Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૦૨


કાવ્યા અને જીતસિંહ દૂર નીકળી જાય છે. પણ કાવ્યા ને એવી કોઈ જગ્યા મળતી નથી જ્યાં ગુરૂમાં ની દિવ્ય દ્રષ્ટિ પહોંચી શકે. આખરે તેને એવી કોઈ સુરક્ષિત જગ્યા મળતી નથી. નિરાશ થઈને કાવ્યા એક જગ્યાએ બેસી જાય છે ને વિચારવા લાગે છે. જો ગુરુમાં ની દીવ્ય દૃષ્ટિથી બચી શકીશ તોજ હું પરી રહીશ નહિ તો ફરી હું સામાન્ય માણસ બની જઈશ.

ઘણા વિચારો કર્યા પછી પણ કાવ્યા ને કોઈ સુરક્ષિત જગ્યા મળતી નથી. જ્યા ગુરુમાં ની દિવ્ય દ્રષ્ટિ પહોંચી ન શકે. આખરે તેને જીન યાદ આવે છે. પણ કાવ્યા જીતસિંહ આગળ જીન ને લાવવા માંગતી ન હતી. અને જીતસિંહ થી કાવ્યા અળગી પણ થવા માંગતી ન હતી. ફરી કાવ્યા વિચારવા લાગી કે જીન તો અહી પ્રગટ થશે પણ જીતસિંહ નું શું.! પછી યાદ આવ્યું કે થોડી મિનિટ માટે હું જીતસિંહ થી દુર થઇ જાવ અને બહાનું બતાવતા તેમને કહું હું થોડી વારમાં આવું છું.

કાવ્યા એ જીતસિંહ ને કહ્યું. કુંવર હું થોડા સમયમાં પાછી આવું છું ત્યાં સુધી આપ ક્યાંય જતાં નહિ અને મારી રાહ જોજો.

જીતસિંહ થી કાવ્યા થોડે દૂર ગઈ અને જીન નું કાવ્યા એ આહવાન કર્યું.
જીન...તું જ્યાં હોય ત્યાંથી તું અહી પ્રગટ થા...
ત્રણ વાર જીન ને સાદ કર્યો ત્યાં જીન તેમની સામે પ્રગટ થઈને બોલે છે.
કાવ્યા ને આ જીન નાં પ્રણામ... અને મારી શું જરૂર પડી. હાથ જોડીને જીન બોલ્યો.

કાવ્યા જીન આગળ તેની વ્યથા કહે છે.
હું એક પરી છું તે તું જાણે છે પણ હું એક માણસ સાથે લગ્ન કરવા જઈ રહી છું. મને કોઈ એવી સુરક્ષિત જગ્યા બતાવ જ્યાં પરીઓ નાં ગુરુમાં નું દિવ્ય દ્રષ્ટિ પણ પહોંચી ન શકે.

માથું ખંજોળતો જીન વિચારવા લાગ્યો. ને આમ તેમ નજર કરતો રહ્યો. જાણે કે તે આખી દુનિયા ને જોઈ રહ્યો હોય. થોડો સમય વિચારી ને જીન બોલ્યો.
કાવ્યા આ દુનિયામાં એવી કોઈ જગ્યા નથી જ્યાં તારા પરી માં ની દૃષ્ટિ પહોંચી ન શકે. એટલે હે કાવ્યા જો તારે ગુરુમાં ની દિવ્ય દ્રષ્ટિથી બચવું હોય તો માણસ સાથે લગ્ન કરવાનું ભૂલી જા અને ફરી પરીઓ નાં દેશમાં જતી રહે.

થોડીવાર તો કાવ્યા ને વિચાર આવ્યો. આ પ્રેમ અને સંસારના સુખ તો ઘડીભર હોય છે જ્યારે અનંત સુખ તો પરીઓના દેશમાં છે. પણ આ વિચાર પર જીતસિંહ નો પ્રેમ હાવી થઈ ગયો હતો એટલે પરીઓના દેશ ભૂલી ને તે પ્રેમને પામવા આગળ વધે છે.

જીન નું બીજું કોઈ કામ ન હતું એટલે જીન ને ત્યાંથી જવાનું કહ્યું. અને હવે કાવ્યા ને ખ્યાલ આવી ગયો હતો કે ગુરુમાં ની દિવ્ય દ્રષ્ટિથી હું બચી શકીશ નહિ તેને કોઈ પણ ભોગે ખ્યાલ તો આવી જ જશે.

જીતસિંહ પાસે ફરી કાવ્યા આવે છે અને જીતસિંહ ને કહે છે. ચાલો કુંવર આપણે હવે ક્યાંય જવું નથી. આપણે આપણા મહેલ જઈએ અને ત્યાજ આપણે લગ્ન કરીશું. અને આગળ જે થશે તે જોઈ લઈશું.

જીતસિંહ અને કાવ્યા બંને મહેલ પાછા ફરે છે. જતી વખતે જીતસિંહ કહે છે.
કાવ્યા આપણે મહેલમાં લગ્ન કરીશું તો બધા ને ખબર પડી જશે અને તારી પર મુશ્કેલી આવી પડશે. એ કરતા આપણે કોઈ દૂર સુરક્ષિત જગ્યા પર જતા રહીએ તો..

કાવ્યા મનાવતા કહે છે. કુંવર આ દુનિયામાં કોઈ એવી જગ્યા નથી જ્યાં આપણે સુરક્ષિત રહી શકીએ. આપ કોઈ ચિંતા કરો નહિ. જે થશે તે જોઈ લઈશું. પહેલા આપણે મહેલ જઈએ.

બંને મહેલ પહોંચે છે. અને જીતસિંહ મોટાભાઈ વિરેન્દ્રસિંહ ને અવાજ કરે છે.
મોટાભાઈ વિરેન્દ્રસિંહ... ઓ..
મોટાભાઈ... આપ ક્યાં છો.

આખા મહેલમાં જોઈ વળ્યા ને સાદ પાડતા રહ્યા પણ વિરેન્દ્રસિંહ ક્યાંય દેખાતા ન હતા. ત્યાં રહેલ નોકરો ને પણ પૂછવામાં આવ્યું કે વિરેન્દ્રસિંહ ક્યાં ગયા છે. પણ કોઈ પાસે તેનો ઉત્તર હતો નહિ. કેમ કે તેમને પણ ખ્યાલ હતો નહિ કે વિરેન્દ્રસિંહ કયા ગયા છે.

જીતસિંહ ની મૂંઝવણ વધી જતાં તે કાવ્યા પાસે આવી ને કહે છે.
કાવ્યા તું તારી દિવ્ય દ્રષ્ટિથી નજર કરી જો કે મોટાભાઈ વિરેન્દ્રસિંહ ક્યાં છે અને શું કરી રહ્યા છે.

વિરેન્દ્રસિંહ મહેલ છોડીને ક્યાં ગયા હશે.? અને તે શું કરતા હશે. શું વિરેન્દ્રસિંહ અને મહેક ફરી પાછા ફરશે.? જોઈશું આગળનાં ભાગમાં...

ક્રમશ...