Lady Dawn books and stories free download online pdf in Gujarati

લેડી ડોન

રીમા ઝડપથી ડગલા ભરી રહી હતી. રસ્તો સૂમસામ હતો. તેને હવે ડર લાગી રહ્યો હતો. ઘરેથી મમ્મી પપ્પા એ કીધું હતું કે વહેલા આવી જજે રસ્તો લાંબો છે અને વળી એ રસ્તે બહુ અવર-જવર પણ નથી હોતી. રીમા ખૂબ જ સુંદર હતી એટલે ગામના યુવાનો એની સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા દરેકને એવું થતું કે રીમા પોતાને પત્ની સ્વરૂપે મળે પણ રીમા કોઈના પર ધ્યાન ના આપતી. ગામના સરપંચ ના દીકરાને પણ રીમા ખૂબ ગમતી એ ઘણીવાર રીમા નો રસ્તો કાપતો તેની સાથે લગ્ન કરવા ઈચ્છુક હતો. અને એટલે એના ઘરેથી રીમા માટે માંગું પણ આવ્યું હતું પણ એ ખરાબ લતે ચડેલો હતો દુનિયાનું કોઈ વ્યસન એવું નહોતું જેનું આ સરપંચ ના દિકરા કેશવ ને વળગણ ન હોય એટલે રીમાએ આ સંબંધ માટે ના પાડી દીધી . બસ કેશવ ને લાગી આવ્યું તે પોતાનું આ અપમાન સહન ન કરી શક્યો અને ત્યારનો રીમા સાથે બદલો લેવા લાગ શોધતો હતો . રીમા ને એ જ બીક હતી કે રસ્તામાં ક્યાંય કેશવ ન આવી જાય અને ત્યાં જ કેશવ એના રસ્તામાં આડો આવી ઊભો રહી ગયો. રીમા બહાદુર છોકરી હતી પણ છતાં થોડી સેકંડ માટે ડરી ગઈ પણ પછી એણે હિંમતથી કેશવ નો સામનો કર્યો કેશવે એને આંતરી અને એની સાથે જબરજસ્તી કરવા પ્રયત્ન કર્યો પણ રીમાએ હિંમતથી સમય સુચકતા વાપરી ઝાડનું ડાળુ પડ્યું હતું તે ઉઠાવી કેશવ પર વાર કર્યો. અચાનક વાર થતા કે સંતુલન ગુમાવી પડી ગયો એનો લાભ લઇ રીમા ત્યાંથી ભાગી છૂટી જતાં જતાં રીમાએ કહ્યું કે આજે તો જવા દઉં છું પણ જો ફરીવાર મારા રસ્તામાં આવવાની કોશિશ કરી છે તો ગામમાં બધાને તારા કરતૂતની જાણ કરી તારું ગામ માં જીવવું હરામ કરી દઈશ. રીમા ની આ હરકતે કેશવ ના અપમાન ના બદલાની આગમાં ઘી હોમવાનું કામ કર્યુ. હવે કેશવ હુરરાયો થયો હતો હવે એ જાણે માણસ મટી જાનવર બની ગયો હવે ગમે તે ભોગે તે આ અપમાનનો બદલો લેવા માંગતો હતો. તેનું શેતાની દિમાગ ચકરાવે ચઢ્યું અને તેના શેતાની દિમાગમાં કંઈક પ્લાન વિચારી તે અમલમાં મૂકવા નિર્ણય કર્યો અને પોતાના પ્લાન પર ખંધુ હસવા લાગ્યો પહેલા લોકો રાક્ષસોથી પરેશાન થતા એવી વાતો આપણે સાંભળીએ છીએ પણ હકીકતમાં આવા રાક્ષસો આજે પણ ઠેરઠેર જોવા મલે છે રાક્ષસને માથે શીંગડા નથી હોતા કે મહાકાય ને કદરૂપા હોય એવું જરૂરી નથી માણસ જ્યારે વિકૃત બની જાય છે અને ખોટા કાર્ય કરે એટલે રાક્ષસ જ કહેવાય કેશવ હવે રાક્ષસ બની ગયો હતો કારણકે તેનામાં હવે રાક્ષસી વૃતિ - શેતાની વૃત્તિ ઘર કરી ગઇ હતી અને માણસને આપણે જાનવરની ઉપમા આપીએ તો જાનવર નું અપમાન છે કારણ કે જાનવર તો માણસ કરતા ઘણા સારા હોય છે કે એ પોતાનો જીવ આપીને પણ વફાદારી નિભાવે છે.
બીજા દિવસે સવારે રીમા પોતાનો નિયત ક્રમ પતાવી પોતાના રૂટિન પ્રમાણે ઘરેથી તૈયાર થઈ મંદિર જવા નીકળી પણ આજે જાણે ગ્રામજનોનું વર્તન તેના માટે વિચિત્ર હતું બધા તેની સામે તિરસ્કાર ભરી દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા રીમા જેમતેમ રસ્તો વટાવી મંદિર પહોંચી તો મંદિરના દ્વારે પૂજારી તથા ગામના આગેવાનો ઉભા હતા તેમણે રીમા ને મંદિરમાં પ્રવેશ માટે મનાઈ ફરમાવી દીધી કે તારા જેવી છોકરી માટે આ જગ્યા નથી તું આ મંદિરમાં પગ મુકીશ તો મંદિર પણ અપવિત્ર થઈ જશે અને અમે ભગવાનની આ પવિત્ર જગ્યામાં તારા જેવી અપવિત્ર છોકરીને પ્રવેશ આપી તેમનું અપમાન નહીં થવા દઈએ તેમની પાછળ કેશવ ઉભો ઉભો મૂછો ને તાવ દેતો ખંધુ હસી રહ્યો હતો રીમાને તેમની વાત તો સમજમાં ન આવી પણ કેશવ ને જોઈને એટલું તો સમજી ગઇ કે આ બધા માટે કેશવ જ જવાબદાર છે.
રીમા એ વિનંતી કરતા કહ્યું કે વાત શું છે કેમ આજે બધા આવી રીતે વાત કરો છો ? અને મને મંદિરમાં આવવાની મનાઈ ફરમાવે છો હું તો વર્ષોથી અહીં પૂજા કરવા આવું છું પૂજારી એ કહ્યું અમારે તારી સાથે કોઈ જીભાજોડી કરવી નથી તું અહીંથી રવાની થા પણ રીમા મક્કમ રહી કે વાત શું છે ત્યારે કેશવ ના રૂપિયે મોજ કરતો અને એની બધી કુટેવો માં સાથ આપતો ચમનો આગળ આવ્યો અને બોલ્યો જુઓ તો ખરી મહારાણી એક તો પાપ કરે છે અને પછી બધાના માન તોડે છે.
કેમ મેં શું પાપ કર્યું છે ? રીમા
અહો મહારાણી તમે તો નિર્દોષ જ છો પાપી તો અમે છીએ કેમ ભાઈઓ ચમનો બોલ્યો.
કાલે રાતે તું કેસવની સાથે હતી એ વાત આખા ગામની ખબર પડી ગઈ છે તું કેટલા સમયથી કેશવ ની પાછળ પડી છો કાલે તો તે હદ કરી નાખી આખી રાત કેશવ ની સાથે રહી અને પાછી કેશવ ને ધમકી પણ આપી કે તને પૈસા નહી આપે તો તું ગામમાં એને બદનામ કરી દઈશ.
રીમાને તો ચક્કર આવી ગયા આંખમાં આંસુ ધસી આવ્યા આવું આળ કેસવ જરા તો વિચાર કર કાલે રાતે તે મારી સાથે જબરજસ્તી કરવાનો પ્રયત્ન કર્યો હતો તો પણ મેં તને જવા દીધો ને તે મારી પર આવું આળ લગાવ્યું ? શું સાબિતી છે કે હું તારી સાથે હતી કે મારા તારી સાથે ખોટા સંબંધ છે ? મારી પાસે સાબિતી છે આ ચમનો , બોલ ચમના કાલે રીમા મારી સાથે હતી કે નહીં અને એણે મને ધમકી આપી હતી ને ?
હા બિલકુલ ચમન લાળ ટપકાવતો બોલ્યો કેશવભાઈ બિલકુલ સાચું કહે છે મેં રીમા ને કેશવ સાથે જોઈ હતી મસ્તી કરતા અને એણે આપેલી ધમકી પણ મેં કાનોકાન સાંભળી છે.
બધા ગામલોકો થું થું કરવા લાગ્યા એટલામાં રીમા ના માબાપ પણ ત્યાં આવી પહોંચ્યા કોઈ એમને સમાચાર આપી બોલાવી લાવ્યો હતો ગામના આગેવાને કહ્યું હવે આવી છોકરી માટે અમારા ગામમાં કોઈ જગ્યા નથી તો અમારા ગામ પર કલંક છે કલંક નીકળ અમારા ગામમાં થી રીમાના મા-બાપ માટે તો આ અસહ્ય આઘાત હતો લોકોની આવી વાતો સાંભળી તેના પિતાને એટેક આવી ગયો એ ત્યાં જ પડી ગયા અને પડ્યા એવા જ તેમનો જીવ ચાલ્યો ગયો રીમા દોડતી પિતા પાસે ગઇ પણ પિતા તો સ્વર્ગે સિધાવી ગયા હતા ગામલોકો રીમા પર પથ્થરમારો કરવા લાગ્યા નીકળ અમારા ગામમાં થી એમાં એક મોટો પથ્થર રીમાની મા ના માથામાં વાગ્યો અને એ પણ ત્યાં જ ઢળી પડ્યા રીમા તો બેબાકડી બની ગઈ હમણાં સવારે તો માતાપિતા સાથે હતી અને એટલી વારમાં નોંધારી બની ગઈ તેને કેશવ પર ખૂબ જ ગુસ્સો આવ્યો એજ છે જેના કારણે હું ગામમાં બદનામ થઈ મારા માતા-પિતા મને છોડીને ચાલ્યા ગયા હવે હું કેશવ ને નહીં છોડું. એણે આંખના આંસુ લૂછ્યા અને કાયમ પોતાની સાથે રાખતી છરી કાઢી અને કેસવ તરફ દોડી કેશવ કે ગામલોકો કંઈ સમજે એ પહેલા એ છરી કેશવ નું ગળું કાપી ચૂકી હતી અને ત્યારબાદ સીધી છરી ચમનાના પેટમાં ઘડીના છઠ્ઠા ભાગમાં એણે બે ખુન કરી નાખ્યા ગામલોકો સહેમી ગયા કોઇની હિંમત નહોતી ચાલતી એની સામે જોવાની બધા મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા રીમા તાડૂકી ખબરદાર જો આજ પછી કોઈ એ ખોટું નામ લીધું છે તો.
બસ એટલી વાત છે ત્યારની રીમા લેડી ડોન તરીકે ઓળખાવા લાગી ત્યાર પછી કોઈની હિંમત ન થાય કે કોઈ નિર્દોષ દીકરી ને હેરાન કરે રીમા ને સમાચાર મળે કે તરત એ ન્યાય માટે હાજર જ હોય. ભલભલા પુરુષો પણ રીમા નામ માત્રથી ફફડતા. આજુબાજુના આખા પંથકમાં લેડી ડોન રીમાની હાક ફેલાઈ ગઈ રીમા ક્યારેય કોઈને ખોટા પરેશાન ન કરે પણ કોઈની સાથે અન્યાય થાય તો એ ઝાલી ના રહે એ પંથકમાં એક યુવક આવ્યો એના કાને પણ લેડી ડોન રીમા ની વાતો આવતી એની ખૂબ જ ઈચ્છા કે મારે લેડી ડોન ને જોવી છે એને મળવું છે એની કહાની જાણવી છે અને એણે ગામ લોકો પાસેથી રીમાના લેડી ડોન બનવા પાછળની કહાની જાણવાની કોશિશ કરી . રીમા ની કહાની સાંભળી તે યુવકના હૃદયમાં તેના માટે અનુકંપા જાગી એને લેડી ડોન ની બહાદુરીના ખૂબ વખાણ સાંભળ્યા હતા વળી એ હંમેશા લોકોને ન્યાય અપાવવા માટે જ પ્રયત્ન કરતી જ્યારે કોઈની સાથે અન્યાય ના કરતી તેથી તે રીમાથી ખૂબ જ પ્રભાવિત હતો અને તેની આખી કહાની જાણ્યા બાદ તે મનમાં ને મનમાં લેડી ડોન રીમાને ચાહવા લાગ્યો.
અચાનક એક દિવસ તેનો રીમા સાથે સામનો થઈ ગયો તો તેને જોતો જ રહી ગયો તેને લાગ્યું કે આવી છોકરી તેણે જિંદગીમાં કદાચ પહેલીવાર જોઇ સુંદરતા સાદગી અને બહાદુરીનું સમન્વય હતી રીમા. તે જાણે પરવશ બની રીમાની સામે આવી ગયો અને રીમા ને પોતાના મનની વાત જણાવી દીધી તેની સાથે લગ્નની પ્રપોઝલ મુકી રીમા પણ આ સાંભળી ઘડીભર માટે અવાચક થઈ ગઈ કારણ કે તેની જિંદગીમાં આ બનાવ બન્યા પછી તેણે ક્યારેય પ્રેમ અને લગ્ન વિશે વિચાર્યું જ નહોતું પછી જાણે તંદ્રામાંથી બહાર આવી હોય એમ રોહનને ધમકાવતા કહ્યું તું મને કદાચ ઓળખતો નથી કે હું કોણ છું તારી હિંમત જ કેવી રીતે થઈ મારી સામે આવી વાત કરવાની હું લેડી ડોન છું. રોહને મુસ્કુરાતા કહ્યું તો શું લેડી ડોન ને લાગણીની જરૂર ન હોય ? સ્નેહ તો દરેક વ્યક્તિની પ્રાથમિક આવશ્યકતા છે રીમાને બહેશ કરવાનું યોગ્ય ન લાગતાં ત્યાંથી ચાલી ગઇ પણ હવે રોહન રોજ તેની આજુબાજુ ચક્કર કાપતો રહે તો હવે તેની નજીક જવાનો એક પણ મોકો તે જતો ન કરતો અને હર પળ રીમા ને એ એહસાસ કરાવતો કે તેના હૃદયમાં રીમા માટે સાચી લાગણી છે અને સન્માન પણ .
રીમા લેડી ડોન તો બની ગઈ હતી પણ હતી તો સુકોમળ મન વાળી યુવતી જ ને ? એ હજી પણ રોજ મંદિર જતી આજે એને ખૂબ જ બેચેની મહેસૂસ થઇ રહી હતી રોહન ની લાગણી તેના દિલમાં પણ સ્નેહના સ્પંદનો જગાવી રહી હતી. પણ એ વાત સ્વીકારવા માટે તૈયાર ન હતી આજે મોડી રાત સુધી તે મંદિરમાં જ બેસી રહી શું કરવું શું ન કરવું એની અસમંજસમાં કોણ જાણે કેટલો સમય વહી ગયો અચાનક એને લાગ્યું કે એની આસપાસ કોઈ છે હા રોહન છે કદાચ આ રોહનના મારા આસપાસ હોવાનો જ અહેસાસ છે તેણે બુમ પાડી રોહન .... તો તરત જ રોહન તેની સામે હાજર થઇ ગયો રીમાને નવાઈ લાગી તું અત્યારે અહીં શું કરે છે ?
તું મને યાદ કરતી હતી ને એટલે આવ્યો રોહન અદાથી બોલ્યો તુમને પુકારા હમ ચલે આયે......
રીમા ચીડાતા બોલી તને કેમ એવા વહેમ છે કે હું તને યાદ કરતી હતી હું શું કામ તને યાદ કરું ?
અરે યાર માન્યુ કે તું લેડી ડોન છે પણ છે તો એક યુવતી જ ને જેની જેની પાસે એક પ્રેમ ભર્યું દિલ છે અને એમાં મારા માટે પ્રીત છે એટલે મને ખબર પડી ગઈ તે મારું નામ લીધું કે નહીં રોહન..,..
રીમા અકડાતા બોલી અરે હા પણ એ તો મને એવું લાગ્યું કે આસપાસ તું છે એટલે...
ઓ યસ વહી તો રોહને રીમાને નજીક ખેંચતા કહ્યું તને એવું કેમ લાગ્યું કે આસપાસ કોઈ છે તો એ હું જ છું કારણકે તું પણ ઇચ્છે છે કે હું તને મલું સતત તારી આસપાસ રહું હવે ક્યાં સુધી દિલને છેતરીશ . સ્વીકારી લે કે તું પણ મને પ્રેમ કરે છે .ચાલ આજે જ ચાંદ તારાઓની સાખે ભગવાન ની હાજરીમાં આપણે સાત જન્મ સુધી એક અનોખા બંધનમાં બંધાઈ જઈએ.
હવે તો રીમાએ પણ જીદના હથિયાર ફેંકી દીધા પણ રોહન હું એક ડોન છું અને રોહનેતેના હોઠો પર પોતાનો હાથ મુકતા કહ્યું પણ મારી તો પ્રિયતમા છે મને તું જેવી છે એવી કબૂલ છે તારી સામે આવેલ પરિસ્થિતિ એ તને ડોન બનાવી પણ આજે હું તને મારી દુલ્હન બનાવવા માંગુ છું ચલ ને યાર હવે નખરા ના કર અને રોહને પોતાનો હાથ લંબાવ્યો ને રીમા એ એ હાથમાં પોતાનો હાથ મૂકી દીધો ની ઉપર આકાશ તરફ જોઈ બોલી હે ભોળાનાથ એક એ રાત હતી અને એક આ રાત છે.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED