મગનગોર સવારથી ફળીયામા કંતાનની આડશ કરી ને શાક શમારવા બેસી ગયા છે .લક્ષ્મીમાં આમથી તેમ ઓંશરીમાં આંટા મારે છે.આજે તેમનો હરખ સમાતો નથી . હે મારા શ્રીનાથજીબાવા તેં મારી એક જ ઇચ્છા હતી કે મારે કેલૈયા કુંવર જેવો એક કાનુડો દે એટલે તેને લાડ લડાવી તારા ચરણોમાં આવી જઈશ .ભગવાને તેની લાજ તો રાખી ઉપરથી એની ચાલીસ વરસની હોંશ પુરી કરવાની અનાયાસે તક મળી હતી . મનમાં બબડતા હતા ‘મારા ચંદરવા જેવા છોકરા ઉપર કોઇની નજર ન પડે તો સારું. રોજ સવારે એ લક્ષ્મીમાંના વહાલા કુંવરને ચારે બાજુ મશ લગાડી દેતા હતા . આજે સવારે વળી કાળીદાસબાપાએ ડોશીનું પરાક્રમ જોયું . અને પહેલી વખત બબડ્યા “મગજ ડમરાની ગયું છે ? રોજ કાળી મેશના લપેટા મારોસો એટલે કોઇની નજર ન લાગે પણ ખુદ શંકરભગવાન આવશે (ડો. હરિપ્રસાદ ) હાથમાં ફણાધર નાગ રમાડતા ત્યાર શું કરશો ? લક્ષ્મીમાં આજે કોઈનું સાંભળવાના મુડમાં નહોતા . જોરદાર છણકો કાળીદાસભાઇને કરીને પોતાના રૂમમાં ચાલ્યા ગયા.
આ બાજૂ મગ્ન ગોરે મોટા તાવડામા ડબો ધી ઠાલવી દીધુ છે....એક બાજુ કંસાર રંધાય છે .દુધીવહુ પુરીયુ વણે છે .ફઇઓ દાળ કચુંબર ઉપર ધ્યાન રાખી બેઠા છે બીજે ચુલ્હે કઢી ચડે છે...સાંજે ચાર વાગે રસોઇ લગભગ પુરી થઇ ગઇછે. દુધીબેન જ બધે નોતરુ દેવા ગયા હતા .લક્ષ્મીમાંએ કડક સુચના આપી હતી કે સૌથી છેલ્લા બાઇજી(મણીમાં)ને સૌથી છેલ્લે લેવા જજે..પ્રસંગ પતે પછી આવે હમજી?ઇ રાંડીરાંડ બાઇજીનો પડછાયો હારા પ્રસંગ ઉપર નો પડે એટલે કઇ રાખુ સું"
…….
સહુ મહેમાનો આવી ગયા છે . તૈયારી બધી થઇ ગઇ છે.લક્ષ્મીમાંએ ફરીથી બધે નજર ફેરવી લીધો . લાલ નવા મોટા ચોરસ કપડામા અનાજ નેસૌપારી શ્રીફળ મુકાયુ છે જટાગોર આવીને મંત્રોચાર શરુ કરે છે...એક ખુણામા કાળીદાસભાઇ માથે ટોપી પહેરીને બેઠા જોકા ખાઇ છે .પાટલા ઉપર જાતભાતના પુજાપા પડ્યા છે લક્ષ્મીમાંનો હરખ સમાતો નથી...બધી વહુઓ ફઇઓ નવા શેલા પેરીને તૈયાર થાય છે .છોકરાવ પણ આ જોણુ જોવા નવા કપડામા આમથી તેમ દોડદોડી કરે છે.જગુભાઇ હાવાભાઇ પુરણભાઇ વાતો કરતા બેઠા છે.વસંત ઋતુની ફુલગુલાબી ઠંડી જામી રહી છે .બીજા સામેના ખુણે જયાબેનના બાપુજી ધનજીભાઇ ગુણુભાઇ રમણીકભાઇ અને વિનુભાઇ પફાબેન તૈયાર થઇને કાશીબા સાથે આવ્યા છે તેમનો હરખ પણ સમાતો નથી..
"બાબાલાલને લઇ આવો”...જટાગોરે હાંક મારી..."એ વાલામુઇઓ....કમુ કાંતા ક્યાં ગુડાણી સો..?” બેઉ બહેનો દોડતી હાજર થઇ ગઇ.બા અમે અંદર તૈયાર થતા હતા.તે તમારા મોઢામા મગ ભર્યા સે?હમમ મારી વાલીડીઓ કોઠીમાંથી દોથા ભરીને બદામ કાજુ આંખો દી ખાતા કરો સો ઇ મને ખબર સે .આ પોઠીયો બિચારો સવારથી રાત સુધી મહનત કરે વહુઓ ઢસરડા કરેને આ ઘોડીઓ…લે હવે કથા નથી માંડી જાવ જટ નાનકાને નવુ ઝબલુ પેરાવી લઇ આવો...જટાબાપાના શ્લોક આ ધાણીફુટ સામે અટકી ગયા...નાનકાને તૈયાર કરી ફઇઓ લઇ આવીને લાલ કપડામા મુક્યો.હરીપ્રસાદભાઇની ખુરસી લક્ષ્મીમાંની બાજુમા મુકાણી..
લક્ષ્મીમાંએ જટાગોરને ઇશારો કર્યો કે પાછળથી ડોકટર હરીપ્રસાદે તોપ ફોડી..."અરે જટા,આ તું પુજા કરાવે છે કેલક્ષ્મી..?એને એકેય શ્લોક આવડતો નથી..."ચારે તરફ હાસ્યના ગુબ્બારા ફુટ્યા...પણ લક્ષ્મીમાં પણ ગાંજ્યા જાય એવા નહોતા..."મને ખબર જ હતી કે ઘરણટાણે સાપ નિકળેજ...નિકળે"તેં મને ભાઈ માન્યો છે તોહું તો સાપ છું ,ફૂંફાડા તો મારવા દે.બાકી હું તો કૈલાસ જવાનો હતો મોટા ચંદ્રકાંત હારે પણતારું શું થાય ? એટલે અટકી ગયો.
“કેમ મારુ એટલે ?”લક્ષ્મીમાંએ પૂછ્યું
“કેમ બીજા કોઇ તને સોઇ કોઇ મારી શકે ? તારા પાછા હજાર નખરા હોય…વોઇ માડી કરતીજાય ને મરી ગઇ મરી ગઇ બોલતી જાય સાચું ?
જો લક્ષ્મીબેન, તું તો મારી લાડકી છો પણ હુંતો બામણનો દિકરો એટલે શંકરનો અવતાર ...જો ગળામા સાપ ભેરવીને જ નિકળુ છુ કહી સ્ટેથોસ્કોપ બતાવ્યો પણ આ વિષ્ણુપત્ની લક્ષ્મી પોતાના વરરાજાને ઘોરતા મુકીને ગોરને શું હુકમ કરે છે?
ફરીથી બધા ખડખડાટ હસી પડ્યા...જટાબાપાના હાથમાથી જળ ભરેલી આચમની પડી ગઇ લક્ષ્મીમાં મોટેથી મુક્તમને ખડખડાટ હસી પડ્યા...તેમના ખડખડાટ હાસ્યથી કાળીદાસબાપા જાગી ગયા...
"આ જટા વગરનો જોગી આવી ગયો? પતી ગયુ હવે સિંહણ રાંકડી થઇ જાશે.."કાળીદાસબાપાની સીક્સરથી લક્ષ્મીમાં શરમાઇ ગયા...
“તમારાથી તો અમારી ભાઇબેનની જોડી સહન નથી થતી, આ તો ગયા જન્મની લેણાદેણી હશે એટલે આ ભલામણ વાણીયાણીની ભાઇ બહેનની જોડી મારા ઠાકોરજીએ જ બનાવી છે .બાકી તમેતો ઓછા નથી ખોટેખોટી આંખ બંધ કરીને ઝોકા ખાતા રહો છો .મને ખબર છે કે તમે એટલે તો વિષ્ણુની જેમ આંખ બંધ કરીને ખેલ જોયા કરો છો પછી લાગ મળે એટલે બિચારા હરિને ઝાપટો છો .પણ આજે ઇ એની પાર્વતીને લઇને જ આવ્યો છે . એક બાજુ હું ને બીજી બાજુ સુમિત્રા …છીએ .જો પણે બેઠી સુમિત્રા, એટલે તમારી ચાલાકી ચાલવાની નથી…બાકી મારે હું ?હવેતો મારી પાંહે ય મારો મજાનો લાલો આવી ગયો છે તે એક હું ભલી ને મારો લાલો…કેમ લાલા?