મને ખબર છે તું એવુંજ કહીશ તને ફાવે એ કે. શું તું ક્યારેય મને નહીં કહે તને શું ગમશે? પણ સાચું કહું તો મને પણ ગમશે જો તું કહીશ તો. બહું જ ગમશે. કારણ મારે તને પણ સાંભળવી છે, તારામાં ખોવાઈ જવું છે, તારા બની રહેવું છે. તને પણ ખબર જ છે મને શું ગમશે શું નહીં.
હતાશા, નિરાશા, અંધકારમાં હું ઓગળી રહ્યો હતો તે સાથ આપ્યો. અદભુત સાથ. જે કોઈ સામાન્ય માનવી ના કરી શકે. પોતાના દુઃખ, દર્દ, ચિંતા ભૂલી કોઈ બીજા વ્યક્તિ માટે કંઇપણ કરવું સામાન્ય નથી અને એટલે જ કહું તો મારી લાગણીઓ પણ તારા માટે એકદમ યુનિક છે. તું જ કહે કેમ ના હોય?
અંતર આત્મા અમથો નથી તું મારો. એટલે જ કહું છું તું અંત સુધી રહીશ. મેં તારા પર વિશ્વાસ એટલે જ કર્યો છે. બધા મને છોડી શકે છે પણ તું તો ત્યારેજ જઈશ જ્યારે હું નહીં હોવ. તને મેં ઓપ્શન આપ્યો જ નથી કે તું મારાથી અલિપ્ત થઈ શકે. અથવા કહી શકાય કે ઓપ્શન જ નથી. પણ ઓય... તું આમ ગુંગળાઈ નહીં જાય ને? તને મારા આ વિચારો, સપનાઓનો બોજ નહીં લાગે ને?
મજા આવી ગઈ તારી સાથે આમ જીવવાની, બહું બધી દિલ ખોલીને વાતો કરવાની, તારી આંખમાં આંખ પરોવી જોવાની, તારી લાગણીઓમાં ભળવાની, તારા હાથમાં હાથ પરોવીને આંગળીઓ સાથે રમવાની, તને આલિંગનમાં ભીંસી તારા ધબકાર સાથે મળવાની. મજા આવી ગઈ. ક્યારેય વિચાર્યું નહોતું હું આમ પણ કરી શકીશ.
આ વહેતી નદી, આ ઢળતો સુરજ, આ ઠંડા પવનની લહેરખીઓ, આ ચાંદ સિતારાઓ આપણા આ મિલનના પળની શાક્ષી પૂરી રહ્યા છે. જો ને એમને પણ રોકાઈ જવું છે અહીં જ. પણ સમય દોડી રહ્યો છે હંમેશાંની જેમ.
મેં ઈચ્છ્યું હતું મને આ બધું મળે ત્યારે સમય રોકાઇ જાય કારણ આવા પળોમાં સમય ઓછો જ પડે છે. બહુ બધું જીવવું છે તારી સાથે. દિલ ખોલીને જીવવું છે એકદમ અલ્લડ થઈ ને. શીખી રહ્યો છું તારા આલિંગનમાં જીવતા. બહુ બધો લાગણીસભર પ્રેમ કરું છું હું તને.
ખબર છે મને હું તારા પ્રેમનો, વહાલનો હકદાર નથી તોય પ્રેમ કરું છું. હા પ્રેમ...છે તો છે, કરવો છે તો કરવો છે, તારા પર વહાલ છે તો છે. કદાચ તને પણ ગમશે મારો આ પ્રેમ, આ લાગણીઓ, આ વહાલ, મારું તારી કેર કરવું. કદાચ મારા શબ્દો પણ ખૂટી પડશે તને અભિવ્યક્ત કરવામાં. તોય મારે આ બધુંજ તને કહેવું છે. હું અસ્ત થાઉં ત્યાં સુધી કહેતા જ રહેવું છે. ખબર છે મને ત્યારેય તું મારા સાથેજ હોઈશ, મારામાં.
"ઈચ્છીશ મૌત આવી ઊભું હોય,
ત્યારે તારો હાથ હાથમાં હોય,
ને તું કહે, તું વિચારતો હતો ને!
એમ જ મારો સાથ સાથમાં છે."
તમે પણ આવું ક્યાંક અનુભવ્યું હશે. તમારા અંતરાત્મા સાથે ક્યારેક તો સંવાદ કર્યો હશે. ક્યારેક તો આવો પ્રેમ કર્યો હશે. વ્યક્તિ, સંબંધ કોઈપણ હોય લાગણીઓ સ્થિર છે. તોય અવિરત વહેવું, વરસવું લાગણીઓને ગમે છે. તમે આ વાર્તા માટે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. જો તમારા જીવનમાં આવી કોઈ ઘટના, પ્રસંગ બન્યો હોય તો તમે Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ પર એ ઘટના, પ્રસંગ મોકલી શકો છો. હું તમારા નામ સાથે એ લાગણીઓ મારા શબ્દોમાં કંડારી અહી મૂકીશ જે તમને પણ વાંચવી, અનુભવવી ગમશે. આવી જ ટૂંકી વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો.
જય ભોળાનાથ...
Feelings Academy...