The Next Chapter Of Joker - Part - 31 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 100

    ભાગવત રહસ્ય-૧૦૦   આ શરીરને સ્પર્શ કરવાથી કાંઇ આનંદ મળતો નથી,...

  • ખજાનો - 67

    "હર્ષિત...! પેલાં દિવસે..તે કાગળનો ટુકડો તું કેમ સંતાડતો હતો...

  • જીવન એ કોઈ પરીકથા નથી - 1

    જીવન એ કોઈ પરીકથા નથી ( ટુંકી ધારાવાહિક)આજે બે વર્ષ થયા મમ્મ...

  • એન્ડ્રોઇડ ૧૫ રોલ આઉટ

    ગૂગલ દ્વારા પોતાની સેલ ફોન કંપની પીક્સેલના યુઝર્સ માટે એન્ડ્...

  • કર્મ

    કર્મ   गर पग चले नित सत पथ , और सच बोले मुख ।  हस्त करे सत्क...

શ્રેણી
શેયર કરો

The Next Chapter Of Joker - Part - 31

The Next Chapter Of Joker

Part – 31

Written By Mer Mehul

જુવાનસિંહે બલરનાં ઘર બહાર બાઇક રોકી. પાછળ બેઠેલો જૈનીત નીચે ઉતર્યો પછી જુવાનસિંહ પણ નીચે ઉતર્યા અને બાઇક સ્ટેન્ડ પર લગાવી. જુવાનસિંહ વૈશાલીની દુકાન બહાર નીકળ્યા ત્યારે જૈનીતનો ફોન આવ્યો હતો. જૈનીત નરોડા પાટિયા પહોંચી ગયો હતો, બંને મળ્યા અને થોડી ચર્ચા થઈ. ત્યારબાદ જુવાનસિંહે એક બાઇકની વ્યવસ્થા કરી અને બંને બલરનાં ઘરે પહોંચી ગયાં.
જુવાનસિંહે બલરનાં ઘરનો ગેટ ખોલ્યો અને દરવાજા પાસે આવીને બેલની સ્વીચ દબાવી. થોડીવાર પછી મિસિસ બલરે દરવાજો ખોલ્યો.
“મી. બલર છે ?” જુવાનસિંહે પૂછ્યું.
“ના… એ બહાર ગયા છે..” મીસિસ બલરે કહ્યું અને આંખો ઝીણી કરી, “તમે પેલાં ઇન્સ્પેક્ટર છો ને ?”
“હા..” જુવાનસિંહે કહ્યું, “તમે મને ઓળખી ગયા ?, મી. બલર કહેતા હતા કે તમને ભૂલવાની બીમારી છે”
“ના ભાઈ…ઉંમર થઈ ગઈ છે એટલે ઓછું સંભળાય છે પણ કાનાની કૃપાથી આંખો અને યાદશક્તિ હજુ સારી છે”
“ઓહ..તો મી. બલર ખોટું બોલતાં હતાં” જુવાનસિંહે કહ્યું.
“ખબર નહિ પણ તમે અહીં શા માટે આવ્યા ?, કેસ તો બીજા કોઈને સોંપવામાં આવ્યો હતો ને ?”
“તમને કેવી રીતે ખબર પડી ?” જુવાનસિંહે પુછ્યું.
“ એ(મી. બલર) બહાર નીકળ્યાં ત્યારે કોઈની સાથે ફોન પર વાતો કરતાં હતાં. ત્યારે તમને કેસમાંથી હટાવી દેવામાં આવ્યા છે એ વાતનો ઉલ્લેખ થયો હતો” મિસિસ બલરે કહ્યું.
“સમજ્યો…બીજી શું વાત સાંભળી તમે ?” જુવાનસિંહે પૂછપરછ આગળ ધપાવી.
“કોઈ ડિલની વાત થતી હતી કદાચ…બે દિવસમાં ડિલ ડન થઈ જશે એવું બોલતાં હતાં..”
“ઓહ…” જુવાનસિંહે કહ્યું, “મી. બલરની વાતચીત દરમિયાન તમે કોઈ વ્યક્તિનું નામ સાંભળ્યું હતું ?”
“ના…પણ ‘મારી વાત સાંભળ P – 6’ એ વાત વારંવાર દોહરાવતાં હતાં”
“ઓહહ..” જુવાનસિંહે ફરી હુંહકાર ભર્યો, “મને મી.બલરનાં રૂમ બતાવશો”
“જરૂર..” કહેતાં મિસિસ બલર અંદર તરફ ચાલ્યાં. જુવાનસિંહ અને જૈનીત પણ તેની પાછળ ઘરમાં પ્રવેશ્યાં. મી. બલરનાં રૂમ પાસે આવીને મિસિસ બલર ઊભા રહ્યાં.
“થેંક્યું..” કહેતાં જુવાનસિંહ રૂમમાં પ્રવેશ્યાં.
“તમે અલમારી તપાસો…હું ડ્રોવર ચૅક કરું છું..” જુવાનસિંહે જૈનીતને ઉદ્દેશીને કહ્યું.
જૈનીતે હકારાત્મક ઢબે માથું હલાવ્યું અને અલમારી તરફ આગળ વધ્યો.
“શું થયું ઇન્સ્પેક્ટર ?” મિસિસ બલરે પૂછ્યું.
“મી. બલર રમણિક શેઠ કેસનાં સસ્પેક્ટ છે એટલે અમે રૂમની તલાશી લઈએ છીએ…” જુવાનસિંહે કહ્યું.
“સારું…હું પાણી લઈ આવું” કહેતાં મિસિસ બલર રસોડા તરફ ચાલ્યાં.
બીજી તરફ જુવાનસિંહ અને જૈનીત પોતાનાં કામે લાગી ગયાં. જુવાનસિંહે વારાફરતી ત્રણેય ડ્રોવર તપસ્યા. ડ્રોવરમાં રેગ્યુલર દવાઓ, ફાઈલો, પુસ્તકો અને સ્ટેશનરીનો સમાન પડ્યો હતો. જૈનીતે પણ અલમારી તપાસી પણ અલમારીમાં કામની વસ્તુ ના મળી. એટલામાં મિસિસ બલર પાણી લઈને આવ્યાં.
“બીજી કોઈ જરૂર હોય તો કહેજો…” મિસિસ બલરે પાણીનાં ગ્લાસ બંનેના હાથમાં આપીને કહ્યું.
“ચોક્કસ” કહેતા જુવાનસિંહ બે ઘૂંટ પાણી પીને ગ્લાસ પરત કર્યો.
‘મને તરસ નથી’ કહેતાં જૈનીતે ગ્લાસ પરત કર્યો.
ત્યારબાદ બંનેએ દસ મિનિટ સુધી ઘર ખોળ્યું પણ કામમાં આવે એવી કોઇ વસ્તુ ના મળી. આખરે થાકીને બંને સોફા પર બેસી ગયાં.
“જૈનિત…મને આંખે અંધારા આવે છે” જુવાનસિંહે આંખો પર હાથ રાખીને કહ્યું.
“શું થયું ?”
“મને લાગે છે, મિસિસ બલરે પાણીમાં બેહોશીની દવા ભેળવી દીધી છે..” કહેતાં જુવાનસિંહ સોફા પર ઢળી ગયાં.
*
બીજી તરફ ચંદ્રકાંત ઝાનાં હુકમથી કેયુર ચાવડા આરવની ધરપકડ કરવા તેની શોપ પર પહોંચે છે પણ આરવ કામથી બહાર ગયેલો હોવાથી તેની ધરપકડ થતી નથી. ચાવડા આરવની શોપની બાજુની શોપમાં જનકભાઈ સાથે વાત કરે છે અને ‘રમણિક શેઠ’ મર્ડર કેસ બીજા ઓફિસરનાં હાથમાં ટ્રાન્સફર થયો હોવાથી ફરી એકવાર અવિનાશને પૂછપરછ કરવાનાં હેતુથી પોલીસ સ્ટેશને બોલાવ્યો હોવાની માહિતી આપે છે.
ચાવડાને અવિનાશની ધરપકડ માટે હુકમ મળ્યો છે એ વાતથી જનકભાઈ અજાણ હોય છે. તેઓ પોલીસને સહકાર આપવાનાં ઈરાદાથી અવિનાશને બોલાવે છે અને ચાવડા સાથે મોકલી દે છે. ચાવડા જ્યારે પોલીસ સ્ટેશન તરફ જ્તો હોય છે ત્યારે અવિનાશને હકીકત જણાવે છે.
અવિનાશ આ વાત સાંભળીને રીતસરનો ડરી જાય છે. ચાવડા તેને ધરપત આપે છે અને જુવાનસિંહ તેની સાથે છે એવું જણાવે છે. પોલીસ તંત્રની સાંત્વના મળતા અવિનાશ થોડો શાંત થાય છે પણ તેને જ્યારે સેલમાં લઈ જવામાં આવે છે ત્યારે સાવ જુદી જ ઘટનાં બને છે.
અવિનાશ અને અંકિતાને એક સેલમાં લઈ જવામાં આવે છે જ્યાં ચંદ્રકાંત ઝા અવિનાશને ઢોર માર મારે છે અને અંકિતા પોતે ધંધો કરતી એવું સ્વીકારવા અંકિતા પર દબાણ કરે છે. અવિનાશ અંકિતા સાથે માત્ર આંખોથી જ વાત કરી શકે છે પણ એ આંખો ના ઇશારામાં અંકિતા બધું જ સમજી જાય છે અને પોતે એ વાતની કબૂલાત નથી કરતી.
આખરે થાકી-હારીને ચંદ્રકાંત ઝા ગાળો બોલતો બોલતો બહાર નીકળી જાય છે.
*
જુવાનસિંહની આંખો ખુલ્લી ત્યારે તેઓની સામે જૈનીતનો ચહેરો આવ્યો. જૈનિતની બાજુમાં કેયુર ચાવડા ઉભો હતો. તેની બાજુમાં ડોક્ટર ઊભા હતા. જુવાનસિંહ બાજુમાં નજર કરી તો તેની બાજુનાં બેડ પર હિંમત સૂતો હતો.
જુવાનસિંહ બેડ પર બેઠાં થઈને માથું પકડ્યું,
“શું થયું હતું મને ?”
“તમને બેહોશીની દવા આપવામાં આવી હતી, તમે છેલ્લી આઠ કલાકથી બેહોશ હતાં” જૈનીતે કહ્યું.
“ઓહ...તો મિસિસ બલરે પાણીમાં એ દવા ભેળવી હતી” જુવાનસિંહને એ ઘટનાં યાદ આવી.
“હા, મેં પાણી નહોતું પીધું એટલે હું બેહોશ ન થયો...જો પીધું હોત તો અત્યારે આપણે બંને કોઈ સુમસામ જગ્યા પર બંધાયેલા પડ્યા હોત” જૈનિત હળવું હસીને બોલ્યો. જુવાનસિંહે પણ સ્મિત વેર્યું.
“કેયુર.. તમે અહીં ?” જુવાનસિંહે ચાવડા તરફ ઊડતી નજરે જોઈને કહ્યું. તેનાં કપાળ પર ચિંતાની રેખા ખેંચાઈ આવી હતી.
“તેઓનો કોલ આવ્યો હતો” જૈનીતે કહ્યું, “મેં તમારાં ખબર આપ્યા એટલે તેઓ અહીં આવી ગયા”
“બધું બરાબર છે ને ?, તમારો ચહેરો કેમ ઉતરી ગયેલો છે ?” જુવાનસિંહે પૂછ્યું.
“નથી બરાબર સર...” ચાવડાએ કહ્યું, “ઝાએ આરવ શેઠ અને અવિનાશની ધરપકડ કરાવી છે અને અવિનાશને ટોર્ચર કરીને ગુન્હાની કબૂલાત માટે દબાણ આપવામાં આવે છે”
“ઓહહ..” જુવાનસિંહે નિઃસાસો નાંખ્યો, “ચંદ્રકાંત હવે કોઈનું નહિ સાંભળે”
જુવાનસિંહ જૈનીત તરફ જોયું, “મિસિસ બલરનાં કોઈ સમાચાર ?”
“આપણને પાણી આપીને તેઓ બહારથી દરવાજો લોક કરીને ફરાર થઈ ગયા હતા પણ તેઓનાં સમાચાર તમારા શુભચિંતકે હમણા જ કૉલમાં આપ્યા”
“ઓહહ..” જુવાનસિંહ ચમક્યા, “શું કહ્યું એણે ?”
“મિસિસ બલર અને શાંતા તમારાં શુભચિંતકનાં કબ્જામાં છે અને આજે સાંજે સાડા અગિયાર વાગ્યે આપણને એસ.પી. રિંગ રોડ પર આવેલા શેઠ બંગલોઝ પર જવાની સલાહ આપી છે. ત્યાં જ આપણને મોટી લીડ અને ઘણાબધા ખુલાસા થશે એવું જણાવવામાં આવ્યું છે”
જુવાનસિંહે બેડ પરથી પગ જમીન પર રાખ્યાં અને ઊભા થતાં કહ્યું, “સમજ્યો...”
“મને એક વાત નથી સમજાતી જુવાનસિંહ..” જૈનીતે કહ્યું.
“કંઈ વાત ?”
“તમારો શુભચિંતક મને પણ ઓળખે છે...તેણે મારો અવાજ સાંભળીને મને ઓળખી લીધો”
જુવાનસિંહ હળવું હસ્યાં, “એ શુભચિંતક કોણ છે એની મને અંશતઃ જાણ થઈ ગઈ છે પણ હાલ એ કોણ છે એ જાણવું મહત્વનું નથી..મારા બે કોન્સ્ટેબલ ગાયબ છે, એક ઇન્સપેક્ટર અને એક કોન્સ્ટેબલ ઘાયલ છે, મને આ કેસમાંથી હટાવી દેવામાં આવ્યો છે અને આ બધું રાત્રે પરત મેળવવાનું છે”
જૈનીતે પણ ઊંડો શ્વાસ લીધો, “મારે પણ એક વ્યક્તિ સાથે જૂનો હિસાબ ચૂકતે કરવાનો છે”
(ક્રમશઃ)