કોને ભૂલુંને કોને સમરુ રે - 58 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલુંને કોને સમરુ રે - 58

ધીરેથી ચંદ્રકાંતનો અને મનહરનો રોલ નંબર ચબરખીમા લખીને લાભુદાદાને સરખાવ્યો .લાભુભાઇનુપ્રકાશ આમતો ચોપાનીયુ પણ સરકારી જાહેરાતો ઉપર ખર્ચ નિકળી જતો હશે તેમ ચંદ્રકાંત માનતાહતા.જગુભાઇ સાથે લાભુભાઇએ પણ આઝાદીની લડાઇમા ઉલટભેર ભાગ લીધો હતો...ઘણી વખતચંદ્રકાંત આવતા જતા વિચાર કરતા કે વરસો જુનુ પ્રેસ , કાળી બંડી સફેદ લેંઘો ને ટૂંકી કફનીમોટું પપુડા જેવું નાક તેના ઉપર કાળી ફ્રેંમનાં જાડા ચશ્મા ,ભાંગ્યા તૂટ્યા જેવી બહાર બે લાકડાનીખુરસી જેમાં રોજ બીજા સવારના છાપા જેમકે ફુલછાબ વિગેરે વાંચતા હોય પણ ક્યાંય સરકારીઓફિસમાં લાભુભાઇ જાય કે કોઇ મોટા નેતા આવે ત્યારે તેઓ પત્રકારનો બિલ્લો બંડી ઉપર લગાડીમોટી ડાયરી સાથે હાજર હોય .તને કોઇ રોકી શકે.પ્રકાશ કાર્યાલયને અડીને ચંદ્રકાંતનામોટાભાઇનાં મિત્ર કાચબાનું વતન પ્રેસ , તે પણ રોજ વતન નામનું ચોપાનિયું ચલાવતા પણ લાભુભાઇજેવો લાભ એટલે નહોતો મળતો કે રાજ કોંગ્રેસનુ હતું અને લાભુભાઇ બાપુજીની જેમ ચુસ્ત કોંગ્રેસી .

એકવાર મિત્ર કાબાને પુછ્યુ તારી બાજુમાં પ્રકાશ છાપું છે તને ભારે નથી પડતું ?

ચંદ્રકાંત જરાય નહી ..અમારો મુળ ધંધો કંકોત્રીનો અમારો પ્રેસ અટપટું ડેટ એટલે કોઇ લાભુકાકાનેત્યાં ચડે નહી .ફિલ્મના ચોપાનિયા કોઇ દુકાન ખૂલવાની હોય તેના ચોપાનિયા બીલબુકો બધુ આપણેત્યાં છપાઇ ઉપરથી લાભુકાકાના એક નંબરના દુશ્મન સમાજવાદી પાર્ટી વાળા નરભેશંકરપાણેરીકાકાના ચાર હાથ એટલે પ્રેસ તો ચાલે પણ સરકારી જાહેરાતો પંચાયતની જાહેરાતો નેએસ એસ સૂનું રીઝલ્ટમાં આપણે માર ખાઇ જાઇએવરવી વાસ્તવિકતા કાબાએ દર્શાવેલી તે યાદઆવી ગયું .

ખરાબ સમયમા લાભુભાઇએ આઝાદીના લડવૈયાનુ પેનશન લેવા જગુભાઇને સમજાવ્યા ત્યારેઆંસુ સાથે નત મસ્તક જગુભાઇએ લાચારીથી અરજી લાભુભાઇને આપી દીધી હતી ત્યારેલાભુભાઇએ જગુભાઇને યાદ કરાવ્યુતમારા જેવી ખુવારી કોણે ભોગવી છે ?સમય પલટાઓ ગયોતો તમારો હક્ક માંગો છો . તમને આઝાદીના લડવૈયાની સોસાયટીમાં પ્લોટ પણ મળશે યાદઆવી ગયુ..

આતુરતાથી રાહ જોતા ચંદ્રકાંતની પાંચ મીનીટમા ચબરખી પાછી આવી ...મનહર અને ચંદ્રકાંત સેકંડક્લાસ પાસ..જય હો

.....

દિવસે સ્કુલમા વિદાય સમારંભ હતો ...રોજ સહુને આનંદ કરાવતા શેઠ સાહેબ બેવડી ખુશી સહન કરી શક્યા અને એમની આંખો ભરાઇ ગઇ.એમણે એટલુ કહ્યુ"મારા દિકરાની પાસ સાતમીટ્રાયલે પાસ થવાની ખુશી તમે સહુ વિદ્યારથીઓ બીજી રીતે મુલવજો .મારા ભાનુએ હાર માની નેલડતો રહ્યો તેમ તમે જીંદગીના વિકટ સમયમા હાર નહી માનતા....આશિર્વાદ."તાલીયોના ગડગડાટપછી ફુટ ઉંચા જેમાં બેફુટ ઉપરતો ડોક અને માથાના ગણતા બધા વિદ્યારથીઓ "ઝીરાફ"કહેતાતાજાણી સાહેબે પણ ડોક ધુમાવીને સહુને આશિર્વાદ આપ્યા,તો નાગાણી સાહેબના વાઇટ એન્ડવાઇટ વચ્ચે ફુલેલા નાકનુ ફોયણુ ઉંચુનીચુ થયુ આંખ ઉપર રુમાલ આવી ગયો લાગણીનોપ્રવાહ અટકાવવાની કોશિષ બની ગયો..ઘોડા સાહેબે મોટા હાથી કાનના લાંબા વાળથી વિંઝણોફેરવ્યો અને સહુને વધાઇ આપી ઘોડાદરા સાહેબ બહુ નાજુક તબિયતના લાગતા હતા તેમણે બે હાથઉંચા કરી "ફોરવર્ડ ફોરવર્ડ લેટસ માર્ચનો" અમારો નારો ગજવ્યો. નવલભાઇને સાંભળવાની છેલ્લીતક હતી એટલે એમણે વેદની ઋચાઓથી શરુ કરી બહુ મનનિય પ્રવચન આપ્યુ ...શાહ સાહેબે બેહાથથી પેંટ ઉંચુ ચડાવતા વૈજ્ઞાનિક અભિગમથી જીંદગીને કેમ જોવી તે કહ્યુ તો મધુભાઇએ જીંદગીનાગણીતના આટાપાટામા કેમ ભુલ કરવી તેની શિખામણ આપી ...કિશોરભાઇ મહેતા તેમના પ્રચંડશરીર સાથે હાંફતા હાંફતા આવી એટલુ કહ્યુ "હું તો મિત્રો તમારા જેવડોજ છુ તો આશિર્વાદ નહીશુભેચ્છા આપીશ ...છલ્લે દશાણી સાહેબે સહુને ખુબ વધાઇ આપી જાહેર કર્યુ કે આખા ગુજરાતમાઆપણુ રિઝલ્ટ હાઇએસ્ટ છે....વધાઇ"

આદિલનો ઝુરાપો અમદાવાદ માટે હતો કે " નગર ફરી કે મળે "અમે પણ સહુ જીંદગીમા ફરી મળીયે કે મળીયે પણ ફોર્રવર્ડ સ્કુલ નહી મળે નક્કી હતું એટલે વચ્ચે સહુ વિદ્યાર્થીઓએકબીજાને વળગીને વિદાય લેતા હતા...

........

સાંજે જગુભાઇ ઉર્ફે ભાઇ ઘોડાગાડીમાંથી ડાફો ભરતા ઘરે આવ્યા ત્યારે ચંદ્રકાંતને સમજણ પડી કેજગુભાઇ રીઝલ્ટનુ પુછવાને બદલે કેમ ભેટી પડ્યા...?!!

"ભાઇ રીઝલ્ટ આવી ગયુ..." ચંદ્રકાંતે સરપ્રાઇઝ આપવા દોડીને ખબર આપી .

"હા બેટા મને ખબર છે...!!!!તેં કમાલ કરી. મોટો તો બહુ હોંશીયાર પણ તારો ભરોસો નહોતો.ચંદ્રકાંત

"પણ તમને કઇ રીતે ખબર પડી? ક્યારે પડી ? મને કેમ કહ્યું ?” ચંદ્રકાંત રિસાવાની તૈયારીમાં હતા.જગુભાઇએ તેને બથમા લેતા કહ્યુંમારે તને સરપ્રાઇઝ આપવી હતી!

અરે મારા ગાંડાલાલ મે અગીયાર વાગે લાભુને ફોન કરીને પુછી લીધેલુ...તારો રોલ નંબરપહેલીથીજ ચબરખીમાં લખીને રાખેલો એટલે દુકાને પહોંચીને લાભુનેફોન કર્યો હતો ....હવે બોલ...?

"બાપ સવાયા.."ચંદ્રકાંત બાપુજીને ચીમકીને બેસી ગયા .

"સાચુ કહું મને તારા રમતિયાળ સ્વભાવને લીધે બહુ ડર લાગતો હતો ..."

"તમે મને રવજીભાઇ હેરકટીંગવાળાનો ધાર કાઢવાનો પટ્ટો રોજ બતાડતા હતાને રોજ કે જો નાપાસથયો તોપછી અસ્ત્રાની ધાર કાઢતો પટ્ટો બતાડતા હત દિવસરાત મને દેખાતો હતો .એટલે પટ્ટો કામ કરી ગયો...બે માર્ક માટે ફસ્ટ ક્લાસ રહી ગયો..."

હવે?” જગુભાઇએ ચંદ્રકાંતના આંગળના સપનાઓ જાણવા પુછ્યુ .

"ભાઇ મારે આર્ટસમા જવુ છે ..."

"કેમ લેખક કે કવિ થવુ છે?"


ચંદ્રકાંત

રેટ કરો અને રિવ્યુ આપો

r patel

r patel 1 વર્ષ પહેલા

Vadhavana Ramesh

Vadhavana Ramesh 1 વર્ષ પહેલા

ashit mehta

ashit mehta 1 વર્ષ પહેલા

શેયર કરો