જેલ નંબર ૧૧ એ - ૩૦ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જેલ નંબર ૧૧ એ - ૩૦

ત્યાં એક માણસ ઊભો હતો. તેના મોઢા પર એક ગુલાબી રંગનું કાગળ લગાયું હતું. અને જ્યારે મૌર્વિએ તે ગુ લાબી કાગળ તેને લઈ લીધું.. તો ખબર પડીકે પેલા પ્રેમીનો કાગળ હતો. અળધો લખ્યો હતો. ૧૧ - એ વિષે હતું. 

મૌર્વિએ મોઢું ઉઠાવી જોયું, તો સમર્થ ઊભો હતો. તેનામાં કશુંજ બદલાયું ન હતું. 

‘મૌર્વિ.. હું જાતેજ કૈદ થઈ જઈશ. ચાલશેને?’

‘તો તું હતો, એ “પ્રેમી”?’

‘હા. મતલબ હું “પ્રેમી” નથી. પણ..- એડલવુલ્ફા, શું કહેવાય એને? હા, શુભેચ્છુ છું.’ 

‘તો આવા ગુલાબી કાગળ પર પ્રેમ પત્ર કેમ લખતો હતો?’

‘શું એ પ્રેમ પત્ર હતા? ના. એને શુભેચ્છક પત્રો જ કહેવાય ને. કોઈ પ્રેમ દેખાડતા શબ્દો છે, પણ એ તો કોઈ પણ લખી શકે. અને શું એ બધુ સત્ય છે?’

‘શું તું કોઈ માટે લખતો હતો?’

‘ના. પણ એ પ્રેમ પત્રો લખવાનું એક કારણ છે. જે હું તને અત્યારે નહીં કહું. અત્યારે તો હું પુરાઈ જઈશ.’ 

કહી તે આગળ નીકળી ગયો. 

‘એડલવુલ્ફા? તને સમર્થે બોલાવી હતીને?’

‘હા. તેટલેજ તો તેને ખોજવો અઘરો ન હતો.’ 

‘પણ તને.. કોઈના કહેવા પર રાખી હતી?’

‘ના. મને ખબર નથી. મને ખાલી પૈસાથી મતલબ હતો.’

‘અને તને આ બધી વાતની ખબર ક્યારે પડી?’

‘મને તો કઈ ખબર જ નથી. મને જેમ કહો તેમ હું કરું છે.’

‘જે હું વિચારું છું, તે કરવું ખૂબ અગત્યનું અને ઘાતક છે. કદાચ હું મરી જાઉ.. કદાચ અમે બધા મરી જઈએ. મારે જાણવું છે, કે સમર્થ આ બધુ શા માટે કરતો હતો. તું મને જાણીને આપીશને?’

‘બિલકુલ. હાલ તો ઘરે જઈએ.’ 

‘ચાલો.’ 

કહી તે બંનેઉ ગયા.  

જોયું તો સમર્થ ગાયબ થઈ ગયો હતો. મૌર્વિ ડરવા લાગી. એડલવુલ્ફાએ આંખનો ઈશારો કર્યો, ચિંતા ન કર. 

તેઓ ઘરે પહોંચ્યા. ત્યાં જ ૧૧ - એ વાળો દરવાજો બંધ થયો. 

અને એડલવુલ્ફાએ કહ્યું, ‘સમર્થ અંદર જ છે..’

મૌર્વિ માની ગઈ. તે રસોડામાં ગઈ. ભાત - ભાતના પકવાન બનાવવા માટે તૈયારીઓ ચાલુ કરી. એ ચાલુ થયું ભોજન બનવાનું. એડલવુલ્ફા પણ અંદર આવી, અને જોવા લાગી. તે ધીમે ધીમે મૌર્વિની મદદ કરવા લાગી. એડલવુલ્ફાને જમવાનું બનાવતા આવડતું ન હતું. તે બંનેવ કોઈ ખાસ વાત ન કરતાં હતા, પણ લાગતું હતું જાણે એક બીજાને વર્ષો વર્ષથી જાણે છે. 

એડલવુલ્ફા નાની - નાની વસ્તુમાં હાથ ધો = ધો કરે. નળ ખોલીને હાથ ધોવે તો મૌર્વિનું ધ્યાન ભટકાઈ જાય. 

એકબે વાર ૧૧ - એ પાછળથી અવાજ આવ્યા, પણ બાકી બધુ શાંત હતું. 

સાંજ થતાં જ, મૌર્વિએ ૧૧ - એનો દરવાજો ખોલ્યો. વિશ્વાનલ કૂદીને બહાર આવ્યો. ફક્ત થોડાક જ દિવસોમાં તે વધુ પાતળો થઈ ગયો હોય તેમ લાગતું હતું. 

મૈથિલીશરણ શાંત હતો, પણ સમર્થના મોઢા પર સ્મિત હતું. 

‘આ શું?-’

‘જમવા પર વાત કરીએ.’

કહી બધાને બેસાડ્યા. બધા નીચે બેઠા. જોયું તો એડલવુલ્ફાએ થાડી કાઢી રાખી હતી. મૈથિલીશરણ ભૂખ્યું કુતરાની જેમ જમવા પર તૂટી પડ્યો. તો બીજી બાજુ સમર્થ અને વિશ્વાનલ એક બીજા સામે જોતાં જ રહ્યા. 

‘આ જમવાનું..’

વિશ્વાનલે પૂછ્યું. 

‘તમે અમારા મહેમાન છો.’ મૌર્વિએ કહ્યું. 

‘જેલ વાળા.’

‘અને આ તમારું છેલ્લું ભાણું છે.’ મૌર્વિ એ ‘છેલ્લું’ પર ભાર આપ્યો. 

બધા શાંત થઈ ગયા. કોઈ શું બોલે? આ વાક્ય તો અર્થનો અનર્થ કરતો હતો. આ વખતે તો સમર્થ પણ શાંત હતો. તેના મોઢા પરનું સ્મિત લુસાઈ ગયું હતું. 

‘મૌર્વિ, જોતો મે તારી થાળીમાં કદાચ મીષ્ઠાન નથી મૂક્યું..’