ફોરવર્ડ રત્નનાં શિરમોર હતા શેઠ સાહેબ .અંક ગણીતના શિક્ષક...ગમે તેવો તોફાની વિદ્યાર્થી શેઠ સાહેબના પરિયડમા શાંત થઇને ભણે જ ભણે એવુ શું હતુ એ મહાશિક્ષકમા ? સાધારણ પાંચ ફુટ ચાર ઇંચની ઉંચાઇ..શરીરનો રંગ તાંમ્રવર્ણો...શરીર એકદમ નાજુક .યુનિફોર્મ જવો ફિક્સ ડ્રેસ...સફેદ પેંટ સફેદ શર્ટ ઇન કરેલુ આછા બદામી કલ્પનો કોટ ક્લીન શેવ ચહેરો ઝીણી ગોળ આંખો માથા ઉપર ગોળ કાળી ટોપી પગમા મોજા વગરના કાળા બુટ પેન્ટને પકડી રાખવા પટ્ટો નહી દોરી...!મધુર અવાજ...મૂળ ફોરવર્ડ સ્કુલનાં સ્થાપક વિઠલાણી સાહેબ સાથે કંધેકંધા મિલાવી પહેલી સ્કુલ માણેકપરામા ઉભી કરી હતી તેને રામજીભાઇ કમાણીએ અઢળક દાન આપી વિશાળ સ્કુલ રાજમહેલ ચિતલરોડના ચોક પાંસે બનાવી હતી પણ ક્યારેય કોઇ હોદ્દો ન લીધો...પ્રિન્સીપાલ દશાણી સાહેબ તેમનુ બહુ માન રાખે...આ શેઠ સાહેબ બહુ જ રમુજી ..ગમેતેવા મુંજી ભણેશરીને હસાવી દે ...ભુલેચુકે કોઇ શેઠસાહેબની મજાક કરવા જાયતો "એ પ્રવિણીયા તારા બાપા ગોરધનને મેં ભણાવ્યો છે 'તોફાનબોફાન કરજો માં' આવુ સંભળાવી દે પછી કોઇ સજા નહી ફરિયાદ નહી..છોકરો પણ શરમાઇ જાય...અમને અંક ગણીતના અઘરા દાખલાઓ ચોપડીમા જોઇને પુછે....સમજાવે. બ્લેકબોર્ડમા દાખલો ચિતરે પછી ...?ચંદ્રકાંત ને કે ક્લાસનાં સહુને પુછે “બોલો આવડે છે? જો બધા વિદ્યાર્થીઓની “ના નથી આવડતું “ તો જવાબ તો જવાબ પાછળના પેજમાંથી સીધો લખી નાખે...." પછી કાળી ટોપી ટેબલ ઉપર મુકી ચકચકિત ટાલ ઉપર રુમાલ ફેરવે અને હસતા જાય...
“સાહેબ આમ ન કરાય . અમને સમજાવોને. કોઇને ખબર નથી પડતી પ્લીઝ
"સાહેબ અમને સમજાવો કે કઇ રીતે આ દાખલો કરાય...?"
ટેક વાક્ય આવે "તારા બાપાને ય નહોતુ આવડ્યુ ...હવે જો આમ કરાય...."એમ કરી આંખો દાખલો ફરીથી લખે , પછી એવી સરસ રીતે દાખલો સમજાવે કે છોકરાવ જોતા રહી જાય .જે ચંદ્રકાંત જેવા ગણતીવેરી હતા તેમને તેમણે ગણતપ્રેમી બનાવી દીધેલાં.સાહેબ ભુગોળ એવા રસથી શિખવાડે કે વિદ્યાર્થી જાણે એ પ્રદેશની મુસાફરી કરતો હોય તેવુ રસીક સચોટ વર્ણન કરે . રાહુ કે શનિની વ્યાખ્યા કરે ત્યારે સૌથી તોફાની વિદ્યાર્થીને “એ રાહુ આમ ધ્યાન રાખ નહીતર આ પૃથ્વી ને ચંદ્ર વચ્ચે ફરતો રહીશ ! હવે શનિનું નામ પડે એટલે ટીખળી મોદી કે કિશોર ને ટારગેટ કરે ..એ મહારાજ હજી ધ્યાન આપીશ તો શનિ નહી નડે પણ જો ચુક્યો તો ..(ચંદ્રકાંતના ક્લાસ સામે જ પ્રિન્સિપાલ દશાની સાહેબની ઓફિસ હતી તે બાજુ ઇશારો કરે .)પણ જે ગ્રહની ચાલ હોય કે ઋતુના ફેરફાર હોય એ બહુ જ રસાળ ભાષામાં શિખવે અને પૃથ્વી અને સુરજ જો ચિતરવાના હોય તો પોતાની ટોપી બ્લેક બોર્ડ ઉપર ચિપકાવી ચારેબાજુ વર્તુળ કરે ક્યારેક ઉંચા છોકરાને બોલાવી બીજુ વર્તુળ કરાવે.. પછી એની કીલ્લી ઉડાવે ..."રમેશ આમ પરિક્ષામા માં કરજે.........
આ ફોરવર્ડ સ્કુલ શરુ કરનાર વિઠલાણી સાહેબ પોતે શિક્ષક હતા. વિદ્યાર્થીઓનાં માનીતા હતા બહુ જ પ્રેમ આપ્યો હતો વિદ્યાર્થીઓને.એમણે અનાજના ગોદામમાં પહેલા સ્કુલ ચાલુ કરી એકથી ચાર ધોરણ માટે પછી સાત સુધી વધારી પણ સ્કુલમાં એડમીશન લેવાં વિદ્યાર્થીઓની પડાપડી થતી.એટલે સામેનાં ગોડાઉન ભાડે લીધા અને એસએસ સી સુધી વર્ગો ખોલ્યા. એક એક શિક્ષક એવા પસંદ કરતા એવી ટ્રેનીંગ આપતા કે વિદ્યાર્થીઓ ઉત્તમ પરીણામો લાવે જ. એમના તબિયત લથડી ત્યારે એડમીસ્ટ્રેશનમાં ઉત્તમ કડક સ્વભાવના ગોકળદાસ દશાણીસાહેબને ઉત્તરાધિકારી બનાવ્યા. નવી ફોરવર્ડ સ્કૂલમાં ચંદ્રકાંત દાખલ થવાનાં હતા ત્યારે જગુભાઇ મુકવા આવેલાં .પણ સખત કડક દશાણી સાહેબે ચંદ્રકાંતનું રીઝલ્ટ જોઇ એડમીશન આપતી વખતે કહેલું”આ સ્કુલમાં એક પણ છોકરો એસ એસ સીમા નાપાસ થતો નથી એટલે તારે મહેનત બહુ કરવી જ પડશે,નહીતર એસ એસ સી માં અટકાવીશ . તારોભાઇ ભણવાના અટલો હુશીયાર છે તું તેનામાંથી શીખ.એ દર વખતે ફસ્ટ જ આવે છે .ચંદ્રકાંત નીચે મોઢે બધુ સાંભળી લીધું અને ત્યારે જ ગાંઠ વાળી લીધી કે હવે ભણ્યા સિવાય છૂટકો જ નથી.આ બધી વાતો યાદ કરીને તેમના નવા સ્નેહાકર્ષણ મિત્ર મનોહર પાંસે દિલ ખોલીને વાત કરતા,પણ મૂળ ચંચલ સ્વભાવ આજે રીસેસમાબહાર આવી ગયો.સામે જ લીમડાના ઘટાદાર વૃક્ષના થડ ઉપર મોટો ડોલકાકીડો માથું ઉંચુનીચુ કરીને ચંદ્રકાંતને ઇજન આપતો હતો.
“મનહર જો આ લીમડાનાં થડ ઉપર જે ડોલકાકીડો છે તેને ત્રણ ધામાં ઉડાડી દઉં બોલ.”મનહરહજુ કંઇ બોલવા જાય ઇશારો કરવા જાય ત્યાર પહેલાં હાથમાં પકડેલા નાના ત્રણ પથ્થરમાંથી એકનું બરાબર નિશાન લીધું …અને ચંદ્રકાંત બોલ્યા “નારગોલીયો કે ગોફણનો ધામા ચંદ્રકાંત અવ્વલ છે જો એ…”એકજ પથ્થરને સચોટ નિશાન ..કાકીડો ધરાશય થઇ ગયો પણ પાછળથી એક અવાજ આવ્યો
“વાહ ચંદ્રકાંત બહુ સરસ શીકારી છે વાહ”ચંદ્રકાંતે પાછળ ફરીને જોયું .સાક્ષાત્ યમદૂતની જેમ (હાથમાં ચોક નામનું હથીયાર જેમાંથી તેઓ ખુદ અચ્છા વિદ્યાર્થીઓનાં શિકાર કરતા હતા)ઉભા હતા .લાલઘૂમ મોઢું.ચંદ્રકાંત ત ત પ પ પણનહી પણ ધ્રૂજવા લાગ્યા..નવો મિત્ર મનહર દૂર છુપાઈને ખેલ જોતો હતો .”સસસસાહેબ સોરી ભુલ થઇ ગઇ “.દશાણી સાહેબ પાછા વળી ભીડમાં અલોપ થઇ ગયા.
એ દિવસથી જ્યારે જ્યારે ડોલકાકીડા દેખાય ત્યારે ચંદ્રકાંત કાકીડાને નમન કરતા થઇ ગયા.”હે દ્રૃષ્ટ મારા દિવસો હમણાં સારા નથી …હમણાં જ કાગરાજોની છેડતીમાં પંદરદિવસ ત્રાસ ભોગવીને શ્વાસ લેતો હતો કેહાશ માંડ છૂટ્યા પણ કાળ ચોધડીયામાતને પથ્થર મારીને મારી દશા બેસી ગઇ છે . મને દિવસરાત એ પાંચફુટ એક ઇંચનાદશાણી સાહેબનામાટલા જેવડા મોટા મોઢા અંદર ભીંસાતા દાંત અને ફૂલેલા નાકના ફણા ઉપર ચકળવકળ થતી આંખો જ દેખાય છે.હું તને ક્યારેય નહીભુલૂ કાકીડા.”
……..
સંસ્કૃતના શિક્ષક લા.ધા શાશ્ત્રી સાહેબ એટલે નાગનાથમા રહેતા શુધ્ધ કર્મકાંડી બ્રાહ્મણ સંસ્કૃતના શિક્ષક ધોતીયુ ઝબ્બો મોજા વગરના ચાંચવાળી મોજડી પહેરે ઉપર તપખીરી ટોપી બહાર આવીને ચોટી ફગફગતી રહે.ચશ્મા કાળી દાંડીના સહેજ સરકીને નાક ઉપર આવી અટકેલા હોય સ્વભાવ બહુ ઉગ્ર...સ્વસ્તિ સંભળાવી દે ....આંખો માંજરી ...અમારા ક્લાસમા સહુથી ભરાડી કિશોર સંધવી...શાશ્ત્રી સાહેબના પીરીયડ પહેલા બ્લેક બોર્ડ ઉપર લખી નાખે "દીર્ધ કર્ણ માજાર:"
પત્યુ સાહેબ આવતાવેંત હાથમા આંકણી લઇ કે ફુટપટ્ટી લઇ ફરવા માંડે...જાણે જગ્ગા જાસુસ...! પણ ચોકવાળા હાથનો માલીક કિશોર મળે નહી બાકીના બધા ખીખીયાટા કરે ...ધૂંઆપુઆ થતા સાહેબ ક્લાસ ચાલુ કરે એટલે શ્લોક બોર્ડ ઉપર લખવા પીઠ ફેરવે ત્યાં કિશોર હાથ ધોઇને પાછલે દરવાજેથી આવીને બેસી ગયો હોય તે નીચુ માથુ રાખીને મોટેથી બોલે "બિલાડો"...
સાહેબ કિશોર ઉપર ધસી આવે ....હાથમા ફુટપટ્ટી..."હાથ બતાવ.."ધોઇને સાબિતિ મીટાવેલો હાથ દેખાડે ત્યારે ખોટુ કરગરતા બોલે"સાહેબ દર વખતે હું જ મળુ છું?હજી કહેશો તું જ બોલ્યા હતો હમણા બિલાડો .પણ હું તો ભણવા આવ્યો છું સાહેબ મારી વિદ્યાના સોગંદ બસ"