Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૦૩

વિરેન્દ્રસિંહ અચાનક મહેલ થી ક્યાંક ચાલ્યા ગયા હતા. ક્યાં ગયા હશે તે ચિંતામાં જીતસિંહ કાવ્યા ને કહે છે.
કાવ્યા તારી દિવ્ય દ્રષ્ટિ થી નજર કરી ને જો..મોટાભાઈ અત્યારે ક્યાં છે અને શું કરી રહ્યા છે.

કાવ્યા પોતાની દિવ્ય દ્રષ્ટિ થી વિરેન્દ્રસિંહ ને શોધવા ની કોશિશ કરે છે. પહેલા તેણે આજબજુના વિસ્તારો તરફ દ્રષ્ટિ કરી પણ તેને વિરેન્દ્રસિંહ ક્યાંય નજર ન આવ્યા. કાવ્યા આકાશ તરફ નજર કરીને જોયું પણ ત્યાં પણ ક્યાંય વિરેન્દ્રસિંહ નજર આવ્યા નહિ. કાવ્યા ચિંતિત બની ગઈ કે નથી આજુબાજુના વિસ્તારમાં કે નથી આકાશમાં તો વિરેન્દ્રસિંહ આખરે ક્યાં ગયા હશે.!

કાવ્યા એ પોતાની દિવ્ય દ્રષ્ટિ વધુ તેજ બનાવીને દૂર દૂર સુધી ગુપ્ત જગ્યાએ પણ નજર કરવા લાગી. ત્યાં તેને એક એવી જગ્યાએ વિરેન્દ્રસિંહ મળ્યા જ્યાં કલ્પના કરવી મુશ્કેલ હતી. પરીને પામવા કોઈ રસ્તો બતાવ્યો હશે તે રસ્તે વિરેન્દ્રસિંહ ગયા હતાં. અને તે પણ મહેક ને પામવા માટે અને હમેશા તેની સાથે રહેવા માટે.

કાવ્યા નાં હાવભાવ બદલાતા જીતસિંહ પૂછે છે. મોટાભાઈ વિરેન્દ્રસિંહ ક્યાં છે.? ક્યાંય નજર આવ્યા..?

હા, કહીને કાવ્યા કહે છે. વિરેન્દ્રસિંહ અત્યારે મહેકને પામવા પરી નાં દેશ તરફ જઈ રહ્યા છે. તેઓએ મન બનાવી લીધું છે. જ્યા સુધી મહેક પાસે જઈશ નહિ ત્યાં સુધી હું આગળ વધતો રહીશ.

મોટાભાઈ વિરેન્દ્રસિંહ પાસે જવા જીતસિંહ કાવ્યા ને કહે છે. પણ કાવ્યા ત્યાં જવા માટે નાં કહે છે. કેમ કે કોઈ ની ઈચ્છા પર બાધારૂપ થઈ એ એક પાપ છે અને તેઓએ યોગ્ય નિર્ણય લઈને આ કરી રહ્યા હોય છે એટલે તેમના કામમાં બાધારૂપ થયું યોગ્ય નહિ.

જીતસિંહ આગળ એક આજીજી કરતા કાવ્યા ને કહે છે. કાવ્યા તું તો એક પરી છે. અને તું મહેક ને સારી રીતે જાણે છે. તું એક કામ કરને પરીઓના દેશમાં જઈને મહેક પરીને અહી લાવ ને, જેથી મોટાભાઈ વિરેન્દ્રસિંહ અહી આપણી પાસે આવતા રહે તેના વગર રહેવું મારા માટે મુશ્કેલ છે. કાવ્યા તું કઈક કર ને..!!

મહેક ને અહી લાવવા માટે તે કામ પૂરું પાડી શકે તેમ હતી. તેને એ પણ ખબર હતી કે હું મહેક ને કહીશ એટલે તે મારી સાથે આવવા તૈયાર પણ થઈ જશે. પણ કાવ્યા ને એક ડર સતાવી રહ્યો હતો કે ક્યાંક આ અમારા પ્રેમની જાણ પરીઓના દેશમાં ન થઈ જાય નહિ તો અમે બંને પરીઓના દેશમાં હમેશા માટે કેદ થઈને રહી હશું. અને અહી જીતસિંહ કાવ્યા નાં વિરહમાં અને વિરેન્દ્રસિંહ મહેક ને શોધવામાં માં પોતાનું જીવન પૂરું કરી દેશે.

કાવ્યા ને કોઈ યોગ્ય રસ્તો મળતો ન હતો એટલે જીતસિંહ ને સમજાવતા કાવ્યા કહે છે.
કુંવર સાંભળો...
વિરેન્દ્રસિંહ જે કંઈ કરી રહ્યા છે તે યોગ્ય જ કરી રહ્યા છે તેમને તેના હાલ પર છોડી દેવું યોગ્ય રહેશે. કેમ કે લક્ષ્ય પ્રાપ્ત કરનાર માણસ નું આ રીતે પ્રયત્ન કરતું રહેવું એ હમેશા પોતાનું આનુવંશિક ફળ પ્રાપ્ત થતું જ હોય છે. અને મને વિશ્વાસ છે એક દિવસ વિરેન્દ્રસિંહ મહેક ને પામીને જ રહેશે.

કાવ્યા ની આ વાત સાંભળીને જીતસિંહ ને દિલના એક ટાઢક વળી. અને મોટાભાઈ વિરેન્દ્રસિંહ જે કરી રહ્યા છે તે યોગ્ય કરી રહ્યા છે એમ માનીને તેના પર ગર્વ કરવા લાગ્યા.

જીતસિંહ અને કાવ્યા બંને મહેલમાં રહીને થોડા દિવસ સાથે રહીને એકબીજાને ખૂબ પ્રેમ કરતા રહ્યા. હવે જીતસિંહ કાવ્યા સાથે લગ્ન કરવા ઉતાવળ કરવા લાગ્યા કેમકે કાવ્યા એક પરી છે અને તે ક્યારે પરીઓના દેશમાં નીકળી જાય તે કહેવું મુશ્કેલ હતું એટલે આ ડર નાં કારણે તે કાવ્યા ને કહ્યું. કાવ્યા હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ. તારુ શું કહેવું છે.? કાવ્યા પણ હવે લગ્ન કરવા માંગે છે તે હેતુસર જીતસિંહે કાવ્યા ને પ્રશ્ન કર્યો.

કાવ્યા ને પણ ઈચ્છા હતી કે હું જલ્દી જીત સિંહ સાથે લગ્ન કરીને તેમની સાથે સંસાર માં પા પા પગલી કરું. જે થશે તે જોયું જશે એમ માની ને કાવ્યા લગ્ન કરવા તૈયાર થઈ. અને આ જ મહેલમાં લગ્ન કરીશું એવું જીતસિંહ ને કહે છે. સાથે કહે છે. ચાલો આપણે લગ્ન ની તૈયારી કરીએ. આપણે કાલ જ કોઈ ને જાણ ન થાય તે પહેલાં લગ્ન કરી લઈએ.

બંને લગ્ન ની તૈયારી કરવા કામ પર લાગી જાય છે. કાવ્યા તો પરી છે એટલે દસ માણસનું કામ તે એક હાથે કરવા લાગી. અને જીતસિંહ લગ્ન મંડપ બાંધવા લાગ્યા.

શું કાવ્યા અને જીત સિંહ નાં લગ્ન થશે.? શું લગ્નમાં હવે કોઈ મુશ્કેલી તો નહિ આવે ને.? આ બધું જોઇશું આગળના ભાગમાં...

ક્રમશ...