સવારના જયાબાએ થેપલા અને સુકી બટેટાની ભાજી અથાણુ અને ગોળપાપડીનુ મોટુ ટીફીન ભરીને થેલીમા મુક્યુ...ત્યારે સવારના સાત વાગ્યા હતા..”ભાઇ આ તોફાની ત્રાસને સંભાળીને લઇ આવજે . એક તો તને તારા બનેવીનાં ઉગ્ર સ્વભાવની ખબર છે એમાં આ પરાક્રમોએ ભાવનગરના અધિવેશનમાં મારો ભવાડો કરીને સરધસમા ફેરવેલી યાદ છે ને ? એટલે પાણીમાં જા તો ધ્યાન રાખજેને મંદિરે ખોડીયાર માતાજીનાં દર્શન કરો તો અમારા વતી નારીયળ ધરશે કહી દસ રુપીયા આપ્યા . વધે તો એમાંથી પેંડા લઇ લેજો .”નાનામામાની સાઇકલની ઘંટડી વાગી..મામાની સ્ટાઇલ એવી કે ત્રણ ત્રણ વખત સાથે વગાડે. ચંદ્રકાંત જ્યારે સાઇકલ ચલાવતા થયા ત્યારે મામાની જેમ જ વગાડે.આમેય જીંદગીની ચડ ઉતરમા મામા ભાણેજ કાયમ જોડીની જેમ રહ્યા છે .
મામાના ખાસ દોસ્ત વિનુગાંધી જે એમની સાથે જ નોકરી કરતા હતા તેમને સાથે લઇને સવારી શરુ થઇ. મામાની સાઇકલ ચંદ્રકાંતે કહ્યુ તેમ મામાએ શણગારી હતી એટલે આગળ મોટા ફુમકાઓ બે બાજુ લાગ્યા હતા .
મામા મુકેશના ગીતો લલકારતા જાય અને પેડલ મારતા જાય...ધારી પહોંચ્યા ત્યારે ખોડીયાર ડેમનુ કામ પુરજોશમાં ચાલુ હતુ વચ્ચે શેત્રુંજી નદી ખળખળ વહેતી હતી સામે પાર માં ખોડીયારનું પુરાતન મંદિર હતુ ...આ પાર સાઇકલો મુકી લોક કરીને નદી પાર કરવા મામાના હાથ પકડીને ચંદ્રકાંતે પહેલા બે પગલા માંડ્યા ત્યારે શેત્રુજી નદીનાંએ શીતળ ચોખ્ખાજળનો સ્પર્શ થયો .ચંદ્રકાંતના આખા પગ ડુબે તેમ હતા એટલે મામાએ ચંદ્રકાંતને લટકાવીને નદી પાર કરાવી...ખોડીયાર માંના દર્શન કર્યા અને નારીયેળ તથા પેંડાનો પ્રસાદ ધર્યો...બહાર ખળખળ વહેતા શેત્રુંજીના પાણીનો મધુર અવાજ હજી આજે ભુલાતો નથી...બહાર ઓટલા ઉપર બેસીને ટીફીન ખોલ્યા ..પેપર પાથરીને થેપલા શાક છુંદો પ્રસાદના પેંડા કોપરુજમ્યાનુ, અને હસી મજાક કરતા રહ્યા એ જીંદગીભર નથી ભુલાતી...
........
ત્રીજા ધોરણને પાસ કર્યુ ત્યારે ચંદ્રકાંતનીરોજની ફરીયાદ ઉપર બાપુજીએ ધ્યાન આપીને મોટોભાઇ જે સ્કુલમા હતો તે નુતન સ્કુલમા મુકવાનુ નક્કી કર્યુ...ચોથા ધોરણમાં નુતન સ્કુલમાં ચોથા ધોરણમાં એડમીશન મુશ્કેલ હોય પણ બાપુજીએ ચીઠ્ઠી લખી હતી એટલે પ્રિન્સિપાલની ઓફીસમા બોલાવવામા આવ્યો. સુધડ કપડા પહેરીને નાનકડા ચંદ્રકાંત અંદર દાખલ થયા ત્યારે બ્લુ કલરનો સાફો પહેરેલા ગોરા ઉંચા કડકડતા મોતી જેવા દાત દેખાયા... નીચે સફેદ અચકન સફેદ સુરવાલ અને ચમચમતા કાળાબુટ કલગીદાર લાકડીવાળા હંસરાજ સાહેબના દર્શન થયા....આહાહા ક્યા આવા ચાચા નહેરું જેવા ઉંચા ગોરા સુધડ હંસરાજ સાહેબ અને ક્યાં ગંદા ગોબરા વિદ્યારથીઓ ,બજરથી ખરડાયેલા કથ્થાઈ ટોપી ફાટેલી બંડી ઝોળી ગયેલું જીણો ધોતીયુ ને લધરવધર ઝબ્બાવાળા અમૃતલાલ માસ્તર અને ક્યાં આવા રુવાબદાર જાજરમાન પ્રભાવી હંસરાજ સાહેબ...ચંદ્કાંત નીચા નમી ચરણસ્પર્શ કરે છે ...
"શું નામ છે?"
ચંદ્રકાંત જગુભાઇ સંઘવી"
"ઓહોહો અવડુમોટુ તમારુ નામ છે?" સાહેબે મોતીની પ્ક્તિ જેવા સફેદદાંત કકડાવ્યા હસીને ચંદ્રકાંતને આવકાર્યો.
"ના સાયેબ..."
"સાયેબ નહી સાહેબ...હમમચોખુ બોલવાનુ હોં.." પહેલું લેસન મળ્યું .
"જી"ચંદ્રકાંતેનમન કર્યું .
“કાલથી ટાઇમસર આવી જવાનું હમં” હંસરાજસાહેબે લાકડી હલાવતા કહ્યું .
પહેલે દિવસે નારીયેળ પેડાનું પડીકુ અને ફુલ લઇ ચંદ્રકાંત હંસરાજ સાહેબના ટેબલ ઉપર મુકીને બે હાથથી વંદન કરે છે....સાહેબ ઉભા થઇને આશિર્વાદ આપે છે...ચોથા ધોરણના બે ક્લાસ હતા અ અને બ .સાહેબ ચંદ્રકાંતનો એક હાથ પકડી લાકડી હલાવતા ચોથા ધોરણના અ વર્ગમા દાખલ થયા ત્યારે ફફડાટથી "નમસ્તે"બોલી સહુ વિદ્યાર્થી ઉભા થયા.આખા ક્લાસમા આગળની એક બેંચમા એક નમણી નાજુક છોકરી એકલી બેઠી છે ..."ચંદ્રકાંત તારે આ છોકરીની બાજુમા બેસવાનુ છે...બેસી જા" ગણગણ કરતા રાભડા છોકરાવને હંસરાજ સાહેબે લાકડી ઉંચી કરી દેખાડી .."ભણવા આવ્યા છો તે ભણો.. જરાક જો તોફાન કર્યું મસ્તી કરી તો …”સાહેબે લાકડી ઉંચી કરી દાંત કચકચાવ્યાં .
ચંદ્રકાંત પહેલેથી બોઇઝ સ્કુલમાં હતા .એટલે ગભરાતા સંકોચાઇને એ અજાણી છોકરી પાંસે બેઠા હતા .આછડતી નજરે ચુપચાપ ચંદ્રકાંત તેને જોઇરહ્યા. સહેજ ઘઉવરણી પાતળી નમણી મોટી મોટી આંખો વાળી બોબ્ડહેર રેશમી લહેરાતા હતા તેની લટ ધીરેથી પાછળ કરવાને બહાને ચંદ્રકાંતને એકીટશે જોતી હતી..પાછા સાવધાન થઇ ગયા અને નોટબુકમાં ધ્યાન પરોવ્યું . તો એ છોકરી ચંદ્રકાંતની નોટબુકને ધ્યાનથી જોઇ રહી હતી હવે શું કરવું તેની વિમાસણ ચંદ્રકાંત હતા .
રીસેસમા સબડક બમ્મ બેઠેલા ચંદ્રકાંતને બોબ્ડકટ હેરવાળી છોકરી પુછે છે"કેમ કંઇ બોલતો નથી?મારુ નામ શ્રીકેશી છે પણ તને તો તારું નામ બોલવાની પણ હિમ્મત લાગતી નાથી ?પણ...તારા નામની મને ખબર છે..."