ધ કાશ્મીર ફાઇલ MaNoJ sAnToKi MaNaS દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કાશ્મીર ફાઇલ

મહર્ષિ કશ્યપની તપોભૂમિ અને કર્મભૂમિ એટલે કશ્યપમર્ગ એટલે આજનું કાશ્મીર. કાશ્મીરની ધરતી પર અનેક મહા જ્ઞાની ઓ આવ્યા, અનેક તત્વચિંતકો આવ્યા, ચીનના યાત્રિક હ્યુઆન જેવા લોકોએ કાશ્મીરને જ્ઞાનનો સાગર કહ્યો છે. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે વિદ્વાનોને કાશ્મીર મોકલ્યા હતા. એવા જ્ઞાનપુંજ કાશ્મીરને રકતરંજીત કરતી એક દર્દનાક અને સત્ય ઘટના પર "ધ તાસ્કંદ ફાઇલ" ફિલ્મના નિર્માતા વિવેક રંજન અગ્નિહોત્રી. ફરી એક ફિલ્મ ભારતના છપાયેલ ઇતિહાસની સિનેમાના પરડા પર લઈ આવ્યા છે. લાલ બહાદુર શાસ્ત્રીના "મૃત્યુના રહસ્ય ખોલતી ફિલ્મ ધ તાસ્કંદ ફાઇલ પર મૌન બની ગયેલા ચોક્કસ પક્ષના સમર્થકો ધ કાશ્મીર ફાઇલનો કેમ વિરોધ કરે છે એ તેને જ નથી ખબર. ધ તાસ્કંદ ફાઇલ પર મેં એ સમયે વિસ્તારથી લખ્યું હતું એટલે અહીંયા કાશ્મીરની વાત લખું છું.

વિવેક રંજન અગ્નિહોત્રી દ્વારા નિર્મિત "ધ કાશ્મીર ફાઇલ" ફિલ્મ અત્યારે ટ્રેડ કરી રહી છે. કાશ્મીર ની ઘાટીઓમાં રહેતા પંડિતોને રાતો રાત પલાયનની દર્દભરી ઘટના પર પુરી ફિલ્મ છે. ફિલ્મનો વિરોધ પણ થઈ રહ્યો છે. અને ઘણા ના માટે આ ફિલ્મ નફરતનું કામ કરે છે. તો ઘણાનું એ પણ કહેવું છે કે કાશ્મીર પર જેમ ફિલ્મ બની એ 2002 ગુજરાત દંગા પર પણ ફિલ્મ બનવી જોઈએ. બધા ને પોતાની અભિવ્યક્તિ ની આઝાદી છે. એ બાબત પર એમના વિચારો હોઈ શકે....

તમે મોદી સરકાર, વિશ્વ હિન્દુ પરિષદ, આર એસ એસ કે અનેક હિન્દૂ સંસ્થાઓ વિરોધ કરી શકો છો. મેં પણ ધર્મના ઠેકેદારોનો અનેકવાર વિરોધ કર્યો છે. અને વર્તમાન મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ ગુજરાતમાં મારા જેટલી કવિતાઓ કોઈએ નથી લખી. હું પણ માનું છું કે યુવાનોના પ્રશ્ન ની ચર્ચા થવી જોઈએ. હું પણ માનું છું છેવાળાના ગામડાના માણસોને સરકારી સુવિધાઓ મળવી જોઈએ. રોજગારીની તકો ઉભી થવી જોઈએ. આ દેશના પ્રશ્ન છે જ. અને આ માટે વિરોધ થવા જોઈએ અને લડત પણ થવી જોઈએ.

પણ...પણ...પણ... એ સત્યને સ્વીકારવું રહ્યું કે 1990માં કાશ્મીરની ઘાટીઓમાં નરસંહાર થયો હતો. હા, એ ચોક્કસજાતીના હોઈ શકે, પણ એ માનવ જ હતા ને... પોતાના બાપ દાદાની જમીન ઘર બધું છોડી પોતાના જ દેશમાં શરણાર્થીની છેલ્લા 32 વર્ષથી જિંદગી જીવતા કાશ્મીરના પંડિતોને કોઈ શોખ નથી કે પોતાનું બધું છોડી રાતો રાત ભાગી જાય.

દેશનો મોટા ભાગનો ટેક્સ કાશ્મીરમાં આપવામાં આવતો હતો. ત્યાંના છોકરા ભારતના જવાનો પર પથ્થર મારે, બેફામ ગાળો આપે, અપમાનિત કરે શુ એ ઘટનાઓ પણ ખોટી છે...? બુરહાન વાની ને શહીદ બતાવી આંતક મચાવે એ કેટલું યોગ્ય હતું...? ભારતની ઉત્તમ યુનિવર્સિટી JNUમાં "અફઝલ ગુરુના સમર્થનમાં ભગતસિંહના નામનું મુખવટૂ પહેરી જે લફંગાઓ ભેગા થયા હતા એ કેટલા યોગ્ય હતા..."

તમામ લોકોએ એ માનવું જોસે કે કાશ્મીરમાં પંડિતોનો નરસંહાર કરાયો હતો, તેમને પોતાના બાપ દાદાના ઘર, જમીન છોડીને બંદૂકની નોક પર ભગાડી દેવામાં આવ્યા હતા. અને મેં જે કઈ વાંચ્યું છે, રિસર્ચ કર્યું છે, જોયું છે. એ પરથી હું ફિલ્મમાં દર્શાવેલ હરેક ઘટનાને સાચી માનું છું. અને એ જ સત્ય છે. આપણે જમીનનો નાનો ભાગ પણ નથી છોડી શકતા અને એ પંડિતો ધરતી પરનું સ્વર્ગ છોડી પોતાના દેશમાં જ શરણાર્થી બનીને ત્રીસ વર્ષથી પોતીકાને ખોવાની પીડા દિલમાં છુપાવી બેઠા છે.

1990થી લઈ 2022 સુધી કોઈપણ સરકાર આવી તેમની પહેલી પ્રાથમિકતા એ હતી કે આ પંડિતોને ન્યાય અપાવી પોતાના ઘરે વસવાટ કરાવવા કાશ્મીર સુરક્ષિત કરવાની હતી. મારો વિરોધ કોઈ ધર્મ કે જાતિ સાથે નથી. મારો વિરોધ કાયમ એ લોકો જોડે છે જે હંમેશા કોઈપણ બાબત ને ધર્મ અને પક્ષની નજરે જોવે છે. ભાજપ ખરાબ હોય શકે, આર એસ એસ ખરાબ હોય શકે, પણ તેનો મતલબ એ નથી કે કાશ્મીરની ઘાટીમાં જે હેવાનીયત થઈ તેને જૂઠી અને પાયા વગરની કહેવી.

આ ફિલ્મ બત્રીસ વર્ષથી સુકાયેલ આંસુ છે જે હવે દાવાનળ બની પ્રગટ થયા છે. હા, ફિલ્મ બનાવવાનો ધ્યાય પૈસા કમાવવા નો હોઈ શકે પણ ફિલ્મમાં જે દર્શાવ્યું છે એનો તમે અસ્વીકાર ન કરી શકો. કોઈપણ નિર્દોષની હત્યા થાય અને આપણે તેને કાલ્પનિક કહી વખોડી નાખીએ એ કેટલું યોગ્ય છે. 2002 ગુજરાત રમખાણ ની ફિલ્મ બનવી જ જોઈએ અને શરૂઆતનું દ્રશ્ય ગોધરામાં સળગતી ટ્રેનનું હોવું જોઈએ.

જે લોકો ફિલ્મ નો જોયા વગર જ વિરોધ કરવા લાગતા છે એ લોકો ફિલ્મ વિશે કશું જાણતા જ નથી. ફિલ્મ કોઈ સમાધાન નથી એ ચોક્કસ માનું છું પણ ફિલ્મ એ માટે છે કે ફરી એવી ગોઝારી ઘટના ન બને.

મનોજ સંતોકી માનસ