અંતરમન Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

અંતરમન

અંતરમન
*****

અંતરમનમાં ચાલી રહ્યા દ્વંદયુદ્ધ અને મનમાં ચાલી રહેલ ઘેરાયેલ તમામ આશંકાઓ ને માત આપી જીત મેળવવા માટેની નાનકડી વાત એટલે અંતરમન.. ..

*******


સૂર્યની કિરણો દરિયાના લહેરાતા મોજાઓને અથડાઈને પરાવર્તિત થઈ રહ્યા હતા અને એના તેજમય લીસોટા દરિયા કિનારાની રેતીને સોનાની જેમ ચમકાવી રહ્યા હતા. પણ આ રેતીને સૂરજના સોનેરી કિરણોથી વધારે અમૂલ્ય બનાવી રહ્યા હતા તે સમયે તેમાં હવાની જેમ રેલાઈ રહેલ ચાર કદમો અને તેનાથી રચાઈ રહેલ ભીની ભીની નિશાનીઓ.

એકબીજામાં ખોવાયેલ બે ઓળાઓ જાણે દુનિયાથી સંપૂર્ણ બેખબર ખુદની મસ્તીમાં ગળાડૂબ હતા. બે મજબૂત હાથોમાં બે સુંદર કોમળ હથેળીઓ ક્યારેક ઝીલાતી તો ક્યારેક સંગીતના સૂરોની જેમ અહી તહી એકબીજાને અડપલાં કરતી ગુંજી રહી હતી. આખરે બંને પ્રેમની સંતાકૂકડી રમી થાકી દરિયાની રેતીમાં ઢળી પડ્યા. અને પોતાના પ્રેમીની છાતીમાં સમાતી એની પ્રેમિકા આંખો બંધ કરી ઘડીભર બધું ભૂલાવીને પોતાના પ્રિયતમની ધડકન સાંભળવામાં મગ્ન થઈ રહી અને એક નાનકડું અશ્રુ બિંદુ એની આંખોમાંથી સરી પડ્યું.બે પ્રેમીઓના અદભુત પ્રેમનો સાક્ષી સૂરજ જાણે હળવે હળવે દરિયામાં ડૂબી રહ્યો હતો.

અચાનક એની આંખો ખુલી ગઈ અને જોયું તો વાતાવરણ એકદમ બદલાઈ ગયું હતું, ઘડીભર પહેલા છવાયેલ રોશનીની જગ્યાએ ઘોર અંધારું છવાઈ ગયું હતું. શાંત રમણીય દરિયાએ હવે જાણે રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું. એની ડરથી ભયભીત આંખોમાં આં અંધારું ખુબજ બિહામણું લાગી રહ્યું હતું. તે સફાળી ઊભી થઈ ગઈ, પણ આ શું? આસપાસ ક્યાંય તે દેખાયો નહિ. હજુ હમણાં તો એના આલિંગનમાં મગ્ન પોતે એની ધડકન સંભાળી રહી હતી અને આં અચાનક હવે પોતે એકલી પડી ગઈ હતી અને આ દરિયો આં ઘેરાયેલ અંધારું જાણે ધીરે ધીરે એને ઘેરી રહ્યું હતું.

ત્યાજ દૂરથી આવતા હસી કિલકારીઓના પડઘા એના કાનોમાં પડઘાઈ રહ્યા. તે અવાજ તરફ પોતાની નજર દોડાવી રહી પણ એની આંખોમાં ખુબજ શ્રમ પડી રહ્યો હતો. ત્યાજ તે તરફ કોઈ પ્રકાશપુંજ ઉભરાઈ આવ્યો જેનાથી એની આંખો ક્ષણવાર તો અંજાઈ ગઈ, થોડી પળ બાદ તે પ્રકાશપુંજ જાણે એની તરફ ધીરે ધીરે આવતો લાગ્યો. જેવો તે પાસે આવ્યો તેને આવા ઝંઝાવાત વચ્ચે પણ જાણે એક અજીબ સુકુન મહેસૂસ થયું. તે પ્રકાશના પૂંજમાં પોતાના પ્રેમને જોઈ એના ચેહરા ઉપર એક શાંતિ છવાઈ ગઈ. તે પોતાના હાથ ફેલાવી એને પોતાની બાંહોમાં ભરવા ગઈ પણ આ શું....પોતાના પ્રેમીની આજુ બાજુ ઘણાબધા ચેહરા ઉભરી આવ્યા અને પોતાના પ્રેમીને ખેંચીને પાછો પોતાનાથી દૂર અને વધુ દૂર લઈ જઈ રહ્યા અને તેનો.પ્રેમ પણ જાણે તેને અણદેખી કરી પોતાના અન્ય સાથીઓ સાથે આનંદ પ્રમોદ કરતો દૂર થઈ રહ્યો. અને પોતે દરિયામાં અંદર અને અંદર તરફ ખેંચાઇ રહી. દૂર જતા પ્રેમીને પોતે બોલાવવા મથી રહી પણ એનો અવાજ જાણે ગળામાં જ અટકી રહ્યો હતો, ઘણા પ્રયત્ન કરવા છતાં લાચાર બેબસ બની રહી હતી અને ધીરે ધીરે દરિયામાં સમાઈ રહી હતી.

ત્યાજ ધીરે ધીરે પોતાના કપાળમાં અને વાળમાં હળવેકથી ફરતી આંગળીઓના સ્પર્શથી તેનું અચેતન મન ફરી ચેતના તરફ વળી રહ્યું. એના મધુર શબ્દો જાણે એના કાનોમાં રેલાઈ રહ્યા...

I am still here for you❣

Sweetie😍❣
I love you my sweetheart...💖

અને સ્વપ્નમાથી જાગતાં તેને જાણે પોતાના અંતરમન માં થોડા સમયથી ચાલી રહેલ ગડમથલ નો જવાબ મળી જતા તે પોતાના પ્રેમીમાં એકાકાર થઈ ગઈ, હવે એના મનમાં પોતાના પ્રેમ બાબતે કોઈ સવાલ નહોતા રહ્યા, રહ્યો હતો ફક્ત પ્રેમ... અને અખૂટ વિશ્વાસ...

*-***
✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)