Be tankanu bhojan books and stories free download online pdf in Gujarati

બે ટંકનું ભોજન

" બે ટંકનું ભોજન "

શિયાળાની સોહામણી સવાર....

દરરોજ સવારે બે ધર્મ પરાયણ ભાઈઓ હાથમાં વાજુ અને મંજીરા લઈને પ્રભાત ફેરીએ નીકળે... ખૂબજ ઠંડી પડે આપણને જ્યારે ગોદડામાંથી મોં બહાર કાઢવાનું પણ મન ન થાય તેવા સમયે તે બંને ભાઈઓ ખૂબજ સુંદર અને ભાવસભર ભજનો ગાઈને શેરીએ શેરીએ ફરી વળે, નિત્ય પ્રભાત ફેરી કરે અને સમગ્ર વાતાવરણ ધર્મમય બનાવી દે.

એક વખત એક સજ્જન માણસે તેમને ઉભા રાખીને પૂછ્યું પણ ખરું કે, " તમે આટલા બધા વહેલા ઉઠીને પ્રભાત ફેરીએ નીકળો છો તો તમને ઠંડી નથી લાગતી...?? "

ત્યારે પેલા બંને ભાઈઓએ જવાબ આપ્યો કે, " સાહેબ, ઠંડી તો ખૂબ પડે છે પરંતુ અમારે નાના માણસોને ઠંડી શું અને ગરમી શું...?? અમને તો બસ બે ટંકનું ભોજન મળે એટલે ભયો ભયો. અને સાહેબ અમે અહીંના પણ નથી, બહારગામના રહેવાસી છીએ, ખૂબજ નાના ગામડામાં અમે રહીએ છીએ, જ્યાં અમને બે ટંકનું ભોજન પણ નસીબમાં નથી તેથી રોજીરોટી માટે અમે અહીં રહેવા આવ્યા છીએ અહીં અમે નોકરી પણ કરીએ છીએ અને પ્રભાતફેરી કરીને પણ થોડા પૈસા કમાઈ લઈએ છીએ. જય રામજીકી સાહેબ ??? "

પેલા ભાઈઓની આ વાત સાંભળીને પેલા સજ્જન માણસે તેમને 500 રૂ. આપ્યા અને ક્યારેય પણ કંઈપણ કામ હોય તો મારા ઘરના દરવાજા તમારા જેવા તમામ માણસો માટે ખુલ્લા છે તેમ પણ જણાવ્યું.
સત્ય ઘટના....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
21/9/2021

" ગુગલ "

સુંદરના મિત્રએ સુંદરને અને તેની પત્નીને સાંજના ડિનર માટેનું આમંત્રણ આપ્યું હતું.

સુંદરને ઓફિસેથી ઘરે આવવાનો સમય થઈ ગયો હતો પણ તેને ઓફિસમાં આજે થોડું વધારે જ મોડું થઈ ગયું. સુંદરની પત્ની ઘરે તૈયાર થઈને સુંદરની રાહ જોતી બેસી રહી હતી પરંતુ સુંદર સમયસર ઘરે ન આવી શક્યો. તેની પત્નીએ બીજાની જોડે સુંદરના મિત્રને ઘરે ડિનર લેવા માટે જવું પડ્યું અને ત્યાં એકલાએ જ જમવું પડ્યું અને જેમની સાથે તે ગયા હતા તેમની સાથે જ એટલે કે સુંદરના મિત્રની સાથે જ ઘરે પાછા આવવું પડ્યું.

સુંદર પોતાની ઓફિસેથી પોતાના મિત્રને ઘરે જવા માટે નીકળ્યો પરંતુ રસ્તામાં ભૂલો પડ્યો અને રાત્રે દશ વાગે તે પોતાના મિત્રને ઘરે પહોંચ્યો પરંતુ ત્યાં જમવાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો હતો અને તેની પત્ની પણ ત્યાંથી ઘરે પાછા જવા માટે નીકળી ગઈ હતી. તે ઘરે પહોંચ્યો તો તેની પત્નીએ તેને ખરીખોટી સંભળાવી અને તેને તેના કપડા સાથે ઘરની બહાર કાઢી મુક્યો.

એ દિવસે રાત્રે તેને પોતાની ઓફિસમાં જ રાત્રિ રોકાણ કરવું પડ્યું પણ પોતાની સાથે આવું બન્યું તે વિચારને કારણે તેને આખી રાત ઊંઘ આવી નહિ.

આખી રાત તે વિચારતો જ રહ્યો કે, આજે હું જેમ કોઈનું ઘર શોધવા માટે રસ્તો ભટકતો રહ્યો તેમ કેટલાય માણસો આ રીતે રસ્તો શોધવા માટે ભટકતા હશે અને તેમને તેમની પત્નીની ખરીખોટી સાંભળવી પડતી હશે જેથી એવું શું કરવામાં આવે કે જેને કારણેે માણસ રસ્તો શોધી શકે અને સમયસર પોતાને જે ઠેકાણે પહોંચવાનું હોય ત્યાં પહોંચી શકે.

બીજે દિવસે તેણે પોતાની ઓફિસની ટીમને ભેગી કરી અને પોતાની આ રજૂઆત તેમની આગળ કરી.

અને આમ, ગુગલ મેપની શોધ થઈ.
જી હા, આ શોધ કરનાર બીજું કોઈ નહિ સુંદર પિચાઇ જે ગુગલના હાલના સીઈઓ છે અને વર્લ્ડ ફેમસ છે અને આપણને તેમને માટે ગર્વ હોવું જોઈએ કે તે આપણા ઈન્ડિયન છે.જેને આપણે વિશ્વમાનવ પણ કહી શકીએ.

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
14/9/2021


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED