સિંગલ યુઝ પ્લાસ્ટિક: એક વૈશ્ર્વિક સમસ્યા joshi jigna s. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સિંગલ યુઝ પ્લાસ્ટિક: એક વૈશ્ર્વિક સમસ્યા

સિંગલ યુઝ પ્લાસ્ટિક: એક વૈશ્ર્વિક સમસ્યા
આપણી પ્રૃથ્વીને નુકસાન પહોચાડવા માટેના દુનિયામાં અનેક કારણ જવાબદાર છે પરંતુ છેલ્લા કેટલાક દયકાઓ થી ‘પ્લાસ્ટિક’ પ્રૃથ્વી માટે ગંભીર અને ભંયકર પડકાર બની ઊભું છે. પ્લાસ્ટિક શબ્દ ગ્રીક ભાષાના ‘પ્લાસ્તિકોજ’ શબ્દ પરથી આવ્યો છે, જેનો અર્થ ‘બનાવવું’ એવો થાય છે. જેની શોધની શરૂઆત 1862 માં એલેક્ઝાંડર પાકસૅ એ ઈંગ્લેંડ માં કરી હતી. ત્યારથી વર્ષો જતા એના ધણા સ્વરૂપ બદલાયા અને છેવટે 1970 માં એનો ઉપયોગ ઔધોગિક તેમજ ધરગથ્થુ ક્ષેત્રમાં બહોળા પ્રમાણમાં થવા લાગ્યો.પ્લાસ્ટિક અન્ય ધાતુ કરતાં સસ્તુ અને ઓછી જગ્યા રોકવાથી અન્ય ધાતુની જગ્યાએ તે બહોળા પ્રમાણમાં વપરાવા લાગ્યું.વાહન, ઈલેક્ટ્રોનિક્સ, દૂરસંચાર, કૃષિસાધનો, પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, ચપ્પલ, ટી.વી., કેબિનેટ રેડિયો, કુલર, ફર્નિચર સહિતના ક્ષેત્રમાં તેનો પગપેસારો થઈ ગયો. આમ, જે પ્લાસ્ટિક માનવજાત માટે આશીર્વાદ રૂપ હતું તેજ પ્લાસ્ટિક હાલની સ્થિતિ એ અભિશાપ બની ગયુ છે.
આજે પ્લાસ્ટિક સમગ્ર વિશ્વ માટે એક ભયંકર સમસ્યા બની ગઈ છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલું ખતરનાક છે કે તેનું વિધટન કરવામાં હજારો વર્ષો લાગે છે. આપણા પર્યાવરણ માટે સૌથી ખતરનાક સાબિત થઈ રહ્યુ છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક ફેકી દેવામાં આવે છે જેના કારણે પ્રદૂષણ ફેલાય છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિક જેને ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક પણ કહે છે કે જેનો ઉપયોગ માત્ર એકજ વાર કરી ફેકી દેવામાં આવે છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્લાસ્ટિક બોટલ, સ્ટ્રો, પ્લાસ્ટિક્ની ચમચી, ડીશ, બેગ, ફુડ પેકેજિંગ બનાવવા માટે સૌથી વધુ ઉપયોગ થાય છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિક ખુબજ સસ્તા અને અનુકૂળ હોવાને કારણે આજે તેનો ધણો ઉપયોગ થાય છે. વિશ્વમાં દરરોજ આશરે અડધા મિલિયનથી વધુ પ્લાસ્ટિક સ્ટ્રોનો ઉપયોગ થાય છે.આ સિવાય દર મિનિટે 10,00,000 પ્લાસ્ટિક બોટલો ખરીદવામાં આવે છે અને ભારતમાં દરરોજ 25940 ટન જેટલું પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે જેમાંથી 15,564 ટન (60%) જેટલું એકઠું કરવામાં આવે છે જ્યારે બાકીનું 10,376 ટન (40%) જેટલું કચરો એમજ પડયું રહે છે એટલેકે તેનો નિકાલ કરવામાં આવતું નથી જે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવે છે. આજે દરેક વ્યક્તિ 18 કિગ્રા પ્લાસ્સ્ટિક્નો ઉપયોગ કરે છે જેમાંથી માત્ર 15.2% જ રિસાયકલિંગ થાય છે. આ આંકડા દર્શાવે છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કેટલો ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં અંદાઝે દર વર્ષે 9.46 મિલિયન ટન પ્લાસ્ટિક કચરામાંથી 43% સિગલ યુઝ પ્લાસ્ટિક હોવાનું જણાય છે જે પર્યાવરણનો મોટો દુશ્મન છે.
પ્લાસ્ટિક્ના લીધે થતી આડઅસરો અને ભયાવહ સ્થાનોની વકરતી સમસ્યા બાદ અનેક દેશો સાથે ભારતે પણ 2018 ના “ વિશ્વ પર્યાવરણ દિવસ” ની થીમ તરીકે “બીટ પ્લાસ્ટિક પ્રદૂષણ” સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક્નો ઉપયોગ બંધ કરવાની હિલચાલ આદરી છે. હાલમાં 1000 મિલિયન ટન જેટલું પ્લાસ્ટિક સમગ્ર ગ્રહ ઉપર એકત્રિત થઈ ગયું છે જે સમગ્ર પર્યાવરણને નુકસાન પહોચાડે છે.
ફકત 15.2% જ પ્લાસ્ટિકનું રિસાઈકલિંગ થાય છે આમ તો પ્લાસ્ટિકનાં રિસાઈકલિંગ દરમિયાન પ્રદૂષણજ ફેલાય છે. પ્લાસ્ટિકનાં પુન: વપરાશમાં આપણે પોલિથીનની કોથરીઓને દોરીની જેમ કેરી તેનું વણાટકામ કરવામાં આવે છે ત્યારબાદ તેમાંથી પર્સ, ચંપલ વગેરે બનાવી શકાય છે. પ્લાસ્ટિક્ની બોટલ કે ડબ્બા પેકિંગમાં આવ્યા બાદ વસ્તુ વપરાઈ જાય ત્યારે તેને ધોઈને ફરી તેનો રસોડાની બીજી વસ્તુઓ ભરવા ઉપયોગ કરી શકાય છે. પ્લાસ્ટિકની બોટલને બદલે સ્ટીલની કે કાચની બોટલ વાપરી શકાય, પ્લાસ્ટિકની થેલીને બદલે કાપડની થેલીનો ઉપયોગ કરી શકાય. પ્લાસ્ટિકની બોટલ,પ્લાસ્ટિકના પાણીનાં પાઉચ વાપરવાનાં ટાળવા જોઈએ. પ્લાસ્ટિકનાં ટૂથબ્રશને બદલે વાંસનાં કે લાકડાના હાથાવાળા ટૂથબ્રશ વાપરવા જોઈએ.
યુનાઈટેડ નેશનના એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં કુલ પ્લાસ્ટિક કચરામાંથી માત્ર 9% જ રિસાયકલ થાય છે બાકીનું પ્લાસ્ટિક પૃથ્વી પર અને મહાસાગરોમાં ફેકવામાં આવે છે. જે પર્યાવરણમાં અસંતુલન પેદા કરે છે. પ્લાસ્ટિકનો કચરો ધણાજ ઝેરી વાયુઓ ઉતપન્ન કરે છે પરિણામે ગંભીર વાયુ પ્રદૂષણ ઉત્પન્ન થાય છે જે કેન્સર ને પ્રોત્સાહન આપે છે. શારિરિક વિકાસને અટકાવે છે અને ભયંકરરોગોનું કારણ બને છે. પ્લાસ્ટિક ઉત્પાદન દરમિયાન ઈથીલીન ઓકસાઈડ, બેંઝીન અને ઝાઈલીન જેવા ખતરનાક વાયુઓ ઉત્પન્ન થાય છે. પ્લાસ્ટિકને બાળવાથી ડાયોક્સિન ઉત્પન્ન થાય છે જે કેંસર ઉત્પન્ન કરનારું તત્વ છે.
હાલમાં પ્લાસ્ટિક પ્રદૂષણ એક ગંભીર વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. વિશ્વભરમાં અરબો પ્લાસ્ટિકની થેલીઓ દર વર્ષે ફેંકી દેવામાં આવે છે. આ પ્લાસ્ટિકની થેલીઓ નાળાનાં પ્રવાહને અવરોધે છે અને આગળ જતાં તેઓ નદીઓ અને મહાસાગરો સુધી પહોચેં છે. પ્લાસ્ટિકનું કુદરતી રીતે વિધટન થતું નથી તેથીતે પ્રતિકૂળ રીતે નદીઓ, મહાસાગરો વગેરેનાં જીવન અને પર્યાવરણ પર અસર કરે છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રદૂષણ ધટાડવું હોય તો સૌથી પહેલા ઓછા પ્લાસ્ટિકનાં ઉપયોગ અંગે જાગૃત થવું પડશે. પલાસ્ટિકની બોટલની જગ્યાએ વાંસની અથવા સ્ટીલની બોટલનો ઉપયોગ કરવો જોઈએ. ખરીદી કરવા જઈએ ત્યારે કાપડ અથવા કાગળની થેલી લઈનેજ જવી જોઈએ પ્લાસ્ટિકની સ્ટ્રો ને બદલે કાગળની સ્ટ્રોનો ઉપયોગ કરવો જોઈએ . પ્લાસ્ટિકને બદલે ફરીથી વાપરી શકાય તેવી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.ખાદ્ય પદાર્થોની પેકીંગ માટે પ્લાસ્ટિકને બદલે એલ્યુમિનિયમ, કાગળ,ગ્લાસ, કાર્ડબોર્ડ, કે રિસાઈકલ થઈ શકે તેવા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ.
કર્ણાટકમાં વર્ષ 2016 થી પ્લાસ્ટિક બેગનાં પ્રોડકશન, સ્ટોરેજ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. પંજાબમાં વર્ષ 2016માં સિંગલ યુઝ પ્લાસ્ટિક કેરી બેગ અને કંટેનરનાં ઉત્પાદન, સ્ટોક,વેચાણ પર પ્રતિબંધ છે. હરિયાણામાં પણ વર્ષ 2016માં સિંગલ યુઝ પ્લાસ્ટિક કેરી બેગ અને કંટેનરનાં ઉત્પાદન સ્ટોક,વેચાણ પર પ્રતિબંધ છે. કેરલમાં વર્ષ 2016માં પ્લાસ્ટિક કેરી બેગ પર પ્રતિબંધ છે. પશ્ચિમ બંગાળમાં વર્ષ 2001 થી પ્લાસ્ટિક પર બેન છે. સિક્કિમમાં વર્ષ 2016થી પ્લાસ્ટિક અને ડિસ્પોજેબલ ફોમ બેસ્ડ પ્લાસ્ટિક પ્રોડકશનનાં વેચાણ, ઉત્પાદન અને ઉપયોગ પર પ્રતિબંધ છે. નવી દિલ્હીમાં વર્ષ 2017થી
ડિસ્પોજેબલ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે. મહારાષ્ટ્રમાં વર્ષ 2018થી પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ છે.
યુઝ પ્લાસ્ટિક: એક વૈશ્ર્વિક સમસ્યા