અયાના - (ભાગ 22) Heer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અયાના - (ભાગ 22)


હોસ્પિટલ થી નીકળીને ક્રિશય ના મનમાં એક જ વાત ચાલતી હતી કે આજે અયાના ને પૂછીને વાતને અહીં જ પૂરી કરી દેવી છે....

બંને કલાક જેવો સમય હોસ્પિટલમાં રહીને ત્યાંથી બસ પકડીને નીકળી ગયા હતા....વિશ્વમ નું ઘર આવતા એ સ્ટોપ ઉપર ઉતરી ગયો....
ક્રિશય એના ઘર ની રાહ જોઈ રહ્યો હતો ....ઘર આવતા જ એ પહેલા અયાના ની ઘરે જવાનું વિચારી રહ્યો હતો ....

બસ સ્ટોપ ઉપર ઉતરીને ક્રિશય ઘર પાસે પહોંચ્યો... સામે અયાના ના ઘર તરફ નજર કરી અને ત્યારબાદ પોતાની હાથમાં પહેરેલી ઘડિયાળ તરફ નજર કરી...સાંજના આઠ વાગી ગયા હતા એટલે હવે ક્રિશયે ડિનર બાદ અયાના ને મળવાનું વિચાર્યું અને પોતાના ઘરે આવ્યો....

"આ લે ગરમાગરમ બટાકાપૌવા...." ક્રિષ્ના એ સફેદ આરસપહાણ નો બનેલ મોટું બાઉલ આપીને કહ્યું....

"જલ્દી આપ મમ્મી ...બોવ જ ભૂખ લાગી છે...." બધા વિચારોને ખેરીને ક્રિશય ખુરશી ઉપર ગોઠવાયો અને બટાકાપૌવા ભરેલી મોટી ચમચી મોંમા ઠાલવી...

આંખ બંધ કરીને આનંદ લેતો ક્રિશય બોલી ઉઠ્યો....
"આનો સ્વાદ એકદમ કુમુદ આંટી ના બટાકાપૌવા જેવો જ છે...."

"એના ઘરેથી જ આવ્યા છે...."

"અયાના આવી હતી...?" મોઢું પરાણે ખોલીને ક્રિશયે પૂછ્યું...

"ના , કુમુદ જ આવી હતી.... અયાના તો થાકી ગઈ છે એટલે ખાઈ ને સૂઈ જવાની હતી...."

સૂવાનું નામ સાંભળીને ક્રિશય નું હલનચલન કરતું મોઢું અટકી ગયું...

અને ત્યારબાદ ક્રિશય એક પછી એક ચમચી મોંમા મૂકીને ગળકગળક પૌવા ખાવા લાગ્યો...

"અરે ધીમે ધીમે....એ ક્યાંય ભાગી નથી જવાના..."

"ભાગી નહિ જાય પણ સૂઈ જાશે...."

"સૂઈ જશે....?" ક્રિષ્ના ને કંઈ સમજાયું નહિ એટલે સવાલ કર્યો...

"સૂઈ જાવાનું છે .... મારે....થાક ....લાગ્યો છે ને એટલે...." બોલીને ક્રિશય પાણી પી ને ઉભો થઇ ગયો અને પોતાની રૂમમાં આવ્યો...

રૂમમાં આવીને આમ થી તેમ આંટા મારવા લાગ્યો...
' આજે પૂછી જ લેવું છે નહિતર આ મને સુવા પણ નહિ દે...'
એકલો એકલો બબડતો એ અચાનક ઊભો રહી ગયો ...આંખો બંધ કરીને અંદર બહાર શ્વાસ લઈને રૂમમાંથી બહાર આવ્યો ...

પોતાના મમ્મી ને કિચનમાં કામ કરતા જોઇને છુપાઈને ઘરમાંથી નીકળતો હતો ત્યાં એની સામે એના પપ્પા આવી ગયા એ પણ જાણ ન રહી...

" ઓહ...હેય ..." પોતાના પપ્પા ને જોઇને ડરી ગયેલા ચહેરા સાથે ક્રિશય બોલ્યો...

"ક્યાં જાય છે જનાબ..." એના પપ્પા એ પણ મશ્કરી કરતા કહ્યું...

"અ.... વિશ્વમ સૂઈ જશે.... એટલે અયાના ને મળવા જાવ છું..." હડબડાટી માં પોતે શું બોલતો હતો એ પણ જાણતો ન હતો....

" વિશ્વમ સૂઈ જાય તો અયાના નું શું કામ...?" એના પપ્પા માંડ કડી જોડતા હતા ત્યાં ક્રિશય ફરી બોલ્યો...

"યાહ...રાઈટ...." બોલીને એ ત્યાંથી સડસડાટ નીકળી ગયો...

ક્રિશય ને આ રીતે જોઇને એના પપ્પા હસવા લાગ્યા...

"કેમ હસો છો...." કિચન માંથી બહાર આવીને ક્રિષ્ના બોલી...

" તારા છોકરા ને પ્રેમ થઈ ગયો લાગે છે...." બોલીને એ ફરી હસવા લાગ્યા...

"કેમ શું થયું ..."

" જનાબ મળવા ગયા છે અયાના ને..."

એટલું સાંભળતા ક્રિષ્ના ને થોડી વાર પહેલા પૌવા ની વાતમાં ક્રિશયે કહ્યું હતું કે ...' અયાના આવી હતી...' એ યાદ આવી ગયું....

"ખૂબ સારી છોકરી છે અયાના.... આપણા ઘરની બહુ એ બનશે તો આ ઘર સ્વર્ગ બની જાશે...."
અયાના ને પોતાની બહુ બનાવાના સપના આંખોમાં સજાવીને બંને ડિનર માટે ટેબલ ઉપર ગોઠવાયા....

ઘરની બહાર આવીને ક્રિશયે જાણે અડધી જીત મેળવી લીધી હોય એવી ખુશી થઈ આવી....

અયાના ના ઘરમાં પગ મૂકે એ પહેલા એણે ડો.પટેલ ની કાર બહાર પાર્ક કરેલી જોઈ...

'શીટ આજે સર કેમ વહેલા આવી ગયા ...'
' ડોન્ટ વરી ક્રિશય...તારે તો કામ છે ને અયાના નું બીજું કંઈ નથી....'

નોર્મલ દિવસોમાં ક્રિશય અયાના ને મળવા એના રૂમમાં કોઈને કહ્યા પૂછ્યા વગર પહોંચી જતો હતો પરંતુ આજે એના મમ્મી થી છુપાવીને , પપ્પા ને કહ્યા વગર અને ડો.પટેલ ની કાર જોઇને એ જે રીતે વર્તી રહ્યો હતો એના ઉપર થી એવું લાગી રહ્યું હતું જાણે ક્રિશય એના પ્રેમીકા ને મળવા ચોરીછુપે જઈ રહ્યો હોય....

ઘરમાં આવીને ડો.પટેલ અને કુમુદ ને જોઇને ક્રિશય બોલ્યો...

"હેય જાનેમન...."

શબ્દો સાંભળીને ડો.પટેલે ખોંખારો ખાધો...

"પાણી આપો પાણી..." આ સાંભળીને ડો.પટેલે પાછળ ફરીને ક્રિશય તરફ નજર કરી....

"ઓહ વેરી સોરી સર ...મને ખ્યાલ નહતો કે તમે મારી જાનેમન સાથે અહીંયા હશો...."

ક્રિશય હોસ્પિટલ ની અંદર ડો.પટેલ ને એક ડોક્ટર તરીકે સમ્માન આપતો હતો પરંતુ ઘરમાં એ એની પત્નિ કુમુદ નો બોયફ્રેન્ડ તરીકે એની સાથે મશ્કરી કરતો હતો....

નીરજભાઈ હસીને ફરી પોતાનું ડિનર કરવા લાગ્યા...

ક્રિશય જાણતો હતો અયાના નીચે નથી એટલે એ ઉપર જ હશે અયાના ના રૂમને હવે ચાર દાદર જ બાકી હતા છતાં એણે કુમુદ ને ઈશારો કરીને પૂછ્યું અને કુમુદે ઈશારો કરીને જ કહી દીધું કે એ ઉપર છે....

બાકી રહેલા ચાર દાદર ચડીને ક્રિશય ઉપર આવ્યો અને દરવાજા ઉપર ટકોરા માર્યા....

દરવાજો ખુલતા જ અયાના ક્રિશય ને જોઇને સ્થિર બની ગઈ...
' આ કેમ અહી આવ્યો છે...'

"મારે તને કંઇક પૂછવું હતું ..." ક્રિશય સીધો જ એની વાત ઉપર આવી ગયો ...

અયાના પાછળ ફરીને રૂમ ની અંદર આવી ....એના હ્રદય ના ધબકારા ખૂબ જોરથી ધબકી રહ્યા હતા ...
' શું પૂછવું છે ક્રિશય ને.....'

"...." ક્રિશય પૂછવા જતો હતો ત્યાં એને યાદ આવ્યું કે એને તો ખબર જ ન હતી કે એ અહી શું પૂછવા આવ્યો છે....કયા સવાલનો જવાબ માંગવા એ અહી આવ્યો છે ....
અત્યારે એને બસમાં એની સાથે ડાન્સ કરતી અયાના ની આંખો યાદ આવી ગઈ ...
' શું એ આંખોમાં કંઈ ન હતું કે પછી મને કોઈ વહેમ થયો છે....'
' અહી આવી તો ગયો છું પણ અયાના ને શું પૂછવું ' ક્રિશય ને કંઈ સમજાતું ન હતું ...

" આર યુ ઓકે...?"

" હા..." આ પૂછવા આવ્યો હશે એવું વિચારીને ચોંકીને અયાના ક્રિશય તરફ ફરી....

"તું સાચું કહેજે ...તું કોઈ પણ જાતના ટેન્શનમાં છે...?"

"ના....પણ થયું શું ..."

"તને સાચું કંઈ પણ વાતનું કંઈ દુઃખ નથી...."

"નો... એવું કંઈ નથી બટ તું આવું કેમ પૂછે છે....?" અયાના ના વિચાર વિરૂદ્ધ ક્રિશય બોલ્યો હતો એટલે એ કંઈ સમજતી ન હતી....

"થેંક ગોડ...હું તો શું શું વિચારતો હતો....થેંક્યું અયાના..." બોલતા બોલતા ખુશ થઈ ગયેલા ક્રિશયે અયાના ની નજીક જઈને એના ગાલ ઉપર હળવું ચુંબન કર્યું....

"થેંક્યું સો મચ...." ક્રિશય ત્યાંથી ખુશ થઈને નીચે જતો રહ્યો...

અયાના ના ઘરમાંથી નીકળ્યો ત્યારે ક્રિશય ખૂબ ખુશ હતો...
એ ફરી એકવાર ઉપર કાળા ઘટાદાર વાદળોમાં જોઇને બોલ્યો...
' થેંક્યું.....'
ત્યારબાદ આંખો બંધ કરીને પોતાના દિલ ઉપર હાથ મૂકીને પોતાના મનમાં સમીરા નો હસતો ચહેરો યાદ કરીને બોલ્યો....
' આઇ લવ યુ અયાના....'

અયાના બોલતા જ એણે આંખો ખોલી ....
' અયાના ? '

' સમીરા...!'

' આખો દિવસ આને યાદ કરી કરીને ....પાગલ કરી દેવાની છે.... સાયકો...' હસીને અયાના ના ઘર તરફ નજર કરીને પોતાની ઘર તરફ પગલા માંડ્યા....

(ક્રમશઃ)