કોને ભૂલુંને કોને સમરુ રે - 78 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલુંને કોને સમરુ રે - 78

દસ દિવસ પછી જગુભાઇને લઇને સહુ પાછા અમરેલી પહોંચ્યા ...ત્યારે પહેલા જગુભાઇની આંખોવરસી પડી...."મારે તારા બધા દોસ્તારોને નાસ્તો ચા પાણી કરાવવા છે...ક્યારે બોલાવીશ..?"

બીજે દિવસે કોલેજે ચંદ્રકાંત પહોંચ્યો ત્યારે સહુ મિત્રો ટોળે વળી ગયા..."ચંદુભાઇ જગુબાપા અમારાયબાપુજી છે..."

"બાપુજી બહુ યાદ કરે છે કાલે શનિવાર છે એટલે બધા સાંજે આવશોને?"

"તું ના કહે તોય આવશુ " ચંદ્રકાંત તું તો અમારો જીગરી યાર છે.તેરે લીયેતો જાન હાજરી હૈ જાલિમ .. ચંદ્રકાંતને દોસ્તોએ અનરાધાર રડાવી દીધો .

………..

શનિવારે નવા જોમ અને ઉત્સાહથી વહેલી સવારે સાઇકલ મારી મુકીહરીભાઇ પેડાવાળાએ ચંદ્રકાંતને રોક્યો …”હેં ચંદુભાઇ તમારા લગ્નનું નક્કી થાય છે ?”

મામા હજી કોલેજમા ભણું છું ને લગન ?મામા મારા બાપુજી જગુકાકા મોતનાં મુખમાંથી પાછા ફર્યા છેમારા બાપાને ત્રીસ બોટલ લોહી આપનાર મારા દોસ્તારોને બાપાએબોલાવ્યા છે ચા નાસ્તો કરવાએટલે જલ્દી કરો પેંડા આપો.”

ચંદુભાઇ તો પેશીયલ કહેવાય એટલે માવો બની ગયો છે પણ બપોરે પેંડાવાળી રાખીશ . ત્રણવાગે આવી જજો હોં.”

બે કીલો શીહોરી પેંડા અને ચવાણુ લઇને ચંદ્રકાંત સાંજે ઘરે પહોંચ્યો ત્યારે સાઇકલોનો ઢગલોખડકાઇ ગયેલો....બહાર મનહર રાહ જોઇને ઉભો હતો....ડ્રોઇંગરૂમમાં ઉભા રહેવાની જગ્યા નહોતીએટલે બગીચામા મોટા બે ટેબલ ગોઠવ્યા...ચંદ્રકાંત ધીરેથી રુમમાં ગયો...જગુભાઇ આજેગળગળાસાદે બોલતા હતા.."મારા દિકરાનુ લોહીતો પીધુ પણ તમે મારા ત્રીસ દિકરાઓનુ ઋણ જીંદગીમા તો હું નહી ચુકવી શકુ....હવે હું ખરા અર્થમા તમારો બાપ બની ગયો ...પણલોહીપીણો...બાપ ..એવો કોણ બાપ હશે જો પોતાના દિકરાનુંતો ઠીક ચંદ્રકાંતનાં દોસ્તારોનુ લોહી લૂંટીગયો ……

કોઇકતો રસ્તો બતાવો કે ઋણ કેમ ચુકવાય...?

"ત્રીસ કંધોતર જુવાન જેમા પટેલ કાઠી ગરાસીયા બ્રાહ્મણ નાઇ...જૈન...એકધારા રડતા બાપુજીની પીઠપસવારતા હતા....તમે અમારા બાપા છો તો હક્કથી અમે લોહી આપ્યુ હતું ...બાપા ચાર કલાકમા નવુલોહી તો બની ગયુ પણ જે વહીને તમારામા ગયુ લોહીનો હિસાબ બાપ દિકરા વચ્ચે થાય?અરેચંદુભાઇને ખબર નથી કે બધી છોકરીઓ ,પ્રોફેસરો લાઇનમા તૈયાર હતા પણ તમે તો ત્રીસે પુરુ કરીનાખ્યુ....જગુભાઇ ઉભા થઇ બગીચામા આવ્યા...અને પોતાને હાથે સહુના મોઢામા પેંડા મુક્યા...લાગણીભીની સાંજ આજે પણ સહુ મિત્રોની યાદમા ચંદ્રકાંતને રડાવે છે...ચંદ્રકાંત પણ હજી અમરેલીનીમ પડતા અંદરથી ઓળઘોળ શેરના થાય છે તેનું રહસ્ય આજે લખી નાંખ્યું .

.........

બીજે દિવસે જગુભાઇએ દુકાને જઇ નાનાભાઇને ખર્ચનો હિસાબ પુછ્યો...."કેટલામા પડ્યો લોહીનાઝાડાનો હિસાબ તો આપ.."

"ભાઇ તમે બસ રોજ આગળની ગાદી ઉપર બેસજો એટલે હું ધંધો કરી શકુ બાકી હિસાબઉપરવાળાને ખબર..."

" દિવસે મે તને ગાદી અને ધંધો સોંપી દીધોહતો....હવે મને લાગેકે કાયદેસર રીતે મારેભાગીદારીમાંથી ફારગતી લેવી જોઇએ...આમેય તું તારી રીતે ધંધો કરે છે એટલે હું લખાણ કરાવીલેવા માગુ છુ.જગુભાઇનો નિર્ણય અફર હતો....

ઘરે આવી જયાબેનને વાત કરી કે "હવે લેણાદેણી નાનાભાઇ સાથે પુરી થઇ છે એટલે આપણે હવે ઘરકેમ ચલાવીશુ?" હવે એકજ ઉપાય છે કે નાનોભાઇ ભાડા પેટે હજાર રુપીયા આપશે પણ જે દેશ માટેઅમે ફનાફાતિયા થઇ ગયા હતા તે દેશની પાંસે પોતાની કુરબાનીની કિંમત માંગવી પડશેજયા મનેઝેર જેવું લાગે છે પણઉપાય નથી.

સ્વાતંત્ર સૈનિકોને જે પેનશન આપે છે હવે લેવુ પડશે......”

"ગમેતેમ કરીને ચંદ્રકાંત કમાતો થાય ત્યાં સુધી આપણે રસ્તા કાઢવા પડશે...."જયાબેન

.......

બીજે દિવસે જગુભાઇએ પડોસી જેઠાબાપાને પુછીને લાભશંકરભાઇ પ્રકાશ છાપાવાળાને વાત કરી

"જગુભાઇ સમય ખરાબ આવે ત્યારે સરકારે જે પેનશન નક્કી કરેલ છે જરુર લેવાનુ...તમારોઆઝાદીમાટેની લડાઇ વખતનો ભોગ કેમ ભુલાય ?હુ તમારી ફાઇલ બનાવીને કલેક્ટર પાંસે જઇશઅને એક મહીનામા કામ પતાવી દઇશ....તમે નિશ્ચત રહો..."

...........

"ભાઇ, તમે સ્વાતંત્ર સૈનિક પૈનશન માટે અરજી કરી છે..?"નાના ભાઇએ જગુભાઇને પુછ્યુ..

"હા ભાઇ રામ રાખે તેમ રહીશ પણ તારા ઉપર બોજ બનવુ નથી..."

કલેક્ટર કચેરીથી કારકુન આવ્યો તેણે વાત કરી .એટલે હવે ગામને મારે જવાબ દેવાનો આવશે...."

જગુભાઇ એક અક્ષર બોલ્યા વગર ઉભાથઇ ગયા...

"કોઇ અમને નડ્યા તો ઉભા થઇ ગયા ...પણ ઉભા રહી ગયા પણ ઉભા રહી અમે કોઇને ના નડ્યા..."


ચંદ્રકાંત

રેટ કરો અને રિવ્યુ આપો

સહુથી પહેલા રિવ્યુ લખો!

શેયર કરો