કોને ભૂલુંને કોને સમરુ રે - 12 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોને ભૂલુંને કોને સમરુ રે - 12

આજે સવારે ઠક્કરબાપા આશ્રમથી છગન સમાચાર લઇને લક્ષ્મીમાંને ધરે મળવા આવ્યો "બા આજેરવિશંકર મહારાજ બપોરે આવશે . સાંજે કાર્યકરોની મીટીંગમા આશિર્વચનો આપીને તમને મળવાઆવશે રાત્રે આશ્રમના છોકરાવ સાથે વાતો કરશે ત્યાંજ સુઇ જવાના સવારે વહેલા નિકળી જશે..શીયાળો બેસી ગયો છે એટલે વહેલા આવશે..."લ્યો હવે હુ જાઉ...?

"ઉભો રે બધા છોકરાવ માટે થેલો ભરીને શીગ ચણા લઇ જા..."

સાંજે મારા ભાગ્ય ઉધડી ગયા ...ઓહોહોહો...તાંબા જેવા રંગના થઇ ગયેલા (મુળ તો ગોરા હશે )

ફુટના ઉભી ધારની ટોપી એટલે વળી ત્રણ ઇંચ વધારે ઉંચા લાગે ..વૈષ્ણવ પહેરે તેવુ પહેરણ ને ટુંકીધોતીમા મોટી ડાફ ભરતા નરકોળીયામા આવ્યા કે હાવાભાઇ જગુભાઇ બીજા આઝાદીનાલડવૈયાઓએ "ભારત માતાકી જય"બોલાવી...મહારાજ ફળીયામા પહોંચ્યા કે પગ ધોયા ધોયાનેસીધ્ધા લક્ષ્મીમાંને પગે લાગ્યા ..."અરે મારો ભાઇ ..."હાવ કેવો થઇ ગયો સે? એલા ગાંધી બાપુય શેરદુધ બકરીનુ પીવે તું બધ્ધા માટે લડે ઇની ના નથી પણ દેહ છે તો તુંછેને?બોલ ભાઇ? મહારાજગળગળા થઇ જાય છે "બેન જંગલ કોતરમા જે મળે ખાવુ પડે કે નહી? ઓછુ લાવ" મહારાજએકદમ ધીમા અવાજે બોલે ...મીઠી મધ જેવો કંઠ ..લક્ષ્મીમાએ એનુ ગોદડુ લઇ લીધુ ..."સાવ ગાભોથઇ ગ્યુ ત્રણ વરસમા પણ છોડતો નથી?"

"બેન તારુ આપેલુ કેમ છોડુ?"

" મહીનાથી ગોદડુ બનાવતી હતી ને રોજ તને યાદ કરતી હતી મારો રવિશંકર ક્યારે આવે ને ક્યારેઆપુ..આલે . હવે બીજુ બનાવી રાખીશ પણ આવીશ તો ખરોને ?"

હું જો માણસ હોત તો રડી પડત એવો નિર્મળ પ્રેમ ..!!!પણ હું તો પથ્થરની જાત ..."

રવીશંકરભાઇ કાર્યકરોની મીટીંગમાટે ખભે નવુ ગોદડુ નાખીને ગયા ત્યારે બન્નેની આંખમા હરખનાઆંસુ હતા...હું તો પથ્થરની હવેલી.

વહેલી સાંજે પાછા આવ્યા ત્યારે ધરના એકેએકને યાદ કર્યા બાળકો સાથે બાળગીત અને નાની નાનીવારતા કરતા રહ્યા ....રાત્રે લક્ષ્મીમાં રવિશંકરભાઇને પંખો નાખતા જાયને જમાડતા જાય "અરે તારાવર કાળીદાસને ખોટુ લાગશે તો .." તો શિવજી છે.એને શેનું ખોટુ લાગે?મારો નહી આખા ગુજરાતનોલાડકો મારો ભાઇ માંડ વરસે બે વરસે આવે એમાં જીવ ઉલટાનો બળે.મને ક્યે હોં " તારો ઉભીટોપીવાળો ગોદડી઼યો ભાઇ કીમ બે વરહથી આવ્યો નથ?ગામ આખાને ઘમકાવે છે તે ને કંઇ કીધુલાગે છે તે રિસાણો હશે.

પાછો રોટલો મુકે ઉપર ચમચો ઘી નાખે ગોળનું દડબુ મુકે પછી કહે "ચોળીને દઉં? દુધ હારે સારુલાગશે ...લે હુંયે હાવ ગાલાવેલી થઇ ગઇ . રીંગણાનું શાક ખાસ તારા માટે બનાવ્યુ ને આપતા ભુલી ગઇ..!!!"

શિવજી ચોપડામાં મોઢું નાખીને બધુ સાંભળે છે હોં થોડુ ઇના માટેતો રાખ.."પાછા બન્ને હસી પડે અનેહસતા હસતા રડી પડે...."લક્ષ્મી હવે બસ કર મારુ પેટફાટી પડશે"

" ને તો પેટમાં ઘડીયાલ છે એટલે તારી રાહ નજૂએ .સાત વાગે એટલે પાટલે બેસી જાય."લક્ષ્મીબા છણકો કર્યો..

.......

જગુભાઇ મીઠાના સત્યાગ્રહમા મહીના જેલમા ગયા તો હાવાભાઇ ભારત છોડોમા ફરીથી સાતઆઠ મહીના જેલમા ગયા ...આમ બન્નેભાઇ જેલ ને મહેલ ગણી આઝાદીની લડાઇમા રતુભાઇઅદાણી વજુભાઇ શાહ જયાબેન સુમિત્રાબેન એમ એક પછી એક જેલમા જાય આવે...પણ એકેએકનીરાહ જોઇને લક્ષ્મીમાં બેઠા હોય....

........

અગ્રેજોએ ભારત આઝાદ કર્યુ ત્યારે લડવૈયાઓ ખાદીભંડારો ,નઇ તાલીમ અને ગાંધીજીનાઅસ્પુશ્યતા નિવારણ ,એવા અનેક કામે લાગી ગયા...

લક્ષ્મીમાની તબિયત નરમ ગરમ રહેતી ...એટલે હરીપ્રસાદભાઇને વહેલી સવારે આવીને ઠઠ્ઠા મશ્કરીકરવાની એકે તક મુકે...

જયાબેન બે છોકરીવાળા થયા તો હીરાબેન એક છોકરો એક છોકરીવાળા બન્ને કમુ કાંતાફૈઇઓ પણસુવાવડો ચાલતી રહી...આઝાદી પછી તરત જયાબેનને છોકરો આવ્યો ...બસ.....

બસ.....હવે મારો કથાનો દોર એટલે ગીત ગાયા પથ્થરોને બંધ થશે .ત્યાર પહેલા ખાનગીવાત...કરુ?