Ayana - 15 books and stories free download online pdf in Gujarati

અયાના - (ભાગ15)

શેખપુર એક નાનું ગામડું હતું...આ નાના ગામડાની ખૂબસૂરતી કોઈ સ્વર્ગ જેવી હતી...

આ ગામની અંદર એક માનસિક સંતુલન ગુમાવી બેઠેલા માણસો માટે અલગ થી આશ્રમ બનાવામાં આવ્યું હતું... શેખપુર એ આશ્રમ ના કારણે જ ખૂબ પ્રખ્યાત ગામ હતું ....

ડો.પટેલ ના કહ્યા મુજબ બધા આશ્રમ ની પાસે આવેલા મોટા ખાલી મકાન માં રહેવાના હતા ...બધાનો સામાન ત્યાં મૂકીને ગામ ને જોવા નીકળવાનું હતું...
ડો.પટેલ આજે જ બધી સૂચનાઓ આપી દેવાના હતા કેમ કે એ આજનો દિવસ જ સ્ટુડન્ટ્સ સાથે રહેવાના હતા બાકી બધા દિવસોમાં સિનિયર ને જ દેખરેખ રાખવાની હતી....

ગામમાં ફરતી વખતે ગામના લોકો ની સાથે સાથે ગામની ખૂબસૂરતી પણ બધા ને જોવા મળી...ગામના અંતમાં એક ઢાળ આવતો હતો અને એ ઢાળ ની નીચે એક ખૂબસૂરત નદી વહેતી હતી...નદીની આસપાસ વિવિધ પ્રકારનાં ફૂલછોડ હતા જે ગામની ખૂબસૂરતી માં પહેલો નંબર ધરાવતા હતા...

બધા વિદ્યાર્થીઓને આશ્રમ ની મુલાકાત માટે ત્યાં લઈ જવામાં આવ્યા...

આશ્રમ ની અંદર જોવા જઈએ તો બધા સાદાઈ થી રહેતા હતા... અહીં કોઈએ પણ માનસિક સંતુલન ગુમાવ્યું હોય એવો ખ્યાલ આવતો જ નહતો...

ક્રિશય અને વિશ્વમ ને તો એવું લાગ્યું હતું કે આશ્રમ ની અંદર બધા પાગલ લોકો રહેતા હશે...
પરંતુ અંદર આવતા એવો કોઈ માહોલ દેખાયો જ નહિ... બંને ચોકી ને એકબીજાને જોઈ રહ્યા હતા..
એવામાં એની પાસે દસ બાર વર્ષ ની એક નાની છોકરી આવી ...જેના હાથ માં કોઈ વાનગી થી ભરેલ વાટકો હતો...

એના હાથ માં પકડેલ વાટકો જોઇને ક્રિશય અને વિશ્વમ ને સમજાયું ન હતું કે એ શું છે પરંતુ એ છોકરીએ તે ખીર નો પરિચય કરાવ્યો...

"મેથી ની ખીર..." ખૂબ માસૂમ અવાજ માં એ છોકરી બોલી...

"વ્હોટ ...બેટા એવી કોઈ ખીર જ ન આવે...આ કંઇક બીજું હશે...." વિશ્વમે કહ્યું...

"ખીર જ છે....લો ચાખો..." મોટા ચમચા જેવી ચમચી માં મેથી ની ખીર ભરીને હાથ ઊંચો કર્યો...

" લે ચાખ...અને પછી બોલ ખીર છે કે નહિ...." ક્રિશય દબાતા અવાજે બોલીને હસવા લાગ્યો...

"તમે પણ ચાખો..." છોકરી એ ચમચી ક્રિશય તરફ કરીને કહ્યું...

ક્રિશય અને વિશ્વમ બંને એકબીજાની તરફ જોઈ રહ્યા ...

"લો ...ચાખો ને....મે બનાવી છે...લો..." છોકરી મોટા અવાજે એકધારી બોલવા લાગી...

"ચાખો ...કીધું ને મે ..."

"ચાખો......." ખૂબ મોટા અવાજે બોલવાથી એનો અવાજ તરડાઈ ગયો...અને એ રડવા લાગી ...

આશ્રમ માંથી એક ભાઈ દોડીને આવ્યા અને એનો હાથ પકડવા ગયા...
એ ભાઈને જોરથી ધક્કો માર્યો અને એકનું એક વાક્ય બોલે જતી હતી...' ચાખો...ચાખો...'

"પ્લીઝ સર, એક ચમચી ખાઈ લ્યો ...." એ ભાઈએ ક્રિશય અને વિશ્વમ ને વિનંતી ના સ્વરમાં કહ્યું...

બંને ગોઠણભેર નીચે બેઠા અને આંખો બંધ કરીને મોઢું ખોલ્યું...
પેલી છોકરી એ હસતા હસતા બંનેના મોઢામાં એક એક ચમચી મેથીની ખીર ભરી દીધી....

મોઢામાં ખીર આવતા જ બંનેની આંખો તરી ગઈ અને મોઢું બંધ કર્યા વગર ત્યાંથી દોડીને બહાર નીકળી ગયા...

પાછળ ઊભેલી અયાના, સમીરા અને દેવ્યાની ત્રણેય હસવા લાગી...

બહાર આવીને બંનેએ મોઢામાં નાખેલી બધી ખીર બહાર કાઢી નાખી પરંતુ એની કડવાહટ હજુ પણ ત્યાં જ અટકી હતી...
બંને ખૂબ ઉંડાણપૂર્વક ઉબકા કરી રહ્યા હતા...

"આઈ એમ સોરી સર...." અંદર થી આશ્રમ ના એ ભાઈએ આવીને કહ્યું...

બંને બોલવાની હાલત માં ન હતા...

"ક્રિશય ... વિશ્વમ આ બધું શું છે..." ડો.પટેલ એની પાસે આવીને બોલ્યા...

બધા વિદ્યાર્થી બહાર આવી ગયા...

"એકચ્યુલી તમને ખ્યાલ જ હશે તમે ક્યાં આવ્યા છો... અહીં નાના થી લઈને મોટા બધા એ કંઈક ને કંઇક કારણે પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે..."

એ ભાઈને બધા સાંભળી રહ્યા હતા...

ક્રિશય અને વિશ્વમ બંનેને અંદર થી ઉબકા કરવાનું મન થઈ રહ્યું હતું પરંતુ ડો.પટેલ ની સામે એ સીધા થઈને ઊભા હતા...

" તમે જે એ છોકરી ને મળ્યા હતા...એ બાર વર્ષ ની છે... એનું નામ રિયા છે...એને રસોઈ બનાવાનો ખૂબ શોખ હતો...નવી નવી વાનગી એ બનાવ્યા જ કરતી....એક દિવસ એને મેથી ની ખીર બનાવાનો વિચાર આવ્યો...પરિવાર ના લોકોએ બનાવાની હા પાડી દીધી પરંતુ ખાવાની ના પાડી...એટલી મહેનત કર્યા પછી એની ખીર કોઈએ ખાધી નહિ જેથી નાની બાળકીના મગજ માં ખૂબ ગાઢ અસર પડી....આવી નાની વાતમાં રિયા એનું માનસિક સંતુલન ગુમાવી બેઠી....

આજે પણ એ ખીર બનાવીને બધાને બતાવે છે પરંતુ જે કહે છે કે આવી કોઈ ખીર હોય જ નહિ ત્યારે એ એને પરાણે ખવડાવે છે ....જ્યાં સુધી એ ખાઈ નહીં ત્યાં સુધીમાં એ શું કરી નાખે એની પોતાને પણ જાણ નથી રહેતી...

આજે પણ એના પરિવાર ના લોકો આવે છે તો રિયા ની હાથની કડવી મેથી ની ખીર ખાઈને જાય છે ...રિયા ખૂબ ખુશ થઈ જાય છે...એના પરિવાર ના લોકો રિયા સામે તો નહિ પણ પાછળ થી ખૂબ રડે છે...ફૂલ જેવી પ્યારી છોકરી ને નાની ઉંમરમાં અહીં મૂકવી પડી એ માટે...."

આ વાત સાંભળ્યા બાદ ક્રિશય અને વિશ્વમ ખીર નો કડવો સ્વાદ થોડા સમય માટે ભૂલી ગયા હતા....

થોડીઘણી વાતચીત કર્યા બાદ બધા ફરી અંદર જતા રહ્યા...

પેલા બંને ત્યાં જ ઉભા હતા...

"તો કેવી લાગી ખીર...." સમીરા એ બંને પાસે આવીને બોલી...અને હસી રહી હતી...

અયાના અને દેવ્યાની બંને હસવા લાગી...

ત્રણેય ને હસતા જોઇને તે બંનેને પણ હસુ આવી ગયુ...
બધા અંદર ગયા...

અંદર જેટલા પણ લોકો ને મળ્યા બધા ને જોઇને દયા આવતી હતી...

અમુક નાના બાળકો એની રમવાની ઉંમરમાં, તો અમુક જુવાન મોજશોખ અને પૈસા કમાવાની ઉંમરમાં, પોતાના માતાપિતા ની સાચવણી કરવાની ઉંમરમાં , શાંતિ થી રહેવાની વૃદ્ધ ઉંમરમાં બધા અહી એનું જીવન વિતાવી રહ્યા હતા...

બધા ને જોઇને ક્રિશય અને વિશ્વમ ની આંખો માં આછા આંસુ આવી ગયા હતા એવામાં એની સામે રિયા આવી...

રિયા ને જોઇને બંને ગોઠણભેર નીચે બેસી ગયા...

"તમને મારી ખીર સારી લાગી ને...." માસૂમ અવાજ માં એણે પૂછ્યું...

ક્રિશય અને વિશ્વમ બંને એકબીજાને જોઈ રહ્યા ...
બંનેને વિચાર આવી રહ્યો હતો કે જો હા પાડશે તો એ વધારે ખીર ખાવાની જીદ પકડશે તો...અને જો ના પાડશે તો ...તો શું થશે એ પણ એ ખૂબ સારી રીતે જાણતા હતા...

"રિયા...." બંને કંઇક બોલે એ પહેલા અયાના એ પાછળ થી રિયા ને અવાજ કર્યો ...

"અહી આવ તારી ખીર ની રેસીપી અમને તો આપ..." અયાના એ હાથ નો ઈશારો કરીને એની તરફ બોલાવી...અને ક્રિશય તરફ અંગૂઠો બતાવીને એને જવાબ આપવા માટે બચાવી લીધો...

રિયા દોડીને એની પાસે જતી રહી...

ક્રિશય અને વિશ્વમ બંનેએ રાહત નો શ્વાસ લીધો...

ત્યાંથી નીકળીને બધા પોતાની રહેવાની જગ્યાએ આવ્યા...

સાંજ થઈ ચૂકી હતી ...ડો.પટેલ ડિનર બાદ ત્યાંથી રવાના થઈ ચૂક્યા હતા...બધા સ્ટુડન્ટ્સ પોતપોતાની રીતે ટોળું કરીને બેઠા હતા...

સમીરા અને દેવ્યાની ની વચ્ચે અયાના બેઠી હતી... ક્રિશય આવીને સમીરા પાસે ગોઠવાઈ ગયો અને વિશ્વમ દેવ્યાની પાસે બેઠો...

વિશ્વમને પોતાની પાસે જોઇને દેવ્યાની જગ્યા બદલવા માટે થોડી વાર ઊંચી નીચી થઈ પછી અયાનાના કહેવાથી ત્યાં જ બેઠી રહી....


ત્રણેય સહેલી નું મોઢું એકધારું ચાલુ હતું...જાણે પેલા બે હાજર જ ન હોય એ રીતે ત્રણેય વાતો કરી રહી હતી....

ક્રિશય ની નજર સમીરા થી હટતી જ ન હતી...તો બીજી બાજુ વિશ્વમ દેવ્યાની ને જોઈ રહ્યો હતો...
દેવ્યાની ની નજર વારંવાર વિશ્વમ ઉપર આવતી હતી...બંનેની નજર એક થતાં બંને નજર ફેરવી લેતા હતા...

અચાનક અયાનાએ રૂદ્ર ની વાત છેડી...

રૂદ્ર નામ સાંભળતા જ વિશ્વમ ત્યાંથી ઊભો થઈને થોડો દૂર જતો રહ્યો...

દેવ્યાની અને અયાના બંને એને જોતી રહી...

બીજી બાજુ વાત સાંભળતા સાંભળતા સમીરા ના હાથ સાથે ક્રિશયનો હાથ સ્પર્શી ગયો...જેથી સમીરા અને ક્રિશય બંનેની નજર મળી...સમીરા ના શ્વાસ અધ્ધર થઈ ગયા.... એનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું ....


(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED