જગુભાઇનુ કુટુંબ એ નાનકડા જુની ઢબના નળીયાવાળા મકાનમા શીફ્ટ થયુ .બે ઘર વચ્ચે એક દરવાજે હતો જે જગુભાઇના ઘરના ફળીયાને જુના મહેલ જેવા બંગલાના ફળીયાને જોડતો હતો.અમે નાના ભાઇ બહેનો ક્યારેય છુટ્ટા પડ્યા નહોતા પણ એ જ નિયતિ હતી..ઘર નોખા થાય એટલે મન નોખા થાય .બે ધર વચ્ચેનોએ દરવાજો અનેક સંબંધોના ચડાવઉતાર વચ્ચે ભીસાતો રહ્યો .એક દિવસ બહુ તંગ સંબંધો વચ્ચે જગુભાઇએ બે ઘર વચ્ચેના દરવાજાને બંધ કરી તાળુ મારી દીધુ .
.......
જગુભાઇના ઘરના રિવાજ પ્રમાણે રાત્રે સુતા પહેલા ગીતાજીના અઢારમા અધ્યાયના શ્લોકો બોલવામા આવતા અને પછી જગુભાઇ બેસુરા અવાજે "પ્રભુ મોરે અવગુણ ચિત્તના ધરો" કે કોઇ વાર મુખડાની માયા લાગી રે એ બધા આશ્રમ ભજનાવલિના એક ભજનને ગાઇ અને છેલ્લે ઓ ઇશ્વર ભજીયે તને મોટુ છે તુજ નામ... પછી જ પથારીમા સુઇ જવાનુ..પણ એવુ બનતુ નહી ...જગુભાઇની ધાકને લીધે ડરથી બધ્ધા ગંભીર થઇને ગીતાપાઠ સુધી ટકતા પછી જગુભાઇના રાગડા ને ફાટતા અવાજ વચ્ચે ખુખુખુ શરુ થઇ જતુ...મોટેથી જગુભાઇ શુશુચ કરે પણ અટકે તે બીજા...એમા અચુક એકાદવાર મોટા અવાજે પુમમમ થાય એટલે પ્રાથના સભા અસ્તવ્યસ્ત થઇ જતી ..અંતે મોટીબેને સુજાવ આપ્યો"ભાઇ આમ પણ અમારે સ્કુલમા સંગીતના ક્લાસ હોય છે તો સંગીત શિખવવાનુ કરાવોને ..."
નાના કાકાએ તબલા હારમોનીયમ અને રાવળભાઇને બોલાવીને બેન સાથે વાત કરી ...
રાવળ સાહેબે કોને કોને શિખવાનુ છેએની પૃચ્છા કરી ત્યારે મોટી બે બહેનોનુ નામ અપાયુ પણ ચંદ્રકાંત "સ્કીમમા ફ્રી "હિસાબે બેસતા થયા...બહેનોને રાવળ સાહેબ નટેશન લખાવે ...સારેગમપધનીસા...પછી સાસાસા રેરેરે એમ નોટેશન લખાવે એ પાકાપુઠાની નોટ આજ સુધી ચંદ્રકાંતે જીવની જેમ સાચવી છે....પહેલી વખત ફ્રી વાળા ચંદ્રકાંતને "પધસા..નીધનીધપ નગરેગસા....વગાડીને કહ્યુ બોલો માતા પિતા અમૃત છાંયા તેનુ અવનિમા મુલ્ય નથી..."પછી ગજાનંદની આરતી એમ થોડુ થોડુ શીખ્યા પછી સાહેબે ના પાડી કે તેમને પોતાની મેડીએ જે ક્લાસ ચલાવે છે ત્યાં મોડુ થાય છે...હરિઓમ...
પણ તાલ સંગીત અને વાદ્યો શિખવાની ઇચ્છા પુરી ન થઇ ..રોજ સવારે શ્રીરામ જય રામ જય જય રામ કરતા સાડાપાંચે તબલા મંજીરા વગાડતા રામધુન નિકળતી તેની મધુરી યાદ હંમેશા રહી..સ્કુલનુ પાંચ અને છ ધોરણમા અભ્યાસમાં સાધારણ પણ ઇતર પ્રવૃતિમા બહુ રસ રહેતો એટલે મોટાભાઇની રાહ ઉપર નિબંધ સ્પર્ધા પછી વક્તૃત્વ સ્પર્ધામા મોટા ભાઇની જેમ ગોખી ગોખીને બોલતી વખતે સામે બેઠેલા વિદ્યાર્થીઓના ચેનચાળા ઉપર નજર ન કરીને છત ઉપર જોઇ કડકડાટ બોલીને મોટાભાઇની જેમ પોતેપહેલી વિવેકાનંદ સ્પર્ધા જીત્યા પણ મિત્રોના દિલ ન જીતી શક્યા..એકસાથે મોટુ ટોળુ બની ચંદ્રકાંતને ઘેરીને ચીડવે..તેને ધક્કા મારે...ત્યારે ચંદ્રકાંત અસહાય ચીસો પાડે ફરિયાદો કરે એટલે ટોળાને ઔર મજા આવે...રોજ રાત્રે રડતા રડતા જયાબાને બધી વાત કરે .જગુભાઇથી તો બધા બહુ ડરે પણ આવી નાની નાની વાતોમા એ પડે નહી.....અંદર ગુસ્સો ધરબાતો રહ્યો એટલે ચંદ્રકાંત વધારે એકાંકી થતા ગયા.
પણ એ દરમ્યાન એક એવી ઘટના બની કે ચંદ્રકાંતની જીવનરાહ બદલાઇ ગઇ...
મોટા બાપુજીએ જગુભાઇને કહ્યુ "આ ક્રીસમસનાં વેકેશનમા તુલસીશ્યામમા આચાર્ય રજનીશનો કેંપ રાખ્યો છે..હું રતુભાઇ અદાણી સુરુગભાઇ વરુ જઇએ છીએ તું હા પાડે તો ચંદ્રકાંતને લઇ જઇએ...તુલસીશ્યામ...
“તેને હમણાં ઘણા વખતથી આમ રઘવાયો બની કે ઉદાસબની ને સુનમુન બેઠેલો જોઇને એમ થાય છે કે તેને જરા છુટ્ટો પાડવાની જરુર છે .કોને ખબર આ આચાર્ય રજનીશ એનું જીવન ફેરવી નાંખે ? એટલે જગુ એને હું લઇ જા છું જો તને વાંધો નહોયતો.”
“મોટાભાઇ મને શું વાંધો હોય ?તમે ય એના બાપ છો એટલે તમને એનો વલોપાત દેખાયો મને તો આ કામકાજના ભારણમાં ક્યાંય ધ્યાન જ નથી .”
.........
જબલપુરની કોલેજમા લેક્ચરરની બહુમુખી પ્રતિભા બહુશ્રુત વિશાળ વાંચન તીવ્ર બુધ્ધી પ્રતિભા ઘેઘૂર અવાજ લોકોમાં એક અજબ મોહીની પથરાય જતી.એ રજનીશજીની પહેલી શિબિર રતુભાઇ અદાણીની સહાયથી ગોઠવી હતી .એ શિબિરમાં રજનીશજીની બાજુની રૂમમાં રહેવાનું મળ્યું. બહાર આરામખુરશીમાં સંધ્યાટાણે હાથમાં પુસ્તક લઇને વાંચતા રજનીશજીની પાછળ સુર્યનો પ્રકાશ ચમકતો ભાલ પાછળ એક અજીબ ઓરાચક્ર ચંદ્રકાંતે રુબરુ નિહાળેલું . શિબિરના પહેલાં દિવસે સવારે સાત વાગે ગુલાબી ઠંડીમાં ચંદ્રકાંત શેતરંજી ઉપર સાવ સામે બેઠા હતા.
એકબાજુ કાગબાપુ બીજીબાજુ રતુભાઇ સુરુગભાઇ અને મોટા બાપુજી વચ્ચે પહેલી વખત પ્રવચનમાળાની શિબિરમા ચંદ્રકાંત સામે ઉંચા આસન ઉપર આચાર્ય રજનીશ બેઠા છે સામે શેતરંજી ઉપર રજનીશજીની સાવ સામે ત્રણ ફુટ દુર ચંદ્રકાંત...બેઠા છે...