the love of each other books and stories free download online pdf in Gujarati

એક બીજાની ચાહત



"તું યાર બધું કરીશ તો ચાલશે પણ તું પ્લીઝ યાર આમ મને ઇગ્નોર ના કર... સિરિયસલી યાર રડવું આવી જાય છે!" જાનવીએ કહ્યું.

"અરે યાર, હું ક્યાં તને ઇગ્નોર કરું છું... તું જ તો... તું જ તો મારી સાથે વાત નહિ કરતી!" મેં પણ એને કહી દીધું!

કોઈ સંબંધીના લગ્ન હતા તો એ પણ આવી હતી... નાજાણે કેટલાય સમયથી આ મેરેજમાં મળવાનું એ મને કોલ પર કહેતી હતી. પણ આજે જ્યારે બધા મળ્યા તો એ ને મળવાનું રહી ગયું... બન્યું જ એવું તો! જેવો હું આવ્યો કે મામા લોકોને લેવા મને બાઈક લઈને મોકલી દેવાયો... આવ્યો જ હમણાં તો...

જાનવી હતી જ બહુ જ પ્યારી... મારી તો ખાસ હતી! એ બધું જ મારું કહેલું કરતી અને મને પણ હકથી એનું કહેવું મનાવે! ઠંડી માં રાત્રે બાઈક ચલાવવાનું હોય કે દિવસે ના ખાવાનું એ ઝીણી ઝીણી વાતમાં પણ મારું બહુ જ ધ્યાન રાખતી!

આમ તો અમારી વચ્ચે કોઈ જ સંબંધ નહોતો પણ એનાથી પણ વિશેષ ખાસ સબંધ હતો... જે આજ સુધી હું માનતો આવ્યો હતો અને એ મને જબરદસ્તી મનાવડવતા આવી હતી! પણ ખરેખર તો મને એનું આમ હક કરવું ખૂબ ગમતું! બસ કઈ જ કહેવાયું નહોતું.

હું જાણું ને એની આદત ને... હજી તો એને ખાધું પણ નહિ હોય...

"જો એ તો હું મામા લોકો ને લેવા ગયો હતો..." મેં એને સમજાવતા કહ્યું.

રિસ્તેદારો ની આ ભીડમાં પણ અમે બધાથી બચી ને એકલા થોડે દૂર બાઈક પર આવી ગયા હતા. આખીર જાનવી ના એવા ઉદાસ ચહેરા ને હું પણ તો નહોતો જોઈ શકતો!

"એટલું બધું શું કામ હતું મારું? હું તને ઈગ્નોર નહોતો કરતો!" એના ગુસ્સાને ઠંડો થતાં મેં કહ્યું.

"કઈ કામ નહિ... જા નહિ કરવી વાત... ઓકે..." એને વધારે ચિડાતા કહ્યું.

"અરે બાબા... સોરી યાર... જો પ્લીઝ રડતી નહિ તું... પ્લીઝ!" હું એને નાના છોકરાની જેમ બહેલાવવા માંગતો હતો.

એને થોડી વાર બસ મારી સામે જોયા જ કર્યું તો મેં પણ બીજા ઉપાય તરીકે એને કહ્યું - "ચાલ તને તારી ફેવરાઇટ આઇસ્ક્રીમ ખાવા લઈ જાઉં..." તો એને માંડ હા માં માથું હલાવ્યું.

હું એને બાઈક પર આઇસ્ક્રીમ ની દુકાને લઈ જતો હતો ત્યારે એ મને પાછળથી લિપટાઈ ગઈ.

"તને મારી કઈ પડી જ નહી ને... છું કોણ હું તારી? બસ તારી બહેનની ફ્રેન્ડ જ ને?! જો હું મરી જ જઇશ!" એ રડતી હતી.

"જો યાર, એવું કઈ જ નહીં! તું બધું જ છે મારી! તને મળવા માટે હું પણ બહુ જ એકસાઈટેડ હતો!" હું મારા બચાવ માટે બોલ્યો.

"જૂઠ... તને મારી કોઈ પરવા જ નહિ... હોત તો તું..." એની વાતને મેં અડધેથી કાપતા જ કહ્યું - "આઇ લવ યુ! હું તને બહુ જ પ્યાર કરું છું..." મેં કહ્યું તો એ થોડી વાર તો કંઇ જ ના બોલી.

"જૂઠ... કઈ લવ નહિ કરતો તું મને..." એ હજી ફરિયાદો જ કરતી હતી.

"અરે યાર... આઇ લવ યુ! હું તને બહુ જ પ્યાર કરું છું..." મેં એને સમજાવવા ચાહ્યું.

"તું મને નહિ કરતો લવ..." એ બબડતી હતી.

દુકાને મેં બ્રેક મારી દીધી... દુકાનેથી એની મનપસંદ આઇસ્ક્રીમ લાવી... એને ખવાડવા લાગ્યો.

"હવે જો મને ઇગ્નોર કરી છે ને તો..." એને કહ્યું અને મારા હાથમાં રહેલ એ આઇસ્ક્રીમ ને મારા હાથથી ખાવા લાગી. હું ચૂપચાપ એને ખવડાવવા લાગ્યો.

"સોરી બાબા..." મેં પણ માફી માંગી.

"આઇ લવ યુ..." એને મને હગ કરી લીધું.

"મને સતાવામાં મજા આવે છે?!" આવતા સમયે મેં એને રસ્તામાં જ પૂછ્યું.

"હા... તો તારી ઉપર હક હું નહિ કરું તો કોણ કરશે?!" એને કહ્યું અને મને પાછળથી લીપટાઇ ગઈ.

"હા... એ તો છે..." મારા મોં માંથી પણ નીકળી જ ગયું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED