Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૯૩

મહેકને તે મહિલા ટી સાહેબના મુખ્ય રૂમ સુધી મૂકીને જતી રહી. રૂમનો દરવાજો ખુલ્લો હતો ને ટી સાહેબ એક આલીશાન બેડ જે સુંદર ફૂલોથી સજાવેલ હતો તેની ઉપર બેઠા હતા ને મહેકની રાહ જોતા હોય તેમ તેની નજર દરવાજા પર ટકેલી હતી. તે રાત્રીના પહેરવેશમાં બેઠા હતા.

રૂમની અંદર દાખલ થતાં જ મહેકે ઘૂંઘટ તાણી લીધો ને ધીરે ધીરે ટી સાહેબ પાસે આવવા લાગી. મહેકને જોઈને ટી સાહેબનાં ચહેરા પર ખુશી છવાઈ ગઈ. જ્યારે જ્યારે કોઈ સ્ત્રી કે છોકરી તેમની પાસે આવતી ત્યારે ત્યારે ટી સાહેબ ની ખુશી બમણી થઈ જતી. જાણે કે તે કોઈ નવો રેકોર્ડ બનાવવાની ખુશી વ્યક્ત કરી રહ્યા હોય. આજે પણ એક નવી યુવાન સ્ત્રી સાથે નાં સંગ માટે ટી સાહેબની ખુશી નો કોઈ પાર રહ્યો ન હતો.

મહેક હવે કોઈ પણ ભોગે ટી સાહેબ ને વશમાં કરીને તે રીંગ મેળવવા માંગતી હતી એટલે તે ધીરે ધીરે આગળ વધીને ટી સાહેબની પાસે બેસી ગઈ. ટી સાહેબ જાણે ઉતાવળ કરતા હોય તેમ મહેક નો ઘૂંઘટ ઊંચો કરવા હાથ લંબાવે છે ત્યાં મહેક તેમને રોકે છે અને કહે છે સાહેબ થોડી શાંતિ તો રાખો.. આપણા માટે આખી રાત પડી છે. આમ કહી ને મહેકે ધીરે ધીરે ટી સાહેબ નો હાથ પોતાના હાથમાં લઈને રીંગ ને સ્પર્શ કરી લીધો. રીંગ ને સ્પર્શ કરતા ખ્યાલ આવી ગયો કે આ એજ રીંગ છે. હવે તેને ટી સાહેબના હાથમાંથી કેમ કાઢવી તે એક પ્રશ્ન હતો.

મહેક ને એ ખબર પડતી ન હતી કે કેમ કરીને ટી સાહેબ ને વશમાં કરવો. મહેક પાસે હવે સમય બહુ રહ્યો ન હતો. તેને જલ્દી જ કઈક કરવું પડે તેમ હતું. જો ઘૂંઘટ હટી જશે તો તેં પરી છે એવો ટી સાહેબ ને ખ્યાલ આવી જશે ને પછી હમેશા માટે અહી કેદ બનીને રહી જશે. આ વિચારથી મહેક જલ્દી કઈક કરવા આમ તેમ જોવા લાગી. ત્યાં તેની નજર ટેબલ પર મુકેલી મોંઘી શરાબ પર નજર પડી. તરત મહેક ઊભી થઈ ને તેણે બોટલ લઈને તેને ખોલી ને તે શરાબ ને એક ગ્લાસમાં ભારી ને ટી સાહેબ ને આપતા કહ્યું. લો સાહેબ આજે એક અલગ જ દુનિયામાં જઈને અલગ સુખ માણીએ.

મહેક આજે પહેલી વાર કોઈ સારું કાર્ય કરવા માટે શરાબ ને હાથ લગાવ્યો હતો. મહેકનાં હાથથી શરાબ મળતા ટી સાહેબ તરત તે આંખો ગ્લાસ પી ગયા જાણે તેણે કોઈ અમૃત પીધું હોય તેઓ અહેસાસ થયો. તેણે ગ્લાસ પાછો આપતા મહેક ને કહ્યું. બસ હવે મને તડપાવિશ નહિ. જલ્દી મારી બાહોમાં આવી જા.

મહેક હજુ ટી સાહેબને નશો કરાવવા માગતી હતી એટલે ફરી એક ગ્લાસ ભરી ને ટી સાહેબ ને એક ગ્લાસ પીવા માટે મહેકે આજીજી કરી. મહેક નો આટલો પ્રેમ જોઈને ટી સાહેબ ફરી એક ગ્લાસ પી ગયા. હવે તે પુરે પુરો હોશમાં રહ્યા ન હતા. ટી સાહેબ ને નશો એટલો ચડી ગયો હતો કે તે પોતાનું ભાન ભૂલી ને મહેક ને પકડવા માટે પ્રયાસો કરવા લાગે છે. મસ્તી કરતી મહેક તેના હાથમાં આવતી નથી આમ ઘણો સમય પકડા પકડી કર્યા પછી ટી સાહેબ નશામાં થાકી ને ત્યાં બેડ પર સુઈ જાય છે.

ટી સાહેબ ને ઊંઘ આવી જતા તરત તેના હાથમાં રહેલ રીંગ મહેક ધીરેથી કાઢી ને તે રૂમ બહાર નીકળીને રૂમનો દરવાજો બહાર થી બંધ કરી ને જીનાત તરફ દોટ મૂકે છે.

જીનાત જાણે મહેક ની રાહ જોઈને બેઠો હોય તેમ હજુ અડધી રાત્રે પણ જાગી રહ્યો હતો. અને મનમાં ને મનમાં વાતો કરી રહ્યો હતો. જીનાત નાં રૂમમાં મહેક દાખલ થતાં જીનાત તરત ઊભો થાય છે અને મહેક ની પાસે આવી ને કહે છે. તું રીંગ લાવવામાં સફળ થઈ.?

ટી સાહેબ જાગી જાય ને કઈક કરે તે પહેલાં મહેક આ જીનાત ને કેદમાંથી મુક્ત કરવા માગતી હતી એટલે તરત તે રીંગ જીનાત ને મહેક બતાવે છે. રીંગ માંથી નીકળતો દિવ્ય પ્રકાશથી જીનાત નાં શરીરમાં એક અલગ એનર્જી આવી જાય છે ને પોતાને સુરક્ષિશ મહેસૂસ કરવા લાગે છે. આમ જીનાત આજે ટી સાહેબ ના કેદમાંથી મુક્ત થઈ જાય છે.

મહેક તે રીંગ નું શું કરશે.? જીનાત નું શું થશે. ? તાંત્રિક ને મહેક સજા આપી શકશે કે નહીં તે જોઇશું આગળના ભાગમાં.

ક્રમશ...