ડમ-ડમ ડિગા-ડિગા, ડીસેમ્બર ભીગા ભીગા..! Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડમ-ડમ ડિગા-ડિગા, ડીસેમ્બર ભીગા ભીગા..!


ડમ-ડમ
ડિગા-ડિગા, ડીસેમ્બર ભીગા ભીગા..!

પાડ માનો યાર, દેવી-દેવતાનો..! માંડ-માંડ હાંફતા-હાંફતા ડીસેમ્બર સુધી તો આવ્યાં..! ડીસેમ્બર આવ્યો તો આવ્યો, સાથે બે બુંદ પાણી, શિયાળો, ને બફારો પણ લાવ્યો. એક સાથે બ્રહ્મા-વિષ્ણુ- મહેશ જેવાં ત્રિદેવ દર્શન મળે કોને..? મસ્તીથી ગાવ યાર, "ડમ-ડમ ડિગા-ડિગા, ડીસેમ્બર ભીગા ભીગા..!" (બસ...! આટલેથી અટકી જાવ..!) માથા નીચે ઓશીકું, ઓશીકાની બાજુમાં સ્વેટર અને ઓટલા ઉપર રેઈનકોટ ટાંગીને ટરરરરર કરો..? આજકાલ હવામાનનો કારભાર પણ સરકારી નિશાળની માફક, વિષય બદલાય ને ઘંટો પડે, એમ ઘંટારવથી ચાલે છે. કઈ ઘડીએ વરસાદ ધબકે, કઈ ઘડીએ પવન ફફડે ને કઈ ઘડીએ ટાઇઢ તૂટી પડે, નો (NO) ભરોસા..! તાળીઓ પાડો યાર, મનીલા-કાશ્મીર આપને દ્વારની માફક, ઘર બેઠાં ઠંડી મઝા આજે આપે કોણ..? ચાયની ચૂસકી મારતા-મારતા, ‘ઘરમાં મનીલા-ઘરમાં કાશ્મીરની મૌજ તો નસીબદારને મળે..! એને માણવાની તો મઝા જ કોઈ ઔર..!

આ હવામાનને પણ આપણી સાથે હવેલવથઇ ગયો છે..! એવું લપ્પુક થઇ ગયું છે કે,જેમ વંઠેલ છોકરાઓ મા-બાપનું કહ્યું નહિ માને એમ, પંચાગ કેલેન્ડરને તો એ ગાંઠતું જ નથી. લોકોના શુભગ પ્રસંગો જોઇને એવું નશીલું થઇ જાય કે, લગન ના માંડવા પણ ભીંજી નાંખે, ને વર-કન્યાની પીઠી પણ ધોઈ નાંખે. આગલા ભવનો વાંઢેશ હોય એમ, સાવ બળતરો..! ભલભલાની પથારી ફેરવી નાંખે..! ઓટલે ત્રાસવાદી બેઠો હોય એમ, આ લખું છું ત્યારે પણ બિન બાદલ બરસાતની માફક સુસવાટા મારી, મારી સામે ડોળા ફાડીને જોતો હોય એવું લાગે. હું ઘરમાં જ ગુંડાળો છું, છતાં ઘરમાં પણ ટાઈઢ એવી તોડી નાંખે કે, કાળો કામળો ઓઢીને હિમાલયની ગુફામાં બેઠો હોય એવી હાલત છે દાદૂ.! બધું જ કુલ કુલ થઇ ગયું છે. એટલે કે ઠંડાગાર..! શરદી હોય ને, નાકમાં સળી નાંખીએ તો આપોઆપ વગર મહેનતે કેન્ડીબની જાય એવું..! એમાં આઈસ્ક્રીમનો ચટાકો તો કેમનો થાય..? આઈસક્રીમને પણ ગરમ કરીને ખાવો પડે પડે એવું વાતાવરણ છે.

હારેલી પાર્ટીઓ ફાવેલી પાર્ટીનો ખેસ ગળામાં ગ્રહણ કરવા મથતી હોય એમ, મૌસમ પણ આજકાલ જાત વેચીને જાત્રા કરવા નીકળી છે. ભારતમાંરૂપિયાને બદલે, પાઉન્ડનું ચલણ ચાલતું હોય એમ, સાલી પ્રહરે-પ્રહરે મૌસમ બદલાય..! સવારે શિયાળો, બપોરે ઉનાળો ને સાંજે વરસાદના છાંટણા..! સ્વેટર ચઢાવવા, ઉતારવા કે રેઇનકોટ સાથે બાંધીને રાખવા, એની કોઈ સૂઝ જ નહિ પડે. ને એના કપાળમાં કાંદા ફોડું, આ બધું કાઢીને બેઠાં હોય ત્યારે બફારોપરસેવો પીવા આવે..! સાલું મને તો સમઝાતું જ નથી કે, ‘ઓમિક્રોમને જોઇને હવામાન પલટો મારે છે કે, હવામાન જોઇને ઓમિક્રોમપ્રેમઘેલું થાય છે..!

હાસ્ય-લેખકને તો મરી-મસાલો જ જોઈએ. પછી એ હવામાનનો હોય કે, ઓમિક્રોનનો..! ચણાનો લોટ હાથમાં આવે એટલે, એમાંથી ભજીયા પણ બનાવે, ફાફડા પણ બનાવે, ગાંઠીયા પણ બનાવે અને સેવ પાપડીનો ઘાણ પણ ઉતારે..! અમારી પણ લીમીટ હોય ને દાદૂ..? હાસ્યના ખજાના માટે ક્યાં સુધી કુદરતની સંપતિ, પ્રકૃતિ અને માણસની વૃત્તિનું ખોદકામ કરીએ..? હસાવવાનું બહારવટું પણ ચાલવું જોઈએ ને..? ભલે બ્લેક-કોમેડીનહિ થાય, પણ ઝીણી અને મલમલ વ્હાઈટ કોમેડી તો કરાય ને..? એક વાત છે, કે વાઈફ રાંધતી હોય ત્યારે જે ખવડાવે તે ચલાવી લેવાનું. ખાવામાં વરણાગી કે છણકા નહિ કરવાના. ના ભાવતું હોય તો વચગાળાની રાહત તરીકે આચાર ચાવી લેવાનું. પડોશણનું ખાસ ભાવતું હોય તો પણ ચલાવી લેવાનું. આજકાલ હાસ્યની તાતી જરૂરીયાત છે. જિંદગી મારી હોય કે તમારી, એને બહુ ખોતર-ખોતર નહિ કરવાની..! અહીં તો રોજની મૌસમ પણ બદલાય ને માણસ પણ બદલાય..! યાદ છે ને, કોરોનાની કાતિલ બોલિંગ પૂરી થયાં પછી, હવે ઓમિક્રોનજેવો ખતરનાક અને ગોલંદાઝ બોલર મેદાનમાં આવી રહ્યો છે, ને આપણે એની સામે બેટિંગ કરવાની છે. એના કપાળમાં કાંદા ફોડું, આપણા તે એવાં કેવાં નસીબ કે, વાયરસો ચૂડેલની માફક પીછો મૂકતા જ નથી. આપણી સામે લપ્પુકથઇ ગયા હોય એમ પાછળ ને પાછળ દૌડે..! તું જહાં જહાં ચલેગા, મેરા સાયા સાથ હોગાની માફક, એ ક્યારે કોને ચોંટી પડે એનો ભરોસો નહિ. સાલા એવાં હલકટ કે, ઘરના બારણે સક્કરટેટી જેવાં લીંબુ ને કાકડી જેવાં મરચાં એક સાથે ટાંગ્યા હોય તો પણ, તેનું જ્યુસ બનાવીને પીઈ જાય..! મેદાન છોડવાનું નામ જ નહિ લે..! શ્રીશ્રી ભગાને તો એ વાતની ચિંતા થાય કે, કોરોનાની વેક્સીન મુકવામાં હાથના બે બાવડાં તો વપરાય ગયાં, હવે ઓમીક્રોન માટે તો બે ટાંટિયા જ બાકી છે..! જુઓ, મારે લેશમાત્ર પણ કોઈને ભયભીત કરવા નથી, પણ લોક્ડાઉંનમાં લોકોને આટઆટલા ડાઉન કરી નાંખ્યા, તો પણ એની માને આ વાયરસો આપણું ગળું છોડતાં જ નથી..! બ્લડ પ્રેસરની માફક લોકડાઉન પણ હવે તો ઊંચું-નીચુથયા કરે. આદમી જાયે તો જાયે કહાં..?

વાઘ આવ્યો રે વાઘ આવ્યોજેવી વાત નથી. કોરોના ફરી કપડાં બદલીને ઓમિક્રોનના દેખાવમાં સાચૂકલો વાઘ બનીને આવી રહ્યો છે. જેના ટ્રેલર માત્રથી ચારેય કોરે ચીસ પડવા માંડી..! અમુકની તો કબજીયાત ગાયબ થઇ ગઈ, ને ચહેરાઓ સવાલ-ચિહ્ન જેવાં થઇ ગયાં. પેલાં પૈણવા નીકળેલા કોડીલા કુંવરોની તો વાત જ શી કરવી? ગમતી કન્યાની કુંડળી માંથી મંગળનો ગ્રહ નીકળ્યો હોય એમ બેહાલ થઇ ગયાં. મેંદીનો રંગ ઊંડી જતો હોય, માંડવાઓ ભીંજાતા હોય, એ જોઇને એમની ભાવનાઓને કેટલી ઠેશ પહોંચતી હશે..? હનીમુનને તો મારો ગોલી, ‘હની-ઓમિક્રોનના સ્વપ્નાઓ જ આવતા હશે..! માણસને યાર કોઈ હરખ હોય કે ના હોય.?





( રમેશભાઈ ચાંપાનેરી ' રસમંજન ' )