મમ્મા યાર કંટાળો આવે છે અને મને ઊંઘ પણ નથી આવતી, તું મને બપોરે કેમ સુવડાઈ દે છે રોજ.નાનકડી પ્રિશા પોતાનું ક્યૂટ મો ફૂલાવતિં મમ્મીના ખોળામાં આવીને બેસી જાય છે.
પણ મારા બટુડા સમર વેકેશનમાં તો આરામ કરવાનો હોય ને અને મસ્ત ખાઈપીને ગોળમટોળ બનવાનું, મમ્મી એ થાબડતા કહ્યું.
પણ મમ્મા ટીવી પર મારુ ફેવરિટ પરીનું કાર્ટૂન જોવું છે, મને એ જોવાદેને પ્લીઝ પ્લીઝ.
ના બેટ્ટું અત્યારે તો સૂઈ જવું પડશે. પછી સાંજના તું ઉઠીસ ત્યારે આઈસ્ ગોલાવાળા અંકલ પાસેથી મમ્મા આઈસ્ ગોલા ખવડાવશે.
વાઉ મમ્મા યમ્મી યમ્મી, પક્કા પ્રોમિસ ને.
હા બેટ્ટું સુઉજા હવે, અને આઇસ્ ગોલા ના ખ્યાલોમાં નાનકડી પ્રિશા ખોવાઈ જાય છે.
પ્રિન્સેસ....પ્રિન્સેસ..... અચાનક પ્રિશાના કાનોમાં એક સુમધુર અવાજ આવે છે, પ્રિશા ઊભી થાય છે પણ કોઈ દેખાતું નથી.
ત્યાંજ ફરીથી એજ જાદુઈ અવાજ પ્રિશાના કાનોમાં છવાઈ જાય છે, પ્રિશા ક્યારે એ અવાજને અનુસરતી ઘરની બહાર નીકળી જાય છે એને ખબર નથી રહેતી.
એની પાછળ ખેંચાતી એ પોતાના શહેરની બહાર નીકળી જાય છે. ઘણું ચાલ્યા પછી અચાનક એ અવાજ બંધ થઈ જાય છે.
પ્રિશા આજુબાજુ નજર કરે છે, તો જુએ છે કે એ એક નવીજ દુનિયામાં જઈ પહોંચી હોય છે. બધી બાજુ બસ સુંદર સુંદર ફૂલો થી સજાએલા ગાર્ડન છવાયેલા છે. ઇન્દ્રધનુષી કલર્સ થી રંગાયેલા બરફ થી બનેલા પર્વતોની હારમાળા છવાયેલી છે.
આઈસ્ક્રીમ કેન્ડી થી બનેલા નાના નાના સુંદર સજાવટ ના ઘરોની હારમાળા છે. જાતજાતના પક્ષીઓ અને ભાતભાતના રંગબિરંગી પતંગિયા આમથી તેમ ઊડી રહ્યા હતા.
પ્રિશા તો બસ આ બધું જોવામાં હેપ્પી હેપ્પી થઈ ગઈ, એની ફેવરિટ પરીઓ ની જાદુઈ દુનિયા જેવીજ હતી આ દુનિયા.
ત્યાંજ બધા ઘરો માંથી સુંદર સુંદર પરીઓ બહાર આવવા લાગી, નાની મોટી સુંદર મજાની પરીઓ ને જોઈ પ્રિશા તો જાણે ખુશિંથી પાગલ થઈ ગઈ. બધી પરીઓ પ્રિશાની ચારે બાજુ વીંટળાઈને એક સર્કલ બનાઈ ને હવામાં ઉડવા લાગી.
ત્યાંજ એક બહુજ સુંદર લાગતી પરીં એની પાસે આવી, એ એક રાની પરી હતી. એ પ્યારથી પ્રિશાને ભેટી પડી. અને બોલી હે પ્રિશા ધ પ્રિન્સેસ તું અમારા પરિલોક ની પ્રિન્સેસ છે, માણસોની દુનિયામાં તને જે કામ માટે મોકલી હતી એ ખતમ થઇ ગયું છે, એટલે હવે તારે અમારી પાસેજ હંમેશા રહેવાનું છે. આ સાંભળી પ્રિશા બહુજ સરપ્રાઈઝ થઈ છે અને ખુશ પણ થઈ જાય છે.
પરી રાની પ્રિશા ને ફેસ પર પોતાની જાદુઈ છડી લગાવતા એક મંત્ર બોલે છે, ત્યાંજ પ્રિશા એક સુંદર પરી બની જાય છે, પોતાનાં સુંદર મજાના પાંખ ફેલાવી પ્રિશા આકાશમાં ઉડવા લાગે છે, એતો ખુશીની મારી આમથી તેમ ઊડવા લાગે છે. પરી રાની પછી પ્રિશાને જાદુઈ દુનિયાની સફર કરાવે છે, અને પછી સરસ મજાની જાત ભાત ની વાનગીઓ ખવડાવે છે.
ત્યાંજ થોડી પરીઓ આવીને ખબર આપે છે કે એક મોટા રાક્ષસ એ પરીલોક પર હુમલો કર્યો છે અને એ પોતાના મુખમાંથી અગ્નિની જ્વાળાઓ થી બરફના પહાડો પીગળાવી રહ્યો છે, બધી પરીઓ ભેગી થઈ પોતાની શક્તિ એક કરી ને મોટા રાક્ષસને ખતમ કરવા જાય છે ત્યાં જ પ્રિશા પરી હવામાંથી નીચે જમીન પર ગબડી પડે છે.
અરે આ શું થયું મને કરતી પ્રિશા જમીન પરથી ઊભી થાય છે , ત્યાં જુએ છે એની પાંખો અને એણે પહેરેલો પરીઓ નો ડ્રેસ પણ ગાયબ થઈ ગયો હોય છે.
ત્યાંજ એની મમ્મી નો અવાજ સંભળાય છે, અરે બેટ્ટું તને વાગ્યું તો નથીને, પ્રિશા આંખો ચોળતા જુએ છે તો એ પોતાની મમ્મી ના ખોળા માંથી નીચે ગબડી ગઈ હોય છે. ત્યારે એને ખયાલ આવે છે એ એક સપનું જોઈ રહી હતી.
થોડીવાર માં એની મમ્મી હાથ માં આઇસ ગોલો લઇ ઊભી હોય છે અને કહે છે ચાલ બટુડા આ ખાઈ લે જલ્દી નઈ તો.....
મમ્મી બોલવાનું પૂરું કરે તે પહેલાં જ પ્રિશા બોલી ઊઠે છે....
નઈ તો મોટો રાક્ષસ એને પીગળાવી દેશે, અને પ્રિશા ખડખડાટ હસી પડે છે.