"પણ રમેશભાઇ,આશબ્દોને સુંઘવા કેમ?એની મહેક પણ અલગ અલગ હોયને? બીજુ મને મારુ નામ જરાય નથી ગમતુ..."
"તને ઘરના બધા ચંદુ કહે છેને?નામમા શું છે?જો રમેશ નામ પણ કંઇ સારુ છે? હું મારી જાતને કેટલીયે વાર પુછુ છુ રમેશ તું ક્યાં છે ?તું શું છે?તું જ રમેશ છે કે તારામા રમેશ છે?બસ આવી રીતે તારી અંદર તારે ઉતરતા જવાનુ...તને તારો ચંદુ મળી જશે....પણ તારા કામમાં ધ્યાન રાખવાનુ..એક એક શબ્દ કલમ કાગળમા ઉતારે ત્યારે તારે તારી ચોકીદારી કરવાની સમજ્યો ?હજીતો શરુઆત છે ...તારી અંદર કંઇક છે જે રમેશને ખેંચે છે ...માં સરસ્વતિદેવીની આ આરાધના છે .સહુએ પોતાની રીતે સશબ્દ સાધના,આરાધના કરવાની .તારુ લખેલુ તું રમેશ પારેખ બની વાંચ તપાસ એની લેફ્ટરાઇટ લે...તારા વિચાર સરસ છે અલગ છે લય છે લખતો રહીશ ને?હવે અડધી અડધી ચા પીવી છેને?"
"ના ના ચંદ્રકાંતે કહ્યુ ગુરુ હજી સુધી જીંદગીમાં ચા પીધી જ નથી બાપા પાક્કા ગાંધીવાદી છે ને .પણ તમે મારો હાથ પકડીને મને એવો અમલ ચડાવી દીધો છે કે...એનો નશો ચડી રહ્યો છે..બસ થેંક્યુ રમેશભાઇ...હા હેરાન કરવા અવાર નવાર આવતો રહીશ .આવુને ?"
"આવતો નહી આવતો જ રહેજે ભખાભખ દોડશે .હવે જો ન આવ્યો તો તને કાતરીયે ચડાવી દઇશ .જલસો સાથે કરવો છે ,”અને અચાનક પાંચ કલમ જેવી પાતળી આંગળીઓથી રમેશભાઇએ ચંદ્રકાંતના હાથ પકડી લીધા ત્યારેચંદ્રકાંતની પાંચેય આંગળીમા પ્રતાપની એબોનાઇટની પેનમાં ફુટી મોરલા ટહુક્યા..ચંદ્રકાંતની સ્વપ્નીલ આંખોમાં સપનાના વાવેતર થઇ ગયા હતા એ રમેશજીની ઝીણી ચુંચી લીલ્લા ચશ્માની આરપાર આંખોએ જોઇ લીધુ ..ઝણઝણતો એ સ્પર્શ લોહીમા ભળી ગયો.તે ફરતો ફરતો આંખમાથી આંસુથઇને ટપકી ગયો...ચાર અશબ્દ ભીડેલા હાથ એના સાક્ષી બન્યા....
.......
ભગવો રંગ લાગ્યે તો મીરા બોલી..કરતાલ વાગી તો નરસૈયો...ને દત્તાત્રય મંદિરમા સાંજની આરતીમા હંમેશા ઢોલ વગાડતા ચંદ્રકાંતની છાતીમા ધ્રુબાંગ ધ્રુબાગ થવા માંડ્યુ ...રોજ ચિતલરોડ ઉપર દત્તનંદિરની આરતી કરી એરોડ્રોમ જવાનુ ...સાવ સુમસામ ઉજ્જડ રસ્તામા એ રન વે જોઇને ચંદ્રકાંતે સરરર ઉડવાનું હતુ ...તેની ભટક તેની બેચેની તેને વડી ઠેબી નદીના ખળખળતા પાણી કે વિરડામા ચકરાતા મીઠા જળના મીન...તોક્યારેક ગોળીબારને ટેકરે ચડી દુર ભીમનાથ દાદાની ધોળી ધજાને ફફડતી જોઇ રહે તો ક્યારેક શુળીયા ટીંબે જઇ ગધેસીંહબાપુની આંખેથી ટીંબો થઇ ગયેલા અમરવેલડી ગામની વેદના જોઇ રહે...પુછે પણ ટીંબાને બોલ આ દટ્ટનપટ્ટન થઇને ઉગવુ સહેલુ છે ?.....તે હુતો તને આરપાર જોયા કરું છું કે તું એવી કેવી માટી છો કે ભસ્મ દેખાની પડીને ભરભર ભુક્કો થાય નેજાને કોઇ જીન પલિતકે ચળીતરની જેમ રઘવાયો થઇ રાહડા લે ને પાછો ડટ્ટ્ણ પટ્ટણમાંથી હડફ દેખાનોઉભો થાય ?આવા સવાલોનાંવિમાનો ચંદ્રકાંતના આકાશમાં ઉડે છે ચકરાવા લે છે ક્યારેક સામસામા ભટકાય તો ક્યારેક રનને ઉપર જ ઠુસકુ થઇને હાંફી જાય છે
......
સ્કુલમા એક સાંજે એક વિદ્યાર્થી દોસ્ત નજીક આવ્યો ..."જો ચંદ્રકાંત આપણે એકજ ક્લાસમા છીએ. તને હું રોજ જોયા કરુ છું તને યાદ છે તે દિવસે રીસેસમા એક ધા માં ડોલકાકીડાને ઝાડનાં થડ ઉપર પટકાવી દીધેલો ને પાછળ દશાણા દશાનંદે તને વાહ કર્યું ત્યારે હું દુર જોઇને અલોપ થઇ ગયેલો?...તને શું થાય છે? કેમ આમ સહુથી અતડો રહે છે ?મારુ નામ મનહર...શુકલ..મને કહીશ તું ?"એ મનહરનો સ્પર્શ પહેલો તો ચંદનની જેમ શીતળ લાગ્યો પછી ધીરે ધીરે એ મનહરનો કેફ રગ રગમાં ફેલાયો .પછી એ ચંદ્રકાંતનું જ રક્ત બની ગયો .તેની પ્રેમાળ આંખમાં એક આજીવન દોસ્ત દેખાયો.આ માણસોને કેવી રીતે ખબર પડી કે હું એકાંકીનું એણે મને એટલોકઇ રીતે ઓળખ્યો ? ચંદ્રકાંતે મનહરનો હાથ પકડ્યો.ઝટકો લાગે એમ હાથ છોડી દીધો .એમ કેમ બંને ? ફરીથી હાથપકડીને તેની એકાએક આંગળીના સ્પર્શને માણ્યો .નક્કી આ માણસ પણ મારા શ્વાસમાં રહેવાનો .જોને ,બરાબર રમેશ જેવી પાતળી આંગળીઓનો મુલાયમ મખમલની સ્પર્શ કેટલો ઝણઝણાવે છે ?ચંદ્રકાંત બબડ્યા.
“હમમ મનહર તને મે ક્લાસમાં જોયો ત્યારે હું એક એવા માણસની મોહિનીમાં લપટાઈ ગયો હતો કે તેની મુર્છા વળતી નહોતી . કવિ રમેશ પારેખ . એમાં ઓછામાં પુરુ કાલે સાંજે કવિ સંમેલન મુશાયરામાં મોટો સૈલાબ આવી ગયો મનહર.
“અરે હું પણ ત્યાં જ હતો . મે તને આંગળની લાઇનમાં ડોલતો ઝૂમતો જોયો હતો.હું તારીપાછળની જ લાઇનમાં બેઠો હતો .પણ તું તોસાનભાન ભૂલીને મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે જેવી સ્થિતિમાં હતો રમમાણ.”હા યાર હું હવે કદાચ આવો જ ધુનની ન થઇ જાવ તો સારું.
“હવે હું છું ને ? દોસ્ત તને ક્યારેય પડવા નહી દઉં “ એ મનહર મારો અડધો ચંદ્રકાંત બની ગયો....ચંદ્રકાંતે મનહરનો હાથ પકડ્યો ...."અરે...પણ એવુ બન્યુ જ બન્યુ એવું જ બન્યું કે આખી જીંદગીમાં મારાં પડછાયાએ ચંદ્રકાંતને સાથ નથી દીધો...ત્યારે ઘેરા કાળા અંધકારમા એ મનહર જ દિવો બની રહ્યો છે....
આજે પણ ઓંતરાશ મને જાય ને ઠુસકુ આવે તો અમદાવાદથી હાથ પીઠ ઉપર મુંબઇમા ફરે...
"તને કવિતામા રસ છે ? ચંદ્રકાંત અને મને તારામા રસ છે..."