આખરી રાત Dt. Alka Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આખરી રાત

હું હોસ્પિટલના લોન્જમાં રાઉન્ડ મારવા નીકળી મને ક્યારેય શાંતિથી બેસી રહેવાની કે બહુ વાર સુધી આરામ કરવાની આદત નથી ને એટલે ખૂબ જ કંટાળો આવતો હતો. હું તો હોસ્પિટલ જોઇને દંગ રહી ગઇ અરે આવી હોસ્પિટલ જાણે કોર્પોરેટ વર્લ્ડ જોઈલો સારામાં સારા નામાંકિત આર્કિટેક પાસે બનાવેલ પ્લાન હોસ્પિટલની વચ્ચોવચ ખુલ્લી જગ્યા, બેઝમેન્ટમાં સુંદર પ્લાન્ટેશન કરેલું અને એ છેક પાંચમાં માળ સુધી એવી જ ખુલ્લી જગ્યા અને પાંચમા માળે ટ્રાન્સપેરન્ટ સેડ લગાવેલા એટલે દિવસે હવા-ઉજાસ સરસ રહે બંને સાઇડ વિશાળ લોંજ તે લોન્જમાં ફરતે રૂમ બનાવેલા રૂમની બહાર લાઇનમાં ત્રણ ત્રણ ખુરશીઓ ગોઠવેલી રૂમ પૂરા થાય ત્યાં લોન્જમાં રિસેપ્શન કાઉન્ટર ત્યાં બધા રેસિડેન્ટ ડૉક્ટર, નર્સ, વોર્ડબોય બધા પોત પોતાની ડ્યુટી બજાવી રહ્યા હતા. હોસ્પિટલ જોઇને એવું ફીલ થાય જાણે આપણે કોઈ ફાઈવ સ્ટાર હોટલમાં છીએ કે પછી ફોરેનમાં વિહાર કરીએ છીએ આવી હોસ્પિટલો જોઈને માનવામાં ન આવે કે આ મારુ ભારત છે મને આવી સરસ કોર્પોરેટ વર્લ્ડ જેવી હોસ્પિટલ જોઈને ઘણીવાર એવું થાય કે હું આવી હોસ્પિટલમાં એડમિટ થઈ જાઉં કેવી મજા આવે ડોક્ટર રાઉન્ડ મારવા આવે, નર્સ ઓન ડ્યુટી ડોક્ટર વારાફરતી ચેકઅપ કરવા આવે, વીઆઇપી ટ્રીટમેન્ટ મળે વાહ... હું મારી આવી ગાંડી વાતો મારા પતિદેવને કહું અને એ ખિજાઈ જાય પાગલ આવી વાતો શું કરે છે ? તારા જેવું પાગલ ને કોઈ જોયું નથી જેને હોસ્પિટલમાં એડમિટ થવાના શોખ હોય એમ કહીને ડાંટ ચાલુ થઈ જાય પછી એની કોઈ ટાઈમ લીમીટ નહીં અને હું એનું ફૂલાવેલ મોઢું જોઈને મુસ્કાયા કરું મને ખૂબ મજા આવે એને ચીડવવાની કારણ કે એની ડાંટ પાછળ એની મારા માટેની કાળજી છલકતી હોય વ્હાલ છલકતો હોય મને ખબર છે મારો સાવરીયો મને કેટલો પ્રેમ કરે છે અને એ યાદ આવતા અત્યારે પણ મારા હોઠ પર એ જ સ્મિત રમી રહ્યું. પણ હમણાંથી મને લાગી રહ્યું છે કે એને હવે મારા પતિદેવ મારા માટે એટલી લાગણીઓ નથી રહી મને પહેલાં જેટલો પ્રેમ નથી કરતો મારી પ્રેમ ભરી વાતો હવે એને માથાનો દુખાવો લાગે છે હું કંઈ કહું તો કટાક્ષ કરતી હોઉં એવું લાગે છે મારી મીઠી મીઠી તકરારોથી હવે એને અકળામણ આવે છે. બસ એમ જ કહ્યા કરે કે તારા કલ્પના જગત માંથી બહાર આવ આ વાસ્તવિક જિંદગી છે હું એને ક્યાંય બહાર જવાનું કહું તો એની પાસે સમય જ ન હોય હું હવે ખૂબ જ કંટાળી ગઈ છું એ મને કંઈક કહે કે ઊંચા અવાજે કઈ બોલે એટલે મને ખૂબ લાગી આવે. મને એમ થાય કે હવે જીવવું જ નથી જેને હું મારું સર્વસ્વ માનુ છું જે મારો પહેલો અને આખરી પ્રેમ છે મારી લાગણી ના અહેસાસ જેના નામથી શરૂ થાય અને જેના નામ સાથે પૂરા થાય એ વ્યક્તિ જ હવે મને એવોઇડ કરે છે પછી જીવીને શું કરું ? ના નથી જ જીવવું પણ મારા બાળકોને તો છેલ્લી વાર જોઈ આવું મળી આવું મારા ઘરને જોઈ લઉં અને મેં દોટ મૂકી ઘરે ગઈ તો બધા ઉદાસ ચહેરે વાતો કરી રહ્યા હતા બધાના ચહેરા ચિંતાગ્રસ્ત હતા હું સાઇડમાં ઊભી રહી ગઈ મને બધા નો અવાજ સંભળાતો હતો ખબર નથી કાલે શું થશે ? ડોક્ટર સવારે શું કહેશે ? શ્રી ની તબિયત જલ્દી સારી થઈ જાય તો મોટો હવન કરાવીશું પપ્પાજી નો અવાજ હતો. શ્રી દીદી ઘરે આવી જાય પછી હું એમને ખૂબ જ કાળજી રાખીશ થોડા સમયમાં પહેલા જેવા થઈ જશે અને પછી વળી અમે મીઠી nok jhok કરીશું હા ચોક્કસ સીમા શ્રી દીદી જલ્દી જ રેડી થઈ જશે આપણે બધા ફેમિલી મેમ્બર સાથે મળી એમની કાળજી લઇ શું તું બિલકુલ ચિંતા ન કર આતો રોમા નો અવાજ હતો મારી ભાભી તો બધા અહીં જ ભેગા થયા છે . હું ગદગદ થઈ ગઈ આ બધાની શ્રી માટેની લાગણી જોઈને તકરાર કયા પરિવારમાં નથી હોતી પણ આપણે ક્યારેય એકબીજાના સાફ દિલ જોવાની કોશિશ નથી કરતા અરે મારા બાળકો ક્યાં છે હું લપાઈ ને ઘરમાં અંદર ગઈ પણ પૂજા રૂમ માંથી અવાજ આવતો હતો . અરે આ તો પિહુ ને પ્રિયમ ,પ્રિયમ મોટો અને પિહૂ નાની પણ બંને હાથ જોડી ભગવાન પાસે પ્રાર્થના કરતા હતા એ ભગવાન હવે ડોક્ટર અંકલ ને કહોને કે બધા પેશન્ટને જલ્દી ઘરે જવા દે અમને પણ મજા નથી આવતી અને પપ્પાની પણ ખૂબ ચિંતા થાય છે પપ્પા એ કીધું હતું એટલે ભગવાન તમને પ્રાર્થના કરીએ છીએ કે હવે મમ્મી જલ્દી ઘરે આવી જાય અમે મમ્મી ને પપ્પા બધા પહેલાની જેમ સાથે રહીએ. મને આ નિર્દોષ ભૂલકાઓ માટે હાલ થઈ આવી થયું કે ગળે લગાવી ચૂમી લઉં પણ પહેલા કીર્તન ને મળવું પડશે . અરે હાં કીર્તન.... એ હોસ્પિટલમાં પણ ન દેખાયો ફટાફટ કોઈ જુએ નહીં તેમ બહાર તરફ ગઈ ત્યાં જ કાને અવાજ સંભળાયો કીર્તન કોઈ વાત સાંભળવા તૈયાર નથી બે દિવસથી અનાજનો દાણો મોમાં નથી મુક્યો આજે મેં પરાણે જીદ કરીને શ્રી ની સોગંધ આપીને લીંબુ પાણી પીવડાવ્યું છે બંનેનો સ્નેહ કેટલો છે ભગવાન તેમની જોડી સલામત રાખે મારી ધડકન તેજ થઇ ગઈ અને હું ફરી થી હોસ્પિટલ તરફ ભાગી. હોસ્પિટલમાં ગઈ વેન્ટિલેટર રૂમની બહાર નજર દોડાવી પણ ક્યાંય કીર્તન દેખાતો નહોતો અરે યાદ આવ્યું કીર્તન બહુ ઉદાસ હોય કે ચિંતામાં હોય ત્યારે તે એની ફેવરીટ જગ્યા એ જ મળતો યસ મંદિરમાં હું હોસ્પિટલમાં બનાવેલ મંદિર તરફ ગઈ મંદિરમાં કોઈ ઊભું હતું હા કીર્તન જેવો જ લાગે છે કીર્તન જ હશે હું ધીમે-ધીમે અવાજ ન થાય તેમ તેની પાસે જવા લાગી મને રડવાનો અવાજ આવતો હતો. લોન્જમાં બે નર્સ વાતો કરી રહી હતી ઘણા કેસ જોયા ઘણા પ્રેમીઓ જોયા પણ આવો નિરાળો માણસ આજ સુધી નથી જોયો કેટલો પ્રેમ કરે છે પોતાની પત્નીને બે રાતથી સુતો નથી અને રડ્યા કરી છે પત્નીના પ્રેમમાં જે રડી શકે એ માણસ પોતાની પત્ની માટે શું ન કરી શકે ? હું ધીમેક રહીને તેની પાછળ ઉભી રહી હવે મને કિર્તનનો રડવાનો અવાજ તથા તેના શબ્દો સ્પષ્ટ સંભળાતા હતા . હે ભગવાન મારી ને બચાવી લો એને સાજી કરી દો એના વગર હું નહીં જીવી શકું. એની દરેક તકલીફ મને આપી દો પણ મારી શ્રી ને કંઈ ન થાય જરૂર મારા પ્રેમમાં કંઈ કમી છે કે મારી શ્રી ની આ દશા છે બસ એનામાં જીજીવિશા ( જીવવાની અદમ્ય ઈચ્છા) જાગી જાય અને એ સપોર્ટ સિસ્ટમ ને એના શ્વાસ સપોર્ટ કરી દે મારી બીજું કાંઈ નથી જોઈતું. મારી આંખ માં આંસુ રોકાતા નહોતા કીર્તનના પ્રેમ નું પ્રતિબિંબ ને મારી આંખોમાં ઝીલી લીધું આ કીર્તન મારો જ છે મારો પતિદેવ અને શ્રી હું પોતે જ . બે દિવસ પહેલા મને બ્રેઈન હેમરેજ થયું હતું આ હોસ્પિટલમાં મને લાવવામાં આવી ઘણી ક્રિટિકલ પરિસ્થિતિ છે મને વેન્ટિલેટર પર રાખવામાં આવી પણ મારી નાદાનિયત કે મને એમ લાગતું હતું કે હવે મને કીર્તન પ્રેમ નથી કરતો બદલાઈ ગયો છે માટે હવે જીવવું જ નથી. અને એટલે સપોર્ટ સિસ્ટમ કામ નહોતી કરી રહી ડોક્ટરે પણ કહી દીધું છે કે આમની જીવવાની ઈચ્છા સમાપ્ત થઈ ગઈ છે વિલપાવર સ્ટ્રોંગ હોય તો હજુ પણ ચમત્કાર શક્ય છે. કાલે જો ભાન નહીં આવે તો બચવું મુશ્કેલ છે અને એટલે જ બધા મારા માટે પ્રાર્થના કરતા હતા મને એમ હતું કે મારે હવે જીવવું નથી આ શરીર છોડીને જવું છે તો છેલ્લી વાર હું બધાને જોઈ લઉં અને એટલે હું મારું શરીર છોડી બધા ને મળવા આવી હતી પણ જો મેં આ પગલું ન કર્યું હોત તો આ બધાની લાગણી- મારા વ્હાલમ નો પ્રેમ ક્યારેય હું સમજી ન શકત. અને પછી કાયમ નો પસ્તાવો રહી જાત હું વિચારતી હતી કે આ રાત આ દુનિયામાં મારી આખરી રાત છે પણ ના હવે મારે જીવવું છે મારા સાવરીયા સાથે મારા પરિવાર સાથે, સવાર થવા આવી હતી હું જલદીથી વેન્ટિલેટર રૂમ તરફ ભાગી મારા શરીરમાં ગોઠવાઈ ગઈ સવાર થઈ ડોક્ટર આવ્યા તેમના આશ્ચર્ય વચ્ચે મારી હાલત સુધારા પર હતી મારી ઇમ્પ્રૂવમેન્ટ જોઈને એ પણ આશ્ચર્ય પામ્યા નો વે આ તો ચમત્કાર જ છે અને પછી ધીરે ધીરે મને ભાન આવ્યું મને સ્પેશ્યલ રૂમમાં શિફ્ટ કરવામાં આવી મારો કીર્તન મારી પાસે હતો મારા બાળકો મારો પરિવાર બધા મારી સાથે છે. કીર્તન મને કહેતો હતો શ્રી ખરેખર ચમત્કાર થયો ભગવાને તને બચાવી લીધી હા કીર્તન બચાવી તો લીધી ગેરસમજ ના વમળ માંથી હાથ પકડી લીધો કાલ રાતની તારી પ્રાર્થનાનું આ ચમત્કાર છે કિર્તને પૂછ્યું શું મારી પ્રાર્થના ? તને કેમ ખબર ? મેં એ જ મંદ મુસ્કાન સાથે કહ્યું તને નહીં સમજાય - ને મારી જિંદગી મારા હાથમાં હતી.