રાવણ સાથેના સાંસ્કૃતિક સંબંધો Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાવણ સાથેના સાંસ્કૃતિક સંબંધો

રાવણ સાથેના સાંસ્કૃતિક સંબંધો


મંગલ ભવન અમંગલહારી, દ્રવહુસુ દશરથ અચર બિહારી
હરિ અનંત હરિ કથા અનંતા, કહહિ સુનહિ બહુવિધિ સબ સંતા

રામ સિયારામ સિયારામ જય જય રામ...

એક જમાનો હતો કે, ટીવી ઉપર આ ધૂન શરુ થાય, ને અદબ અને આદર સાથે લોકો રામાયણ સીરીયલ જોવા બેસી જાય. ઘણા તો નીચે બેસીને આ ધારાવાહિક જોવાનું પ્રમાણભાન રાખતાં. રસ્તા ઉપર ઠેરઠેર કર્ફ્યું જેવું વાતાવરણ લાધી જાય, લગ્ન-મેળાવડા-સમારંભમાં રામાયણ જોવાની સુવિધા ઉભી કરવામાં આવતી. એવું દ્રારશ્ખય ત્વાયારપછી મારા જોવામાં આવ્યું નથી. હિંદુત્વનો એ આદર અને સદભાવ હતો. સૂઝ સમજની પરાકાષ્ટા હતી. અનેક વખત રામ-રાવણની કથાવસ્તુને આવરી લેતી, ફિલ્મો કે ધારાવાહીક થઇ હશે, પણ રામાનંદ સાગરજીની આ શ્રેણીએ એમને અનેક એવોર્ડ પણ અપાવ્યા અને દેશ પરદેશમાં પણ ખ્યાતિ અપાવી. આ ધારાવાહિક અનેક વખત જુદી જુદી ચેનલ ઉપરથી રજુ થઈ હશે. છતાં એમના શ્રોતામાં ક્યારેય ઓટ આવી નથી. કારણ આ સીરીયલના રામ હોય કે સીતા, ભારત હોય કે લક્ષમણ, રાવણ હોય કે તેમનો આખો પરિવાર જીવંત લાગતો. નિતં નિતં નવમ નવમ ની માફક પ્રત્યેક વખતે એને માણવાનો આનંદ રોકાયો નથી. રામાયણ શબ્દ પડતાં જ હવામાં દૈવિક સ્પંદનો ઉભરી આવે, એ એનો મહિમા અને કલાકારોનો નજારો છે. રામાયણ અને મહાભારત એ આદિકાળથી ઘર-ઘર વંચાતો ધ્રામ્ગ્રંથ છે. જેને આ સીરિયલે જાતિભેદ વગર માનવધર્મને પુષ્ટિ અને બળ આપ્યું, અને એટલે જ રામાયણ સીરીયલ જગ વિખ્યાત બની ગઈ. મારે વાત કરવી છે આજે રાવણના પાત્રની...!
ન ભૂતો ન ભવિષ્યતિ જેવાં રાવણના પ્રાપ્તમાં બેનમુન અદાકારી કરીને ગુજરાતના જાજરમાન કલાકાર શ્રી અરવિંદ ત્રિવેદીએ આપણી વચ્ચેથી કાયમી અલવિદા લઇ લીધી. શ્રી અરવિંદ ત્રિવેદી એટલે એક જાજરમાન અદાકાર..! 1938-2021 સુધીની એમની જીવનયાત્રામાં એમણે નાયક-ખલનાયક-સહાયક અભિનેતા કે ચરિત્ર અભિનેતા તરીકે અનેક ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં નમુનેદાર અભિનય કરીને, કલાના ઓજસ પાથર્યા. પણ જગ વિખ્યાત ધારાવાહિક ‘રામાયણ’ માં કરેલા રાવણના પાત્રએ એમને અદાકારીના સર્વોચ્ચ શિખર ઉપર મૂકી દીધા. એક ધર્રામાભિમુખ કલાકારે રાવણની ભૂમિકા એવી બેનમુન કરી કે, જોનારથી પણ બોલાય જાય કે, આનાથી ઉત્વતમ બીજો કોઈ રાવણ હોય જ ના શકે..! તેઓ રાવણની પ્રતિકૃતિ બની ગયા. સાબરકાંઠા ઈડરના કુકડિયા ગામના વતની શ્રી અરવિંદભાઈની જીવનયાત્રા લંકેશથી સાંસદ સુધીની રહી છે. લંકેશથી વિખ્યાત બનેલા શ્રી અરવિંદભાઈ ત્રિવેદી સાથે અનેક કલાકારો સહકલાકારોએ કામ કર્યું છે. પણ સરળ-સાલસ-અને ધાર્મિક અભિરુચિ ધરાવતા શ્રી અરવિદભાઈ એમના સાથી અને સહકલાકારોમાં પણ ખુબ પ્રિય હતા. અમલસાડ (વલસાડ)ના વતની, રેડીઓ-ટીવીના જાણીતા હાસ્ય કલાકાર અને આ દૈનિકના નિયમિત હાસ્ય લેખક શ્રી રમેશભાઈ ચાંપાનેરીએ પણ આ ધારાવાહિકમાં તેમની સાથે તેમના એટલે કે (રાવણના) નાનાજી (માલ્યવાન) તરીકે ભૂમિકા કરેલી. તેઓ પણ એમ કહે છે કે, ડાયલોગ ડીલીવરી અને ટૂંકા સમયમાં ડાયલોગ કંઠસ્ગુથ કરવાની એમની શક્તિ દાદ માંગી લે એવી હતી. ગુરાતીઓનું તો અહોભાગ છે કે, આ જગ વિખ્યાત રામાયણ ધારાવાહિકમાં મહદ અંશે, ગુજરાતી અદાકારોનો કાફલો પણ વિશેષ હતો. અને તેમણે મોખરાના પાત્રો મેળવીને આ ધારાવાહિકને જાજરમાન રાખેલી. તેમનો નામોલ્લેખ કરીએ તો નીચે પ્રમાણે હતો.
· અરવિંદ ત્રિવેદી – રાવણ (ઈડર્/કુકડીયા)

· દીપિકા ચિખલીયા -સીતાજી (ચિખલી/નવસારી)

· ચંદ્રકાન્ત પંડયા -નિષાદ રાજ (ભીલડી/ડીસા)

· મૂળરાજ રાજડા -જનક રાજા (અમદાવાદ)

· રજનીબાળા …દશરથ રાજા ની પત્ની સુમિત્રા (સુરત)

· સંજય જાની- શ્રવણ (ઈડર)

· કૌસ્તુભ ત્રિવેદી -કેવટ ( અત્યારના ગુજરાતી નાટય નિર્માતા) (કુકડીયા/ઈડર)

· નિશાબેન પટેલ (ઉત્તરસંડા /નડીયાદ) નિર્માતાના પુત્રવધુ

· નલિન દવે -કુંભકર્ણ (અમદાવાદ)

· મુકેશ રાવલ -વિભીષણ (બડોલી/ઈડર)

· રમેશ ચાંપાનેરી- રાવણના નાનાજી (માલ્યવાન) ( અમલસાડ-વલસાડ)

· રમેશ ચાંપાનેરી – અગત્સ્ય ઋષિ અને હનુમાનજીના કાકા (અમલસાડ-વલસાડ)

· સમીર રાજડા -શત્રુઘ્ન (અમદાવાદ)

· હીરાભાઈ પટેલ -વૃંદાવન સ્ટુડિયો (ઉમ્મર ગામ/વાપી)

· નિશા- ત્રિજટા (સુરત)

· દેવયાની ઠક્કર -આશ્રમની ગૃહમાતા,

· તરલા જોશી -રાવણ ની માતા,

· શ્રીકાંત સોની -વિશ્વામિત્ર ઋષિ (સૌરાષ્ટ્ર)

· મહેશ ભટ્ટ -ઋષિ-મુનિ (વડોદરા)

· રામાયણ સિરિયલના આર્ટ ડિરેક્ટર હીરાભાઈ પટેલ મુકતુપુરા/મહેસાણા)

· ઉર્મિલા ભટ્ટ -સીતા ની માતા (વડોદરા)

· રાવણના દરબારની નૃત્યાંગના ગ્રુપ વજુભાઈ ચૌહાણ (વડોદરા ) ,

· સ્પેશિયલ ઇફેક્ટ બાબુભાઇ મિસ્ત્રી ,

· રામ સેના, રાવણ સેનાના જુનિયર આર્ટિસ્ટ ગ્રુપ નટુભાઈ દરબાર (વડોદરા)

· રમેશ પહેલવાન – બાળ હનુમાનજી , વડોદરા

· કેટરીંગ સર્વિસ ધીરુભાઈ કેટરસ (આણંદ)ગુજરાત


શ્રી રમેશભાઈનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, શ્રી અરવિંદભાઈ ભલે રાવણ તરીકે વધુ ઓળખાયા હોય પણ. તેઓ ખુબ મિલનસાર, ઉધમી, અને ધાર્મિકવૃતિના નરબંકા હતા. શિવ તાંડવ એમને કંઠસ્થ હતું. એમના ઘેઘુર અવાજમાં શિવ તાંડવ સાંભળવું એ એક લ્હાવો હતો. તેઓ વાસ્તવમાં શિવભક્ત હતાં. વૃંદાવન સ્ટુડીઓમાં ખુબ જ વ્યસ્ત હોવા છતાં, તેઓ નિયમિત સ્ટુડીઓમાં આવેલા એક નાના મંદિરમાં પૂજા કરતા. આરાધના કરતા. રાવણના નાનાજી (માલ્યવાન) તરીકે એક આખો એપિસોડ એમની સાથે કરવાનો હતો. સંવાદો ખૂબ લાંબા હતાં. અને સમયગાળો હૂબ ઓછો હતો. કર્મઠ અને કેળવાયેલ કલાકાર તરીકે ડાયલોગ કંઠસ્થ કરવાનું સ્વાભાવિક છે કે, અરવિંદભાઈ માટે આસાન હોય, પણ મારા માટે તો અઘરું હતું. એ વખતે મને એમણે જે પીઠબળ આપેલું તેને હું ક્યારેય ભૂલી શકું એમ નથી. મારા આખા ડાયલોગની સ્ક્રીપ્ટ એમની પીઠ પાછળ પિનથી વળગાવીને હું એ સંવાદો બોલી શકું એવી મને સુવિધા કરી આપેલી. એક જાજરમાન કલાકાર નાના કલાકાર માટે આવી સુવિધા કરી આપે એ જ એમનો સદભાવ અને મહાનતા કહેવાય. પાત્ર કોઈપણ હોય, પોતાના અસ્તિત્વને મિટાવી દઈ પાત્રમાં પુરેપુરા ખુપી જવાની કાબેલિયત એમનામાં હતી. જતાં. અને એટલે જ તેઓ તે પાત્રની ઓળખ બનીને વિખ્યાત બનતા. આજે પણ લોકો એમને અરવિંદ ત્રિવેદી કરતાં 'લંકેશ' તરીકે વધુ ઓળખે એ એમણે પ્હુંરાપ્ત કરેલી પદવી માનું છું. માત્ર હું જ નહિ, પણ મારો સાથી કલાકાર પણ સજ્જ અને સફળ રહેવો જોઈએ એ એમની મહાનતા હતી.
ધર્મામાધિકારી હોવાથી મા સીતાજી નું હરણ કરવાનું દ્રશ્ય એમના સ્વભાવ વિરુદ્ધનું હતું. રાવણની અદાકારી બેનમુન કરી ગયા, પણ સીતાજી નું હરણ કરવાના પ્રસંગે, એમનું હૃદય દ્રવી ઉઠેલું. કોરોનાની મહામારી વખતે જ્યારે રામાયણ ધારાવાહિકનું પુન: પ્રસારણ ટીવી ઉપર થયું ત્યારે મા સીતાજીનું હરણ કરતી વખતે પણ એમની આંખમાં આંસુ ઉભરી આવેલાં. તેઓ ભાવુક બની ગયેલા અને બે હાથ જોડીને સીતામાતાની માફી માંગતા હોય એવો ભાવ એમણે પ્રદર્શિત કરેલો.
છેલ્લે એક જ વાત કહેવાનું મન થાય કે, જે માણસ આ જગતમાં હાથપગ ચલાવે એને કામદાર કહેવામાં આવે, જે માણસ હાથપગ ચલાવે અને સાથે પોતાનું મગજ ચલાવે એને કારીગર કહેવામાં આવે, પણ જે માણસ હાથપગ ચલાવે, મગજ ચલાવે ને સાથે પોતાનું હૈયું નીચોવી નાંખે એને જ કલાકાર કહેવામાં આવે. પૈસા હોય તો ડોકટર-વકીલ-એન્દજીનીયર બધું બનાય પણ અદાકારી અને સંગીતકાર થવા માટે જાતને ઘસી નાંખવી પડે. એની તપસ્મયા કરવી પડે. દમણગંગા પરિવાર શ્રી અરવિંદભાઈ ત્રિવેદીને શ્રદ્ધાસુમન સમર્પણ કરે છે.