Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૯૨


સાંજ પડી તે પહેલાં મહેક ને અંદાજો લગાવી લીધો હતો કે આજે રાત્રે હું ટી સાહેબ નો શિકાર થઈ જઈશ. તે પહેલાં મારે કઈક કરવું પડશે. એટલે તે ચુપચાપ તે રૂમમાંથી નીકળી ને થોડે દૂર બેસીને વિચારવા લાગી. હવે શું કરવું...!!

પહેલા વિચાર આવ્યો કે હું તાંત્રિક સાથે લડાઈ કરીને તેને ખતમ કરી નાખું પણ તેની આટલી શક્તિ જોઈને એ વિચાર પડતો મૂક્યો ને કોઈ નવો રસ્તો શોધવા વિચાર કરવા લાગી. ત્યારે તેને જીનાત યાદ આવી જાય છે કેમ કે જીનાત પાસે જ આ તાંત્રિક નો જીવ સચવાયેલો હોય છે. એટલે બધું સમય વેડફવા કરતા તે તરત જ જીનાત નાં રૂમ પાસે પહોંચી.

જીનાત પોતાની જગ્યાએ બેસીને કઈક વિચારતો હોય તેવું મહેક ને લાગ્યું. હવે તેની પાસે કઈ રીતે જવું અને શું કરવું જેનાથી તે તાંત્રિક ને પોતાના માંથી મુક્ત કરી દે તે મોટો સવાલ ઊભો હતો. જીનાત એક રાક્ષસી જાત હોય છે તે મહેક સારી રીતે જાણતી હતી એટલે તેને થયું રાક્ષસ હમેશા સુંદરતા પર મોહિત થઈ જતાં હોય છે. એટલે મહેક પોતાના અસલ પરી ના રૂપ માં આવી જાય છે અને જીનાત સામે મહેક પરી નાં રૂપમાં પ્રગટ થાય છે.

અચાનક પરી નું સામે પ્રગટ થવું આ જોઈને જીનાત દંગ રહી જાય છે. તેને વિશ્વાસ બેસતો નથી કે મારી સામે આટલી સુંદર પરી ઊભી છે. જીનાત ને વહેમ થયો કે આ તાંત્રિક ની કોઈ માયા હોવી જોઈએ. એ માટે તેણે પોતાની દિવ્ય દ્રષ્ટિથી મહેક પર નજર કરી તો તેને સાચે ખ્યાલ આવી ગયો કે આ પરી જ છે. એટલે પરીને પૂછે છે.
તું કોણ છે અને શા માટે અહી આવી છો.?

હું પરી છું અને તારી મદદ માટે આવી છું. કોઈ સાંભળી ન જાય એ માટે ધીરેથી મહેકે જવાબ આપ્યો.

હે.. પરી મારુ શું કામ પડ્યું. અને તું અહી કેમ આવી છો.?

મને ખબર છે તું તાંત્રિક નાં કેદમાં છે અને તું પણ મુક્ત થવા માંગે છે. હું અહી રહેલા બધાને મુક્ત કરવા આવી છું. બસ મારે તારું એટલું કામ છે તારી પાસે રહેલ તાંત્રિકનાં જીવ ને તું મુક્ત કરી દે અને અહીથી નીકળી જા. મહેક સહજ રીતે વાત કરતા જીનાત ને કહે છે.

હું અહીથી નીકળી શકું તેમ નથી. મને તાંત્રિકે કેદ કરીને રાખ્યો છે. પણ તું મને મુક્ત કરવા માંગતી હોય તો, હે પરી તાંત્રિકનાં હાથમાં પહેરેલી હીરા જડિત રીંગ મારી સામે રાખીશ એટલે તેમાંથી નિકળતો પ્રકાશ મને મુક્ત કરવામાં મદદ કરશે. એટલે મને મુક્ત કરવા માટે મારી સામે રીંગ લાવવી જરૂરી છે. મહેક મારા માટે રાત્રીના સમયમાં પણ મુક્તિ નો સૂરજ લાવી હોય તેવું લાગ્યું. ચહેરા પર ખુશી વ્યક્ત કરતો જીનાત કહેતો રહે છે.

જીનાત ની આ વાતથી મહેકને ખબર પડી ગઈ કે તાંત્રિક પાસેથી મારે કોઈ પણ ભોગે રીંગ લાવી ને જીનાત ને બતાવવી પડશે તોજ જીનાત અહીથી મુક્ત થઈ શકશે. પણ મહેક ને એક ચિંતા સતાવતી હતી કે જીનાત પાસે રહેલી તાંત્રિક પાસે પણ છે એટલે તે પહેલાં મારે તાંત્રિક પાસે રહેલી શક્તિ દૂર કરવી પડશે. એટલે જીનાત ને મહેક પૂછે છે.
જીનાત તું થોડો સમય માટે તાંત્રિક ને આપેલી શક્તિ તારી પાસે લઈ લે એટલે હું તાંત્રિક પાસેથી રીંગ આસાની થી મેળવી શકું.

મુક્ત થઈ જઈશ એ આશાથી જીનાત તેની શક્તિ તાંત્રિક પાસેથી છીનવી લેવા તૈયાર થાય છે અને મહેક ને કહે છે હે પરી તું આરામથી તાંત્રિક પાસે જા અને હું તારુ રક્ષણ કરીશ સાથે તેની પાસે રહેલી મારી શક્તિ પણ હું અત્યારે થોડો સમય પાછી લઈ લવ છું. પણ એટલું ધ્યાન રાખજે કે તાંત્રિક પાસે ઘણી એવી શક્તિઓ છે જેનાથી તું સામનો પણ ન કરી શકે એટલે સાવચેત રહવું તારા માટે હિતાવહ છે. આટલું કહી જીનાત પોતાના સ્થાન પર બેસીને સમય વેડફ્યા વગર મહેક ને તાંત્રિક પાસે જવા કહે છે.

મહેક ત્યાંથી નીકળી ને બધી મહિલાઓ પાસે તે રૂમમાં આવે છે. તે રૂમમાં પ્રવેશતા જ એક મહિલા મહેક પાસે આવી ને કહે ચાલ તને ટી સાહેબ બોલાવી રહ્યા છે.
મહેક ચુપચાપ તે મહિલા સાથે ટી સાહેબ પાસે જવા રવાના થાય છે.

શું મહેક રીંગ મેળવવામાં સફળ થશે.? શું જીનાંત પણ આ કેદ માંથી મુક્ત થઈ જશે.?શું મહેક પણ તાંત્રિક નાં વશમાં તો નહિ થાય ને...! આ બધું જોઈશું આગળનાં ભાગમાં..

ક્રમશ...