Mr Mrs (હુતો હુતી) Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Mr Mrs (હુતો હુતી)

અરે કહું છું મારો મોબાઈલ વાગે છે ઉપાડો તો ખરા.સ્મિતા એ માળિયા માંથી ડોકિયું કરી ને સુહાસ ને કહ્યું.

અરે હું તારો આસિસ્ટન્ટ નથી કે તારો ફોન ઉપાડું. મારે બીજા ઘણા કામ હોય છે. સુહાસ એ નારાજગી થી કહ્યું.

સ્મિતા: લો બોલો લોકડાઉંન માં ઘરે રહી એમને શું મોટું કામ કરી લીધું.
મને પૂછો, મારા તો કામ વધી ગયા. બધા ઘરે ને ઘરે, છોકરાઓ ને સ્ટડી કરાઓ ને નવી નવી વાનગીઓ ખવડાવો, વળી સાહેબ ને દિવસ માં પાંચવાર તો ચા જોએ અને ગરમ ગરમ નાસ્તો.

સુહાસ એ આ સાંભળતા જ ગુસ્સે થતો બોલ્યો, હા ભાઈ અને તો આરામ કરી એ છીએ, જરા ખબર પડે જો મારી જગ્યાએ કામ કરી જુઓ ઓફિસ નું, એક તો ક્લાયન્ટ સ્ટેટ્સ માંગે અને બીજી બાજુ ટીમ વાળા ઘરે બેઠા પણ અવે સ્ટેટ્સ કરી બેસે બોલો. જરા મારા બોસ જોડે કામ કરી જો ખબર પડે.

સ્મિતા: હા કામ તો તમે જ કરો છો, હુતો શેઠાણી થઈ ને બેસી છું ને ઘરે. અરે મને પૂછો મે કેટલા સપના જોયા હતા આ વેકેશમાં અહીં જઈશ ને ત્યાં જઈશ, મે તો ડિઝાઈનર કપડાં પણ લાવી રાખ્યા હતા સેલ માં. અરેરે જુઓ તો ખરા આ કબાટ ખોલું છું ને મારા એ કપડાં જાણે મને રડી રડી ને પૂછી રહ્યા છે મેરા નંબર કબ આયે ગા, હૈ..
આ કોરોના એ તો કહેર કરી, નઈ તો અત્યારે ક્યાં હું મારા પિયર મહાલતી હોત અને અતારે જુઓ ક્યાં આ માળિયા સાફ કરવામાં પડી છું, હાલત તો જુઓ કામવાળી બની ગઈ હુતો.

સુહાસ: બસ તને તો આટલા કામ માં પણ આ હાલ લાગે છે જરા મને તો જો, ઘરે થી કામ કરી ને મારી તો ડબ્બલ શિફ્ટ થઈ જાય છે, અને તો પણ બોસ ના અને ક્લાયન્ટ ના ગુસ્સા થી ડરી ને રેવાનું અને ઉપર રહી તારી આ કમ્પ્લેઇન બધી.

વાત વધારતા સુહાસ બોલ્યો, આ છોકરાઓ પણ ઘર માં ને ઘર માં જ હોય તો શાંતિ થી કામ નથી કરવા દેતા. આખો દિવસ ટીવી અને મોબાઈલ બસ, તારી આ કમ્પ્લેઇન ની જગાએ છોકરાઓ ને થોડું સ્ટડી કરાય તો થોડું ભણે તો એલોકોનું થોડું સ્ટડી સુધરે.

સ્મિતા: હા હવે ભણાવાના પણ મારે, બધું મારે જ કરવાનું, તમે પણ ધ્યાન આપો જરા છોકરાઓ કયા ધોરણ માં ભણી રહ્યા છે એ ખબર છે શું તમને?

સુહાસ: હા હવે એટલો તો લાપરવાહ નથી હું, આ તો જરા એમનું નબળુ રિઝલ્ટ આવે છે તો થોડું રિવિઝન કરે આ ફ્રી ટાઈમ માં તો પરિણામ સુધરે બીજું શું.

લાંબા શબ્દ યુદ્ધ પછી આખરે શાંતિ વિરામ પડ્યો.

સ્મિતા ને માળિયા માં એક જૂની પુરાણી બેગ મળી, એ લઇ ને નીચે ઉતરતા જ એનું બેલેન્સ ગયું અને બેગ એના હાથ માંથી નીચે પડી ગઈ, જો સુહાસ ટાઈમ પર ના આવ્યો હોત તો એ પડી જ ગઈ હોત.

સુહાસ: ચિંતા ના સ્વર માં અરે સ્મિતું જો તો ખરી, તને કઈ વાગ્યું હોત તો.

સ્મિતા: ના જોયા મોટાં મારી ચિંતા વાળા.

સોહન: અરે ગાંડી તારી ચિંતા તો થાય ને તું ના હોય તો મારા આ ઘર નું સુ થાય? અને સ્મિતા ને પોતાની નજીક ખેંચી લે છે.

સ્મિતા: શરમાતા શરમાતા બોલે છે, અરે જાવ ને હવે માટે બહુ કામ છે. અને સોહન ની નજર નીચે પડી ગયેલ બેગ પર પડી.

સુહાસ: અરે હા આ બેગ તને ક્યાંથી મળી. આમાં તો મારા બચપણ ના સંસ્મરણો છે. એમાંથી નીચે છુટા પડી ગયેલા કેટલાક કાગળિયા પકડતા સ્મિતા જોવા લાગે છે.

સ્મિતા: અરે સુહાસ આ તો કોઈ પરિક્ષા નું પરિણામ જેવું લાગે છે, સુહાસ એના હાથ માંથી એ લેવાં જ જાય છે ત્યાં જ સ્મિતા ની એ જોવા લાગે છે એ સુહાસ નું બારમા ધોરણ નું પરિણામ હતું, અને એ વાંચી જોર થી હસવા લાગે છે, સુહાસ ને તો શું કરવું સમજ જ નથી પડતી, સ્મિતા હસતા હસતા કહે છે તો સુહાસ દેસાઈ બારમા ધોરણ માં ફેલ થયા તા એમ ને?

અને બેઉ હુતો હુતો એક બીજાની સામે જોઈ હસી પડે છે.



મિત્રો આ રચના દરેક પતી પત્નીઓ ની મીઠી મધુરી નોક ઝોક ને સમર્પિત છે. જો લગ્નઃ જીવન માં મીઠા ઝગડા ના હોય તો લગ્નઃ સંબંધ નીરસ લાગે, આ મીઠા ઝગડા તો પ્રેમની જ એક અભિવ્યક્તિ છે.


***********************

Dhruti Mehta (અસમંજસ)