સુંઠને ગાંગડે ગાંધી ન થવાય એ કહેવત ચંદ્રકાંતે ખોટી પાડી છે. આ સોની ઉર્ફે સૌનીને જોયા તેનુસમળી જેવુ નાંક જોયુ ત્યારે સુંઠના ગાંગડાવાળા ચંદ્રકાંતે હસ્તરેખા સામુદ્રીકમ ના પોતાનાઅભ્યાસથી સમજી લીધેલુ કે આ કેટી સૌની બડા શીકારી હૈ...આ સમળી જેવુ નાંકજ શિકાર કરતુહશે...!!એ અલગ વાત છે કે ચંદ્રકાંત અટલા મોટા ફેસ રીડર હોવાનો દાવો કરતા હતા પણ જીંદગીમાએમણે આવા ભોળા ચહેરા જોઇને ધોખા ખાધા છે એટલે જ અવારનવાર ભગવાન દાદાનુ ગીત યાદઆજે પણ કરે છે..."ભોલી સુરત દિલકે ખોટે...નામ બડે ઔર દર્શન ખોટે...."એટલે સાવ સીધા લાગતાલોકોએ એવી લપડાક ચંદ્રકાંતને મારી છે કે એ જીંદગીભર કોઇનોય હવે ભરોસો કરતા નથી..
......
અરવિંદભાઇને સૌની ઢસડીને ગેલેરીમા લઇ ગયા ત્યારે ગાંધીજીના ત્રણ વાંદરા હતા અંહી ચાર હાજરથયા હતા...સૌનીને પાછળ રાખી પીટરકાકા આગળ ઉભા છે....મંદ મંદ સમીર વહી રહ્યો છે...આખીએકમાળીયા સોસાયટી સાવ સુમસામ છે..સામેના ફ્લેટના પડદામા હલચલ થાય છે...સૌની સહિતસહુ સાવધ થઇ બીજી બાજુ આંગળી દેખાડતા તિરછી નજરે મંડાયા છે...અચાનક સૌનીની ચુટકીએચંદ્રકાંતને ઉંહકારો કરાવે છે...સામેની ગેલેરીમાં એક નહી બે રુપરાશિઓ કહો કે અપ્સરા કહો હાજરછે.!..દેખાવમા નાની લાગતી ,બોબ્ડહેરવાળી ટુકા સ્કર્ટવાળીને "રેખા....ઓ રેખા..."અંદરથી મમ્મીનીબુમ પડી એટલે પાક્કુ થયુ નાની રેખા છે....!!! કેટલુ બધુ બીજું પાકું થઇ ગયું કે સામે વાળા સીંધી નથી.ક્યાં ખપે ખપે નહોતુ આવતું . પંજાબી નથી નહીતર એ સોણીયે કહ્યું હોત પણ રેખા ઓ રેખા કહ્યુંએટલે સોનીનું મોઢું લાળથી છલકાઈ ગયું ! ધીમેથી અમને ખાલી સંભળાય તેમ સૌની બોલ્યા “રેખાઓ રેખા જબસે તુમ્હે દેખા ખાના પીનાકીન સોના દુશવાર હો ગયા …આદમીથી કામ કાં બેકાર હોગયા “
“હે મિત્ર કે ટી આ ચક્કરમાં ક્યાંક એક્ઝામમાં એટીકેટી ન આવી જાય તેનું ધ્યાન રાખજે “ ચંદ્રકાંતેમિત્રભાવે ટીપ આપી તો સોની મૂરઝાય ગયા “તુમ્હીને દર્દ દીયા હૈ તુમ્હી દવા દેવા ગરીબ જાનકે “ સોનીએ અંતાક્ષરીમાં વળતો ફટકો માર્યો ત્યાં ફરી બુમ પડી રુપા...ઓ રુપા...પછી કોઇ અજાણીભાષામા કંઇક કહ્યું જેમાંથી માત્ર મમ્મા સમજાયુ....”ઓહ એક રુપા એક રેખા સંધવી મને તો બેય ગમેછે હોય બાકી માલ છે યાર …રૂપાનું સ્કર્ટ પવનની લહેરખીમા જરા લહેરિયું ત્યાં સોનીની હાલત વધારેકફોડી થઇ ગયેલી …”પીટરમામા જોરથી ફુંક માર કદાચ મારાભાગ્યમા દર્શન હોય “ બોલતા પીટરને બેપગથી આંટામાં લેતા હતા ત્યાં હંહંફ કરતી રુપાડીએ સોની સામે નજર ઝટકાવી ને સોનીની આંખમાંબરાબર ત્યારે ઝળઝળિયા આવી ગયા .
અરવિંદભઇ મોઢા જોઇને બોલ્યા "પટેલ છે બોલો લાગી શરત...?"ત્યાં મમ્મીજી ગેલેરીમાં આવીનેગુજરાતીમાં ફાડવા મંડ્યા..."હેંડો,કોલેજે નહી જાવુ ?તે આમ લટક મટક જ રેવુ છે.?..."
સામે ચાર પુતળાઓ આંખ કાન ખુલ્લા રાખી સજ્જડબમ થઇ ગયા છે...રુપરાશિઓ ઉપર પડદો પડેછેએટલે ચારે પુતળા જીવતા થાય છે...રસઘોયાઓના મોઢામાથી થોડી લાળ બાકીના સીસકારાસંભળાયા..."સંઘવી આ ટેણી રેખુડી આપણી સામે હોઠ વાંકા કરતી હતી..."પીટરકાકા ઉવાચ...
ચંદ્રકાંત એ રેખુડીની વિશાળ કાળી કજરારી આંખોમાથી માંડ મરાડદાર ગ્રીવા સુધી પહોંચ્યા હતા ત્યાંજ પડદો પડી ગયો...પહેલો અંક સમાપ્ત...થયો હતો ...સોનીએ ફાટેલા ગંજીને બદલે બાંય વગરનુસેંડો પહેર્યુ હતુ તેના શરીર ઉપર રીંછડા જેવા કાળા વાળનાં ઝુંડ હતા..."અલ્યા સૌની તમારુ ગોમરાજપીપળા કે છોટા ઉદેપુરના જંગલો નજીક છે કે ?"ચંદ્રકાંતનો ઇશારો આખા શરીર ઉપર રીંછડાજેવા કાળા ભમ્મર વાળ ઉપર હતો …
"સંઘવીભાઇ આ પંદરમે વરસે બહુ શરમ ઓં ભીંગડાની આવતી હતીં તે રેજર ફેરવ્યા એમાં પાંકબમણો થઇજ્યો...બાકી ક્યો ન ક્યો આ સામેના ફ્લેટમાં મધપુડો છે હં..." સોનીએ વાત ફેરવવાનીકોશીષ કરી “અરવિંદ ભાઇ હાજું કેજો આ ફરરાટેદાર રુંવાટીતો મરદોનીનીશાની છે કે નહી ?”
“સૌની અમે તો બાવડામાં ફેલાવેલ ગોટલા પહોળી છાતી મરદની નિશાની ગણીને “
"મધપૂડો એક કે બે..?" પીટરે નાની સળી કરી
"બેમળે તો બે યાર પીટર તું ઓંમા ચોંચ ના મારતો હંકે..."ગેલેરીનું બારણું બંધ કરી ચારેય નવામિત્રોઘરેથી લાવેલાં ડબ્બા છાપા ઉપર મુકીને જમવા બેઠા .કોઇને છુદો કોઇની ભાખરી કોઇના થેપલા પીટરના બ્રેડ બટર સોનીનાં ગાંઠિયા ચંદ્રકાંતની ગોળપાપડી બધુ સાફ થઇ ગયું અને સહુએ દબાવીને ખાધું હતું એટલે પલંગ ઉપર આડા પડ્યાં.થોડીવારમા સહુ જોરે ચડી ગયા. બે કલાકે ઉંઘઉડી એટલે ફ્રેશ થઇને નીચે ચાની કીટલી ઉપર ગયા…ચંદ્રકાંતે ઉકાળો મંગાવ્યો બાકીનાએ ચામંગાવીને બાંકડે બેસીને કીટલીવાળા સાથે ગપ્પાબાજી કરતા જાણવા મળ્યું કે આ એકમાળીયામા કોઇ ખાસ રહેવા નથી આવતું કારણકે સાવ સામસામે ઘર છે ..એટલે બિલ્ડરે તમારી સ્કુલને ભાડે છરુમ આપી છે ..
“દોસ્ત દુધ ક્યાં મળે છે ..?ચંદ્રકાંતે સમજી લીધું કે રોજ દસ રુપીયાનો ઉકાળો પોસાય નહી અને રુમમાંપ્રાઇમસ છે પોતે તપેલી સાંસણી ને ગરણી લાવેલાં છે એટલે કાલથી શ્રીગણેશ કરવાં જ પડશે…”મિત્રોહું તપેલી સાણસીને ગરણી લાવ્યો છું જો નીચે કીરાણા વાળા પાંસેથી ચા ખાંડ કેરોસીન લઇ લઇએતો જાતેજ ચા દુધ બનાવી લેવાનું કેમ લાગે છે ? બધો હીરાબોળ પીટરે જ રાખવાનો .સોનીએ ચાબનાવવાનું કામ પકડ્યું અરવિંદભાઇએ ખરીદી માટે બહાર જવાનું જરૂર પડે એ જ તપેલીમાં રસાવાળુશાક અને પાંઉ ખાઇ લેવાનું નક્કી થયું.
જીંદગી ગોઠવાવાની ચાલુ થઇ રાત્રે ચંદ્રકાંતે ભાઈને પહોંચી ગાયને ને રુમ ઉપર બરાબર ગોઠવાયાનુંપોસ્ટકાર્ડ લખી નાંખ્યું
ચંદ્રકાંત