કોને ભૂલુંને કોને સમરુ રે - 4 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોને ભૂલુંને કોને સમરુ રે - 4

"પણ જીવી આ મોટાને લઇ જઇને ઇ લોટમંગો બાવો એને ચેલો બનાવી લોટ મંગાવત ? હાળુ ગડ નથી બેહતી.."

"બાઇજી જરા આ મોટાને ધ્યાનથી જોયો સે?"

"કેમ તો ઇમ નીમ મોટો કર્યો હશે ?"

"અરે બાઇજી જરા બરાબર જુવો...ભગવાન તમને ચડતી કળાએ રાખે પણ ઇ ને લંગોટી પેરાવી સે ?એઇ નીચે જાડો ધડુસ કંદોરો ને ગળાથી પેટ ઢંકાય એટલી માળા હારડા સોનાના..."

ગામના લોકનીયે નજરમા ચડોસો પણ ઇ તો બધા રાંક પણ આવો બાવો ઇ ને જોવે તો નકરા દાગીના જ દાગીના પછે ન્યાલ થાવા આવુ નો કરે?"

પાટે હીંચકતા કાળીદાસભાઇ ધોતીયુ ખંખેરી ખોંખારો ખાઇને ઉભા થયા ત્યારે લક્ષ્મીમાં સમજી ગયા કે જો હવે સુધરીશ નઇ તો આ મારો શીવજી ક્યાંક તાંડવ કરશે...પહેલીવાર કાળીદાસબાપા સામે નીચી નજર કરી ઉભા રહ્યા"બસ,આજથી પાણી મુકુસુ કે છોકરાને વાલની વીંટી નઇ પેરાવુ...હવે હાંઉ કરો"

.......

કાળીદાસભાઇ એટલે ઘડીયાળ સમજોને..બધુ ટાઇમ સર...કોઇ કેછે કાળીદાસભાઇ એના બાપાની જેમ સવારે છ વાગે હીસાબ કિતાબ કરી લે એટલે લક્ષ્મીમાંનો હેલો પડે "એ હાલો" લક્ષ્મીમા ગજારમા ગરમ રોટલામા ચમચો ઘી નાખીને ચોળીને આપે સાથે લોટો ગરમ દુધ પીવે બસ એટલો સંગાથ..પછી પાછળ વાડામાની નાંદમાથી જાર કાઢીને ધોતીયામા ભરીને મંડે હાલવા તે હફડફફડ નાગનાથ મંદિરે જઇને ચોગાનમા જારને ચારેકોર ઉડાડે ત્યારે પારેવા કાળીદાસભાઇની ટોપી ઉપર બેસીને નાચે તોય બાપા રાજી ...શંકરદાદાને કુવેથી પાણી લઇ પારેવાની કુંડીમા ભરે.પુજારી ત્રંબકભાઇ બાપા માટે લોટો દુધ લઇ રાખ્યુ હોય ઇ આપે એટલે બાપા શિવલીંગ ઉપર દુધ ચડાવી પુજારીને દુઘના પૈસા આપી બે મીનીટ આંખો બંધ કરી સાચા દિલથી પ્રાથના કરી લે...જમણી બાજુની હનુમાનની દેરીએ પગે લાગે ને દસ મીનીટ પગથીયે બેસે લોકોના આવરાજાવરા ઘંટનાદથી સાવ અલિપ્ત .વળી ભોળીયાના દર્શન કરી ને શાક માર્કેટમા તાજા શાક વીણીને ધોતીયાની ફાટમા ભરે ....પાછા ડેલી ખખડાવી અંદર આવે અને ઓંશરીમા ફાટમાથી શાક ખાલી કરે ત્યારે લક્ષ્મીમાં બોલે ય ખરા..."આ પોઠીયો આખા ગામનુ બકાલુ લઇ આવે સે" પણ કોઇ દિવસ કાળીદાસભાઇ જવાબ ન આપે...એકવાર લક્ષ્મીમા બોલ્યા "હવે હમણા વહુવારુ આવશે એટલે આમ ધોતીયુ ઉંચુ કરીને ફાટ ભરને બકાલુ લાવોસો તે તમને શરમ નથી આવતી પણ વહુવારુને શરમ આવે ઇટલે થેલો લઇ જવાનો" "ભલે કાલથી થેલો આપજો બસ"

સમયને જતા કયા વાર લાગે છે.એ જમાનામાં દરેક છોકરા છોકરીને લક્ષ્મીમાંએ ચાર ચોપડી ભણાવ્યા પણ છેકરીયુને સાત ચોપડી ભણાવવી હતી પણ એ સમયમાં ચાર ચોપડી ભણતર સાથે દરેક છોકરાઓને ગણતી એકદમ પાકું કરાવ્યુ તો છોકરીઓને સંગીતના ઘરે શિક્ષક બોલાવી સંગીત શીખવાડ્યુ.જગુભાઇ રોજ વ્યાયામ શાળામાં જઇને શરીરને કસરતબાજ બનાવ્યું.ભગવાનજીભાઇ મહેતાના હાથ નીચે યોગાસનો પ્રાણાયામ શીખ્યા.પુરણભાઇને જન્મથીહોઠ ફાટેલો અને તાળવુ નહોતુ એટલે એમનું બોલેલું બહુ ઓછા સમજી શકે.પણ અમને સંગીતનો ભારે શોખ હતો એટલે બહેનો સાથે સંગીત શીખતા રહ્યા. સરસ વાયોલિન વગાડતા થયા. લક્ષ્મીમાંએ એનેસાતખોટનો દીકરો ગણીને તેના તમામ શોખ પુરા કર્યા હતા. હવાભાઇ કાળીદાસબાપા સાથે રહીને ખૂબ ચાલતા રહ્યા સાદાઇ તેમને રગરગમાં ઘુંટાઇ ગઈ.

છોકરાવ મોટા થઇ ગયા ,લગન થઇ ગયા પણ જ્યાં સુધી લક્ષ્મીમાં જીવતા ત્યાં સુધી કાળીદાસબાપાને લક્ષ્મીમાં જ સામે બેસીને શીરામણ કરાવે ત્યારે કોઇ વહુની હિમ્મત નહી કે નજીક ફરકે...એમ લક્ષ્મીમાં બાપાની મજાક કરે તો મોઢામા સાડલા ઠુંસીદે પણ બા ની નજરે ખીખીયાટા કરતા ન ચડાય એટલે ન જ ચડાય..કોઇનાંથી નહી...જરાક રસોડામાં ઘુસપુસ હાંભળાય કે એક અવાજે લક્ષ્મીમાં અચુક બોલે..."એ વાલા મુઇઓ...ખીખીયાટા કરોમાં હજી હું ગઇ નથી...મનમાં તો ઘણુંયે થાતુ હશે કે ડોશી આવી દાધારીંગી સે તે જટ જાય તો છુટકો થાય..."