કોને ભૂલુંને કોને સમરુ રે - 88 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલુંને કોને સમરુ રે - 88

કદાચ સોમનાથ એક્સપ્રેસ નામ હતુ આગગાડીનુ....સાંજના સાતને ત્રીસનો ગાડી આવવાનો અનેસાતને પીસ્તાલીસનો ઉપડવાનો ટાઇમ....પંદર મીનીટમાં આખુ અમરેલી ઉંચકીને લઇ જવાની હતી આગગાડી...જે પ્લેટફોર્મ ઉપર નાનકડી રચના ચંદ્રકાંતે લખી હતી તે યાદ આવી ગઇ...."છેલ્લો ડબ્બોટ્રેનનો પસાર થઇ ગયો ..હવે હું પ્લેટફોર્મ અને લીમડો..." લખેલી કવિતા સાર્થક થઇ રહી હતી .

બાંકડા ઉપર બેસીને લખેલી રચના... રમેશની ચશ્મેરી નજર અને મોઢામા ભરેલ પાનનીપીચકારી..."બસ ચંદુ એકજ અટલુ મોકલ....કવિતામા..."નજર સામે તરવરતુ હતુ...ધસ ધસકરતી આગગાડી ઉની ઉની આગ ઓકતી ચીસ પાડતી કાળી ડિબાંગ દુરથી ધસમસતી આવતીજોઇને સહુ મિત્રોને થડકો પડી ગયો..."લ્યો આવી ગઇ ચંદ્રકાંત..."

જગુબાપા બગીચાનાં બાંકડે બેસીને સમયની રાહ જોતા હતા...મનહર હર્ષદભાઇ તારાચંદે ચંદ્રકાંતનેકહ્યુ "અહિંયાની ચિંતા કરતો...અમે છીએ...સંભાળી લેશુ ...હવે આગળ વધવાનુ છે સફર ઉપર ધ્યાન આપજે...."ગાર્ડે અને જગુંભાઇએ એક સાથે હરી ઝંડી દેખાડી .એન્જીને ફરી ચીસ પાડી ગાંઠ છુટ્યાની વેળા હતી....ભકછુક ભકછુક કરતુ પહેલુ કદમ આગગાડીએ ભર્યુ કે જગુભાઇએ હાથપકડી માથા ઉપર હાથ ફેરવી આશિર્વાદ આપ્યા ચંદ્રકાંતે દોડીને બેંગી પકડી લીધી ..બાકીના મિત્રોચાર કદમ સાથે ચાલ્યા ત્યારે ચંદ્રકાંત ગાડીમા અને મિત્રો પ્લેટફોર્મ પર ...ફક્ત હાથ હલાવીને રહીગયા.....અંતર વધતું ગયું વધતું ગયું .

..........

.વડોદરા સ્ટેશન ઉપર ચંદ્રકાંત ઊતર્યા .ક્યાં અમરેલીને એકાંકી ભેંકાર ભખડદખડ સ્ટેશન અને ક્યાંલોકોની ભીંસોભીસ થી ઉભરાતુ સ્વચ્છ વિશાળ સ્ટેશન . પેટમાં ગલુડીયા બોલતા હતા એટલેપ્લેટફોર્મ ઉપર બાંકડામાં જમાવટ કરી ઘરના જયાબાની થેપલા અને સુક્કીભાજી છુંદાની જિયાફતમાણી બરોના ડેરીનું રોઝ મિલ્કની બોટલ ગટગટાવી . બહાર આવી રાહદારીને ફતેહગંજ કેટલું દુર છે? ચાલીને જઇ શકાય ?બસ કંઇ મળે બધુ પુછીને સીટીબસમાં સામાન સાથે પથિકઆશ્રમથી બેસીગયાભાઇ સાહેબ ફતેહગંજ જંક્શન આવે એટલે પ્લીઝ કહેજો વડોદરાથી નવો છું .” કંડકટરનેવિનંતી કરી .

લાલા પછી યુનિવર્સિટી પછી સયાજી બાગ પછી ફતેહગંજ પછી ફતેહગંજ જંકશ્ન આવશે.ટીકીટ દેવામાં ભુલી જાઉં તો યાદ રાખી ને ચોથા સાટોપ ઉપર ઉતરી જજેપછી કહેતો ના કે લાલા મેંકીધું નાચોથા સ્ટોરે ફતેહગંજ જંકશન ઉતરી કંડક્ટરનો હાથહલાવી આભાર માની ને ચારે તરફનજરકરી . એક ખુલ્લા બંગલા બહાર "ધી મેનહટ્ટન ઇન્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ"બોર્ડ લાગેલુ હતુ...સામેનોરસ્તો સયાજી બાગથી સ્ટેશન તરફ તો ડાબી બાજુનો રસ્તો મીલીટરી કોન્ટામેન્ટ તરફ એલ્યુમીનીયમટેંપલ બાજુ જમણી બાજુનો રસ્તો એલંબીક બ્રીજ જે બનતો હતો તેના તરફ જતો હતો . પ્રાંગણમાઘટાટોપ લીંમડા પીપળાની શીળી છાયા હતી...એડમીશનનુ ફોર્મ ભરી ડ્રાફ્ટ આપી રસીદ ચંદ્રકાંતે ખીસ્સામા મુકી ત્યારે એક ગરીબડા મોઢાવાળો ચંદ્રકાંત જેટલો ઉંચો (એટલેકે નીચો)છોકરો બાજુમાઉભો હતો "હાય મારુ નામ પીટર..."

"મારુ નામ ચંદ્રકાંત.."

ક્લાર્કે એડ્રેસ આપ્યુ અને બારી માંથી દેખાડ્યુ..."જુઓ એક માળીયા સોસાયટીમા રુમ નંબર૭૩..તમારા ચાર જણ માટે...એક કે ટી સોની છે એક અરવિંદ પટેલ એક પીટરભાઇ અને એકતમે...ચાવી પીટરને આપી છે સોમવારે ઇન્ટીટ્યુટ ચાલુ થશે ...બે દિવસમા સેટ થઇ જજો.." સામાનસાથેઆરામથી ટહેલતા એકમાળીયા પહોંચ્યાં.

રુમ ખોલી અને સહુ પહેલા ઝાડુ કાઢવાનુ હતુ તે ચંદ્રકાંતે કાઢતા કાઢતા બહાર ગેલેરી તરફનો દરવાજોખોલ્યા....ઠંડી શિતળ હવાની લહેરખી રુમમાં ફરી વળી...બહાર નજર કરી તો સામ સામા ફ્લેટહતા..વચ્ચે પંદર ફુટનો રસ્તો...હવે બન્ને બાજુ સાડા ત્રણ ફુટ ગેલેરી એટલે ખરેખરતો આઠ ફુટ દુર સામેની ગેલેરી હતી...દરવાજાને બારીને પરદા લાગેલા હતા... ચંદ્રકાંત અંદર રુમમા ગયા ત્યાં રુમનીબેલ વાગી...પીટરે દરવાજો ખોલ્યો...બહારની લીમડાની કડવી મીઠી સુગંધ વચ્ચે પરસેવાની દુર્ગંધરુમમાં ફેલાઈ ગઇ .

એક પાંચ ફુટ સાત ઇંચના મધ્યમ શરીરના તપતપતા તેલવાળા વાળા ઉભા વાળ ઓળેલા જાડા ચારનંબરના ચશ્મા પહેરેલા ગરુડની ચાંચ કહું કે પોપટની ચાંચયા નાક વાળા નાંકમાથી બોલતા સોનીમહારાજની પધરામણી થઇ..."હું કે ટી સોની "

"હોઇ નહી .મને એમ કે સાક્ષાત સોનાના કટકટીયા સોની આવશે ..."

બે હાથ ફેલાવી સોની મહારાજે પહલી વખત તાલી માગી...ખડખડાટ મોટેથી હસ્યા...હવે ભેટવા માટે બે હાથ પહોળા કર્યા..." સંધવી નાંક દબાવી ભેટ્યા .સંધવી સાહેબ? પીટરમામા છે ?"

"ના ના પીટર કાકા...” ભાઇ ટું ગુજરાતી બોલે છે ને નામ પીટર ?

અમે વલહાડ બાજુના નાના નાના ગોંમડાના મુળ આદિવાસી ગરીબ હિંદુ હટા ટેં મીશીનરીવાળાએમારા બાપા માં ને મુંડીને ક્રોસ ચડાવીદીધો એટલેઅમે કેથોલીક ખ્રીસ્તી થઇ ગયા .પછી બાપાબાપાજીવનમાંથી જોન્હસન અને હું આયો ત્યારે મારી મા લીલા ઉર્ફે લીઝાએ મારુ નામ પીટર પાડ્યું બસ મારી ફુલ સ્ટોરી કે ?

ફરીથી કે ટી મોટી મોફાડ ખોલી જોરથી હસ્યા . સંધવી સાહેબ પીટરમામા જેદી તેદી ખ્રીસ્તીકથા કરશે બોલો લાગી શરત …?હા હા હા હા કરી કેટીએ રુમ ફરીથી ગજવ્યો...


ચંદ્રકાંત

રેટ કરો અને રિવ્યુ આપો

r patel

r patel 8 માસ પહેલા

શેયર કરો