કોને ભૂલુંને કોને સમરુ રે - 15 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોને ભૂલુંને કોને સમરુ રે - 15

જયાબેન જાગ્યા ત્યારે બાજુમા સુતેલુ સાત પાઉંડનુ ગોળ નમણુ સર્જન જોતા રહ્યા.નાહીને ઠાકોરજીનેદિવોતો કરવાનો નહોતો પણ પડ્યા પડ્યા મરકી રહ્યા..હરીપ્રસાદભાઇ સવારે રાઉન્ડ મારવા આવ્યાત્યારે લક્ષ્મીમા હાજર થઇ ગયા હતા..."લક્ષ્મી તને ક્યાંય જપ નથી..."કૃષ્ણ અને પાંચાલી જેવો બે ભાઇબહેન વચ્ચેનો અદભુત પ્રેમ હતો એકબીજા ઉપર.છોકરા ઉપર અને જયા ઉપર નજર કરી બાબારામનેગાલે પહેલી ટપલી પડી લક્ષ્મીમાંની.

આઠવાગે જટાગોર ટીપણુ લઇને ઓંશરીમા બા સામે બેઠા હતા .જન્માક્ષર બનાવ્યા અને ગ્રહોનક્ષત્રોની ચાલ પાકી કરી બોલ્યા"કાકી...છોકરો બહુ ભાગ્યશાળી છે...મીન રાશી છે એટલે માછલાનીજેમ હતપત બહુ હશે...નામ દચઝથ ઉપર આવશે...જટાગોર દક્ષીણા લઇને ગયા એટલે લક્ષ્મીમાઆનંદથી તાળીયો પાડી ....એકલા એકલા જોરથી બોલ્યા"મારી ચાલીસ વરસની હોંશ પુરી થઇ…….

જમાનામા પાંચ રુપીયામા મહીનો ઘર ચલાવતા દુધીમાંને મણીમાંએ પાંચ રૂપીયા આપીને પુછ્યુ

"દુધી તે જોયો સે ?"

"રામ રામ કરો .તમારા વહુજી લક્ષ્મીજીએ પાક્કો

ચોકીપહેરો ગોઠવી દીધો સે ...ખાલી ઉંવા ઉંવા સાભળીને રાજી થાવાનુ પણ જયાવહુએ મને લક્ષ્મીમાંનહાવા ઘરે ગયા એટલે ખાસ બોલાવી " દુધી

મણીબાને કહેજે લાલો છે લાલો."

મણીમાં પાકા મરજાદી એટલે સમાચાર સાંભળી પાછા નાહ્યા અને દુરથી લાલાના દુખણા લીધા. ત્યારેસવારના સુર્યનારાયણ ઉત્તરાયણ તરફ ડગ માંડવાના હતા...પુરાણો પ્રમાણે એક રાક્ષસરાજાબલિરાજા જેમને ભગવાન વિ્ણુજીએ પાતાળ લોકના રાજા બનાવેલા તેમનેજ પકડીને દ્વરપાળ બનાવીદીધેલા.લક્ષ્મીજીને નારદજીએ ખબર કરી કે તમારાા ઘરવાળા બલિરાજાની કેદમા પાતાળમા છે એટલેલક્ષ્મીજી ત્યાં જઇને પોતાની સાડીનો લીરો કરી બલિરાજાને કાંડે રાખી બંધી .બલિરાજા પ્રસન્ન થયાનેબેનને કહ્યુ માંગ માંગ એટલે દ્વારપાળ બનેલા વિ્ણુને માંગ્યા. મકરસંક્રાંતિને દિવસે બલિરાજાપ્રસન્ન થાય તો ઘરમા લક્ષ્મીજી પ્રસન્ન થાય .ઘનઘાન્યના ઢગલા થાય...દેશમા ચારે તરફ ઉલ્લાસ અનેઆનંદ ફેલાય.ક્યાંક ઓણમ તો ક્યાંક હોલ્લામહોલા લહેડી તો ક્યાક બિહુ એવા અનેક નામથીઉજવણી થાય એવુ મહારાજ કહેતા કહેતા સહુને રાખડી બાંધી આશિષ આપે .બઘા કંઇ ને કંઇ આપીમહારાજને રાજી કરે...

આઠવાગ્યા આસપાસ ગૌશાળાથી ગાયોનું ઘણ ઘુઘરી ઘમકાવતુ નિકળે અને અમરેલીની જુનીબજારમા ગોળ બાજરાની ઘુઘરી જુવારની ઘુઘરી મકાઇ ,ઘાંસની ગાસડીઓ છુટે .....આજેકાળીદાસબાપા પોતે ગાયમાતાને ઘુઘરી ગોળના ડેબા ખવડાવતા હતા...જગુભાઇબાપાની પાંસેબેસીને

ગોવાળોને તથા ગરીબોને અનાજ પૈસા આપતા બેઠા હતા...

......

દસ દિવસે જયાબેન વહેલી સવારે ઘોડાગાડીમા બેસીને ઘરે પહોંચ્યા ત્યારે ચંદરવાને છાનો છાનોજોઇ લેવા ઘુસપુસ થતી હતી પણ અડીખમ લક્ષ્મીમાંએ હાથમા ડંગેરો રાખતા હતા તે જમીન ઉપરપછાડ્યો..."હુસે?સોકરા નથી જોયા? જાવ ઘરે વાલા મુઇઓ..."

કૃષ્ણની જેમ મને ઉર્ફે બાબાભાઇને કાચી નહી પાક્કી જેલમા જયાબેન સાથે કાળીદાસબાપાના રુમમાપુરી દેવામા આવ્યા કાળીદાસબાપાની ખાટ ઓંશરીમા આવી ગઇ...

સવારે ગજારમાં બેઠા કાળીદાસભાઇએ મમરો મુક્યો..." હું માંડ્યુ સે ?મને તો જોવા દે ...હું દાદો સું"

"તે ઓળીજોળી કરશુ ત્યારે જોઇ લેજો ...સોકરા જેવો સોકરો સે કાંઇ ચાર આંખ ને ચાર હાથનથી...પણ સાચુ કઉં ? છોકરો મને ગળે વળગ્યો સે ...લ્યો હાલો શીરો ખાવ ને જાવ એટલે હાંઉ"

જયાબેન આજે ચુલ્હે અડવાના હતા એટલે બાબાજીનો કબજો લઇને લક્ષ્મીમાં ખોળામા રાખીનેબેઠા હતા....જયાબેન સહીત સહુ વિચારતા હતા કે કોઇના સગ્ગી દીકરીનાં કે બબ્બે વહુનાંછોકરાવને રમાડ્યા નથી ,ખોળામા લીધા નથી ને બાબાજીને ખોળામા રાખીને રમાડ્યા કરેછે....કાંઇ ગડ નથી પડતી ...

ભગવાનને કરવુને લક્ષ્મીમાંને ગાંધીશેરીમા સારેસાંતે જવાનુ નક્કી થયુ એટલે સહુથી પહેલાદુધીવહુનો વારો પડ્યો" દુધી જો મારે બપોરે ગાંધીશેરી જાવાનુ સે છોકરાને એક મીનીટ રેઢો નથીમુકવાનો સમજી...?"જયાબેન ખુશખુશાલ થઇ ગયા ...આજે માંડ ચાન્સ મળ્યો હતો ...જયાબેને રસોઇબનાવતા બનાવતા દુધીબેનને બોલાવ્યા"દુધીભાભી...બા જેવા જાય એટલે મણીમાંને લાલાનાદર્શન કરાવવાના છે...સમજી ગયા?"

કારસો ગોઠવાઇ ગયો...ઉચ્ચકજીવે લક્ષ્મીબા નિકળ્યા ત્યારે જયાબેનને પણ ધમકી આપી દીધી

"ડોશી બહાર ગઇ એટલે ખાખાખીખી કરવા નઇ રેતી જયા .છોકરાને જરાય રેઢો નઇ મુકતી...ઓલીબાઇજી અટલા દી થી ઘુફળીયુ ખાય છે હમજી..."

પણ બા બહારની ડેલી બંધ કરી એટલે ....ગુરુ ગ્યા ગોકળ ને વાંહે મોકળ થઇ ગયુ....

મણીમા પાછલી ડેલીથી અંદર આવ્યા અને જયાબેને ચરણસ્પર્શ કરીને બાબાભાઇને મણીમાનાહાથમા આપ્યો ત્યારે મણીમાં ને જયાબેન તો ઠીક દુધીમાંની આંખોમા આંસુની ધાર વહેતીહતી..ઓવારણા ને ટાચકા ફુટ્યા કરે માં ધીરે ધીરે ગણગણે "મારા કેડમા સમાયા નંદલાલ રે...હું તોકોને ભૂલું ને કોને સમરુ રે....