કોને ભૂલુંને કોને સમરુ રે - 83 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોને ભૂલુંને કોને સમરુ રે - 83

"જીંદગી હરદમ જુદાઇ...જા તુઝે તડપાયેગી હર નયા મૌસમ પુરાની યાદ લેકર આયેગા..."રેડીયોમાગીત ચાલતુ હતુ.ચંદ્રકાંત અમરેલીના ઘરે મનહર સાથે બી કોમ.ના છેલા પેપર પછી ઉદાસ બેઠાહતા.હવે કોઇ મિત્રો ફરી મળવાના કે નહી..?મનહર માટે નોકરીની તલાશ માથા ઉપર તોળાતી હતી.તેમ ચંદ્રકાંત હવે આગળ શું?ત્યાં અટકેલા હતા...બાપુજી ઉર્ફે ભાઇએ જુનુ ટ્રેક્ટર લોન ઉપર લઇનેરેતી કંસ્ટ્કશનની સાઇટ ઉપર વેંચવાનુ ચાલુ કરેલુ તેમા સમયે એક ફેરામા વીસ રુપીયા બચતાહતા તેવા પાંચ ફેરા કરી રોજના સો રુપીયા કમાણી છે જગુભાઇએ વાત મુકી હતી...જયાબેનનેઆવા અમરેલીમાં મારે દિકરાને રાખવો નથીની જીદલઇને બેઠા હતા .ચંદ્રકાંત ગમ્મે તે કર પણ તારા ભાઇના ચક્કરમા અટવાયો તો જીંદગીભર પાઇ પૈસો ગણતો રહીશ...તું મુંબઇ જા..."

"બા મુંબઇમા કોઇ આપણા માટે લાડવો મુકીને નથી ગયુ .ભાઇએ તો કરોડોનીઅત્યારે કિંમત થાયતેવી જો ખાલી રાખી હોત તો આજે એનાં કરોડો રૂપીયા આવત પણ બેય દુકાન પારસી ડેરીસામેની દાદાની તબીયત માટે પાછા આવીને કાઢી નાખેલી તેનો પારાવાર અફસોસ હતો...ચંદ્રકાંત રીતે નાનાકાકાની સાથે સહમત હતો કે સાહસવૃત્તિ તો હોવી જોઇએ .અમરેલીમા જે પ્રોપર્ટી હતી તેકાકાને લખી દીધી હતી...સાવ દિશાહિન ચંદ્રકાંતે મનહરને કહ્યુ"છોડ બધુ ચાલ દત્તમંદિર જઇઆવીએ...જો હર્ષદભાઇ પણ આવતા દેખાયા છે ,અંહીયા આવતા લાગે છે...."

શું મારે અમરેલી છોડી દેવાનું ?જે ગામની માટીમાં મોટો થયો જ્યાં ધરતીના ધાવણ પીઘા હતાં અમરેલી છોડી દેવાનું ?જે રસ્તાએ મને ઉભો કર્યો રસ્તાને છોડીને ચરણોને લઇ ક્યાં જવાનું ? “ચંદ્રકાંત આવા વિચારોથી નાસીપાસ થઇ ને હતાશા ખંખેરવા ઉભા થયા

"ફરી નગર મળે મળે " ભાવના હવે ચંદ્રકાંતને કોરી ખાતી હતી....રસ્તામા ભૈરવીના ઘર સામેછેલ્લી નજર કરી...ત્રીપુટી આગળ જતી હતી ત્યાં ભૈરવીએ સાદ પાડ્યો...."ચંદ્કાંતભાઇ....ઘરે આવોતમે બધ્ધા ..પ્લીઝ..."ચંદ્રકાંત અટલા વરસોમાં ભાગ્યે ક્યારેક ભૈરવીને ઘરે મનહર સાથે ગયા હતા.આજે તેના પિતા નાફડે દાદા ચટ્ટાપટ્ટાવાળી બ્લુ ટુકી ચડ્ડીમા સામે બેઠા હતા"જુઓ મનહર ચંદ્રકાંતહર્ષ ભાઇ દેથા તમારી નાની બહેન ગણો કે બહેનપણી ગણો ભૈરવીની તેની સગાઇ નક્કી કરીછે .....અંગારામાં તેને સાખરપોડા કહેવાય .હવે વડોદરા કાયમ માટે વૈદ્ય થવા જવાની છે .એટલેઆજે ભૈરવીને બધા ખૂબ મળી લ્યો ને વાતોની ગપસપ કરી લ્યો....

ભીની આંખે નાફડે દાદા ઉભા થયા ત્યારે જાણે આખુ ઘર ઉભુ થઇ ગયુ...”એકલા એકલા બબડતાહતાતુમચી ભૈરવી આતા ગેલી સમજા

ચંદ્રકાંતને ત્યારે મરાઠી ભાગ્યે સમજાતું પણ નાફડે દાદાની વરસતી આંખો આંખોની ભાષા જીવતીકરી દીધી …”શું કહ્યું દાદા ભૈરવી નાં લગ્ન ? ઓહ નો .હજી તો સાવ નાની છે .એવી કેવી ઉતાવળ ? અમારી નાનીબેન ને એમ જવા નહી દઇએ . “

પોરા, (દીકરા ) તેનું નક્કી હતું .બે વરસથી , લોકો પાછળ પડેલાં લગ્ન કર લગ્ન કરા પણ અમેતારી કાકીએ વિનંતી કરેલી કે બી કોમ થવા દ્યોએટલે રસ્તો કાઢ્યો કે જો લગ્ન થશે તો પણઅમરેલી રહીને બી કોમ થશે પછી વડોદરા જશેચંદ્રકાંતની ઉદાસી ઔર ઘેરી બની ગઇ.

……..

ભૈરવી નાસ્તો લાવી તેમા ચીવડો પેંડા હતા .તે મોઢામા મુકતા ચંદ્રકાંત સહીત સહુની આંખની ખારાશહોઠ ઉપર આવી ગઇ હતી...પાણીનાં ઘૂંટ સાથે માંડ નાસ્તો પુરો કર્યો.

"તમે બધા હતા એટલે કેટલો સરસ રીતે સમય પસાર થઇ ગયો...નહી?"ભૈરવી લાલ આંખોની લાજ રાખી શકી...અને વરસી પડી....તેનો નાનકડો લેડીઝ રૂમાલ ભીનો થઇ ગયો . સહુની આંખમાં કોલેજઆવી ત્યારથી સીધી સાદી છોકરી પણ મધુર ઘેધૂર કંઠોને ભાવવાહી આંખો થી અમારા દિલમાંવસી ગયેલી . અમારા માટે ત્રણ વરસ રસમઘુર બનાવી ગયેલીઅમે તેની ચારે ફરતી અડીખમમૈત્રીની દીવાલ બનાવેલી પણ ભૈરવીએ એક સુરક્ષિત અંતર જાળવી રાખેલું .

નિશબ્દ સહુ બોઝીલ વાતાવરણથી બહાર નિકળવા ફાંફાં મારતા હતા...

"દેથા સાહેબતો અમરેલીજ રહેશે પણ મનહરભાઇ તમે...?ચંદ્રકાંતભાઇ તમે..?"ભૈરવીએ વાત શરુકરી.

જો ભૈરવી આજે પહેલી વખત તને હું તુંકારે બોલાવીશ "મારી નાની બહેન...તે કહ્યુ તેમ હર્ષદભાઇઅંહીજ રહેશે આપણી યાદોના ભેકાર ગઢને પહાયતાની જેમ સાચવતા.જ્યારે ગઢમા હોંકારાતો દેશે પણ .... પડઘાઓ તેમને સાંભળવા પડશે .એના હાથમા કંઇ નહી આવે નાં હથેળીની હુંફ..મળશે એકલા ઠાલા પડધા...મનહરે જુનાગઢ સ્ટેટબેક ઓફ સૌરાષ્ટ્રમા અરજી કરી છે એટલે કોલઆવશે એટલે પણ જશે પછી આવી ખાલીખમ સડક મને ખાવા ધાશે એટલે મારે પણ ભાગી જવું પડશે .આવો જૂરાપો મારાંથી સહન નહી થાય .પણ ક્યાં કઇ દિશામા હું જઇશ કે એમ કહીશ કે મનેમારા સંજોગો ક્યાં લઇ જશે તેની ખબર નથી . ઝાડથી ખરેલ પાનની જેમ સમયના પવનોને સહારે ઉડવાનું છે . ખબર નથી ,કંઇ સુઝતુ નથી...."

સાંજે છેલ્લી દત્તાત્રય મંદિરે મનહરે ઝાલર વગાડી..હર્શદજીએ મંજીરા ને ચંદ્રકાંતે ધ્રુબાંગ ધ્રુબાંગઢોલને ઝીંકે રાખ્યો....લે અમરેલી માં લેતી જા...જન્મયા ત્યારથી પોતાના પોતાના કરતી હતી હવે જોઆખી અમરેલી ગળચીને જઇશ...તું હવે અમરેલીમાં ,મારા પેટમાં વસીશ...મારા શ્વાસમા સ્વશીસત્યારે ધ્રુબાંગ થઇને ચંદ્કાંત દાબડીમા સાચવીને પોતાનો જીવ તને સોંપી જશે...

ચંદ્રકાંત