Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૧૬

નયન બધા ભેગો વાડી સુધી પહોંચ્યો, ત્યાં એને પહેલા તો મયુરે ઢાળીએથી પાણી લઈ આવ્યો, ત્યાં રાખેલો માટીની કુલડી અને વહેતું પાણી એણે એના ચોખ્ખા રૂમાલથી ગાળીને આપ્યું, પહેલાં જોતાં તો નયનને સુગ લાગી પરંતુ એક ઘૂંટ પીતાની સાથે એ માની ગયો કે આ તો અમૃત કરતાંય કદાચ મીઠું છે, સ્વદેશી સ્વાદની આ એક સૌથી નિરાળો અનુભવ એણે માણ્યો. પાણી પીધું અને હાશકારો લીધો ને ભાઈ ફરી મૂડમાં આવી ગયા, હવે માયાને એની જાળમાં ફસાવીને એનો વારો લેવા એ આતુર થઈ ગયો, એ એને ઘુરવા લાગ્યો.
માયા શ્યામા જોડે હતી માટે એ કશું કહી નહોતો શકતો પરંતુ હવે એનો નિશાનો શ્યામાને શ્રેણિક જોડે વાતમાં લગાડી એને મજા ચખડવો હતો, એને ભાર્ગવને ચાવી ભરી કે શ્રેણિક અને શ્યામાને વાત કરવા એકાંત આપવું જોઈએ, ભાર્ગવ પણ એની વાતમાં આવી ગયો.
" નયનભાઈ, હાલો તમને મોર જોવા હતા ને?"- ભાર્ગવે નયનને વાતમાં લેતા કહ્યું.
" હા, ચાલો ક્યાં છે?"- કહેતાં એ આગળ વધ્યો, શ્રેણિક એની જોડે જવા ગયો.
" શ્રેણિકકુમાર તમે અહી જ રોકાઈ જાઓ ને, અમે આવ્યા, ચાલો પ્રયાગ અને મયુર!"- કહેતાં એ બધાને ઈશારો કરતા આગળ વધ્યો.
" હા..ચાલો... " કહેતાં કૃતિ અને માયા પણ સમજીને એમની સાથે ગયા.
જાણે બધા જુવાનિયાઓ એકબીજાની વાત સમજી ગયા હોય તેઓ વાડીની બીજી બાજુ જતાં રહ્યા, અહી શ્યામા અને શ્રેણિક એકલા રહી ગયા, તેઓ એકદમ મૌન હતા, વાત ક્યાંથી ચાલુ કરવી એની અવઢવમાં તેઓ શરમાતા રહ્યા.
છેવટે શ્યામાએ મૌન તોડયું, "નદી તરફ જઈએ?"
" જી!"- કહેતાં શ્રેણિક એની સાથે કદમ મિલાવતો ગયો, ચાલતા ચાલતા તેઓએ આછીપાતળી વાતોની શરુઆત કરી.
" અમમ... સોરી હા...માયાના લીધે કોઈ પ્રોબ્લેમ થઈ હોય તો!"- શ્યામાએ સૌથી પહેલા જ અસુવિધા માટે ખેદ જાહેર કરી દીધી.
" અરે ના તને કેમ સોરી કહો છો? એ તો મારા મિત્ર નયનને આદત છે બોલવાની, એ નાસમજ છે જરા, તમે ખોટું નાં લગાડતા!"- શ્રેણિકે સામેથી માફી માંગી.
" અહી બેસવાનું ફાવશે તમને? થાકી ગયા હશો ને તમે પણ?"- શ્યામાએ નદી કિનારે એક મોટા પથ્થર પર બેસવા આમંત્રણ આપ્યું.
" આદત નથી ને! અહી ઈન્ડિયાનું વેધર થોડું ગરમ વધારે જ છે ને?"- શ્રેણિકે એના થાકને કબૂલ્યો.
" આ તો કઈ નથી, હજી તો ઉનાળો ચાલુ થાય એટલે એનાથી પણ વધશે!" શ્યામાએ ઉમેર્યું.
" ઓહ...ન્યુઝીલેન્ડ તો ઉનાળામાં એના કરતા ઓછું રહે છે!"- શ્રેણિક બોલ્યો.
" તમે ઇન્ડિયા પહેલી વાર જ આવ્યા છો?"
" જી! પણ ગમ્યું મને!"- શ્રેણીકે ઇન્ડિયા વિષે કહ્યું.
"હા..ગમે જ ને...તમારા લોહીની ભુમિ છે તો!"- શ્યામાએ તે ઇન્ડિયન જ છે એનો અહેસાસ કરાવતા કહ્યું.
" બહુ સાંભળ્યું હતું પણ હોય પછી વધારે સારું લાગ્યું, પણ ખાલી ગરમી વધારે છે!" કહેતાં એ હસી પડ્યો.
" એ તો રહેવાનું, પાંચે આંગળીએ સરખી તો ના હોય ને!"- શ્યામાએ મુસ્કતા કહ્યું.
" તમારી સ્ટડી ક્યાં અહી અમરાપરમાં જ થઈ છે?"
" ના... ગ્રેજ્યુએશન મેં અમદાવાદ એલડીમાં પૂરું અને હવે ફર્ધરનું વિચારું છું કે ક્યાં કરું!"-
" ઓહ ગ્રેટ.... મીન તમારે આગળ ભણવું છે?"
" હા...ઘરે થી પરમિશન મળે તો, બાકી પછી દાદા કહે ત્યાં પરણી જવાનું!"
" એવું કેમ? તમારી પોતાનું પણ કોઈ ડીસિઝન હશે ને?"
" એ તો મે કહ્યું, પરંતુ આ અમરાપર છે, અહી લાસ્ટ તો દાદા કહે એ જ થાય!"- શ્યામા બોલી, એના હાવભાવમાં સ્પષ્ટ હતું કે તે હમણાં લગ્ન નથી કરવાં માંગતી અને માત્ર ભણવા જ માંગે છે.

ક્રમશ: