આજ યાદ આવ્યું સ્પર્શ... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

આજ યાદ આવ્યું

આજ યાદ આવ્યું


હું હિના મન્સૂરી એક ધબકતું વ્યક્તિત્વ. પોતે પોતાની પ્રશંસા કરવી જ જોઈએ. કેમ કે હું માનું છું કે પોતાની જાતને અન્યાય ના કરી શકે એ જ વ્યક્તિ બીજાને પણ સાચા અર્થમાં ન્યાય આપી શકે.


આમ જોવા જઈએ તો શક્ય જ નથી એવા ને એવા રહેવું અને એવું જ વર્તન કરવું જેવા પહેલાં હતા. આજ સુધીમાં તો સમય જીવનમાં કેટકેટલાય અધ્યાય બતાવી ગયો.


સમય સાથે બદલાવ થવો એ કુદરતી છે છતાં આજે મિત્રો સાથે સ્કૂલ ગ્રુપમાં થયેલી નાની અમથી વાતમાં મને મારું બાળપણ યાદ આવી ગયું. હું બદલાઈ ગઈ છું, યંત્રવત્ થઈ ગઈ છું છતાં પણ મારું બાળપણ જાણે એવુંજ યથાવત છે.


વાહ કેવા હતા બાળપણના અને એ સ્કૂલના દિવસો. કાલે શું થશે એની કોઈ ચિંતા જ નઈ બસ આજ મન ભરી ને જીવી લેવાની. જે અને જેવી ઈચ્છા હોય એવું કરવાનું. કાલનું કાલ પર છોડી દેવાનું.


આમ જોવા જઈએ તો મારું વ્યક્તિત્વ એકદમ અલ્લડ કહી શકાય એવું હતું. સાચા અર્થમાં પણ હું એકદમ ક્યૂટ અને નાનકુડી હતી. મમ્મી પપ્પાની એકદમ લાડકી. બસ બેજવાબદારી વાળો મારો સ્વભાવ મને વધુ ક્યૂટ અને અલ્લડ બનાવતો.


મજાનું શાળાનું વાતાવરણ, ખૂબ સરસ મિત્રો, બહું બધી વાતો બસ મને પહેલા દિવસથી જ ગમી ગયું હતું આ બધું. બધું એટલે ભણવા શિવાયનું બધું કહો તો ગામની પંચાત. બધાની પર્સનલ વાતમાં માથું મારવું, કોઈની મદદ કરવી, ક્યારેક ઝગડો પણ કરવો બધી જ મજા હતી.


એમાં પણ જોવા જઈએ તો ક્યારેક હું મજા લેતી તો ક્યારેક મારી નિર્દોષ વાતોથી બીજા મજા લેતા. જીવન જીવવાનો એકજ તો ધ્યેય હતો ત્યારે બસ મોજમાં રહેવું ને જીવંત બની જીવવું.


મને એકદમ યાદ છે એ પળ જ્યારે હું પહેલા ધોરણમાં હતી ત્યારથીજ સુનંદા ટીચર મને ગામ ફોઈ કહેતા. આપણું કેવું કે ગામની ચિંતા બહુ રહેતી મને ત્યારથીજ. એમાં પણ સુનંદા ટીચર ની ચિંતા કરવા જતાં એમણે ગામ ફોઈ બનાવી દીધી મને.


સુનંદા ટીચરનું ધ્યાન હંમેશા બધાને ભણાવવામાં રહેતું અને મારું ધ્યાન એમના પર. હંમેશા ભણતા ભણતા મારું ધ્યાન એમના કર્લી હેર પર જતું. કર્લી હેરમાં પણ એ ચોટલો વાળતા અને વાળે તો ભલે વાળે પણ રબ્બર બેન્ડ પણ ના ભરાવે. એટલે ક્યારેક થાય કે કહી દઉં ભૂત જેવા લાગો છો. પણ એવું તો કહેવાય નહીં. આવી જ બને.


પણ એમનું વ્યક્તિત્વ ગજબ હતું હંમેશા પોતાના કર્મને વળેલા અને મારું તો પહેલેથી જ એવું જ્યાં ધ્યાન ગયું ત્યાં ગયું બીજું સુજે તો હું હિના થોડી કહેવાઉં. એ એમના કર્મને વળેલા ને હું મારા. એટલે ક્યારેક ને ક્યારેક મારાથી નિર્દોષ તોફાન થઈ જતાં.


એમાંજ એક દિવસ મારાથી ના રહેવાયું ને પૂછાઈ ગયું નિર્દોષ ભાવે "ટીચર તમે ગરીબ છો?"


"હા" બસ આટલો જ ટુંકો જવાબ આપ્યો અને મનોમન હસ્યા. આ તો કેવો સવાલ!


મારા મનમાં બસ આ જ વાત અટકી પડી હતી. ઘરે ગઈ પણ મારું ધ્યાન ક્યાંય નહોતું. મમ્મી એ તરત મને પકડી પાડી, ને પૂછ્યું "શું થયું બેટા, શું ચાલે છે મનમાં!"


"મમ્મી આપણી પાસે બહુ બધા રબ્બર બેન્ડ છે, મારે જોઈએ છે એક પેકેટ" હું તરત જ બોલી.


"હા, તો બેટા એમ કહે ને કે જોઈએ છે આ, ગુમસુમ કેમ રહેવું. પણ એ તો કે આટલા બધા રબ્બર બેન્ડ લઈ તું કરીશ શું?" મમ્મી એ આખરે અઘરો સવાલ પૂછ્યો.


હું સહેજ વિચારમાં પડી "અરે મમ્મી મારા સુનંદા ટીચર છે ને એ ગરીબ છે એટલે મારે એમને રબ્બર બેન્ડ આપવા છે."


મમ્મી હસી પડી "અરે બેટા એવું ના હોય."


હું પણ જીદ કરતા બોલી "મમ્મી મારે જોઈએ એટલે જોઈએ બસ. મને નથી ગમતું એ ચોટલો બાંધી રબ્બર બેન્ડ ના લગાવે." હંમેશા મારી નિર્દોષ જીદ પૂરી કરાતી હોવાથી હું જીદ કરતી બોલી.


"અરે, બેટા... સવારે હું મૂકવા આવું ત્યારે યાદ કરાવજે આપણે રબ્બર બેન્ડ લેતા જઈશું અને તારા સુનંદા ટીચર ને આપીશું. ઓકે!" મમ્મીએ મને ખુશ કરવા હથિયાર હેઠા મૂકતા કહ્યું.


મારી નિર્દોષ ઈચ્છા કહો કે જીદ પૂરી થતાં હું મમ્મી ને ભેટી પડી. આ એ જ તો સંબંધ હતો જ્યાં મને પહેલેથી મજા આવતી.


સવાર પડતાંની સાથેજ હું મમ્મી સાથે સ્કૂલ જવા નીકળી અને સાથે એક રબ્બર બેન્ડ નું પેકેટ પણ લીધું.


હું અને મમ્મી સ્ટાફ રૂમમાં પહોંચ્યા અને સુનંદા ટીચર ને મળ્યા. મેં સુનંદા ટીચરના હાથમાં રબ્બર બેન્ડનું પેકેટ મૂક્યું અને કહ્યું તમે હા પાડી હતી ને કે ગરીબ છો! તો હું તમારા માટે આ રબ્બર બેન્ડ લાવી છું. તમે ચોટલો બાંધી રબ્બર બેન્ડ ના ભરાવો તો સારા નથી લાગતા. ને હું ઈચ્છું છું મારા સુનંદા ટીચર સારા છે તો સારા દેખાય.


આખો સ્ટાફ રૂમ આ ઘટનાની શાક્ષી બન્યો. મારી નિર્દોષતા જોવી કે હસવું એવું પણ કોઈને સમજાતું નહોતું. છતાં બધા પેટ પકડીને હસ્યા અને મારો નિર્દોષ ભાવ જોઈ રહ્યા.


સુનંદા ટીચરે મને ઉચકી લીધી અને કપાળમાં એક કીસ્સ કરતા બોલી ઉઠ્યા આ અમારી ગામ ફોઈ છે. હંમેશા બકબક ચાલુ જ હોય. આ કહેતા જ ફરી આખો સ્ટાફ રૂમ હાસ્ય ના અવાજથી ગુંજી ઉઠ્યો.


ત્યારે મને સમજાયું નહોતું કે આવું કેમ થયું. બધા કેમ આમ હસ્યા. મેં તો નિર્દોષ ભાવે ટીચર ની ચિંતા જ તો કરી હતી. સમય જતાં એ વાત સમજાઈ ગઈ. આજે ફરી આ વાત યાદ આવતા હું પોતે જ હસી પડી મારી એ નિર્દોષતા પર. હું કેવી હતી ને આજે કેવી યંત્રવત્ બની ગઈ છું.


મારા બાળપણની એ નિર્દોષતા, અલ્લડતા યાદ કરી મન હળવું થઈ ગયું. લાગણીશીલ બનવું, લાગણીઓ મેળવવી, લાગણીઓ આપવી કોને ના ગમે છતાં સમય સાથે જાણે બધુંજ બદલાઈ ગયું છે. આ બધું વિચારતા હું ફરી મારી યંત્રવત્ જિંદગીમાં ખોવાઈ ગઈ.


*****


ફરી મળીએ આવી જ કોઈ સ્ટોરી સાથે. તમે પણ આવું બાળપણ જીવ્યા હશો, યાદગાર પળો હજું પણ યાદ હશે. તમે આ વાર્તા માટે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. જો તમારા જીવનમાં આવી કોઈ ઘટના, પ્રસંગ બન્યો હોય તો તમે Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ પર એ ઘટના, પ્રસંગ મોકલી શકો છો. હું તમારા નામ સાથે એ લાગણીઓ મારા શબ્દોમાં કંડારી અહી મૂકીશ જે તમને પણ વાંચવી, અનુભવવી ગમશે. આવી જ ટૂંકી વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો.


જય ભોળાનાથ...


Feelings Academy...