લવ બાઇટ્સ
અંતિમ પ્રકરણ - 96
કર્મની ગતિ અને ઋણની ચુકવણીની શરૂઆત જાણે થઇ ચુકી હતી. આશાને બધુજ યાદ આવી રહ્યું હતું અત્યાર સુધી સ્તવનની બીમારી - માનસિકતા બધુજ સ્વીકારીને એ એને અમાપ પ્રેમ કરી રહી હતી. આશા બધાંજ કુટુંબીઓના સમુદાયને લક્ષ્યમાં અને હાજરીમાં એમને શાક્ષી બનાવીને બધુજ સત્ય કહી રહી હતી એણે કીધા પછી ખડખડાટ હસી રહી હતી. એના હાસ્યમાં પણ નરી વેદના ટપકતી હતી એણે કહ્યું સ્તવન સાંભળો મેં તમને પ્રેમ નહોતો કર્યો જયારે આપણાં બાળપણમાં સબંધ નક્કી થયો ત્યારે હું તમને ઓળખતી પણ નહોતી કે જોયા પણ નહોતા પણ સંબંધ આપણાં સમાજની પરંપરા પ્રમાણે મારા તમારી સાથેના સંબંધ પછી મારી પાસે માત્ર તમારું નામ હતું. મને એવી કેળવણી અને સંસ્કાર આપવામાં આવ્યા હતા કે તમારી સાથે સંબંધ થયો છે. હું કિશોરી થઉં ત્યારે લગ્ન લેવાનાં હતાં અને એ ઉંમર સુધી મારાં અંતરમનમાં તમારા નામનુંજ સ્મરણ તમારા નામની કલ્પનાઓ મારાં જુવાન હૃદયમાં હતી મારી બધીજ પ્રેમ લાગણીઓ તમારા તરફ ઢળી ચુકી હતી માત્ર તમારાં મિલનની પળની રાહ જોતી હતી.
અને એક દિવસ મારાં દિલ પર વજ્રઘાત થયો કે તમે બીજે લગ્ન કરી લીધાં છે. મારુ તમારી સાથેનું વેવિશાળ તોડી નાખવામાં આવ્યું છે મારી શી દશા થઇ હશે ? મારુ કાળજું ઘવાયું હતું. અને એ રૂઢિચુસ્ત સમાજ અને સમયમાં મારો હાથ કોણ પકડે ? હું જીવતાજ વગર લગ્ને વિધવા થઇ હોઉં એવો એહસાસ થયેલો. મારાં પિતાની પીડાએ ગુસ્સાનું અને અપમાનનું સ્થાન લીધેલું અમે નાનાં રજવાડાંનાં
રાજા હતાં. મારાં પિતાએ ઉશ્કેરાટમાં હુમલો કર્યો યુદ્ધ સ્વીકાર્યું અને શહીદ થયાં અને એ પણ તમારાં હાથે.
અમારું આ નાનકડું કુંભલગઢનું રાજ તમને મળ્યું અને મેં જીવતા અગ્નિ શય્યા ઓઢી ત્યારે મારાં નીકળેલાંએ પીડા વેદના તિરસ્કારનાં શબ્દો આજે સાચાં પડતા હું જોઈ રહી છું અને એ ધ્રુસ્કેને ધ્રુસકે રડી પડી.
સ્તવને આશા સામે હાથ જોડીને કહ્યું પણ આશા આમાં હું સાવ નિર્દોષ છું મને તો ખબર પણ નહોતી કે તારાં મારાં બાળપણમાં વેવિશાળ નક્કી થયાં હતાં. મેં જયારે સ્તુતિની એટલેકે પ્રસસનલતાની વાત પિતાજીને કરી ત્યારે એમણે મને જણાવ્યું આપણા સબંધ અંગે... મેં સ્વ્પ્નમાં પણ તને પ્રેમ નોતો કર્યો એમાં મારો શું વાંક ? મેં પ્રેમ માત્ર પ્રસન્નલતાને કરેલો.
ત્યાં પ્રસન્નલતા એટલેકે સ્તુતિ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. આશાથી આ ના જોવાયું એણે કહ્યું પણ આ કુલ્ટાએ તો એનો પરિચય તમને આપી દીધેલો એણે દુષ્કર્મ કર્યું છે પાપ કર્યું . તમારાં પ્રેમને લાયક જ ક્યાં હતી ? અત્યારે રડીને શું જતાવે છે ? જેને તમે આટલો પ્રેમ કર્યો એણેજ તમારો વિશ્વાશઘાત કર્યો છે.
ત્યાં અઘોરીજીનાં યજ્ઞમાં અગ્નિ ભડ ભડ સળગી રહ્યો હતો અઘોરીજી એમાં હળવેથી આહુતી આપી રહેલાં મંત્રો ભણી રહેલાં. મહાદેવના શિખર અને અટારીઓમાં નાગ સર્પ એમની જગ્યા લઇ રહેલાં.
સ્તુતિથી આ બધું નગ્ન સત્ય સાંભળી શકાતું નહોતું. એ રડતી રડતી બોલી મેં પાપ નથી કર્યું મારી સાથે દગો અને છલાવો થયો હતો મારાં મનમાં હૃદયમાં અને જીવ પર સ્તવનનુંજ રટણ હતું, હું મારી પવિત્રતા કેવી રીતે સાબિત કરું બોલ ? હું માનું છું તારી સાથે દગો થયો હતો પણ એમાં સ્તવન પણ તારી સાથેનાં સંબંધથી અજાણ હતો. આમ મારાં પર આળ મૂકીને તું મને પાપી સાબિત ના કરી શકે આશા...એની આંખોમાં અશ્રુ સાથે અંગાર હતાં એણે કહ્યું હું પણ હું પણ મારી જાતને અગ્નિમાં સમર્પિત કરીને મારી પાત્રતા સાબિત કરી શકું છું એમ બોલી એણે હવનકુંડમાંજ પોતાની જાતને સમર્પિત કરી અંદર કૂદી પડી બધા એક સાથે ઉભા થઇ ગયા અને દરેકનાં મોઢામાંથી નીકળ્યું સ્તુતિ - સ્તુતિને બચાવો.
ભડ ભડ સળગતા અગ્નિમાં કૂદી પડેલી સ્તુતિ સતત રડી રહી હતી ત્યાં અઘોરીજીએ સ્તુતિને પકડી લીધી અને એના પર જળ છાંટ્યું પણ સ્તુતિ બેભાન થઇ ગઈ હતી.
સ્તવન આશા બધાં અચાનક બનેલી ઘટનાથી હતપ્રભ થઇ ગયાં સ્તવન દોડીને સ્તુતિ પાસે આવ્યો અને એની આંખો પર જળ છાંટીને બોલી ઉઠ્યો સ્તુતિ... સ્તુતિ...
ત્યાં બેઠેલા બધાં ઉભા થઇ વિધિની વિચિત્રતા જોઈ રહેલાં. યુવરાજસિંહ આગળ આવીને આશાને વળગીને રડવા લાગ્યા આશા...આશા...મારી દીકરી શાંત થા જે રુણન ચુકવણું હતું જેણે ચુકવાનું હતું ચૂકવી દીધું.એને પણ સજા મળી ચુકી છે તું માફ કરી દે.
સ્તવન આશા પાસે આવ્યો અને બોલ્યો આશા અને સ્તુતિ બંને વચ્ચે પિસાતો દળાતો જીવ હું છું. મેં પ્રેમ સાચોજ કર્યો મેં ક્યાંય કોઈને દગો નથી દીધો પૂર્વ જન્મ માં સ્તુતિને કે આ જન્મમાં તને.... પણ છતાં સજા જાણે હું ભોગવી રહ્યો છું.
ભૈરવીદેવી અને લલિતાકાકી સ્તવન પાસે આવ્યાં અને બોલ્યા જન્મ અને પુનર્જન્મની કડીમાં તું પરોવાયેલો હવે મુક્ત છે. તું સ્વસ્થ થા. આ બધાનો નિકાલ આ સ્વયં મહાદેવજી લાવશે. અને બધાની નજર અઘોરીજી તરફ ગઈ.
આશા આ બધું જોઈ વિચિત્ર રીતે હસવા લાગી એણે કીધું એ સ્તુતિ મારો ભવ બગાડવા અને ભરથાર ફરી ઝુટવવા આવી હતી..મૅજ એવી વિધિ કરાવી તમને આ ભવમાં ભેગા નહોતા થવા દેવા..સ્તુતિને અહીં બોલાવી મારે નજર સામે અગ્નિમાં ભસ્મીભૂત કરવી હતી..એ ચુડેલે મારો ભવ બગાડેલો એનો બદલો લેવો હતો. એમ કહી સ્તુતિને મારવા આગળ વધી.. ત્યાં અઘોરીબાબાએ કહ્યું બસ થયું હવે તું મારી પાસે આવી ત્યારે મેં તને કિધેલું આ ગતજન્મના ઋણ નો પ્રશ્ન છે આ પૂનમ પછી બીજી પૂનમે જો તમારાં લગ્ન થઈ જાય તો બધું શુભ થશે.. પણ તારી આ બદલાની ભાવનાએ ધીરજ ના ધરી અને તે તારો જ ખેલ બગાડ્યો હજી પૂનમ કાલે છે તું ગણત્રી ભૂલી છે તે તારો ભવ બગાડ્યો અને.....
અઘોરીજી આગળ બોલે પહેલાં બેભાન સ્તુતિ સામે જોઇને સ્તવને કીધું “આશા સ્તુતિએ તો એની પવિત્રતા બતાવવા અગ્નિમાં પોતાની જાતને સમર્પિત કરી પણ તે શું કર્યું? આટલી યાતનાઓ સંકેતો સહીને પણ મેં તને અમાપ પ્રેમ કર્યો? તું આવી હતી જ નહીં તે કેમ ષડયંત્ર રચ્યું? તને તારાં ગતજન્મની ખબર હતી?
આશાએ કહ્યું હું અઘોરીજી પાસે આવેલી જાણવા કે સ્તવન અને મારો ગતજન્મ શું છે? સ્તવનને શેની પીડા છે? કયું ઋણ છે? મેં બધી જાણકારી મારી તમારી મેળવી..અઘોરીજીએ મને સમજાવેલું કે તમે ગતજન્મનાં પ્રેમી છો આ જન્મે પણ મળવા અધિરા છો..મારાં વિશે પણ જાણ્યા પછી મેં નક્કી કરેલું તમને મળવા નહિ દઉં.તમારી પીડા બીમારી બધું સ્વીકારી લીધું..સ્તવન તમારો પ્રેમ લાગણી પણ અદભુત હતાં તમને ગુમાવવા અને છોડવા નહોતી માંગતી. અઘોરીજીએ આશીર્વાદ આપ્યા પણ બદલો લેવા વિધિ કરવા તૈયાર ના થાત મેં નદીકિનારે જઈ ત્યાં સ્મશાન પાસેનાં તાંત્રિક પાસે વિધિ કરાવેલી ...પણ તમારો બન્નેનો પ્રેમ....અને તાંત્રિકે ચેતવેલી એ ભૂલ હું કરી બેઠી.. એમ કહી રડવા માંડી અને એણે ત્યાંથી દોટ મૂકી અને મહાદેવની ટેકરીથી ખીણમાં ભુસ્કો મારી કૂદી પડી..
સ્તવન એનાં પિતા પાછળ બચાવવા દોડ્યા પણ વ્યર્થ...એનો જીવ છૂટી ગયો.
અને મંદિરનાં ઘંટારવ ફરીથી રણકવા લાગ્યાં અને આખા મહાદેવના મહાલયમાં પ્રકાશ ફેલાયો. માં ફૂલ જોગણી હાજર થયાં અને એક ધૂપ આકારમાં દર્શન આપી અને બોલ્યાં અહીં મણિકરણેશ્વર ધુમ્રલોચન ભગવાન સાક્ષી છે. કર્મ પ્રમાણે ભાગ્ય મળ્યું છે એ સહુએ સ્વીકારવું પડશે. સ્તવન અને સ્તુતિ એમનાં ચરણોમાં પડી ગયા. માઁ દર્શન અને આશીર્વાદ આપી અંતર્ધ્યાન થયાં.
બધાં અવાચક બનીને બધું જોઈ સાંભળી રહેલાં. અઘોરીજી બે હાથ જોડીને માતાને વંદન કર્યું અને સ્તુતીને એના પ્રેમની પાત્રતાએ બચાવી અને એનું પાત્ર મળી ગયું.
અઘોરીજીએ બન્નેની ઉપર જળ નો છંટકાવ કર્યો અને સ્તુતિ સ્તવનનાં પગમાં પડી સ્તવને ઉભી કરી અને છાતીએ વળગાવી અને બોલ્યો વિધિ અને ભાગ્ય નો ચુકાદો હું મારા માથે ચઢાવું છું.
અને હાજર રહેલાં બધાએ પુષ્પવૃષ્ટિ કરીને બન્નેને વધાવી લીધાં અને આશીર્વાદ આપ્યાં. અઘોરીજીએ આશીર્વાદ આપતા કહ્યું અત્યાર સુધીનાં તમારાં બધાં પ્રશ્નોનો આજે આ જવાબ છે. ઋણાનુબંધ અને સાચાં પ્રેમની પરાકાષ્ટા આજે સાક્ષાત દર્શન કરાવી રહી છે નાગ કન્યા અને બ્રહ્મપુત્ર બંન્ને આજે એક છે ખુબ સુખી થાવ અને આયુષ્માન થાવ બધાં જન્મોનો હિસાબ આજે અહીં પૂરો થયો.
મંદિર ઉપર બેઠેલા નાગ સર્પ ડોલવા લાગ્યાં અને માતાપિતાએ સ્તુતિને સાડી ચઢાવી અને અક્ષત કંકુથી વધાવી લીધી.
માણેકસિંહજી અને યુવરાજસિંહ આશાનું મૃત શરીર ભારે જહેમતથી લઈ ઉપર આવ્યા. શોક અને આનંદ બન્ને ઘડીઓ સાથે હતી..
બધાનાં હાથ મહાદેવજીની પ્રાર્થના માટે ઉભા થયાં અઘોરીજીએ મંત્રોચ્ચાર કરીને આ ભવ અને પૂર્વજન્મના ભવનાં જીવોને પ્રેમ દોરથી બાંધી દીધાં અને લગ્ન પૂર્ણ કર્યાં.
આજ સુધીની બધી વિવશતા, પીડા, વેદના દૂર થઇ અને મહાદેવના મહાલયમાં આનંદ પ્રસરી ગયો. નાગરાજ એટલેકે વામનરાવજીએ સ્તુતિ સ્તવનને આશીર્વાદ આપ્યા અને સ્તુતિને પહોંચેલી ઇજા દૂર કરી સુંદર રૂપ પાછું આપ્યું..
મિહિકાએ સ્તુતિની સાડીનો છેડો બાંધી પછી સ્તવનનાં પીતામ્બર સાથે બાંધીને રિવાજ પૂરો કરી હસતી રડતી આંખે વિધિ પુરી કરી.. બન્નેનાં ફેરા ફરતાં એ આશાનો જીવ જોઈ રહેલો એ મહાદેવને પ્રણામ કરી કર્મનું ફળ સ્વીકાર્યું.
સ્તુતિએ આશાને જોઈ એણે આશાના જીવને રડતી આંખે વંદન કર્યા અને આશાનો જીવ છૂટી ગયો.
સ્તવનનાં હાથે આશાનો તળાવના કિનારે અગ્નિદાહ આપી અંજલિ આપતાં કહ્યું આશા મને માફ કરજે છેવટે નિમિત્ત હું જ હતો. પ્રભુ તારાં આત્માને શાંતિ અર્પે.
મનેકમને બધાએ વિધીનું વિધાન સ્વીકાર્યું અને મહાદેવની રજા લઈ સિધાવ્યા.
સ્તુતિની સામે જોઈ સત્વને કહ્યું તારે મનેજ મેળવવો હતો તો આશાને મારાં જીવનમાં શું કામ આવવા દીધી?
સ્તુતિએ કહ્યું કોઈ જીવની કર્મ કે જીજીવિશાની વાસના હું રોકી ના શકું. મારી પણ મર્યાદા હતી મેં ક્યારેય એનું મૃત્યુ ઇચ્છયું નહોતું ક્યારેય નહીં પણ...સ્તવન મારો પ્રેમ અચળ હતો અને આ મારાં ગળા ઉપરના ડાઘ નિશાન મને પીડા આપી તારી યાદ આપતાં હતાં..
સ્તવને કીધું અગ્નિકુંડનો પ્રાયશ્ચિતનો અગ્નિ અને તારાં પવિત્ર પ્રેમે કોઈ નિશાન નથી રાખ્યા બધું મટી ગયું બધું પ્રેમમિલનમાં ઓગળી ગયું.
આ મારાં કરેલાં લવ બાઇટ્સને કારણે આપણું પુનઃ મિલન થઈ ગયું.સ્તુતિ સ્તવનની આંખમાં પ્રજ્વળતો પ્રેમ જોઈ રહી....
- : સમાપ્ત:-
લેખક નિવેદન
વાચકોનો હું ખુબ ખુબ આભાર માનું છું અને કલ્પનાશક્તિથી લખાયેલ ઋણ અને પ્રેમની નવલકથા લવ બાઇટ્સ તમને ખુબ ગમી હશે તમારો તટસ્થ અભિપ્રાય આપવા વિનંતી. આ નવલકથા ચાલુ હતી અને બે લાખથી વધુ ડાઉનલોડ મેળવી ચુકી છે. એનાં અંગે મારાં સર્વ વાચકોનો આભાર માનું છું.
વાચકોના પ્રેમ અને સહકારથી અભિભૂત છું. અને આભાર માનું છું આપનો અભિપ્રાય જરૂર આપશો...આવનાર નવી નવલકથાની જાણ કરીશું.
હાલમાં પ્રકાશિત થઇ રહેલી ત્રણ નવલકથા- (એક પૂનમની રાત , આઈ હેટ યું - કહી નહીં શકું અને વસુધા ) પણ ખુબ પ્રતિભાવ મેળવી રહી છે એપણ જરૂરથી વાંચશો.
આપનાં અભિપ્રાય સાથે તમારો સંપર્ક સૂત્રની જાણ કરશો તો વ્યક્તિગત પણ આભાર માની શકાય...
શુભેચ્છા સહ ....
દક્ષેશ ઇનામદાર