હિન્દી ફિલ્મો માંથી શીખો વ્યપાર Ashish દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હિન્દી ફિલ્મો માંથી શીખો વ્યપાર

कुछ नया : फ़िल्म से हमारा business का क्या नाता है, opportunity छोटी हो या बड़ी, आप को वो कहा पंहुचा देती है :

ફિલ્મની ટ્રાયલ માટે સમય બચ્યો ન હતો, પણ અંતના રિશૂટિંગ વખતે થોડા કલાકારોએ બેંગ્લોરમાં રશ પ્રિન્ટ જોઈ હતી. શો પૂરો થયો ત્યારે મેકમોહનની આંખમાં આંસુ હતા. બધાએ થોડું પીધું પણ હતું આથી બધાને લાગ્યું કે મેક કદાચ સેન્ટિમેન્ટલ થઈ ગયો છે. 'કયા હુઆ, મેક ?' બધાએ હસતા હસતા પૂછ્યું, 'પાગલ હો ગયા કયા, પિક્ચર ઇતની અચ્છી લગી કે રો રહા હૈ ?' મેકે કોઈ જવાબ ન આપ્યો, પણ થિયેટરમાંથી બહાર નીકળતી વખતે એણે રમેશને પૂછ્યું, 'રમેશજી આવું કેવી રીતે બન્યું ? હું તો ફિલ્મમાં એક એક્સ્ટ્રા બનીને રહી ગયો છું. મને સાવ એડિટ કરી કાઢી નાખવો હતો ને ! મારે નથી જોઈતું.' રમેશે જવાબ આપ્યો, 'મેક, જિતના મેં કાટ સકતા થા, મૈને કાટા. જિતના સેન્સર કાટ સકતા થા સેન્સરને કાટા. અબ કુછ નહીં હો સકતા. પર એક બાત સુનલે, જો યે પિક્ચર ચલ ગઈ તો લોગ સાંભા કો કભી નહિ ભૂલ પાયેગે.'
એમના શબ્દો ભવિષ્યવાણી પુરવાર થયા ! સાંભા કદાચ સીનેજગતનું એકમાત્ર પાત્ર હશે કે જે ફક્ત ત્રણ શબ્દોથી અમર થઈ ગયું હોય. 'પૂરે પચાસ હજાર.'

********************************************

પોલિડોરવાળા વિમાસણમાં હતા. તકલીફ શું હતી ? પોલિડોરે તેમના મેનેજરોને પ્રેક્ષકો સાથે થિયેટરમાં બેસી શોલે જોવા મોકલ્યા. તેમણે જોયું કે સંવાદોને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. દેખીતી રીતે શોલેના દ્રશ્યો અને સંવાદો એટલા મજબૂત હતા કે ગીતો પર કોઈનું ધ્યાન જ ન જતું.જો પોલિડોરે વધારે રેકર્ડ વેચવી હોય તો તેમણે પ્રેક્ષકોને થિયેટર છોડીને જતી વખતે જે યાદ રહ્યું હોય તે જ આપવું જોઈએ. શોલે રજૂ થવાના મહિના પછી પોલિડોરે ખાસ પસંદ કરેલા સંવાદો ભરેલી અને ગબ્બરના ચહેરાને ચમકાવતી 58 મિનિટની રેકોર્ડ બજારમાં મૂકી.
આ રણનીતિ સફળ થઈ. રેકોર્ડ એવી ચપોચપ વેચાવા લાગી કે પોલિડોરવાળા થાકી ગયા. રેકોર્ડસનો એક જથ્થો તો ટેક્નિકલ ખામીવાળો હતો એટલે કંપની એ રોકી રાખેલો એ જથ્થો પણ ડિલરોએ ઉપાડી લીધો અને એ પણ વેચાઈ ગયો.
********************************************
અનુપમા ચોપરાની ખૂબ જ રસપ્રદ કિતાબ છે શોલે પર અને એને બનાવવાની પ્રક્રિયા પર, ખૂબ મજેદાર, રસપ્રદ કિસ્સાઓ અને બનાવો જેમને રસ હોય તેમને જાણવા મળશે.
આ કિતાબમાં કે બીજે ક્યાંય આપણે વાચ્યું કે સાંભળ્યું નથી પણ મારા મનમાં શોલેના મશહૂર સીન 'તેરા કયા હોગા કાલિયા !' વિશે એક વાત છે. શોલે 1975ના ઓગસ્ટમાં રજૂ થઈ હતી જ્યારે ગીતા મેરા નામ ફિલ્મ જાન્યુઆરી 1974માં રજૂ થયેલી. આ ફિલ્મ સાધનાએ ડિરેક્ટ કરેલી.ગીતા મેરા નામ ફિલ્મમાં પણ આવો જ સીન ફિલ્માવેલો છે.સુનિલ દત જોની નામનો ગેંગસ્ટર બોસ હોય છે અને એની ગેંગનો મેમ્બર જ્યારે વાંકમાં આવ્યો હોય છે ત્યારે એક રમૂજ કરે છે અને એ રમુજમાં પેલો વાંકમાં આવેલો મેમ્બર મોતના ડરને લીધે હસતો નથી, ત્યારે એની પાસે આવીને સુનિલ દત સવાલ કરે છે,'જોની જબ લતીફા સુનાયે તો કયા કરના ચાહીએ ? 'પેલો જવાબમાં કહે છે, 'હસના ચાહિયે.' એટલે સુનિલ દત કહે છે, 'તો ફિર હસો !' અને એ મેમ્બર ધીમે ધીમે હસવાનું શરૂ કરીને અટહાસ્ય સુધી પહોંચે પછી સુનિલ દત એને મારી નાખે છે.
શોલેના વાંકમાં આવેલા ત્રણ ડાકુઓને ગબ્બર આ જ રીતે મારે છે એ સીન ખૂબ મશહૂર થયો અને એ સંવાદો પણ આજ સુધી વિખ્યાત છે.આપણે જાણતા નથી કે સલીમ જાવેદે ગીતા મેરા નામ જોયા પછી આ સીન પટકથામાં ઉમેર્યો કે પહેલેથી લખાયેલી પટકથામાં આ સીન હતો જ,ઘણી વખત બે જુદા જુદા સર્જકોને એક સરખી પ્રેરણા પણ થતી હોય છે એટલે એવું પણ બને ગીતા મેરા નામના લેખક કે.એ.નારાયણ અને સલીમ જાવેદને એક સરખી પ્રેરણા પણ થઈ હોય અથવા ગીતા મેરા નામના સીન પરથી પ્રેરણા લઈને સલીમ જાવેદે આ સીન રચ્યો હોય પણ ખરો. જે હોય તે પણ શોલેમાં આ સીન કમાલની માવજતથી ફિલ્મમાં ફિલ્માવેલો છે,આ સીન વગરની શોલેની કલ્પના પણ નથી આવતી, હો સાહેબ.....
આશિષ ના પ્રણામ