Love-bird, love jankhi books and stories free download online pdf in Gujarati

પ્રેમ-પંખી, મહોબત જંખી


"હાથ.." સાવ હળવેથી ધાની બોલી તો જાણે કે કોઈ ગહેરાઇથી રાજ બહાર આવ્યો.

"કઈ નહી, હવે લાઇફ એવી નહી રહી, જેવી પહેલાં હતી!" રાજની આંખોમાં ઝળહળીયા હતા! જીવનમાં અનચાહ્યો બદલાવ આવે તો એ કોઈને પણ નહી ગમતો!

"કઈ જ નહી બદલાયું, બધું એવું જ છે! તું કેમ એવું વિચારે છે?!" ધાણી એ એણે સમજાવવા પ્રયત્ન કર્યો.

"તારા પણ તો લગ્ન પાક્કા થઈ ગયા છે ને, યુ નો વૉટ, મારે હવે આ શહેરમાં રહેવુ જ નહી, ચાલ્યો જઈશ, ક્યાંક દૂર.." રાજે એક ગાહેરા નિશ્વાસ સાથે કહ્યું. ધાની ના ખોળામાં ક્યારે એણે માથું મૂકી દીધું એણે ખુદને પણ ખ્યાલ નહોતો રહ્યો!

"જો, પ્લીઝ.." ધાણી એ એના હાથને એના માથે ફેરવવા શુરૂ કરી દીધા. ખૂબ લાંબા સમય બાદ બંને સાથે હતા. જે લોકો બહુ સાથે રહ્યાં હોય એમના માટે દૂર રહેવું ખૂબ જ કઠિન સાબિત થાય છે!

"પપ્પા પણ રોજ જોબ ચાલ્યા જાય છે, હું પણ કૉલેજથી આવીને હોમ વર્ક કરી ને ઊંઘી જાઉં છું. તું બાજુમાં રહેતી હતી ત્યારે તો મમ્મી લોકો આપણને બંને ને બહાર પણ જવા દેતા હતા. આખી સોસાયટી માં એમને બસ એક તારા પર જ તો વિશ્વાસ હતો!" કહેતા કહેતા જ રાજના આંસુઓ નીકળી ગયા.

"તને શું લાગે છે, તને શું લાગે છે, મને તું યાદ જ નહી આવતો હોય?! હું પણ તને બહુ જ યાદ કરું છું. રોજ તારી સાથે વાત થાય એ પછી જ હું આજે પણ જમુ છું. તારા જ વિચારો હજી આજે પણ હું કર્યા કરું છું. દરેક પળમાં હું વિચારી ઉઠું છું કે જો એ ક્ષણે તું મારી સાથે હોત તો કેવું રીએકટ કરતો!" ધાનીના આંસુઓ પણ હવે નીકળવા લાગ્યાં હતાં.

"એક વાત નો જવાબ આપ તો તું મને!" રાજે મક્કમતાથી કહ્યું.

"હા?!" ધાણી બોલી.

"શું ક્યારેક તેં મને પ્યાર કર્યો છે?!" ગેટ ખોલવાના અવાજ સાથે જ બંને સમચી ગયા! ધાણી એ એના ખોળામાં સૂતેલા રાજને ઊભો કરી બાજુ ની બુક ઉઠાવી લીધી. બંને એ પોતાના આંસુઓ લૂછી લીધા. રાજના દિલે એક ઊંડો નિશ્વાસ નાખ્યો કે એણે એનો જવાબ નહોતો મળ્યો.

રાજના મમ્મી માર્કેટમાં થી શાકભાજી લઈને આવી ગયા હતા.

🔵🔵🔵🔵🔵

"ઓ, તું આવે છે કે નહી?!" ધાણી હવે એના નવા ઘરે હતી. અમુક યાદો સાથે એ ફરી એના નવા ઘરે આવી ગઈ હતી.

"ના, તારી સગાઈમાં હું કેવી રીતે આવી શકું?!" રાજે રડમસ રીતે કહ્યું.

"મારી સગાઈમાં ના અવાય, હું કઈ સમજી નહી?! કહેવા શું માગે છે?!" ધાણી એ પૂછ્યું.

"કંઈ નહી, ખુશ રહેજે, તારી ખુશીમાં જ મારી ખુશી." રાજે કહ્યું.

"બોલને કેમ તું મારી સગાઈમાં ના આવી શકે?!" ધાણી એ પૂછ્યું.

"કેમ કે! કેમ કે આઇ લવ યુ! આઇ લવ યુ, આઇ લવ યુ!" આખરે રાજે કહી જ દીધું.

"પાગલ! આટલી બધું લેટ કરી દેવાનું!" ધાણી થી રીતસર રડી જ જવાયું!

"હા, એટલે જ તો નહોતો કહેવા માગતો, કેમ જીદ કરી?!" રાજે કહ્યું.

"ઓ પાગલ! હું જીદ ના કરતી તો કેવી રીતે ખબર પડતી કે તું મને પ્યાર કરે છે કે નહી!" ધાણી એ કહ્યું.

"શું મતલબ?!" રાજે આશ્ચર્યથી પૂછ્યું.

"મતલબ એ કે, આવી જા, તારા વિના મારી સગાઈ થાય જ નહી!"

રાજના આશ્ચર્ય વચ્ચે જ ધાણી એ જે આગળના શબ્દો કહ્યા, રાજ રીતસર ઉત્સાહથી નાચી ઉઠયો -

"તું મને રીંગ નહી પહેરાવે ત્યાં સુધી મારી સગાઈ કેવી રીતે થશે?!"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED