Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૦૪ - છેલ્લો ભાગ

લગ્નની બધી તૈયારી થઈ ચૂકી હતી. મહેલના નોકરો એ ઘણી વાર જીતસિંહ ને પૂછ્યું.
કુવર સાહેબ આ કોનાં લગ્નની તૈયારી થઈ રહી છે.?
જીતસિંહ કોઈ જવાબ આપતા નથી અને એટલું કહે છે. તમને બધા ને સોંપેલું કામ પૂર્ણ કરો અને કાલથી થોડા દિવસ માટે હું તમને રજા આપુ છું.

લગ્નની બધી તૈયારી કરીને બધા નોકરો મહેલની બહાર નીકળી ગયા. પણ તેમના મનમાં એક વિચાર તો રહ્યો કે એવા તે કેવા લગ્ન હશે કે અમને બધાને દૂર કરીને ખાલી મહેલમાં લગ્ન થશે.! તેમને અંદાજ લગાવી લીધો હતો કે મહેલમાં હવે કુવર જીતસિંહ અને કાવ્યા સિવાય બીજું કોઈ નથી તો લગ્ન આ બંનેના જ હોવા જોઈએ પણ તેમની મહેલ તરફની વફાદારી કુવર નાં લગ્ન છે એવું શહેરમાં કોઈને જાણ ન કરવી હિતાવહ લાગી એટલે તેઓ ચૂપ રહ્યા અને કુવર ન બોલાવે ત્યાં સુધી આપણે આપણા ઘરે રહેવાનો નિર્ણય કરી લીધો.

લગ્ન મંડપ તૈયાર થઈ ચૂક્યો હતો પણ લગ્ન કરવા વાળા બ્રાહ્મણ ત્યાં હાજર હતા નહિ. અને બ્રાહ્મણ વિના લગ્ન કરવા કેવી રીતે શક્ય બને.! જીતસિંહ બ્રાહ્મણ વિશે વિચારી રહ્યા હતા ત્યાં કાવ્યા બોલી.
કુંવર તમને ઓળખનાર બ્રાહ્મણ ને ફોન કરો અને કહો અત્યારે એક લગ્ન થઈ રહ્યા છે આપ લગ્નની બધી વિધિ જણાવતા શ્લોક નું પઠન પણ કરો. આપ માંગશો તેથી વધુ દક્ષિણા મળી જશે.

કાવ્યા નાં કહ્યા પ્રમાણે જીતસિંહ એક બ્રાહ્મણ ને ફોન કરે છે અને તે બ્રાહ્મણ લગ્નની વિધિ ફોન પર કરવા તૈયાર થઈ જાય છે. પણ બ્રાહ્મણ લગ્ન કરનાર નું નામ પૂછે છે તો વચ્ચે કાવ્યા બોલે છે.
બ્રાહ્મણ દેવતા લગ્ન કરનાર નું વર અને કન્યા રાખી દો. બાકી અમે સંભાળી લેશું.

બ્રાહ્મણ તો લગ્નની વિધિ ની શરૂઆત કરી દીધી. એક વર કન્યા ના લગ્ન છે. અને કુંવર નો આદેશ છે એમ માનીને બ્રાહ્મણ કોઈ શ્લોક અને વિધિના મંત્રો ભૂલી રહ્યા ન હતા. હવે સમય આવી ગયો હતો લગ્ન ના સાત ફેરા ફરવાનો. વિધિ અનુસાર બ્રાહ્મણ કન્યા અને વર ને ફેરા ફરવા માટે કહે છે. પણ ત્યાં આ શું...!!

એક દિવ્ય પ્રકાશ લગ્ન મંડપ પાસે આવી ધીરે ધીરે દેખાવા લાગ્યો અને જોત જોતામાં ત્યાં ગુરુમાં પ્રગટ થયા. કાવ્યા એ જે વિચાર્યું હતું તે જ થયું તેને ખબર હતી હું લગ્ન કરીશ એટલે ગુરુમાં મારી સામે આવી જશે અને મને પરી માંથી સામાન્ય માણસ બનાવી દેશે.

હજુ તો ગુરુમાં ત્યાં પ્રગટ થયા જ હતા ત્યાં તેની પાસે વિરેન્દ્રસિંહ અને મહેક પણ પ્રગટ થયા. અને પાછળ બધી પરીઓ પણ પ્રગટ થઈ ગઈ. આ જોઈને કાવ્યા અને જીતસિંહ દંગ રહી ગયા. આ શું....!!! બધા પરીઓ અને ગુરુમાં સાથે વિરેન્દ્રસિંહ ને મહેક પણ એક સાથે અહી ઉપસ્થિત..!!!

કાવ્યા ગુરુમાં અને બધી પરીઓ ને પ્રણામ કરે છે અને લગ્નમાં પધાર્યા તે બદલ બધાનો આભાર વ્યક્ત કરે છે. કાવ્યા ની નજર ગુરુમાં પર ટકી હતી કેમ કે આજે તે તેને શ્રાપ કે સજા આપવાના હતા પણ ગુરુમાં ને ચહેરા પર ગુસ્સા નાં બદલામાં ખુશી દેખાઈ હતી.

ગુરુમાં કાવ્યા પાસે આવ્યા અને કહ્યું.
કાવ્યા તે પરીઓના નિયમ વિરુદ્ધ નું કામ કર્યું છે. એટલે સજા તો તને મળશે જ. પણ તારી પરી બનવાની આટલી બધી મહેનત જોઈને હું તને શ્રાપ નહિ આપુ પણ તને પરીઓ નાં દેશમાં આવવાનો પ્રતિબંધ લગાડું છું. તું આજ પછી ક્યારે પરીઓના દેશમાં આવી નહિ શકે પણ તું એક પરી તો અવશ્ય રહીશ, પણ તું એક પરી છે એવું આ દુનિયામાં અહી સિવાય નાં કોઈ પણ લોકો તને ઓળખી નહિ શકે તેવા આશીર્વાદ આપુ છું. કેમ કે પરીઓની પણ એક ગરિમા હોય છે.

ગુરુમાં એ આપેલી સજા અને પ્રતિબંધથી કાવ્યા ખુશ હતી. કેમ કે તે હંમેશા પરી રહેવા માંગતી હતી. ફરી કાવ્યા એ પ્રણામ કરીને ગુરુમાં નાં શરણ સ્પર્શ કર્યા.

તે લગ્ન મંડપમાં કાવ્યા અને જીતસિંહ હજુ ઊભા હતા. ત્યાં ગુરુમાં એ વિરેન્દ્રસિંહ અને મહેક નો હાથ પકડીને બંનેને લગ્ન મંડપમાં લાવ્યા. અને તેમને પણ કહ્યું. તમારા બંનેએ પણ આ લગ્ન મંડપમાં લગ્ન કરવાના છે. ચાલો ...લગ્ન નાં ફેરા ફરવા માંડો હું લગ્નમાં મંત્રો નું ઉતચારણ કરું છું.

એક લગ્ન મંડપના આગળ વિરેન્દ્રસિંહ અને મહેક ફેરા ફરી રહ્યા હતા ને પાછળ જીત સિંહ ને કાવ્યા. આજે પહેલી વાત એક મંડપમાં એક સાથે બે વર વધુ લગ્નના ફેરા ફરી રહ્યા હતા. તો બધી પરીઓ ફેરા ફરનાર વર વધુ પર ફૂલોનો વરસાદ વરસાવી રહ્યા હતા. જેવા લગ્ન પુરા થયા ત્યાં અચાનક ગુરુમાં અને પરીઓ આશીર્વાદ આપ્યા વગર તેમના પરીઓ નાં દેશમાં નીકળી ગયા.

વિરેન્દ્રસિંહ અને મહેક, જીતસિંહ અને કાવ્યા આજે લગ્ન ગ્રથીથી જોડાઈને પતિ પત્ની બની ગયા. આજે કાવ્યા ની પરી ની સાથે પ્રેમની સફર પણ અહી સમાપ્ત થાય છે.

સમાપ્ત....

જીતગજ્જર
મો. ૯૯૨૫૧૫૬૫૧૨
અમરેલી.