચ્છ પાણી આપી શકું...

આ વાત સત્ય ઘટના પર આધારિત છે... સેવા સાથે નું આત્મીય સમર્પણ આપણાં સત કર્મ નું ભાથ્થું છે... વિરામ સાથે પૂર્ણ વિરામ ...💐