કોને ભૂલુંને કોને સમરુ રે - 57 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

કોને ભૂલુંને કોને સમરુ રે - 57

ભાનુભાઇ એટલે સત્તર ઇંચ બાઇ દસ ઇંચનો ફ્રંટ ફેસ એટલે સામાન્ય માણસના માથા કરતા દોઢગણી સાઇઝનુ માથુ એટલે એમને જુવો એટલે પહેલી નજર માથા ઉપર જાય..!! સાઇડથી જુઓ તોલાંબા સીધા ઓળેલા વાળને લીધે લગભગ ફુટબોલ જેવુ લાગે .વિશાળ લલાટ ...તેજસ્વી આંખ નાકપણ આબરુદાર માણસને છાજે તેવુ... પણ મો ફાટ ખુલે ત્યારે ગેટવે ઓફ ઇંડીયા ખુલ્યુ હોય એટલીમોટી મોફાટ ...ચંદ્રકાંતતો મનહરને અવારનવાર કહેતો "નક્કી ભાનુભાઇ એક દિવસ આપણને પવિત્ર

મોઢુ ખોલી વિશ્વરુપ દર્શન કરાવશેજ..."પણ તેને બદલે જરુર કરતા એક ઇંચ લાંબી જીભ બહાર કાઢીલપકારા મારતી ત્યારે જોનારા ધનધન્ય થઇ જતા... સમયે ભાનુભાઇ લગભગ એકવીસ બાવીસનાહશે...એટલે કાઠીયાવાડી મરદને છાજે તેવો ફુલશેવ ચહેરો...ચકચકતો...આવા મોટા માથાને બેલેન્સકરી સંભાળવા માટે જાડી ગરદન બિરાજમાન હતી ...બસ પછી ભગવાનને શું રીસ ચડી કે નીચેનોમામલો બગાડી નાખ્યો...કુલ ઉંચાઇ ઉંચા વાળ સાથે પાંચ ફુટ એક ઇંચ જે હવે વધે તેમ નહોતીકારણકે ઉમ્મર સોળે શાન વીશે વાન ઉપર પહોંચી ગઇ હતી..માથાના પ્રમાણમા માપો કે શરીરનાપ્રમાણમા માપો પણ ત્રણ ત્રણ ફુટના કસરતી હાથ નાના પડે...માંડ લેંઘાના કે પેંટના પટન બંધ કરીશકે એટલે ભયો ભયો...પછી બ્રાહ્મણને છાજે તેવુ વિશાળ પેટ પછી બધુ ટોટલ જેના ઉપરનિર્માણ થયેલુ તે માચડાને ઉંચકતા નાનકડા સહેજ રાંટા પગ...હવે તેમને જો મહાન સુરી લેખકે જમાનામા પેદા થયેલા ભદ્રંમભદ્ર ના વંશજ લાગે...!!!

.............

ભાનુભાઇ બહુજ સીરીયસલી વાંચતા હતા તે ઓંશરીમા લાઇટ હતી બાકી ચારે તરફ ઘટ્ટ અંધકારફેલાયેલો હતો...ચંદ્રકાંતે મનહરને ખેંચીને ઘુટણભેર કરી લપકતા લપકતા બન્ને અગાસીના આંતિમછોરે પહોંચી અગાસીની દિવાલ પાછળ લપાઇ ગયા...પછી ચંદ્રકાંત મનહરનો પ્રોગ્રામ શરુ થયો.

"છુચ ...છુચ.."

ધ્યાનથી વાંચતા ભાનુભાઇના ગણપતિ જેવા વિશાળ કાન ઉંચા થયા...એટલે ચોરે તરફ નજર કરીપણ આવા અંધારામા કંઇ દેખાયુ નહી એટલે ફરી વાંચવામા મન પરોવ્યુ...ફરી "છુચ છુચ..."

હવે ભાનુભાઇને દાળમા કંઇક કાળુ લાગ્યુ એટલે ટુંકા પગને ઉંચા કરી બારીમા લટક્યા...અને સામુ" છુચ છુચ "કર્યુ...પણ કંઇ કોઇ દેખાયુ નહી....એટલે પાછા કુદકો મારી નીચે ઉતરી વાંચનમા મનપરોવ્યુ કે તુરતજ છેલ્લુ "છુચ છુચ "કરતા મનહરથી ફુફુફુ થઇ ગયુ ...હવે ખેલ બગડી ગયો હતોએટલે પ્રગટ થયે છુટકો હતો....અવાજ દબાવીને હસાહસ પુરી થઇ એટલે ભાનુભાઇ ઉવાચ....

"મને ખબર હતી કે ચંદ્રકાંત મનહરની જોડી હશે...!!!"પછી વિશાળ મોફાટ ખુલી અંદરથી ઝગારામારતા દાંત દેખાયા ત્યા હોઠ વધારે પહોળા થયા લગભગ આઠ ઇંચ અને લબકારા લેતી જીભ બહારલટાર મારી ગઇ...

"પણ ભાનુભાઇ બહુ સીરીયસલી વાંચો છો ....યાર .ગજબ એકાગ્રતા છે... વખતેતો ટોપર થશો..."

ચંદ્રકાંત તને બહુ મજા આવે છે પણ આજે મારે તમને કહેવી પડશે.ભાનુભાઇ ટૂંકા પગથી ઠેકડોમારીને બારી ઉપર લટક્યા ત્યારે સામે છેડે ચંદ્રકાંત અને મનહર ચંદ્રકાંતનાં દસ ફુટ દુરનાં બંગલાનીઅગાશીની પાળી ઉપર ગોઠવાયા .

ભાનુભાઇ બહુ ઉદાસ થઇ ગયા ...."ચંદ્રકાંત એવુ કંઇ થતુ નથી ...જો એક પાનુ વાંચી ચોપડી બંધ કરીઆખુ ગોખી લઉ ...પરફેક્ટ હોય કડકડાટ બોલી જાઉં પાછુ ગોખ્યા પ્રમાણે ચેક કરુ.. બધુ અક્ષરસહબરાબર હોય પણ..."

"અરે વાહ ...પછી પણ શું યાર ....?"

"પાનુ ફરે એટલે બધુ અલોપ....!!"

"હેં?હેં ?"

" જતો મુસીબત છે ....નહીતર એસ એસ સીમા ટ્રાયલ થાય?... મારા બાપા આપણી ફોરવર્ડસ્કુલના સૌથી ઉત્તમ શિક્ષક એને કેટલું દુખ થાય બોલો ?

ભાનુભાઇ ઢીલા પડી ગયા હતા...ચંદ્રકાંત મનહરે એક કિમીયો બતાવ્યો ...

"તમે વાંચીને બરાબર પાકુ કરી ગોખીને ફરી વાંચીને ચેક કરવાને બદલે એક નોટબુકમા લખીલો જેયાદ આવે તે .જો જો બહુ ફેર પડી જશે ....અમે બન્ને પણ એમજ કરીએ છીએ...."

વરસે એસ એસ સીનુ રીઝલ્ટ પહેલા પ્રકાશ કરીને લાભુભાઇનુ દૈનિક ચોપાનીયુ ખાસ વધારોબહાર પાડતુ....એટલે ભાનુભાઇ સાથે ચંદ્રકાંત અને મનહર નવ વાગે પહોચી ગયા .રોલ નંબરઆપ્યો...દસ મીનીટ પછી લાભુભાઇ ચીઠ્ઠી સાથે ભાનુભાઇ પાછા આવ્યા... પહેલી વખત હાથ ઉંચાકરીને મોટી મોફાડ ખોલીચંદ્રકાંત હું પાસ

સેકંડ ક્લાસ... ભાનુભાઇની સ્તબ્ધ...આંખોથી આંસુઓની ધાર વહેવા લાગી...અરે સારોએરાતથીજે તમે ટેનીક બતાવી એનું પરિણામ છે હવે મોટાભાઇ અરવિંદને બાપુજી વજુભાઇ શેઠનેમોઢું બતાવી શકીશ . સો

સૌથી વધારે મારી હેમાંભાભીને આનંદ આવશે . ભાનુભાઇ

આજે સ્કૂલમાં ઉત્તમ શિક્ષક છે જાણી અમારી છાતી પણ ગજગજ ફુલે છે .


અલ્યા,આપણુરીઝલ્ટમાં શું થયુ ? તો પુછ્યુ નહી...!!!” મનહર ચંદ્રકાંત એકબીજાને જોઇ હસીપડ્યા .


ચંદ્રકાંત