Online Love... books and stories free download online pdf in Gujarati

ઓનલાઈન લવ....

" ઓનલાઈન લવ... "
અક્ષત, અક્ષત, ઉઠ બેટા આઠ વાગી ગયા છે. તારે ઑફિસ જવાનું મોડું થઈ જશે. " મમ્મીએ અક્ષતના બારણાંને બહારથી જ નૉક કર્યું અને બૂમ પાડી.

અક્ષતે જાણે પરાણે આંખો ખોલી અને બોલ્યો, " ઓહ, સીટ યાર આઠ વાગી ગયા, લેઈટ થઈ જશે. " રાત્રે ઓનલાઈન કરેલા ચેટીંગની અસર હજી તેના દિલો-દિમાગ ઉપર છવાએલી હતી તે યાદ આવતાં જ ચહેરા ઉપર ખુશી છવાઈ ગઈ અને હોઠ ઉપર હાસ્ય....

તન્વી અગ્રવાલ એક સેલિબ્રિટી જેવી તેની પર્સનાલિટી, ખૂબજ સુંદર એકદમ ફેર લુકીંગ, હાઈટ પણ સારી એવી અને રેગ્યુલર જીમ જવાની તેની આદત એટલે બોડી પણ કસાયેલું અને એટ્રેક્ટિવ દેખાય. કોઈને પણ જોતાંવેંત ગમી જાય તેવી હતી તન્વી. ફેસબુક ઉપર એક હજારથી પણ વધારે ફ્રેન્ડ રીક્વેસ્ટ પેંડિન્ગ હોય પણ તન્વી એકપણ એક્ષેપ્ટ કરતી ન હતી.

તેમાંની એક રીક્વેસ્ટ અક્ષત શાહની પણ હતી. છેલ્લા છ મહિનાથી અક્ષત તન્વીની પાછળ પડી ગયો હતો. તેના તમામ પીક્સ લાઈક કરવાથી માંડીને તેની બધી જ પોસ્ટ જોવી અને લાઈક કરવી. અક્ષતનો મિત્ર મિહિર પણ તેને ટોક્યા કરતો કે, " શું એક છોકરીની પાછળ પડી ગયો છે...?? "
પણ ખબર નઈ અક્ષતને તન્વી ખૂબજ ગમી ગઈ હતી. બસ, એકવાર અક્ષત તન્વી સાથે વાત કરવા ઈચ્છતો હતો. અને આજે તેની આ ચેટીંગની ઈચ્છા પૂર્ણ થઈ હતી.

રાતના 9.30 થયા હતા. અક્ષતે મોબાઇલ હાથમાં લીધો અને ફેસબુક ઓપન કર્યું તન્વીનું એકાઉન્ટ ખોલ્યું, તન્વી પણ ઓનલાઈન હતી જોઈ અક્ષતે ફરીથી તન્વીને મેસેજ કર્યો, આજે તન્વીએ તેને પોતાના ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ કરી લીધો હતો. અક્ષતે તન્વીને મેસેન્જર ઓપન કરવા રીક્વેસ્ટ કરી. તન્વી મેસેન્જરમાં ઓનલાઈન થઈ. આફ્ટર લોન્ગ ટાઈમ અક્ષતની ઈચ્છા પરીપૂર્ણ થઈ રહી હતી તેથી તે ખૂબજ એક્સાઈટેડ હતો. અક્ષતે તન્વી સાથે ચેટીંગ ચાલુ કર્યું.
અક્ષત: હાય, આઈ એમ અક્ષત શાહ. હાઉ આર યુ ?
તન્વી: આઈ ક્નોવ. આઈ એમ ફાઈન.
અક્ષત: ઘણાં સમયથી તમારો ફ્રેન્ડ બનવાની રાહ જોઈ રહ્યો હતો. તો આજે મેળ પડ્યો.
તન્વી: ઓકે. બીજું બોલો, શું કામ હતું.
અક્ષત: જી, બસ કંઈ નઈ તમારી સાથે વાત કરવી હતી.
તન્વી: ઓકે. બાય.

અને બસ આ નાની પણ મીઠી-મધુરી વાત-ચીતને વાગોળતા વાગોળતા ક્યારે અક્ષતની આંખો મીંચાઈ ગઈ અને સવાર પડી ગઈ તેની ખબર જ ન પડી. અને મમ્મીએ બૂમ પાડી.

બીજા દિવસે પણ આ જ ક્રમ ચાલ્યો. રાતના 9.30 થયા એટલે અક્ષત તન્વીની ફેસબુક ઉપર ઓનલાઈન થવાની રાહ જોતો બેસી ગયો. તન્વી ઓનલાઈન થઈને તરત જ અક્ષતે મેસેજ કર્યો.
અક્ષત: હાય, હાઉ આર યુ..??
તન્વી: બસ, ફાઈન. તમે કેમ છો, મજામાં..??
અક્ષત: હા, મજામાં. તમે અત્યારે શું કરો છો, સ્ટડી પૂરું થઇ ગયું કે પછી બાકી છે..??
તન્વી: બસ, સ્ટડી તો ક્યારનું પૂરું થઈ ગયું છે. હાલમાં એક પ્રાઈવેટ કંપનીમાં જોબ કરું છું.
અક્ષત: ઓકે. હું પણ એમ.બી.એ. થયેલો છું અને એક પ્રાઈવેટ કંપનીમાં જોબ કરું છું.
તન્વી: ઓકે, બાય હવે હું મૂકું
અક્ષત: ઓકે, બાય ગુડનાઈટ
તન્વી: ગુડનાઈટ
બસ, થોડા દિવસ આમજ ઓનલાઈન ચેટીંગ ચાલ્યું. એક દિવસ અક્ષતે તેને હિંમત કરીને મળવા માટે પૂછી જ લીધું.
અક્ષત: હાય, હાઉ આર યુ..??
તન્વી: (સ્માઈલી સાથે) બસ, ફાઈન.
અક્ષત: (સ્માઈલી સાથે) બોલ, શું કરે છે. જમી લીધું..??
તન્વી: હં, જમી લીધું. તમે..??
અક્ષત: ઈફ યુ ડોન્ટ માઈન્ડ. એક પર્સનલ વાત કરી શકું..??
તન્વી: યા, સ્યોર
અક્ષત: તમે ખૂબજ સુંદર લાગો છો. તમે મને ખૂબજ ગમો છો. આઈ લાઈક યુ સો મચ...બસ, એકવાર તમને રૂબરૂ મળવા માંગું છું.
તન્વી: ( ખડખડાટ હાસ્ય સાથે) ઓકે. પણ ક્યાં..??
અક્ષત: સી.સી.ડી. માં આજે સાંજે સેવન ઓક્લોકે તમને ફાવશે...??
તન્વી: હા ફાવશે.
બંનેએ સી.સી.ડી.માં મળવાનું નક્કી કર્યું.

અક્ષતની ખુશી આજે સમાતી ન હતી. સન્ડે હતો એટલે થોડો મોડો જ ઉઠ્યો હતો. બસ, સાંજના સાત ક્યારે વાગે તેની રાહ જોઈ રહ્યો હતો. 6.30 થઈ એટલે અપટુડેટ તૈયાર થઈને પોતાનું પલ્સર બાઈક લઈને સીસીડી તરફ જવા નીકળી ગયો. સમયસર સીસીડીમાં પહોંચી ગયો, 7 વાગ્યા 7.30 વાગ્યા 8.00 વાગ્યા પણ તન્વી તો ન આવી તે ન જ આવી. મળવાના એક્સાઇટમેન્ટમાં અક્ષત તન્વીનો સેલફોન નંબર લેવાનું જ ભૂલી ગયો હતો.

ફેસબુક ઉપર વારંવાર ઓનલાઈન પણ થયો પણ તન્વી ઓનલાઈન ન હતી થતી. રાહ જોઈને, કંટાળીને, નિરાશ મન સાથે ત્યાંથી નીકળી ગયો. તન્વી ઉપર ગુસ્સો પણ ખૂબજ આવ્યો કે તેને ન હતું મળવું તો મને સમય જ શું કામ આપ્યો..??

એ દિવસે રાત્રે તન્વીને મેસેન્જરમાં ખવડાવવાનું તેણે મનોમન નક્કી કરી લીધું પણ તન્વી તો ઓનલાઈન ન થઈ તે ન જ થઈ.

બીજે દિવસે એઝયુઝ્વલ અક્ષત જોબ ઉપર પહોંચી ગયો. આજે જરા મૂડ બરાબર ન હતો. પણ કામ ઉપર ગયા વગર તો છૂટકો ન હતો. વળી, આજે તેને એક ડીલ ડન કરવા માટે બીજી એક ઓફિસમાં મીટીંગ પણ હતી તેથી તે તેના માટે ઘરેથી બરાબર પ્રીપેર થઈને જ આવ્યો હતો.
અગિયાર વાગ્યે તેને બીજી ઓફિસમાં પહોંચવાનું હતું.

સમયનો ખ્યાલ રાખીને તે જ્યાં મીટીંગ હતી ત્યાં પહોંચી ગયો. મેનેજરની કેબિનની બહાર બેઠો હતો. બસ, અંદર બોલાવે તેની જ રાહ જોઈ રહ્યો હતો. એટલામાં રિસેપ્શનીસ્ટે તેને અંદર કેબિનમાં જવા ઈશારો કર્યો.

કેબિનમાં એન્ટર થતાં જ અક્ષત ચોંકી ઉઠયો, તેની સામે મેનેજરની ચેર ઉપર બેઠેલું બીજું કોઈ નહીં, તે જેની સાથે રોજ ઓનલાઈન ચેટીંગ કરતો હતો. તે તન્વી અગ્રવાલ હતી. તે તો ચોંકીને ઉભો જ રહી ગયો.
તન્વીએ તેને બેસવા માટે કહ્યું અને પછી " સોરી " શબ્દ સાથે વાતની શરૂઆત કરતાં કહ્યું કે, " ગઈકાલે સાંજે મારા પપ્પાની તબિયત ખૂબજ બગડી ગઈ હતી, મારે તેમને હોસ્પિટલ લઈ જવા પડ્યા અને એમને સારું ન હતું. તેથી મારે રાતના બાર એમાં જ થઈ ગયા અને પછી આજે તો આ મીટીંગ હતી એટલે મારે સમયસર અહીં પહોંચવાનું હતું તેથી રાત્રે તમારી સાથે વાત ન થઈ શકી. આઈ એમ સો સોરી. "

અક્ષતને તન્વીની વાત સાંભળીને હકીકત સમજાઈ ગઈ. અને આ રીતે પણ તન્વીને મળવાનું થયું તેથી તે ખૂબજ ખુશ હતો.

જેવી તન્વીને ફેસબુક ઉપર જોઈ હતી તેનાથી વધારે તે સુંદર અને પર્સનાલેટેડ લાગી રહી હતી. બંનેની મીટીંગ પૂરી થઇ એટલે બંનેએ સાથે જ જમવાનું લીધું અને બંને એકબીજાને ખૂબ પસંદ કરે છે તે વાત સ્વીકારી બંનેએ એકબીજાને " આઈ લવ યુ...." કહ્યું અને સદાય માટે સાથે રહેવાનું નક્કી કર્યું. ફરી મળવાનું વચન આપી બંને પ્રેમથી છૂટા પડ્યા....

- જસ્મીન

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED