The Author वात्सल्य અનુસરો Current Read છેતરાશો નહી. By वात्सल्य ગુજરાતી કંઈપણ Share Facebook Twitter Whatsapp Featured Books જીવન પ્રેરક વાતો - ભાગ 01- 02 વાર્તા 01 તું ભગવાનનો થા ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन त... પ્રેમતૃષ્ણા - ભાગ 10 “ ત્યાં એ છોકરી ...? “ ખુશી એ સામે પ્રશ્ન કર્યો .“ ત્યાં એ છ... ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 4 શંકરસિંહ શૈલેન્દ્રનું યોગદાન બોલીવુડના શોમેન રાજ કપૂરને તેમન... ભીતરમન - 58 અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો.... ખજાનો - 86 " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો છેતરાશો નહી. (3) 1.1k 2.9k છેતરાશો નહી..************અહીં આજે મારે વાર્તા કહેવી નથી,પરંતુ ખૂબ અગત્યની ઉપયોગી બાબતોની વાત કરવી છે.જે મને તમને અને બજારમાં કે વાણી વર્તનમાં દરેકને લાગુ પડે તેવી અને ઉપયોગી પણ છે.આપણે જયારે બજારમાં કોઈ ન કોઈ વસ્તુ લેવા માટે જઈએ છીએ.કેમકે આપણું જીવન ક્યારેય સ્વાવલંબી નથી.ઘણી વસ્તુઓની જરૂરિયાત એકબીજાના આધાર વગર મળી શક્તી નથી. ઉદાહરણ તરીકે જયારે તમેં શાકભાજી લેવા જાઓ છો,ત્યારે શાકભાજીના લારીવાળા શહેરની ગલીઓમાં કે જયાં કોઈનો હક્ક નથી તેવી જગ્યાએ જયાં ગટર ખુલ્લી વહેતી હોય, ઉકરડા કે નકામા કચરાનો ઢગલો પડ્યો હોય જયાં ગાય કે રખડતાં પશુઓ કાગળ,પ્લાસ્ટિક કે લોકોએ બિનઉપયોગી ફેંકી દીધેલી વસ્તુ આરોગતાં હોય ત્યારે તે ગંદકીમાં બેઠેલી માખી, મચ્છર કે અન્ય જીવાતનો ઉપદ્રવ નું ઉદભવ કેન્દ્ર છે.તે બધી જ જીવાત આ શાકભાજીના લારીવાળા,નાસ્તા વાળા,મીઠાઈની દુકાન વાળા કે દૂધ વિતરણ કરતી મંડળીઓની જગ્યાએ અસ્વચ્છતા દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં જીવાતનું પ્રોડશન કેન્દ્ર બની રહે છે.માટે શક્ય હોય ત્યાં શાકભાજી લેવાનું,નાસ્તો કરવાનું ટાળો.અગર શાકભાજી લેવી જ હોય તો ઘેર આવ્યા પછી તેને સ્વચ્છ પાણીમાં અર્ધો કલાક બોળી રાખી સ્વચ્છ કપડાંથી સાફ કરી સ્વચ્છ ચપ્પુ વડે કાપો.સાથે સાથે જયારે તમેં શાકભાજી કે મોંઘા ફળ લો છો ત્યારે વેચનાર પ્લાસ્ટિકના ઝબલાને કસીને ગાંઠ મારે છે.એનું કારણ તમારી પસંદગી કરવાની નજર લારીમાં પડેલાં શાકભાજી કે ફળ લેવામાં હોય છે.અને વેપારી તોલકાંટા પાસે પડેલાં સળેલા શાકભાજી,ફળ બદલીને સીફ્તપૂર્વક ઝબલામાં પધરાવી ગાંઠ મારી દે છે,જેથી તમેં ખોલ્યા વગર કે જોયા વગર પૈસા ચૂકવી ઘેર તે થેલીને ખોલી જુઓ ત્યારે છેતરાઈ જવાનો કડવો અનુભવ થાય છે.ખાસ સોના ચાંદી,વાસણ ખરીદીમાં મોટા પાયે વેપારી છેતરે છે.વહી્કલ ખરીદી તેમજ મકાન લે વેચમા પણ ખરીદનાર છેતરાય છે.બીજું કે તોલમાં પણ આપણને ઓછું આપે છે,માટે તે લાવેલ વસ્તુ માટે ઘરમાં એકાદ તોલકાંટો વસાવ્યો હોય તો લાભ થાય.(તોલકાંટા પર એટલેજ શુભ-લાભ લખેલું હોય છે.) હાલ ગેસના બાટલામાં ગેસ ઓછો j આવે છે પરંતુ આપણે વજન કરતા જ નથી.ખેડૂતો માટે એક મહત્વની બાબત કે જયારે તમેં બજારમાં એગ્રોની દુકાને જાઓ ત્યારે જે વસ્તુ ખરીદો છો તે વસ્તુનું પાકું બીલ માંગો.જો વેપારી ભળતો માલ આપતો હશે તો સમજી લો કે ક્યાંક આપણને છેતરવા માગે છે.માટે જે વસ્તુ લો તેનું પાકું બીલ લો.તે આનાકાની કરશે પરંતુ ગ્રાહક સુરક્ષાના નિયમ મુજબ તેને ફરજીયાત બીલ આપવું જ પડે.પણ "હોતી હૈ ચલતી હૈ જેમ આપણને આવી ટેવ નથી."પાકું બીલ લીધા પછી પણ બિલમાં દર્શાવેલી વિગત /કિંમત/ વજન/ મેન્યુફેક્ચરડેટ/ એક્સપાયર ડેટ/પેકીંગ ડેટ /કંપની નું પૂરું નામ/તારીખ અને એડ્રેસ તેમજ રૂલ્સ મુજબ બિલની વિગતો ચેક કરી ને પછી જ રકમનું ચુકવણું કરવું.બિયારણની થેલી ઘેર લાવ્યા પછી ઉપરના ભાગે ના કાપતાં નીચેથી કાપો અને બીલ સહિત તે થેલી સાચવી રાખો.બીયારણમાં ભેળસેળ હોય તો ત્યારે આ વસ્તુ પોલીસ કેસ માટે મહત્વનો આધાર બની રહે છે.હવે તો તમામે તમામ વસ્તુઓના ભાવ દરેક કંપની ઓનલાઇન ગુગલમાં અપડેટ કરે છે.જો એન્ડ્રોઇડ મોબાઈલ હોય તો ખાસ હવામાન અને દરેકના ભાવ તાલ દરરોજ જાણી લેવા જોઈએ.તેનાથી ઉલટું કાપડ માર્કેટમાં આપણે બહુજ છેતરાઇયે છીએ.કોઈ પણ કાપડ/સાડી લેવા જાઓ તો આપણને દેખીતું સારું લાગે કેમકે દુકાનની અંદર હેલોજન લાઈટથી આપણી આંખો અંજાઈ જાય છે.માટે ખરીદ કરેલી વસ્તુ એકવાર કુદરતી પ્રકાશમાં ચેક કરવી જરૂરી છે.સાથે કાપડમાં માત્ર દોરો ખેંચાઈ(ખજૂરો )ગયો હોય તેટલું જ જોઈએ છીએ.વાસ્તવમાં એ સિવાય ક્લર મિસ્ટેક,પ્રિન્ટ મિસ્ટેક,માપ મિસ્ટેક(ઓછા માપની),ત્રાસો વણાટ,ખૂબ જૂનો માલ ના આવી જાય તેનું ખાસ ધ્યાન રાખવું.કાપડને છેડે આપણે ખેંચી ચેક એટલા માટે કરીએ છીએ કે સડેલું તો નથી ને?વ્યવહારમાં જયારે દીકરા દીકરીઓનું સગું કરતા હોઈએ ત્યારે બન્ને પક્ષે એક મજબૂત ઓળખીતો માધ્યમ રાખવો જોઈએ.આપણે એને મૌલાવી કહીએ છીએ.(અલગ અલગ જગ્યાએ બોલાતો આ શબ્દ અલગ હોઈ શકે)સાથે સાથે મોબાઈલ દ્વારા તે ગામ કે પરિવારનું નીકત્તમ સગું હોય તેને આ બાબત પૂછી લેવું પડે.માત્ર રૂપ પૂરતું પસંદગી ના કરતાં પરિવાર,સંસ્કાર,સંપત્તિ, વાણી,વર્તન,ભણતર,સામાજિક મોભો વગેરેનો અભ્યાસ કરી પછી જ આગળ વધવું.ઉતાવળ કરવાની જગ્યાએ થોડો સમય બે/પાંચ માસ પસાર કરવા ત્યાં સુધી સગા કેવાં છે,તેનો ખાસ્સો પરિચય થઇ જશે.બસમાં,ટ્રેનમાં કે કોઈપણ અજાણ્યા વાહનમાં પ્રવાસ કરતાં હો ત્યારે તે વાહનનો નંબર,શક્ય હોય તો વ્યક્તિઓનો ફોટો મોબાઈલના કેમેરામાં કલીક કરી તમારા દોસ્ત કે પરિવારના કોઈ એક ને send કરી દો.શક્ય ત્યાં સુધી સહપ્રવાસીના ગાઢ પરિચયમાં ના આવો કે તેમનો નાસ્તો,પાણી,પીણું કે વાતોમાં વિશ્વાસ ના રાખો.તમારો સામાન જે જગ્યાએ હોય ત્યાં સતત નજર રાખો.શક્ય ત્યાં સુધી જોખમ વાળી વસ્તુઓ સાથે ના લઇ જવી.કોઈ પણ જગ્યાએ જાઓ તો તે સ્થળ અંગેનું પૂરેપૂરું જ્ઞાન કેળવી પછી આગળ વધો.શક્ય હોય તો પ્રવાસમાં નાનાં બાળકો ના લઇ જશો.અને લઇ જવા જેવાં લાગે તો તેની રોજિંદી ટેવો મુજબ વસ્તુઓ લઇ લેવાનું પ્લાનિંગ કરી લો.ઘણું બધું કહેવાનું છે,પરંતુ છેલ્લે એટલું કહું કે... "તમેં જયાં પણ જાઓ ત્યાં તમારી જરૂરિયાતની વસ્તુઓ જેવી કે સવાર થી સાંજ સુધી કે રાત્રે જરુર પડતી વસ્તુઓમાં બ્રશ,ટીથ પેસ્ટ,ન્હાવાનો ટૉવેલ,હાથ રૂમાલ, નાઇટી,પેન,નોટબુક,મોબાઈલ, ચાર્જર,જરૂરી રોકડ રકમ,પાણીની બોટલ,દવા,જરૂરી કપડાં,પગરખાં,પુરુષ માટે દાઢી સામાન,સાબુ,પગ -હાથ મોજાં,માથામાં નાખવાનું શેમ્પુ અને તેલનું નાનાં પેકીંગ,ઓઢવા-પાથરવા હલકા વજનના કાપડ અને કાર પોતાની હોય તો પાણીનો જગ,છાંપા,ચપ્પુ એકાદ કાપડનો ટુકડો કાર કાચ કે બુટને સાફ કરવા માટે ખાસ ભૂલવું ના જોઈએ.સાથે વાપરવા માટે પાણીની એક વધારાની બોટલ પણ રાખવી.જરૂરી સગાના મોબાઈલ નંબર વગેરે....."બાકી તમારે કેટલા દિવસ રોકાવાનું,જમવાનું છે,તે મુજબની જરૂરિયાતની સામગ્રીનું લીસ્ટ બનાવ્યા મુજબ પેકિંગ કોઈ બેગમાં એવું કરો કે જયારે જોઈતી વસ્તુ તરત મળી જાય.બાકી તો તમેં સમજુ છો,તે પ્રમાણે યાદ કરી લેવું જેથી અડચણ ના પડે.એક યાદ કરાવી દઉં ખાસ કે તમારી પાસે પૂરાં પાકા બીલ હોય અને છેતરાયા હોવ તો સરકારની દરેક જીલ્લે "ગુણવત્તા નિયંત્રણ" કચેરી પણ છે. ત્યાં કેસ થઇ શકે અસ્તુ........ - સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય) પાટણ તા:19/12/2021 Download Our App