કોને ભૂલુંને કોને સમરુ રે - 60 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોને ભૂલુંને કોને સમરુ રે - 60

આર્થિક રીતે બહુ મર્યાદિત આવકમા ખાનદાન પરિવારનો શાહીઠાઠ ભોગવવો કેમ? જમાનામાગેંબેડીયન કોટનના સારા પ્રસંગે પહેરવાના બે જોડી અને બે જોડી કોલેજમા પહેરી શકાય તેવી જોડીકપડામા ચંદ્રકાંતને સંતોષ માનવાનો હતો... દર વરસે બે જોડી નવા કપડા બને એટલે એમ જુનો સ્ટોકગણતા જોડીનો ઠાઠ હતો...સરસ ઇસ્ત્રી કરેલા કપડા પહેરી ચંદ્રકાંત સાઇકલ ઉપર કોલેજ કેંપસમાપહોંચ્યા ત્યાં સુધીમા માનસિક રીતે ચંદ્રકાંત સમજી ગયેલા કે આવી મધ્યમ વર્ગની જીંદગીમામાનસીક શોખ નહી આર્થીક જરુરીયાતને પ્રાયોરીટી આપવી પડશે...સ્ટેશન રોડથી ફાંટો પડીફાટકરોડ ઉપર ડાબીબાજુ વળ્યા ત્યારે બગીચાની કડવી મહેદીની કડવી ગંધે ચંદ્રકાંતનુ સ્વાગતકર્યુ....સામે એક મહેલહો સપનોકા જેવી આર્ટસ કોલેજ બે હાથે આવકારવા પોતાના વિશાળ બાહુફેલાવીને ઉભી હતી તો ડાબી બાજુ રહેલીકોમર્સ કોલેજ "આંખો હી આખોમે ઇશારા હો ગયા ...બૈઠબૈઠ જીનેકા સહારા હો ગયા ..."ગાતા આખી કોલેજ લહેરાતી હતી.......સમયની સાઇકલ ઇચછાનેરસ્તે વળી ..અને કોમર્સ કોલેજના પટ્ટાંગણમા ઉભી રહી ગઇ...

ઓફિસ અંદર ડો ગીરીશ ઠક્કર પ્રિંન્સીપાલ ને મળવા ચંદ્રકાંત ગયા અને આપોઆપ ચરણે પડીગયા...સાહેબ આપે કહ્યુ હતુ સાચુ હતુ...મારા માટે સમયનો તકાજો છે....ફી ભરી દઉં છુંઅંદર એક બાપુજીનુ ભજન ચાલતુ હતુ "મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે...મુજને પોતાનોજાણીને..."

"બેસ ચંદ્રકાંત, મારે તારી સાથે થોડી વાતો કરવી છે..હું મુળ ધોલેરાનો વતની છું મે પી એચ ડી કર્યુએટલે આગળ ડોક્ટર લાગી ગયુ. કોમર્સ મારી આજીવિકા છે પણ મારો રસ સાહિત્યઅને કલા છેમે બહુ નાટકો ભજવ્યા છે કવિતા શાયરીઓ લખી પણ છે વાર્તાઓ લખી છે એટલે આપણે સાથેમળીને બધ્ધી પ્રવૃતિઓ કરવી છે ....હવે તારા મનગમતા ફિલ્ડમાં મોજ કરવાની છે ...મારા તરફથીપરો સપોર્ટ મળશે ...ઓકે ...ગો અહેડ..."ત્યા કલાર્કે કેબીનમા એન્ટ્રી મારી......

"ચંદ્રકાંત અંહીયા સહી કરો . તમારુ કોલેજનુ આઇડેન્ટીટી કાર્ડ કાલે ફોટો લગાડી સીક્કો મરાવીલેજો..હમ...."

......

સાંજે ભાઇ ઉર્ફે બાપુજી દુકાનેથી આવ્યા ત્યારે ઉચ્ચક મનથી પુછયુ..."ફી ભરાઇ ગઇ બેટા..?"

"હા ભાઇ .બપોરે કોલેજ જઇને ભરી આવ્યો..."

"સરસ ...સરસ...શુ કહ્યુ મુનિમ સાહેબે? "

"વાહ વાહ કહ્યુ..."

હવે ભાઇને ખબર પડી ગઇ કે દિકરો બાપની જાળમા નહી આવે ..."કઇ કોલેજમાં..?"

"ભાઇ સીધુ પુછોને...તમને બધુ નહી આવડે બધુ મારીબાને લીધે અમારામા થોડુ આવી ગયુછે..લ્યો કોમર્સ કોલેજની ફી ની રસીદ અને રવજીભાઇ હજામનો લસરક પટ્ટો "એમ કહી આઇડી કાર્ડ પકડાવ્યુ...હવે ખુશ..?"

"હાયે અબલા તેરી કહાની એક આંખમે આંસુ આંચલમે ધારા..."અંદર રડવાનુ ચાલુ હતુ...

.......

એક પાડોશી મિત્રની શોધમા ભટકતા હતા કલેક્ટર બંગલા રોડ જેનુ નામ પાછળથી સુખનિવાસકોલોની પડી ગયુ ત્યાં એકલા ફરતા જોઇને મનહર અને ચંદ્રકાંતે બોલાવ્યા" આવો આવો ..."

હતા હર્શદભાઇ દેથા....અમારા બંગલાથી ગામ બાજુ ચારસો મીટર જઇએ એટલે ગાયત્રી બંગલોઆવે...આખુ ગામ દટણપટણ થઇ જાય તોય મકાનની કાંકરી ખરે એવી ગઢની રાંગ જેવી દોઢફુટ જાડી બહારની પ્યોર સીમેન્ટની દિવાલો જોઇ જગુભાઇએ કનુભાઇ દેથાને પુછેલુ..."અટલી જાડીદિવાલ...?"

"જગુભાઇ અમે ભેશ હારે કામ કરીએ એટલે ઢીક મારે તો પડે નહી એટલી મજબુત બનાવવામા હાથીનુમાપ રાખી દીધુ..."

દિવસે ખડખડાટ બન્નેને મોટેથી હસતા જોઇને નાનીબેન ધનીબેન બહાર આવી ગયા...ગલ્સ સ્કુલના વાઇસ પ્રિન્સીપાલ પાછળથી ફોરવર્ડ ગલ્સ સ્કુલના પ્રિન્સીપાલ બન્યા હતા તે વચ્ચેકુદ્યા"જુઓ જગુભાઇ અમે રહ્યા ચારણ એટલે ગઢ તો છુટે નહી એટલે નાનાભાઇ કે મજબુત કરો તો મેકીધુ ઔર મજબુત કરો...એમા આવી દિવાલો થઇ ગઇ ને બારીયુ ની જગ્યાએ ગોખલા થઇ ગયા..."

સાંજે હર્શદભાઇએ "મોટા બાપુજી હું જગુકાકાને ધરે જાઉ છું "

મોટા બાપુજી એટલે અમરેલીના પ્રખર પત્રકાર તખ્તસિંહજી દેથા .ઘરના સર્વાસર્વ.ધનીબેન અને મોટાતખ્તસિંહજી , પુરુ સંચાલન વહીવટ બન્ને કરે...એટલે હર્શદભાઇએ એમની રજા લેવાનીહતી...અંદરથી દેથા સાહેબ બહાર નિકળીનેપુછ્યુ "પાછા ક્યારે આવશો?"

"આઠ વાગે"

"સંભાળીને જજો..."એકવીસ વરસના જુવાન હર્શદભાઇએ ચંદ્રકાંત મનહર સાથે દોસ્તીના ડગ માંડ્યાત્યારે વચોવચ્ચ બનેલી કડવા પટેલ બોર્ડીગના ગૃહપતિ નારાયણભાઇ અને બીજા બે મિત્રો

આજના ડો.પ્રદિપ કણસાગરા અને ડો.જગદિશ કણસાગરાએ(રાજકોટ) હાથ હલાવી હાય કર્યુ...

મનહરની ટીખળ ચાલુ થઇ..."યાર હર્શદભાઇ મોટાબાપા ઉપર કોટ કાળી ટોપી પહેરે પપ્પા સફેદ ટોપીપહેરે બન્ને નીચે પહોળા લેંધા પહેરે પણ તમે તો.... જમાનાના..નીચે લેંધો ને ઉપર બુશર્ટ...?"

"ચંદ્રકાંતે હર્શદભાઇનો હાથ દબાવ્યો...."હવાની અવરજવર બરોબર રહે માટે..."

હર્શદભાઇ માથુ પકડી છે છે છે કરતા હસતા હસતા દસ ફુટ આગળ દોડી ગયા....

ચંદ્રકાંત