સંબંધની સોડમ Pravina Kadakia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મુઠ્ઠી ભાર દેડકા

      अद्वेष्टा सर्वभूतानां मैत्र: करुण एव च । निर्ममो निरहङ्कार...

  • ભાગવત રહસ્ય - 69

    ભાગવત રહસ્ય-૬૯   અર્જુન શ્રીકૃષ્ણના અનંત ઉપકારોને યાદ કરી ને...

  • એક ષડયંત્ર.... - ભાગ 91

    (કનિકા ડૉકટરને રિકવેસ્ટ કરે છે કે તે સિયાને હોશમાં લાવે, જેથ...

  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

શ્રેણી
શેયર કરો

સંબંધની સોડમ

સંબંધનો બંધ એવો છે જે બાંધતા વર્ષો લાગે છે. જો કે જન્મતાની સાથે અમુક સંબંધ માગ્યા વગર, જોયા વગર પણ મળે છે. સંબંધોનો સરવાળો અને બાદબાકી સમય તેમજ સંજોગને આધિન હોય છે.જે ટૂટે છે ત્યારે અવાજ નથી આવતો પણ આંચકો જોરદાર લાગે છે.

નાની નદી પર બંધ બાંધવો હોય કે મોટો ભાખર નાંગલ જેવો ટકાઉ બંધ બાંધવા હોય પાયામાં સિમેન્ટ અને મજબૂત લોખંડ જોઈએ. તેમ જીવનમાં સંબંધ બંધ બાંધવા માટે પાયામાં પ્રેમ, લાગણી, વિશ્વાસ અને નિસ્વાર્થ નાખ્યા હોય તો કોની તાકાત છે આ બંધમાં ગાબડું પણ પાડી શકે. જીવન અને સંસાર સરતો રહે છે. સંબંધ તેમાં મધુરતા ફેલાવે છે.

ઉપરનું ચિત્ર સંબંધમાં મીઠાશ અને ઉમંગ સદા રહે તેનું શબ્દશઃ આલેખન કરે છે. સહુ પ્રથમ બંને તરફ સંવાદ સરળ હોવા જરૂરી છે. ‘મુખમેં 'રામ બગલમેં છૂરી 'જેવું વાતાવરણ અનાવશ્યક છે. ‘ જેની સાથે સંબંધ સજ્જડ હોય તો બે વ્યક્તિમાં સમાનતા હોય તો મધુરપ ટકી રહે. ” આદર” એ એક એવી ભાવના છે જે સંબંધમાં પ્રાણ પૂરે છે.  વિશ્વાસ, જે આંખ બંધ રાખીને  પણ મૂકી શકાય.

આજની તારિખમાં કેટલા સંબંધ ગણાવું કે જે છેલ્લા ૬૦ વર્ષથી વિશ્વાસ ઉપર ટક્યા છે. જીવનના કોઈ પણ વાવાઝોડાએ તે ગઢની કાંકરી પણ ખેરવી નથી. અમુક સંબંધ કુદરતે તોડ્યા જેમાં કુદરત પાસે મસ્તક નમાવી સ્વીકાર્યું.  સંબંધમાં વાદ વિવાદ જરૂર પેદા થઈ શકે .

જેમ સૂર્ય પ્રકાશ આવતા તિમિર દુમ દબાવી ભાગે ,તેમ શંકાના વાદળ હટતાં એ સંબંધ પાછા પૂર્વવત થઈ જાય. સંબંધના બંધને હચમચાવવા શંકા અને અહમ મહત્વનો ભાગ ભજવે છે. સામેવાળી વ્યક્તિની લઘુતાગ્રંથી પણ સંબંધ જાળવવામાં અડચણ ઉભી કરી શકે. મોટું મન રાખી તેની સામે આંખ આડા કાન કરવા. વરના પરિણામ આવે એ નક્કી,

“હું કહું તેમ જ થવું જોઈએ !” બને ત્યાં સુધી આ વાક્ય ન વપરાય તેમાં સહુનું ભલું જણાય. એક પક્ષે ઉદારતા દાખવી વાત વાળી લેવી. બાકી નાની ,નાની વાતોમાં મતભેદને કારણે સંસાર ટૂટતા જોયા છે. જેનો ભોગ બાળકો બને છે. પતિ અને પત્ની નમવા માટે તૈયાર નથી.

ઘણીવાર પત્ની બેફામ બની “હું”ની મર્યાદા ઓળંગી જાય છે. મારા કરતા મોટો”હું”. આ શરીરમાં “બેઘર હું” એટલો બધો વિસ્તાર પામેલો છે કે તેની કોઈ સીમા રહી નથી. પ્યાર માટે તરસતો પતિ મન હી મન મુંઝાય છે. .

બીજી દિશામાં પતિનું બેજવબદારી વાળું વર્તન સંસારને અસાર બનાવે છે. સંબંધની પાવનતા બંને પક્ષ તરફથી જણાય તો ,’સોનામાં સુગંધ ભળે ” તેવું નયન રમ્ય દ્રૂશ્ય સર્જાય.કદાચ  પતિનું બેહુદું વર્તન પણ અયોગ્ય ગણાય.

વિશ્વાસ ને કારણે સંબંધોમાં ચૈતન્યનો આભાસ થાય છે. મારી સહેલી આમ કરી શકે જ નહી ! મારી બહેન મારા વિરુદ્ધ બોલે જ નહી. આને કહેવાય ” વિશ્વાસ”.

સંબંધનું મહત્વ હંમેશા જાણો. એને કઈ રીતે જાળવવો એ પણ અગત્યનું છે. દરેક સંબંધમાં પાતળી લક્ષ્મણ રેખા હોય છે. જે નરી આંખે દેખાતું નથી. બને ત્યાં સુધી તેનું ઉલ્લંઘન ન કરવું. માનવ એકલો રહી શકતો નથી. સંસારમાં સંબંધ આવશ્યક છે. આજની ૨૧મી સદીમાં માતા અને પિતાની લાગણી પણ બાળકો ગણકારતા નથી.

એક મિત્રના પુત્રને પ્રેમ થઈ ગયો. માતા અને પિતા આ સંબંધ માટે રાજી ન હતા. પુત્ર લગ્ન કરી એ જ છોકરી ને ઘરમાં આવ્યો જેને માતા અને પિતાએ સ્વીકારી ન હતી. પુત્રએ, માતા અને પિતા સાથેના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધું. આને શું કહેવું ? જેને માત્ર બે વર્ષ કે છ મહિના પહેલા મળ્યો અને પ્રેમ થયો. માતા પિતાએ જન્મ આપ્યો, બાળપણના બધા તોફાન સહ્યા, ભણાવ્યો ગણાવ્યો બધું પલભરમાં હવા થઈ ગયું !

સંબંધ મીઠાશ પૂર્વક જાળવવા એ કળા છે. ક્યારે કોને કેટલું મહત્વ અને સ્થાન આપવું ખૂબ કૌશલ્ય માગી લે તેવી વાત છે. સુખી જીવન માટે એકલા ખીલવવી આવશ્યક છે.

સંબંધની સરખામણી સરળ શબ્દોમાં કહું તો, ” વજ્રથી કઠોર અને ફુલથી મ્રુદુ”, એમાં અતિશયોક્તિ નહી લાગે !