અયાના - (ભાગ 24) Heer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અયાના - (ભાગ 24)

સમીરા ને વિશ્વમ અને દેવ્યાની ની લવસ્ટોરી કહેવા માટે અયાના એને લઈને રૂમમાં આવી...

સ્કૂલ ના દિવસો થી લઈને દેવ્યાની ના પરિવારે કંઈ રીતે પારસી ધર્મના વિશ્વમ નો અસ્વીકાર કર્યો ત્યાં સુધીની રગેરગ માહિતી એકશ્વાસમાં કહીને અયાના એ વિરામ લીધો...

"ઓહ , તો શું દેવ્યાની પણ અત્યારે ...."

સમીરા ની વાત વચ્ચેથી કાપતા જ અયાના બોલી ઉઠી...
"હા....પણ એ એને છુપાવીને આગળ વધવા માંગે છે...."

" પ્રેમ ને કોઈ કંઈ રીતે છુપાવી શકે...."

" એ તો સાવ સરળ છે.... આપણે જેને પ્રેમ કરીએ છીએ એને આ વાતની જાણ થવા નહિ દેવાની એટલે પ્રેમ છુપાયેલો રહે..."

"દેવ્યાની પાસે તો રીઝન છે પરંતુ તું શું કામ તારો પ્રેમ છૂપાવે છે ...."

એનો જવાબ આપવા માટે અયાના એ એનું મોઢું તો ખોલ્યું...પણ એ ખુલ્લુ જ રહી ગયું ....કારણ કે આ સવાલ નો જવાબ કદાચ એની પાસે ન હતો ...બીજી જ સેકન્ડે એને યાદ આવ્યું કે સમીરા કયા પ્રેમ ની વાત કરતી હશે? કારણકે હું ક્રિશય ને પ્રેમ કરું છું એની જાણ તો એને છે જ નહિ...

"હું પ્રેમ છુપાવું છું...?" અજાણ્યા બનવાનું નાટક કરીને અયાના ઉભી થઇ અને પોતાનો સામાન સમેટવા લાગી...

"ક્રિશય પ્રત્યેનો તારો પ્રેમ ...હું જાણું છું તું એને પ્રેમ કરે છે....." સમીરા જાણતી હતી કે એ કાળા ઘટાદાર અંધારામાં અઠેગઠે તીર ચલાવે છે ...પરંતુ અયાના નો ચહેરો જોઈને એને લાગતું હતું કે એનું તીર બરોબર માછલી ના આંખ તરફ જઈ રહ્યું છે ...

"શું બક્વાસ કરે છે....હું કંઈ એને પ્રેમ બ્રેમ નથી કરતી..."

સમીરા ને ચૂપ જોઇને અયાના ફરી બોલી ઉઠી...
" એ તો તારો છે હું કંઈ રીતે એની ઉપર નજર નાખી શકું..."

સમીરા ને સમજાતું ન હતું કે અયાના સાચું કહે છે કે ખોટું...કારણ કે એ જે અયાના ની આંખોમાં ક્રિશય માટે જુએ છે એ તો કંઇક અલગ જ હતું....

" ચાલ નીકળીએ હવે...." પોતાનો સામાન લઈને વ્હાઇટ કોટ પહેરીને અયાના બહાર આવતી હતી ત્યાં સામે દેવ્યાની આવી...

"અહીંયા શું કરો છો..."

"તું એ કહે તું ક્યાં હતી અત્યાર સુધી...."

"હું...રૂદ્ર નો કોલ...." દેવ્યાની ના તૂટક તૂટક શબ્દો સાંભળીને પેલી બંને સમજી ગઈ કે આખી વાત શું છે....

"લીસન મારે તારું કામ છે...." દેવ્યાની ને રોકીને સમીરા બોલી...

"હા બોલ...."

સમીરા સાથે વાત કરીને દેવ્યાની એને બધું પટરપટર બોલી દેવાની છે એ ખ્યાલ આવતા અયાના અંદરથી ડરવા લાગી...એના ચહેરા ઉપરનો ડર સમીરા ને તરત દેખાય ગયો હતો...

"ક્રિશય...."

સમીરા ની વાત હજુ ચાલુ થાય એ પહેલા જ દેવ્યાની ના ફોનની રીંગ વાગી...અને સ્ક્રીન ઉપર રૂદ્ર નામ જોઇને પાગલ બની ગઈ....એ રૂમની બહાર જતી હતી એટલે અયાનાને થોડી નિરાંત થઈ...
પરંતુ બીજી જ સેકન્ડે વધુ પડતી ઉત્સાહી દેવ્યાની પાછળ ફરીને બોલી....
"સમીરા , ક્રિશય વિશેની જાણકારી તને મારી પાસેથી નહિ આની પાસેથી મળશે...કેમ કે ...."

"તું જા તારામાં રૂદ્ર નો ફોન આવે છે ...." પરાણે ધક્કો મારીને અયાના એ દેવ્યાની ને બહાર કાઢી....

સમીરા ના ચહેરા ઉપર વિજય પ્રાપ્ત થયો હોય એવી રેખા ઉપસી આવી....
"એ કેમ આવું બોલીને ગઈ ....શું એ ...."

" હા હું ક્રિશય ને પ્રેમ કરું છું..."

એ બંને ને થોડો પણ ખ્યાલ ન હતો આ વાત ખાલી એ બંને વચ્ચે જ નહતી થઈ રહી પરંતુ બહાર ઊભેલો ક્રિશય આ સાંભળી રહ્યો હતો....

અત્યારે ડો.પટેલ સાથે પેશન્ટ ની ફાઈલ ચેક કરતો ક્રિશય હજુ પણ અયાના ના વિચાર માં હતો...
નાનપણ થી અત્યાર સુધી અયાના મને પ્રેમ કરતી હતી અને એ વાત મને જણાવી પણ ન હતી...
જ્યારે બસમાં એને અયાનાની આંખોમાં જે ફરિયાદ નજર આવી હતી એ પણ ક્રિશય ને અત્યારે સમજાય ગઇ હતી...
અને આ વાતની જાણ સમીરા ને થઈ ચૂકી છે તો શું સમીરા એને છોડીને જતી રહશે ? એ વાત પણ ક્રિશય ને હવે હેરાન કરવા લાગી...
અયાના પોતાને પ્રેમ કરતી હતી પરંતુ એ તો સમીરા ને જ પ્રેમ કરતો હતો....
આ વિચારીને એના મગજમાં ફરી એક વિચાર જબક્યો...
' શું મને ક્યારેય પણ અયાના સાથે પ્રેમ થયો હતો....'
'શું હું સાચું જ સમીરા ને પ્રેમ કરું છું....'
'અયાના સાથે ખાલી મિત્રતા જ છે કે પછી....'

"પાગલ તું મને પ્રેમ કરે છે ...." ડો.પટેલ ની જગ્યાએ ક્રિશય ને અયાના નજર આવી ... અયાના જોર જોરથી બોલતી હતી અને હસી રહી હતી ...આટલી ખુશ એને ક્યારેય જોઈ ન હતી...

એને આ રીતે જોઇને ક્રિશય ના ચહેરા ઉપર પણ સ્માઇલ આવી ગઈ ....

"એકવાર તારા દિલ ઉપર હાથ રાખીને જો...તારા દિલમાં પહેલા પણ અયાના હતી આજે પણ છે અને હમેંશા રહેશે...."

પોતાના દિલ ઉપર હાથ રાખીને ક્રિશય કંઇક મહેસૂસ કરવા માંગતો હતો પરંતુ વચ્ચે જ એને ચપટી નો અવાજ આવ્યો...

એણે આંખ ખોલી ત્યાં એની સામે અયાના ના બદલે ડો.પટેલ ઊભા હતા ...

"ક્યાં...."

"અયા...." આખું નામ પૂરું થાય એ પહેલા જ ક્રિશય બરોબર ભાનમાં આવી ગયો...

"અહીંયા જ...બીજે ક્યાં હોય અંકલ...."

"અંકલ...?"

"સર....સોરી સર...."

"આ બધી ફાઈલ કાલે ચેક કરીને મારે એની જગ્યાએ જોઈએ ..."

"ઓકે સર...."

" અને હા આ કામ જવાબદારી વાળું છે એટલે તને આપુ છું ધ્યાન રાખજે ... મારે કોઈ પણ ફાઈલ આડીઅવળી થવી ન જોઈએ...." જતા જતા ડો.પટેલ પાછળ ફરીને બોલ્યા...

"ઓકે...."

' વિશ્વમ ' કંઇક વિચાર કરતા ક્રિશય ની આંખો ચમકી અને એ દોડીને લિફ્ટ તરફ આવ્યો...

"વ્હોટ ....મને ખબર જ હતી કંઇક તો દાળ માં કાળું છે જ...અને આ તો પૂરી દાળ જ કાળી નીકળી...." વિશ્વમ બોલ્યો..

" હું શું કહુ છું એ સમજે છે કે પછી ખાલી દાળ જ બનાવે છે...."

"હા યાર હું સમજુ જ ને..."

"શું સમજે છે....?" ક્રિશય આખો વિશ્વમ તરફ ફરી ગયો અને પૂછ્યું...

" એ જ કે બિચારી અયાના ને પણ મારી જેમ એનો પ્રેમ નહિ મળે ..."

" તો તે ક્યાં હાર માની લીધી છે...."

" હા હું એ જ કહું છું મારે પોસિબિલ નથી છતાં મે હાર નથી માની તો આ અયાના...." પોતાની વાતને અધૂરી છોડીને વિશ્વમ ક્રિશય ને જોઈ રહ્યો ...

"પણ હું તો સમીરા ને...."

"ક્રિશય , તું સાચું સમીરા ને જ પ્રેમ કરે છે ને...?"

આ સવાલ નો જવાબ ક્રિશય કદાચ ' હા ' માં આપવાનો હતો પરંતુ એને પણ ખ્યાલ આવ્યો કે શું એ જવાબ જ સાચો જવાબ હશે ....

લોબીમાંથી બેલ નો અવાજ આવતા બંને દોડીને નીચે આવ્યા ...
પેશન્ટ નું તાત્કાલિક ઓપરેશન કરવાનું હતું એટલે બંને તૈયારી કરીને ડો.પટેલ ની સાથે સાથે બીજી બે ત્રણ નર્સ ,ક્રિશય અને વિશ્વમ બધા ઓપરેશન થીયેટરમાં આવ્યા...

આઠ વાગવા આવ્યા હતા અયાના અને દેવ્યાની બંને ઘરે જવા માટે નીકળ્યા... ક્રિશય , વિશ્વમ અને સમીરા ને હજુ થોડા સમય માટે હોસ્પિટલમાં રોકાવાનું હતું....

ઘરે પહોંચીને ડિનર કર્યા બાદ દેવ્યાની પોતાના રૂમમાં હતી ત્યારે એ રૂદ્ર ના ખ્યાલોમાં જ ઉડી રહી હતી ...હા એ વાત સાચી છે કે એ વિશ્વમ ને પ્રેમ કરતી હતી પરંતુ જ્યારથી એ રૂદ્ર ને મળી હતી ત્યારથી અને આમ તો એના પહેલાથી જ એ વિશ્વમ સાથેનો પોતાનો પ્રેમ ઘટાડી ચૂકી હતી...
દેવ્યાની ને અત્યારે ખ્યાલ આવ્યો કે શું આ વાત એણે રૂદ્ર ને જણાવી જોઈએ ...
એ રૂદ્ર સાથે કોઈ સંબંધ બાંધતા પહેલા એને બધી હકીકત કહી દેવા માંગતી હતી ...એ એક સત્ય સાથે પોતાનું નવું જીવન ચાલુ કરવા માંગતી હતી...

પરંતુ એના મગજમાં એક જ ડર સમાયેલો હતો કે શું રૂદ્ર આ વાતને સમજીને એને સ્વીકારશે કે નહિ...

"કોઈ અગત્સ્ય નો કોલ આવ્યો હતો...." ડિનર કરી લીધા બાદ કુમદને યાદ આવતા એણે આ વાત અયાનાને કરી...

"વ્હોટ...." જાણે કોઈ ફિલ્મસ્ટાર ના ફોનની વાત સાંભળી હોય એ રીતે ઉત્સાહ માં આવીને અયાના બોલી ઉઠી....

"મમ્મી....તારે આ વાત મને પહેલા કહેવાની હતી...."

"કોણ છે અગત્સ્ય....?"

"એ બધું પછી કહું નંબર ક્યાં છે...?"

"ક્રિશય પાસે...." કુમુદ ના મોઢે આ સાંભળીને બે સેકન્ડ પહેલાની ખુશી અયાના ના ચહેરા ઉપર થી ગાયબ થઈ ગઈ....

(ક્રમશઃ)