કોને ભૂલુંને કોને સમરુ રે - 91 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોને ભૂલુંને કોને સમરુ રે - 91

"સૌની તમારુ નાંકતો સમળી જેવુ છે તેમ હસ્તરેખા સામુદ્રીકમ કહે છે પણ તમેતો આંખથી ચકરાવાલેતા હતા...જુઓ હજી ચકળવકળ ફરે છે....બાબુ ધીરજના ફળ મીઠા ચંદ્રકાંતે કે ટી સોનીની હથેળીતપાસતા શરુ કર્યું

તમારી હથેળી બહુ નરમ છે આંગળીઓ પાતળી અને નરમ છે તમારો શુક્રનો પહાડ બહુ સરસ છેએટલે સ્ત્રીથી આકર્ષણ કાયમ રહે

હા યાર તમે બરાબર કહ્યું સંધવી ,કોલેજમા મારા હાલ હતા . છોકરીઓને જોઇ જોઇનેચશ્મા આવી ગયા એક સરસ બ્રાહ્મણ છોકરી પટી પણ ગયેલી પણ યાર આપણે તો હાથફેરો કરવોહતો તેને લગ્ન કરવા હતા પણ બાપુજીતો ક્લાર્ક અને નાનોભાઇ બેન એટલે ઘરમા કાયમ પૈસાનીમારામારી રહે જ્યારે છોકરીનો બાપ તો મોટો સરકારી ઓફિસર એટલે છોકરી આપણી તપાસકરી ને વોર્નિંગ આપી

બસ ખતમ . પછીતો ફાઇનલ ટી વાય મા હતો ત્યાં સુધી રોજ મારી નજર પડે ને તરત છટ્ટ કરી મોઢુંફેરવી જાય .. ટાઇમે શાયરીઓ વાંચવાનો ચસકો ચડ્યો તો જે મળે તેને બે ચાર ફટકારી દઉં .પણપછી બહુ ડાંગના થઇ ગયો હતો . માંડ બી કોમ થયો તેમાં જાહેરાત વાંચી બાપાને બહુ સમજાવીનેપૈસા ભર્યા છે યાર .એમાઆવી તેજાબી ઘોડીઓ સાવ સામે જોવા મળી અને તમે કરંટ માર્યો એટલેફોમમાં આવી ગયો .યાર જૂઓને બરાબર આમાંથી કોઇ પટે એમ છે ?”

સોની માટે બાર ફુટ દુર તાજમહાલ હોય તો પણ મન કેમ કાબુમા રાખવુ તેની કસોટી આજથી શરુ થઇહતી..."પીટરકાકા તમે સાવ ભગત જેવા દેખાવ છો એટલે તપાસ કરોને સામેનો મધપુડો ક્યાંનો છે?...માલદાર છે કે નહી ?બાપા કેવા ખતરનાક છે...?કેટલુ જોખમ લેવાય એમ છે...?જાવ ફતેહકરો..."સૌની બાદશાહે પીટરકાકાને હુકમ કર્યો..

......

આજે બપોરે ક્લાસ શરુ થવાના હતા ત્યાર પહેલા કોલેજનો ડ્રેસકોડ આવી ગયો હતો "બ્લુ કે બ્લેકપેંટ ચાલશે પણ શર્ટ વાઇટ અને ટાઇ કંપલસરી..."ચંદ્રકાંતને અગાઉ લેટરમાં માહીતી મળી હતીએટલે બે ડ્રેસમા એક બ્લુ પેંટ અને ફુલ સ્લીવનુ વાઇટ શર્ટ સીવડાવેલુ હતુ...વચલા બનેવીએઇંગ્લેડથી આવ્યા ત્યારે બે ટાઇ આપી હતી અને કેમ નોટ બંધાય પણ શીખવેલુ ...ચંદ્રકાંતેડબલનોટ પરફેક્ટ સમોસુ બનાવ્યુ ટાઇ ક્લીપ પણ લગાવી હતી...નવા જોમ અને ઉત્સાહમા કાળાબુટમોજા પહેરીને ઉત્સાહી ચાલમા કોલેજ પહોંચ્યા. સામે એક અંદાજે પાંસઠ વરસના સફેદ દાઢી ટ્રીમકરેલી કાળી ફ્રેમનાં ચશ્મા પહેરેલા કાબરચિતરા વાળની સરસ પાંથી પાડીને ઓળેલા બ્લુ કોટ બ્લુ પેંટકાળા શુઝમા ફુટ ઉંચા પાતળા સાહેબે સહુનુ અભિવાદન કર્યુ...

"આઇ એમ કીથ ફ્લેચર...યુ કેન કોલ મી કીથ...ઓકે..?આઇ એમ યોર પ્રિન્સીપલ......આઇ વીલટીચ યુ બેઝીક ઓફ સ્પીચ ઇન ઇંગ્લીશ, યોર એટીકેટ ઇન બીઝનેસ વલ્ડ...,યુ ઓલ બીઇગગુજરાટી હેવ ટુ લર્ન રીયલ ઇંગ્લીશ...આઇ વીલ ડેવલપ યોર પર્સાલીટી...એન્ડ અવર ડાયરેક્ટરમીસ્ટર બક્ષી વીલ ટીચ યુ માર્કેટીંગ સ્ટ્રેટેજી એન્ડ હાઉ ટુ પ્રેઝન્ટ યોર સેલ્ફ એન્ડ પ્રોડક્ટ.. કે..?વ્હેન યુ ગો ટન કસ્ટમર હાઉ યુ વીલ ગો?હાઉ યુ વીલ સીટ ,હાઉ યુ વીલ પ્રેઝન્ટ સોર સેલ્ફ ….?

નાવ વન બાઇ વન યુ કમ ટુ મી એન્ડ ટેલમી યર નેમ...ઓકે..?" કીથ સાહેબ ઉચ્ચ આરોહઅવરોહવાળી શુદ્ધ ઇંગ્લીશમા ફરરાટેદાર સ્પીચ સમાપ્ત કરી .

.....

ચંદ્રકાંતનો અભિનયની દુનિયામાં જેમ પરકાયા પ્રવેશ થતો હતો તેમ અંહી પણ વ્યાપારની દુનીયામાકેમ પરકાયા પ્રવેશ કરવાનો હતો તેનુ અસ્ખલિત જ્ઞાન આપવાની કીથ સરે શરુઆત કરી હતી...

"યસ મીસ્ટર ચંદ્રકાંટ સંગવી...કમ ટુ મી..."

ચંદ્રકાંતની આંખોની ચમક જ્ઞાનની તરસ કીથ સરને નજર પડી ગઇ...નો નેઇમ હીયર ઓકે આઇ વીલકોલ ઓલ ઓફ યુ વીથ સરનેમ...સો મી.સંગવી..."

"સર આઇ એમ નોટ સંગવી આઇ એમ સંઘવી..."

"ઓહ કમઓન સીંગવી આઇ એમ ઓરીજનલી ફ્રોમ ગોવા..એન્ડ કેથોલીક..સો...આઇ કેન મેક્સીમમસે સંગવી... ઇનસ્ટેડ ઓફ સીંગવી..પ્લીઝ ઓકે..?"

હવે દેવનાગરીને બદલે ગુજરાતીમાં ઠપકારુ છું..

"સંગવી તારી ટાઇની નોટ પરફેક્ટ છે પણ તાર 'ઇન'બરાબર નથી જા બાથરુમમા અને શર્ટના બટનઅને પેંટની ઝીપ એક લાઇનમાં હોવા જોઇએ...કરી ને આવ...સ્ટુડંન્ટસ તમારે વ્યાપારની દુનીયામાઆત્મ વિશ્વાસ કેળવવો પડશે અને આજે જે સંગવી ને કહ્યુ તમારે કોઇ બિઝનેસ હાઉસમા જાવત્યારે માથુ બરાબર ઓળેલુ વાળ ટ્રીમ કરેલા શેવ કરેલો ચહેરો ..હોય તો ડીઓડોર લગાડીને જવાનુ...તમને જોઇને સામા માણસ તમને માન આપે એવો ડ્રેસ બોડી ટટ્ટાર નજર સીધી અને વાતકરો ત્યારે નજર મેળવીને કરવાની...ઓકે?(ચંદ્રકાંત મનમાં ગણગણતા હતા 'નજર મેળવીશું નેખોવાઇ જાશુ...કથાઓ બનીશું ને ચર્ચાઇ જાશુ'...)

બક્ષી સાહેબે બપોરે કલાકમા અસ્ખલિત ઇંગ્લીશમા માર્કેટીંગની ટેકનીકોની સમજણ આપી...

ટુંકમા લોકોને કેવી રીતે પટાવવા તેશીખવાની શરુઆત થઇ હતી...એમનુ એક યાદગાર વાક્ય હંમેશાયાદ રહ્યુ"જે હોય તે નથી હોતુ જે નથી હોતુ તે હોય છે..."


ચંદ્રકાંત