જયાબેનના લગ્ન પહેલા નવા અવતાર ધારી જગુભાઇ કઇ હસ્તી હતા, ચાલો એ વાતનો આજે પડદો ઉઠાવી લઇએ...છ ભાઇ બહેનમા એકલા જગુભાઇમા ઠાંસોઠાસ ગુસ્સો ભર્યો હતો. બહેનોથી કંઇ માંગે અને ન મળે તો છુટ્ટા કળશાના ધા કરે...તેલના ડબ્બા ઉંધા કર્યા હતા ...ઘરમાં તોડફોડનો કોઇ હિસાબ નહી .કોઇ તેની હડફેટે ન આવે..ક્યારેક શાકમાં તેલ કેમ ઓછું છે એવું પૂછવાનું નહી સીધ્ધો થાંળી નો ઘા કરે.મોટા કમુબેન હોય કે કાંતા બેન “એ જગુ આવ્યો “ખબર પડે એટલે રોટલી પાતળી વણીને એક એક આપવાની દાળ શાક બરાબર જ જોઇએ જો બરોબર ન હોયતો થાળી ફેંકી દે.એક વખત લક્ષ્મીમાંને ગુસ્સો આવ્યો “એલા જગુડા આ તારી બેનુસે એના ઉપર હાથ ઉપાડસ ? હાથમાં હાથલીયા થોર ઉગશે રોયા. એકતો સાવ મરડાશીંગી સે પણ રીંહની બંબુડી તો જો ! ખબરદાર જો બાનુ ઉપર હાથ ઉપાડ્યો કે ભાણાંનાં ઘા કર્યા તો …સંબોધીને ઘરની બાર કાઢી મૂકીશ પછી રે જે લંકેશ્વરમાં બાવો થઇને કે કામનાથ મહાદેવમાં જઇને રહેજે સમજ્યો ?”લક્ષ્મીમાંની ધમકી કામ કરી ગઇ….
જગુભાઇ મોટા થયા . લગ્ન થયા એટલે લક્ષ્મીંમાંને એમ કે હવે ટાઢો પડશે પણ આ તો દુર્વાસાનો અવતાર . આઝાદીની લડાઈ પુરી થઇ પછી લક્ષ્મીંમાં એ બળાપો લઇને મર્યા પછી જગુભાઇનો સખત કામ કરીને ગુસ્સાને વાળવા પ્રયત્ન કરતા હતા.પણ ઘરમાં એમના બાળકો પણ તેનાથી થરથર ધ્રૂજતા રહ્યા.
શેરીમા પણ ધાક હજી એવી કે જગુભાઇને દૂરીથી આવતા જૂએ કે રમતા છોકરા ગોટીઓ મુકી ભાગી જાય...પોતે એક નંબરના કસરતબાજ, યોગાસનોમાં ભલભલાને ટક્કર મારે. આજના જમાનામાં રામદેવબાબા જે પેટને અંદર કરી કરતબ કરે છે એ ચંદ્રકાંતને અવારનવાર બતાડતા એ જગુભાઇ હતા...
એક કિસ્સો મુકવો પડશે...અમરેલીમા જુગાર ક્લબ ચલાવતા રવિભાઇને તેમના હરીફ હસુભાઇ રામભરોસે લોજ વાળા સાથે ઝગડો થયો અને આગળ હસુભાઇ આગળ દોડતો હતો પાછળ રવિ...જુની બજારમા ચીસ પાડતા ત્રાડ પાડતા ભાગે છે .ગામનાં બધા હોહા કરતા પાછળ બચાવો બચાવો કરતા હતા...વિધાન સભાના અધ્યક્ષ રાધવજીભાઇના નાનાભાઇ એડવોકેટ પ્રેમજીભાઇ દુકાનના ઓટલે બેઠા છે જગુભાઇ હજીતો દુકાનમા પગ મુકતા હતા ત્યાં બેય ગામના ઉતરોને ગાંધીચોકનાં નાકે બરાબર જગુભાઇની દુકાન સામે મારામારી કરતા જોયા અને જગુભાઇ દોડ્યા...સામેની દુકાનના વૈદ્ય ચંપકભાઇ મુલાણી દુકાનના દરવાજા બંધ કરી અંદર ભરાવા દોડ્યા ..શ્રીખંડવાળા રતિકાકાની દુકાનનો વજન કાંટો ઉપાડીને હસલો દોડ્યો સામે ખુલ્લી છરી સાથે રવિ...પણ ક્લાઇમેક્સમાં હસલો લથડતો લથડતો ભાગ્યો ને જગુભાઇના દેશી ચંપલના સટાકા રવિ ઉપર પડતા રહ્યા..."સાલ્લા નાલાયક"
"કાકા મને માફ કરો ...જગુભાઇના હાથમા જગમગતુ રામપુરી ચક્કુ...!!!પ્રેમજીભાઇને પછાડીને રવિ બીજી બાજુ ભાગ્યો...પ્રેમજીબાપાને કમરનુ ફ્રેક્ચર ને જગુભાઇ ધી હીરો ...રતીલાલને કહે"લે ઉભો ઉભો થથરેછે શું મેંગા ? ફોફલા મારા હાથમાથી તારો કાંટો લે અને પાણી લાવ મારાં કપડા લોહીવાળા કરી નાખ્યા..સાલાવે .
……..
અમે નાના હતા ત્યારે એક તોફાની છોકરો મહેશ દેસાઇ તેને શમ્મી કપુરનો વહેમ કહેતા એ સીટી વગાડતો શેરીમા નિકળ્યો તો જગુભાઇની હડફેટમા આવ્યો ...જગુભાઇ કરતા ઉંચો મહેશને કોલરથી ઉંચકી સીધ્ધો ભીંતે અફળાવ્યો ...રાત્રે તેના માં કંચનકાકી ઘુમટો તાણીને જયાબેન પાંસે આવ્યા "જગુભાઇને જોયા .ખોળો પાથરીને માફી માંગી ..!!હવે કોઇદી મહેશ એવુ નહી કરે...એ જગુભાઇનો સહુથી વધુ ચંદ્રકાંતે માર ખાધો હતો પછી વચલી બેનનો નંબર આવે બાકી કોઇને આંગળીયે નહોતી અડાડી
.....એ જગુભાઇની પરાક્રમગાથાથી ગામના ઉતારો અને તોફાનીઓ થથરે એમા ચંદ્રકાંતતો જગુભાઇ બપોરે જમવા આવે ત્યારે નજરે જ ચડે નહિતર કારણ હોય કે નહી..ધબાક...ચટાક..વાંક હોય કે નહોય નાનીબેન બાપુજી પાંસે મોટા ડોળા ડબકાવતી જાય એટલે એક ત્રાડ પડે જ પડે…”ચંદ્રકાંત અંહીયા આવતો … કેમ બેન રડે છે ? નાલાયક નાનીબેનને મારે છે ?કેમ પજવે છે ? પછી પીઠ ઉપર ગાલ ઉપર સટાક સટાક પડે…કોઇ ખુલાસા નહી ,કોઇ કોર્ટ નહી કંઇ સાંભળવાનું નહી…ધડામ ધડામ.જયાબેન એક ખાણાંમાં થરથરતા મોઢાંમાં સાડલો ખોંસીને ઊભા ઊભા જોઇ રહે …મોટોભાઇ ક્યારેય ચંદ્રકાંતને બચાવવા ન આવ્યો ,નહીતર જો મોટોભાઇ કહે કે ચંદ્રકાંતનો વાંક નહોતો તો માર પડે નહી પણ…એવું થયુ જ નહી.પોતાના ભોળા ચહેરાનો સૌથી નાની હોવાનો સાવ ભોળી હોવાનો એ આંચલો ઓઢી રહેતી . પણ હવે નવા અવતારી ચંદ્રકાંતને વળગીને માથા ઉપર હાથ ફેરવ્યો ત્યારે ચંદ્રકાંતને સ્વર્ગનું સુખ મળ્યું. પોતાના અસ્તિત્વનું વજૂદ મળ્યું.
જગુભાઇનો એ સાથી એ સહેવાસ જગુભાઇનાં આંતિમ શ્વાસ સુધી રહ્યો.
.......
આ એ જગુભાઇ ને નવા અવતારે ચંદ્રકાંતે જોયા !!!...સ્ટેશનથી બહાર નિકળી ચંદ્રકાંતને ગળે લગાડ્યો...
"કેમ છે મારા દિકરા ?"ચંદ્રકાંત શુ બોલે આંખો જ વરસી પડી લ્યો જુઓ...